SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્દેશક-૪ | ૧૯૯ | સુખ પદ્યવા.. પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરનાર સાધુ બહુશ્રુત હોય અને પ્રાયશ્ચિત્ત દેનાર પક્ષપાતના કારણે આગમ વિપરીત પ્રાયશ્ચિત્ત આપે તો બહુશ્રુત સાધુ તે પ્રાયશ્ચિત્તનો અસ્વીકાર કરી શકે છે. સૂત્રના આ નિર્દેશથી સ્પષ્ટ થાય છે કે સૂત્રવિપરીત આજ્ઞા કોઈની પણ હોય તેનો અસ્વીકાર કરવાથી જિનાજ્ઞાની વિરાધના થતી નથી. સૂત્રોક્ત આ કથન ગીતાર્થ અને બહુશ્રુત સાધુઓ માટે જ છે. અગીતાર્થ અને અબહુશ્રુત સાધુઓ માટે ગુરુ આજ્ઞા જ બલવત્તર છે. અગીતાર્થ સાધુઓએ કોઈપણ તર્કવિતર્ક કર્યા વિના ગુરુ પ્રદત્ત પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરવો જોઈએ. પરિહાર કલ્પસ્થિત સાધુની સેવા :| २६ परिहारकप्पट्ठियस्स णं भिक्खुस्स कप्पइ आयरिय-उवण्झाएणं तदिवसं एगगिहसि पिंडवायं दवावेत्तए । तेणं परं णो से कप्पइ असणं वा जाव साइम वा दाउं वा अणुप्पदाउं वा। कप्पइ से अण्णयरं वेयावडियं करेत्तए, तं जहाअट्ठावण वा,णिसीयावण वा तुयट्टावण वा उच्चार-पासवण-खेल-जल्लसिंघाणाविगिंचणं वा विसोहणं वा करेत्तए । अह पुण एवं जाणेज्जा-छिण्णावाएसु पंथेसु आउरे, झिंझिए, पिवासिए, तवस्सी, दुब्बले, किलंते, मुच्छेज्ज वा पवडेज्ज वा एवं से कप्पइ असणं वा जाव साइमं वा दाउं वा अणुप्पदाउं वा । ભાવાર્થ :- પરિહારકલ્પસ્થિત (પારિહારિક નામના તપ પ્રાયશ્ચિત્તને વહન કરનારા) સાધુ જે દિવસે પરિહારતપનો સ્વીકાર કરે, તે દિવસે તેને એક ઘરેથી આહાર લાવીને આપવાનું આચાર્ય, ઉપાધ્યાયને કહ્યું છે. ત્યાર પછી તેને અશન આદિ એકવાર આપવા કે વારંવાર આપવા કલ્પતા નથી પરંતુ જરૂરિયાત હોય ત્યારે પરિહારકલ્પસ્થિત સાધુને ઉઠાડવા, બેસાડવા, પડખુ ફેરવવું, તેના મળ, મૂત્ર, શ્લેષ્મ, કફ વગેરે પરઠવા, મળમૂત્રાદિથી લિપ્ત ઉપકરણોને શુદ્ધ કરવા વગેરે સેવાના કાર્ય કરવા કહ્યું છે. જો આચાર્ય અથવા ઉપાધ્યાય જાણે કે તે સાધુ ગ્લાન, ભૂખ્યા, તરસ્યા, તપસ્વી, દુર્બલ અને કલાંત–અશક્ત થઈને ગમનાગમનના માર્ગમાં ક્યાંક મૂચ્છિત થઈ જાય કે પડી જાય, તેવી પરિસ્થિતિ છે, તો તેને અશનઆદિ ચારે આહાર એકવાર આપવા અથવા વારંવાર આપવા કહ્યું છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં પરિહારકલ્પસ્થિત સાધુ સાથેના વ્યવહારનું નિરૂપણ છે. પરિહાર તપ પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરનાર સાધુ પરિહારક૫સ્થિત કહેવાય છે. જે સાધુ સહવર્તી અન્ય સાધુઓ સાથે અથવા ગૃહસ્થો સાથે ઉગ્ર કલહ કરે, સંયમની વિરાધના કરે અથવા મહાવ્રતનો ભંગ કરે ઇત્યાદિ મોટા દોષોના દંડ રૂપે તેને સંઘ અથવા ગણથી પૃથક કરાય છે, તેને પારિવારિક કહેવાય છે. તે દોષની શુદ્ધિ માટે જે તપરૂપ પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરે, તેને પારિવારિક તપ કહે છે. પારિવારિક સાધુ સાથે ગચ્છના અન્ય સર્વ સાધુઓનો કોઈ પણ પ્રકારનો વ્યવહાર હોતો નથી તે સર્વને માટે પારિહારિક- છોડવા યોગ્ય છે. જે દિવસે તે સાધુને પરિહાર તપમાં સ્થાપિત કરવામાં આવે છે, તે દિવસે ક્યાંક કોઈ ઉત્સવ આદિના નિમિત્તે સરસ આહાર બનેલો હોય તો ત્યાં આચાર્ય તેને સાથે લઈ જઈને મનોજ્ઞ ભોજન-પાણી
SR No.008784
Book TitleTranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages462
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, agam_bruhatkalpa, agam_vyavahara, & agam_dashashrutaskandh
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy