________________
ઉદ્દેશક-૩
૨૦૯
ખંડનાનું ગુરુપ્રદત્ત પ્રાયશ્ચિત્ત વહન કરે, તેનું વેદમોહનીય કર્મ ઉપશાંત થઈ જાય, તે નિર્વિકાર બની જાય, ત્રણ વર્ષ નિષ્કલંક જીવન વ્યતીત કર્યા પછી ફરી તેની યોગ્યતા પ્રમાણે કોઈપણ પદ આપી શકાય છે. સૂત્રકારે ત્રણ વર્ષની જઘન્ય સમય મર્યાદા કહી છે પરંતુ ગણનાયક તે સાધુના વ્યવહારના આધારે તે મર્યાદા વધારી પણ શકે છે.
પ્રસ્તુત સૂત્રમાં પ્રયુક્ત રદ્દિસિત્ત-ધારેત્તર્ આ બન્ને પદોનો આશય એ છે કે અબ્રહ્મસેવી સાધુને પદ પર નિયુક્ત ન કરવા જોઈએ અને જો જાણકારીના અભાવમાં કોઈ તેને પદ પર નિયુક્ત કરે તો તેણે તે પદ સ્વીકારવું ન જોઈએ.
સૂત્રમાં મૈથુનના સંકલ્પોથી નિવૃત્ત સાધુને માટે અનેક વિશેષણોનો પ્રયોગ છે. ટીકાકારે તેની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે– નિયજ્ઞ સ્થિત, સ્થિર પરિણામી, વસંતક્ષ્ણ ઉપશાંત, મૈથુન પ્રવૃત્તિથી નિવૃત્ત, વરયસ્લ–ઉપરત, મૈથુનના સંકલ્પોથી નિવૃત્ત, પદ્ધિવિયમ્સ-પ્રતિવિરત, મૈથુન સેવનથી સર્વથા વિરક્ત, બિલ્વિસ્ત્ર-નિર્વિકારી, પૂર્ણરૂપે વિકાર રહિત, શુદ્ધ બ્રહ્મચર્ય પાળનાર.(વ્યવહારભાષ્ય ટીકા). સંયમત્યાગીને પદ પ્રદાનનો ઉત્સર્ગ-અપવાદ માર્ગ:
१८ भिक्खू य गणाओ अवक्कम्म ओहायइ तिण्णि संवच्छराणि तस्स तप्पत्तियं णो कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा ।
तिर्हि संवच्छरेहिं वीइक्कंतेहिं चउत्थगंसि संवच्छरंसि पट्ठियंसि ठियस्स, उवसंत्तस्स उवरयस्स पडिविरयस्स णिव्विगारस्स एवं से कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा ।
ભાવાર્થ :- કોઈ સાધુ ગણ અને સંયમનો પરિત્યાગ કરીને, વેશ છોડીને, ચાલ્યા જાય ત્યારપછી તે પુનઃ દીક્ષિત થાય, તો તેને તે કારણથી ત્રણ વર્ષ પર્યંત આચાર્ય યાવત્ ગણાવચ્છેદક સુધીના કોઈપણ પદ
આપવા અથવા ધારણ કરવા કલ્પતા નથી.
ત્રણ વર્ષ વ્યતીત થઈ ગયા પછી ચોથા વર્ષમાં પ્રવેશ કરે ત્યારે જો તે સ્થિર પરિણામી, ઉપશાંત, ઉપરત, પ્રતિવિરત અને નિર્વિકાર થઈ ગયા હોય, તો તેને આચાર્ય યાવત્ ગણાવચ્છેદક સુધીના કોઈપણ પદ આપવા અથવા ધારણ કરવા કલ્પ છે.
१९ गणावच्छेइए य गणावच्छेइयत्तं अणिक्खिवित्ता ओहाएज्जा, जावज्जीवाए तस्स तप्पत्तियं णो कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा ।
ભાવાર્થ :- કોઈ ગણાવચ્છેદક પોતાનું પદ છોડયા વિના સંયમનો પરિત્યાગ કરીને, વેશ છોડીને ચાલ્યા જાય અને ત્યારપછી તે પુનઃ દીક્ષિત થાય, તો તેને તે કારણથી જીવન પર્યંત આચાર્ય યાવત્ ગણાવચ્છેદક સુધીના કોઈપણ પદ આપવા અથવા ધારણ કરવા કલ્પતા નથી.
२० गणावच्छेइए य गणावच्छेइयत्तं णिक्खिवित्ता ओहाएज्जा तिणि संवच्छराणि तस्स तप्पत्तियं णो कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा ।