________________
૨૦૮ ]
શ્રી બૃહત્ક૯૫ સૂત્ર
જો ઘચરકો આવે અને ગળી જાય, તો તેને રાત્રિભોજનનો દોષ લાગે છે અને તે અનુદ્દઘાતિક ગુરુચાતુર્માસિક પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રમાં ઉગાલ-ઘચરકાને ગળી જવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. રાત્રે અથવા સંધ્યાકાળે ઘચરકો આવે તો સૂત્રોક્ત વિધિ અનુસાર વસ્ત્ર આદિથી મોઢાને શુદ્ધ કરી લેવું જોઈએ. જો તે મોઢામાં પાછા આવેલા આહાર-પાણીને ગળી જાય તો તેને રાત્રિભોજનનો દોષ લાગે છે અને તેથી તે સૂત્રોક્ત પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. આ વિષયને સ્પષ્ટ કરવા માટે ભાષ્યકારે એક રૂપક આપ્યું છે.
જેમ કડાઈમાં તેના પ્રમાણથી ઓછું દૂધ નાંખીને ઉકાળવામાં આવે તો તેની અંદર જ ઉકળે છે બહાર આવતું નથી પરંતુ જ્યારે કડાઈમાં અધિક દૂધ ભરીને ઉકાળવામાં આવે તો તેમાંથી દૂધ ઉભરાઈને બહાર આવે છે. તે રીતે મર્યાદાથી વધારે આહાર કરવાથી ઘચરકો આવે છે અને ઓછો આહાર કરવાથી ઘચરકો આવતો નથી, તેથી સાધુએ આહારના પ્રમાણમાં વિવેક રાખવો જરૂરી છે. સંસક્ત આહાર વાપરવાનો વિવેક - |११ णिग्गंथस्स य गाहावइकुलं पिंडवायपडियाए अणुप्पविट्ठस्स अंतो पडिग्गहसि पाणाणि वा बीयाणि वा रए वा परियावज्जेज्जा, तं च संचाएइ विगिचित्तए वा विसोहित्तए वा तं पुव्वामेव विगिंचिय विसोहिय, तओ संजयामेव भंजेज्ज वा पिएज्ज वा । तं च णो संचाएइ विगिंचित्तए वा विसोहित्तए वा तं णो अप्पणा भुंज्जेजा, णो अण्णेसिं दावए, एगते बहुफासुए थंडिले पडिलेहित्ता पमज्जित्ता परिट्टवेयव्वे सिया । ભાવાર્થ :- સાધુ ગૃહસ્થના ઘરે આહાર-પાણી માટે પ્રવેશ કરે ત્યારે આહારના પાત્રમાં કોઈ પ્રાણી, બીજ અથવા સચિત રજ પડી ગયા હોય અને તેને દૂર કરી શકાય તેમ હોય, વિશુદ્ધ કરી શકાય તેમ હોય તો, તે બીજ આદિને દૂર કરીને, વિશુદ્ધ કરીને પછી યતનાપૂર્વક તે આહાર-પાણી વાપરે અથવા પીએ. જો તેને દૂર કરવા અથવા વિશુદ્ધ કરવા સંભવિત ન હોય તો તેનો સ્વયં ઉપભોગ ન કરે અને બીજાને પણ ન આપે પરંતુ એકાંત અને નિર્દોષ સ્પંડિલ ભૂમિમાં પ્રતિલેખન અને પ્રમાર્જન કરીને પરઠી દે. १२ णिग्गंथस्स य गाहावइकुलं पिंडवायपडियाए अणुप्पविट्ठस्स अंतो पडिग्गहसि दए वा दगरए वा दगफुसिए वा परियावज्जेज्जा से य उसिणभोयणजाए परिभोत्तव्वे सिया । से य सीए भोयणजाए तं णो अप्पणा भुंजेज्जा, णो अण्णेसिं दावए, एगते बहुफासुए थंडिले पडिलेहित्ता पमज्जित्ता परिट्टवेयव्वे सिया । ભાવાર્થ :- સાધુ ગૃહસ્થના ઘરમાં આહાર-પાણી માટે પ્રવેશ કરે, ત્યારે સાધુના આહારના પાત્રામાં જો સચિત્ત પાણી અથવા સચિત્ત પાણીના ટીપાં પડી ગયા હોય કે સચિત્ત પાણીનો સ્પર્શ થઈ ગયો હોય અને તે આહાર ગરમ હોય તો તે આહારને સ્વયં વાપરે અને જો તે આહાર ઠંડો હોય તો સ્વયં વાપરે નહીં, બીજાને વાપરવા આપે નહીં પરંતુ એકાંત અને નિર્દોષ સ્થડિલ ભૂમિમાં પરઠી દે.