________________
દશા-૪
ચોથી દશા : ગણિસંપદા clea
૨૧
Tacle
આઠ પ્રકારની ગણિસંપદા ઃ
१ सुयं मे आउ ! तेणं भगवया एवमक्खायं - इह खलु थेरेहिं भगवंतेहिं अट्ठविहा गणिसंपया पण्णत्ता । कयरा खलु ता थेरेहिं भगवंतेहिं अट्ठविहा गणिसंपया पण्णत्ता ? इमा खलु ता थेरेहिं भगवंतेहिं अट्ठविहा गणसंपा पण्णत्ता, તેં નહા
૨. આયારસંપયા, ૨. સુવસંપા, રૂ. સીરસંપયા, ૪. વયળસંપયા, ૬. वायणासंपया, ६. मइसंपया, ७. पओगमइसंपया, ८. संगहपरिण्णा णामं अट्ठमा મા ।
ભાવાર્થ:- હે આયુષ્યમાન ! મેં સાંભળ્યું છે કે ભગવાન મહાવીર સ્વામીએ આ પ્રમાણે કહ્યું છે કે આ નિગ્રંથ પ્રવચનમાં સ્થવિર ભગવંતોએ આઠ પ્રકારની ગણિસંપદા કહી છે. પ્રશ્ન- હે ભગવાન ! તે સ્થવિર ભગવંતોએ કઈ આઠ પ્રકારની ગણિસંપદા કહી છે ? ઉત્તર- તે સ્થવિર ભગવંતોએ આઠ પ્રકારની ગણિસંપદા આ પ્રમાણે કહી છે, જેમ કે– (૧) આચાર સંપદા, (૨) શ્રુતસંપદા, (૩) શરીરસંપદા, (૪) વચનસંપદા, (૫) વાચનાસંપદા, (૬) મતિસંપદા, (૭) પ્રયોગસંપદા, (૮) સંગ્રહપરિક્ષા સંપદા. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં સ્થવિર ભગવંતોએ કહેલી આઠ પ્રકારની ગણિ સંપદાઓનો નામોલ્લેખ છે. સાધુઓના સમુદાયને ગણ અથવા ગચ્છ કહેવામાં આવે છે. ગણના અધિપતિ સાધુ ગણિ અથવા ગચ્છાધિપતિ કહેવાય છે. તેઓના ગુણો, તેમની સંપદા-સંપત્તિ છે. જર-ઝવેરાત ગૃહસ્થોની સંપત્તિ છે તેમ ગુણો ગણિની સંપત્તિ છે. ગણિ આ સંપદાથી સંપન્ન હોય, તે જરૂરી છે. ગુણો વિના ગણિ ગણની રક્ષા કરી શકતા નથી અને ગણની રક્ષા કરવી તે તેઓનું મુખ્ય કર્તવ્ય છે. આ સૂત્રમાં ગણિની સંપત્તિ જેવા મુખ્ય આઠ ગુણોના નામોનું કથન છે.
(૧) આચાર સંપદા ઃ
२ से किं तं आयारसंपया ? आयारसंपया चउव्विहा पण्णत्ता, तं નાસંગમ-યુવ-નો-નુત્તે યાવિ મવર, અસંપાદિય-અપ્પા, અળિયત-વિત્તી, વુડ્ડસીત્તે यावि भवइ । से तं आयारसंपया ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવાન ! આચાર સંપદાના કેટલા પ્રકાર છે ? ઉત્તર- આચાર સંપદાના ચાર પ્રકાર છે, યથા– (૧) સંયમમાં ધ્રુવ યોગ યુક્તતા–સંયમની ક્રિયાઓમાં હંમેશાં લીન રહેવું (૨) અસંપ્રગૃહીતાત્મા- અહંકાર રહિત રહેવું (૩) અનિયતવૃત્તિતા– એક જ સ્થાને સ્થિર ન રહેવું અર્થાત્ અપ્રતિબદ્ધ ભાવે વિચરણ કરવું (૪) વૃદ્ઘશીલતા– વૃદ્ધોની જેમ ગંભી૨સ્વભાવવાળા થવું.