________________
૧૨૮ ]
શ્રી બ્રહ૦૯૫ સૂત્ર
તાલપ્રલંબ શબ્દમાં તાલ શબ્દથી મૂળ અને પ્રલંબ શબ્દથી ફળનું ગ્રહણ થાય છે. વૃક્ષના દસ વિભાગમાં પ્રથમ મુળ છે અને અંતિમ ફળ છે. તેમાં આદિ અને અંતના ગ્રહણથી મધ્યનું ગ્રહણ થઈ જાય છે. આ રીતે મૂળથી લઈને દસે પ્રકારની વનસ્પતિનું ગ્રહણ થાય છે.
પ્રથમ સુત્રોનો અર્થ આ પ્રમાણે થાય છે કે સાધુ અને સાધ્વીને કાચા અને શસ્ત્ર પરિણત ન હોય તેવા મૂળ, કંદ, અંધ, છાલ, શાખા, પ્રશાખા, પાંદડા, ફૂલ, ફળ અને બીજા ગ્રહણ કરવા કલ્પતા નથી, મૂળ આદિ જો શસ્ત્ર પરિણત થઈ જાય તો સાધુ સાધ્વી તેને ગ્રહણ કરી શકે છે.
સત્રમાં પ્રયક્ત આમં. મિvi આદિ શબ્દોના અર્થ ભાષ્યકારે દ્રવ્ય અને ભાવ. એમ બે રીતે કર્યા છેઆમ- કાચા. દ્રવ્યથી કાચા ફળાદિ અને ભાવથી બીજ સહિતના ફળાદિ પf - પાકા. દ્રવ્યથી પાકી ગયેલા ફળાદિ અને ભાવથી બીજ રહિત, અચેત થયેલા ફળાદિ.
મન્ન- અખંડ. દ્રવ્યથી આખા ફળાદિ અને ભાવથી શસ્ત્ર પરિણત ન થયેલા ફળાદિ. fબન્ન- ખંડિત. દ્રવ્યથી ટુકડા કરેલા ફળાદિ અને ભાવથી શસ્ત્ર પરિણત થયેલા ફળાદિ.
સાધુ કે સાધ્વીને ભાવથી પક્વ અર્થાતુ બીજ રહિત અને ભાવથી ભિન્ન અર્થાતુ શસ્ત્ર પરિણત થયેલા ફળાદિ કલ્પ છે કારણ કે દ્રવ્યથી ભિન્ન અર્થાત્ ટુકડા કરેલા ફળમાં બીજની સંભાવના રહે છે અને દ્રવ્યથી પક્વ–પાકા ફળ પણ ગોઠલી સહિતના હોય છે, જેમ કે ટુકડા કરેલા જામફળમાં બીજ હોય છે, પાકી ગયેલી કેરી ગોઠલી સહિતની હોય છે, તેથી તે સાધુને માટે અગ્રાહ્ય છે.
પહેલા અને બીજા સત્રમાં સૂત્રકારે આમં- કાચી વનસ્પતિની ગ્રાચતા-અગ્રાહ્યતા સ્પષ્ટ કરી છે. કાચી વનસ્પતિ અભિન્ન-શસ્ત્ર પરિણત ન થાય ત્યાં સુધી સાધુને અગ્રાહ્ય છે. જ્યારે તે કાચી વનસ્પતિ ભિન્ન-શસ્ત્ર પરિણત થઈ જાય, ત્યારે કલ્પનીય છે. આ બંને સૂત્રોમાંfમને શબ્દનો અર્થ ભાવથી ભિન્ન અર્થાત્ “શસ્ત્ર પરિણત” અને મને શબ્દનો અર્થ ભાવથી અભિન્ન અર્થાત્ “શસ્ત્ર અપરિણત” થાય છે.
ત્રીજા અને ચોથા સૂત્રમાં મu– અભિન્ન, અખંડ કે ભિન્ન, ટુકડા થયેલા પાકા ફળની ગ્રાહ્યતા-અગ્રાહ્યતાને સમજાવી છે. પાકા કેળાદિ ફળ અભિન્ન-અખંડ આખા હોય કે ભિન્ન-ટુકડા કરેલા હોય, તે સાધુને ગ્રહણ કરવા કહ્યું છે પરંતુ સાધ્વીને માટે પાકા કેળાં આદિ ફળ અભિન્ન-અખંડ હોય અથવા વિધિપૂર્વક ભિન્ન-ટુકડા થયેલા ન હોય, તો કલ્પતા નથી પરંતુ તે પાકા ફળના વિધિપૂર્વક નાના નાના ટુકડા થયેલા હોય તો લેવા કહ્યું છે.
આ બંને સૂત્રમાં શબ્દનો અર્થ દ્રવ્યથી અભિન્ન અર્થાત્ અખંડ અને મિum શબ્દનો અર્થ દ્રવ્યથી ભિન્ન-ટુકડા કરેલા થાય છે. આ બંને સૂત્રમાં આકારની અપેક્ષાએ અગ્રાહ્યતા-ગ્રાહ્યતાનું કથન હોવાથી તેમાં દ્રવ્યની પ્રધાનતા છે. અખંડ-આખું બાફેલું કેળું ભાવથી ભિન્ન-શસ્ત્ર પરિણત હોવા છતાં તે દ્રવ્યથી અભિન્ન-અખંડ હોવાથી સાધ્વીને અગ્રાહ્ય છે. વિધિ-વિદofમvળે – અવિધિપૂર્વક ભેદ અર્થાત્ મોટા-લાંબા ટુકડા અને વિધિપૂર્વક ભેદ થવો અર્થાતુ નાના-નાના ટુકડા. અખંડ-આખા કેળાં આદિ ફળ, મુળા વગેરે કંદ શસ્ત્ર પરિણત થઈ જાય ત્યારપછી સાધુ માટે ગ્રાહ્ય છે અને તેમાં આકારજન્ય દોષ હોવાથી સાધ્વી માટે અગ્રાહ્ય છે.
તે જ રીતે મૂળ, કંદ કે ફળ આદિના લાંબા-મોટા ટુકડામાં પણ ટુકડા થવા છતાં આકારજન્ય દોષ રહે છે, તેથી તે સાધ્વી માટે અગ્રાહ્ય છે.