________________
| 6देश-२
| २५३
સાથે રહેનારા અન્ય સાધુઓએ પરિહારતપ વહન કરનારને તે તપ કરવાની અનુકૂળતા આપવી જોઈએ તથા જરૂર હોય ત્યારે સેવા પણ કરવી જોઈએ. રુણ સાધુઓની વૈયાવચ્ચ - |६ परिहारकप्पट्ठियं भिक्खु गिलायमाणं णो कप्पइ तस्स गणावच्छेइयस्स णिज्जूहित्तए । अगिलाए तस्स करणिज्ज वेयावडियं जाव तओ रोगायंकाओ विप्पमुक्को, तओ पच्छा तस्स अहालहुसए णामं ववहारे पट्टवियव्वे सिया । ભાવાર્થ :- પરિહારતપરૂપ પ્રાયશ્ચિત્ત વહન કરનાર સાધુ રોગાદિથી પીડિત થઈ જાય તો તેને ગણથી પૃથક કરવા, ગણાવચ્છેદકને કલ્પતા નથી. તે રોગ મુક્ત ન થાય ત્યાં સુધી તેની અગ્લાનભાવે સેવા કરાવે અને ત્યાર પછી તે પારિવારિક સાધુને(વૈયાવચ્ચ કરાવવા માટે) અતિઅલ્પ પ્રાયશ્ચિત્તમાં પ્રસ્થાપિત કરે. |७ अणवटुप्पं भिक्खु गिलायमाणं णो कप्पइ तस्स गणावच्छेइयस्स णिज्जूहित्तए अगिलाए तस्स करणिज्ज वेयावडिय जाव तओ रोगयंकाओ विप्पमुक्को, तओ पच्छा तस्स अहालहुसए णाम ववहारे पट्टवियव्वे सिया । ભાવાર્થ :- અનવસ્થાપ્ય સાધુ(નવમા પ્રાયશ્ચિત્તને વહન કરનાર સાધુ) રોગાદિથી પીડિત થઈ જાય તો તેને ગણથી પૃથકકરવા, ગણાવચ્છેદકને કલ્પતા નથી. તે રોગથી મુક્ત ન થાય ત્યાં સુધી તેની અગ્લાનભાવે સેવા કરાવે અને ત્યાર પછી અનવસ્થાપ્ય સાધુને(સેવા કરાવવા માટે) અતિઅલ્પ પ્રાયશ્ચિત્તમાં પ્રસ્થાપિત કરે. |८ पारंचियं भिक्खुं गिलायमाणं णो कप्पइ तस्स गणावच्छेइयस्स णिज्जूहित्तए अगिलाए तस्स करणिज्ज वेयावडियं जाव तओ रोगायंकाओ विप्पमुक्को, तओ पच्छा तस्स अहालहुसए णाम ववहारे पट्टवियव्वे सिया । ભાવાર્થ :- પારાચિત સાધુ(દશમાં પ્રાયશ્ચિત્તને વહન કરનાર સાધુ) રોગાદિથી પીડિત થઈ જાય તો તેને ગણથી પૃથક કરવા, ગણાવચ્છેદકને કલ્પતા નથી. તે રોગમુક્ત ન થાય ત્યાં સુધી તેની અગ્લાનભાવે સેવા કરાવે અને ત્યાર પછી તે પારાંચિત સાધુને અતિ અલ્પ પ્રાયશ્ચિત્તમાં પ્રસ્થાપિત કરે. | ९ खित्तचित्तं भिक्खु गिलायमाणं णो कप्पइ तस्स गणावच्छेइयस्स णिज्जूहित्तए । अगिलाए तस्स करणिज्ज वेयावडियं जाव तओ रोगायंकाओ विप्पमुक्को, तओ पच्छा तस्स अहालहुसए णाम ववहारे पट्टवियव्वे सिया । ભાવાર્થ :- વિક્ષિપ્તચિત્ત- અત્યંત ભય કે શોકથી વિક્ષિપ્તચિત્તવાળા ગ્લાન સાધુને ગણથી પૃથક કરવા, ગણાવચ્છેદકને કલ્પતા નથી. તે રોગમુક્ત ન થાય ત્યાં સુધી તેની અગ્લાનભાવે સેવા કરાવે અને ત્યાર પછી તેને અતિઅલ્પ પ્રાયશ્ચિત્તમાં પ્રસ્થાપિત કરે. १० दित्तचित्तं भिक्खू गिलायमाणं णो कप्पइ तस्स गणावच्छेइयस्स णिज्जूहित्तए। अगिलाए तस्स करणिज्ज वेयावडियं जाव तओ रोगायंकाओ विप्पमुक्को, तओ पच्छा तस्स अहालहुसए णामं ववहारे पट्टवियव्वे सिया ।