________________
ઉદેશક-૫
| ૨૦૯ ]
પ્રસ્તુત સૂત્રોમાં સાધુ 42 ઉપયોગપૂર્વક આહાર
પડી જાય, ક્યારે
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સાધુને ત્ર-સ્થાવર જીવોથી સંસક્ત આહાર વાપરવાનો વિવેક પ્રદર્શિત કર્યો છે. સાધુ ગૃહસ્થને ત્યાંથી ગવેષણા સહિત ઉપયોગપૂર્વક આહાર ગ્રહણ કરે છે. ક્યારેક ગૃહસ્થ આહાર વહોરાવતા હોય ત્યારે માખી, મચ્છર આદિ જીવજંતુ અચાનક પાત્રમાં પડી જાય, ક્યારેક કોઈ બીજ સહિતનો આહાર ગ્રહણ થઈ જાય, ક્યારેક અચાનક વરસાદ આવે અને સચેત પાણીના ટીપાં આહારમાં મિશ્રિત થઈ જાય, ક્યારેક સચેત મિશ્રિત આહાર ગ્રહણ થઈ જાય, આ રીતે કોઈ પણ નિમિત્તથી સાધુનો આહાર સચિત્ત સંસક્ત બની જાય અને સાધુને આહારનું પ્રતિલેખન કરતા સચિત્ત સંસક્તતાનો ખ્યાલ આવે તો સાધુએ વિવેકપૂર્વક અત્યંત યતનાથી માખી, મચ્છર, બીજ આદિને બહાર કાઢીને આહાર વાપરવો જોઈએ. જો આહારમાંથી સચિત્ત બીજ આદિ કાઢી શકાય તેમ ન હોય, જેમ કે લાડવાની ઉપર ખસખસ નાખી હોય, સાકર સાથે સચેત મીઠું મિશ્રિત થયેલું હોય, સ્નિગ્ધ પ્રવાહી પદાર્થમાં કીડી મંકોડા ચડી ગયા હોય, ત્યારે તે આહાર નિર્દોષ ભૂમિમાં વિવેકપૂર્વક પરઠી દેવો જોઈએ,
જો સચેત પાણીના ટીપાં ગરમ પદાર્થોમાં મિશ્રિત થયા હોય તો તે ટીપા શસ્ત્ર પરિણત થઈ જાય છે અને તે આહાર સાધુ વાપરી શકે છે સાધુ પરંતુ ખાખરા જેવી સૂકી વસ્તુ પર સચિત્ત પાણીના ટીપાં પડ્યા હોય, તો તે પાણીના ટીપાં શસ્ત્ર પરિણત થતા નથી, તેથી તેવો આહાર સાધુ સ્વયં વાપરે નહીં પણ પરઠી દે.
સંક્ષેપમાં સચિત્ત પદાર્થ અથવા સચિત્ત મિશ્રિત ખાદ્યપદાર્થ અસાવધાનીથી ગ્રહણ થયા હોય અને સચિત્ત પદાર્થ જુદા થઈ શકે તો તેને જુદા કરીને અચિત્ત આહાર વાપરવો જોઈએ અને સચિત્ત બીજ આદિ કાઢવા શક્ય ન હોય, તો તે મિશ્રિત આહાર, પરઠી દેવો જોઈએ. પશુ-પક્ષીના સ્પર્શજન્ય વિકારભાવનું પ્રાયશ્ચિતઃ१३ णिग्गंथीए य राओ वा वियाले वा उच्चारं वा पासवणं वा विगिंचमाणीए वा विसोहेमाणीए वा अण्णयरे पसुजाईए वा पक्खिजाईए वा अण्णयर इंदियजायं परामुसेज्जा, तं च णिग्गंथी साइज्जेज्जा हत्थकम्म पडिसेवणपत्ता आवज्जइ मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । ભાવાર્થ :- રાત્રે કે વિકાલમાં મળ-મૂત્રના ત્યાગ સમયે અથવા શુદ્ધિ કરવાના સમયે સાધ્વીજીના શરીર(ઇદ્રિયોને કોઈ પશુ-પક્ષીનો સ્પર્શ થઈ જાય અને સાધ્વી તે સ્પર્શનું વિકાર ભાવથી અનુમોદન કરે તો તેને હસ્તકર્મ દોષ લાગે છે અને તે અનુદ્દઘાતિક-ગુરુ માસિક પ્રાયશ્ચિત્તને પાત્ર થાય છે. १४ णिग्गंथीए य राओ वा वियाले वा उच्चारं वा पासवणं वा विगिंचमाणीए वा विसोहेमाणीए वा अण्णयरे पसुजाईए वा पक्खिजाईए वा अण्णयरंसि सोयसि ओगाहेज्जा, तं च णिग्गंथी साइज्जेज्जा, मेहुणपडिसेवणपत्ता आवज्जइ चाउम्मासिय परिहारट्ठाणं अणुग्घाइयं । ભાવાર્થ - રાત્રે અથવા વિકાસમાં મળ-મૂત્રના પરિત્યાગ સમયે અથવા શુદ્ધિ કરવાના સમયે કોઈ પશુ-પક્ષી સાધ્વીના શ્રોત(યોનિ)નું અવગાહન કરે અને તે સાધ્વી વિકાર ભાવથી તેનું અનુમોદન કરે તો