________________
ઉદેશક-૧
)
[ ૧૩૫ ]
નાકનો મેલ આદિનો ત્યાગ કરવો, સ્વાધ્યાય કરવો, ધર્મજાગરિકા-ધર્મ ધ્યાન કરવું અને કાયોત્સર્ગમાં સ્થિર થવું કલ્પતું નથી. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સાધુ-સાધ્વીને જળાશયાદિ કોઈપણ જલસ્થાનોના કિનારે પ્રવૃત્તિ કરવાનો નિષેધ છે. રાતિ :- નદી, સરોવર વગેરે જળાશયનો કિનારો કે કાંઠો દગતીર(દકતીર) કહેવાય છે. તેવા
સ્થાને સાધુ અથવા સાધ્વીને ઊભા રહેવું, બેસવું, ખાવું, પીવું, મળ-મૂત્રાદિનો ત્યાગ કરવો, ધ્યાનસ્થ થવું કે કાયોત્સર્ગ કરવો વગેરે ક્રિયા કરવાનો નિષેધ છે. જળશયાદિના તીરે ઉપરોક્ત ક્રિયા કરતાં સાધુ તૃષાતુર બને તો સચેત પાણી પીવાનું મન થઈ જાય, પાણીમાં રહેલા જળચર જીવો ભયભીત બને, ભયાતુર તે પ્રાણીઓ નાશભાગ કરે, તો પાણીના જીવો અને સેવાળાદિ વનસ્પતિ જીવોની ઘાત થાય, કિનારાની જમીન સચિત્ત હોય છે ત્યાં ઉપરોક્ત ક્રિયા કરતાં પૃથ્વીના જીવોની વિરાધના થાય તથા કિનારા સમીપે સાધુને જોઈને સાધુ સચેત પાણી પીતા હશે, તેવી લોકમાનસમાં શંકા થાય વગેરે દોષોની સંભાવના હોવાથી સાધુ- સાધ્વીને જળાશયના કિનારે ઉપરોક્ત કાર્ય કરવાનો નિષેધ છે. ચિત્રોવાળા ઉપાશ્રયો - | २० णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा सचित्तकम्मे उवस्सए वत्थए । ભાવાર્થ :- સાધુ અને સાધ્વીઓને ચિત્રોવાળા ઉપાશ્રયમાં રહેવું કલ્પતું નથી. |२१ कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा अचित्तकम्मे उवस्सए वत्थए । ભાવાર્થ- સાધુ અને સાધ્વીઓને ચિત્રો ન હોય તેવા ઉપાશ્રયમાં રહેવું કલ્પ છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં ચિત્રોથી ચિત્રિત ઉપાશ્રયમાં સાધુ-સાધ્વીને રહેવાનો નિષેધ છે.
વિકારોત્પાદક ચિત્રો જોઈને તેઓના મનમાં વિકારભાવ જાગૃત થવાની સંભાવના છે, મનમોહક અન્ય ચિત્રો તરફ વારંવાર દષ્ટિ જવાથી સ્વાધ્યાય, ધ્યાન, પ્રતિલેખન વગેરે સંયમ ક્રિયાઓમાં અલના થાય, તેથી ચિત્રોવાળા ઉપાશ્રયોમાં રહેવાનો સાધુ-સાધ્વીઓને નિષેધ છે. સાગરિકની નિશ્રા - | २२ णो कप्पइ णिग्गंथीणं सागारिय-अणिस्साए वत्थए । ભાવાર્થ - સાધ્વીઓને સાગારિક-ગૃહસ્થની નિશ્રા વિના રહેવું કલ્પતું નથી. २३ कप्पइ णिग्गंथीण सागारिय-णिस्साए वत्थए । ભાવાર્થ :- સાધ્વીઓને સાગારિક-ગૃહસ્થની નિશ્રામાં રહેવું કહ્યું છે. २४ कप्पइ णिग्गंथाणं सागारिय-णिस्साए वा अणिस्साए वा वत्थए । ભાવાર્થ- સાધુઓને સાગારિક-ગૃહસ્થની નિશ્રામાં અથવા નિશ્રા વિના, બંને રીતે રહેવું કલ્પ છે.