________________
૨૦
શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર
ચોથી દશા
પ્રાકથન OROOOOOROR
પ્રસ્તુત દશામાં આઠ પ્રકારની ગણિસંપદાનું વર્ણન છે. સાધુઓના ગણ-સમુદાયના નાયક આચાર્યને ગણિ કહે છે. સંપદા એટલે ઐશ્વર્ય, વૈભવ. સંપદાના બે પ્રકાર છે, (૧) દ્રવ્ય સંપદા અને (૨) ભાવ સંપદા. શિષ્ય સમુદાય ગણિની દ્રવ્ય સંપદા છે અને જ્ઞાનાદિ ગુણો ભાવ સંપદા છે. આ બંને સંપદાથી સંપન્ન સાધુ આચાર્ય—ગણિ પદને સુશોભિત કરે છે. સંપવા વળી શુભેËિ સંપન્નો । ગુણોથી સંપન્ન હોવું, તે જ ગણિની સંપદા છે.
*
ગણિ શિષ્ય-શિષ્યાઓના અનુશાસક હોય છે. શિષ્યોની સારણા-વારણા તથા શિષ્ય સમૂહની સુયોગ્ય વ્યવસ્થા માટે ગણિની નિતાંત આવશ્યકતા છે અને ગણની સુચારુ વ્યવસ્થા માટે ગણિમાં વિશિષ્ટ ગુણો હોવા આવશ્યક છે.
*
વ્યવહાર સૂત્રના ત્રીજા ઉદ્દેશકમાં આચાર્યની આવશ્યક ઔચિત્ય પૂર્ણ યોગ્યતાને તેમના ગુણ કહ્યા છે. પ્રસ્તુતમાં વિભિન્ન દષ્ટિએ આઠ પ્રકારની ગણિસંપદાના આઠ ગુણોનું વિસ્તૃત વર્ણન છે. (૧) આચાર સંપદા :– ગણિ જિનેશ્વર કથિત પંચાચારના પાલનથી સમૃદ્ધ હોય છે.
(૨) શ્રુત સંપદા :– ગણિ આગમોના સૂત્ર, અર્થ, પરમાર્થના જ્ઞાનથી સમૃદ્ધ હોય છે.
(૩) શરીર સંપદા :– ગણિ ઉત્તમ સંઘયણ અને ઉત્તમ સંસ્થાન સંપન્ન, સશક્ત અને સ્વસ્થ-નિરોગી કાયાથી સમૃદ્ધ હોય છે.
(૪) વચન સંપદા :– ગણિ સર્વ જન ગ્રાહ્ય વચન અને સત્ય, પ્રિયકારી, હિતકારી વાણીથી સમૃદ્ધ હોય છે.
(૫) વાચના સંપદા :– ગણિ શિષ્યોને સ્વાધ્યાયમાં નિયુક્ત કરી શાસ્ત્રના રહસ્યોને સમજાવતી વાચના શક્તિથી સમૃદ્ધ હોય છે.
(૬) મતિ સંપદા ઃ— ગણિ તીવ્ર સ્મરણ શક્તિ, ઔત્પાતિકી આદિ ચારે પ્રકારની બુદ્ધિ, હેય-ત્યાજ્યનો ત્યાગ, ઉપાદેય–ગ્રાહ્યને ગ્રહણ કરાવતી વિવેક બુદ્ધિથી સમૃદ્ધ હોય છે.
(૭) પ્રયોગ સંપદા :– ગણિ સમાધાનકારી બુદ્ધિ, સુયોગ્ય નિર્ણય શક્તિ અને વાદ સામર્થ્યથી સમૃદ્ધ હોય છે. (૮) સંગ્રહ પરિશા સંપદા :– ગણિ શિષ્ય સમુદાય માટે વસ્ત્ર, પાત્ર, શાસ્ત્ર વગેરે એકત્રિત કરવામાં અને તેઓની આવશ્યકતાનુસાર વિતરણ કરવાની વિચક્ષણતાથી સમૃદ્ધ હોય છે.
*****