________________
ઉદેશક-૨,
| २५१
श -२ @pppppppppppa સહવર્તી સાધર્મિકોમાં પરિહારતપ:| १ दो साहम्मिया एगयओ विहरंति, एगे तत्थ अण्णयरं अकिच्चट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, ठवणिज्ज ठवइत्ता करणिज्ज वेयावडियं ।। ભાવાર્થ :- બે સાધર્મિક સાધુ એક સાથે વિચરતા હોય અને તેમાંથી જો એક સાધુ કોઈ અકૃત્યસ્થાનની પ્રતિસેવના કરી આલોચના કરે, તો તેને પ્રાયશ્ચિત્ત તપમાં સ્થાપિત કરીને (બીજા) સાધર્મિક સાધુએ તેની વૈયાવચ્ચ કરવી જોઈએ. | २ दो साहम्मिया एगयओ विहरति, दो वि ते अण्णयरं अकिच्चट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, एगं तत्थ कप्पागं ठवइत्ता एगे णिव्विसेज्जा, अह पच्छा से वि णिव्विसेज्जा । ભાવાર્થ-બે સાધર્મિક સાધુ એક સાથે વિચરતા હોય અને તે બંને સાધુ કોઈ અકૃત્યસ્થાનની પ્રતિસેવના કરીને આલોચના કરે, તો તેમાંથી એકને કલ્પાક(અગ્રણી) તરીકે સ્થાપિત કરે અને એક પરિહારતપરૂપ પ્રાયશ્ચિત્તને વહન કરે અને તેનું પ્રાયશ્ચિત પૂર્ણ થયા પછી તે અગ્રણી પણ પ્રાયશ્ચિત્તરૂપ તપને વહન કરે છે. | ३ | बहवे साहम्मिया एगयओ विहरंति, एगे तत्थ अण्णयरं अकिच्चट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, ठवणिज्ज ठवइत्ता करणिज्ज वेयावडियं । ભાવાર્થ :- ઘણા સાધર્મિક સાધુઓ એક સાથે વિચરતા હોય, તેમાંથી એક સાધુ કોઈ અકૃત્યસ્થાનની પ્રતિસેવના કરીને આલોચના કરે તો (તેમાં જે પ્રમુખ સ્થવિર હોય તે) તેને પ્રાયશ્ચિત્ત વહન કરાવે અને બીજા સાધુને તેની સેવા માટે નિયુક્ત કરે. | ४ बहवे साहम्मिया एगयओ विहरंति, सव्वे वि ते अण्णयरं अकिच्चट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, एग तत्थ कप्पागं ठवइत्ता अवसेसा णिव्विसेज्जा, अह पच्छा से वि णिव्विसेज्जा । ભાવાર્થ :- ઘણા સાધર્મિક સાધુઓ એક સાથે વિચરતા હોય અને તે બધા સાધુઓ કોઈ અકૃત્યસ્થાનની પ્રતિસેવના કરીને આલોચના કરે તો તેમાંથી કોઈ એકને કલ્પાક-અગ્રણી તરીકે સ્થાપિત કરીને શેષ બધા પ્રાયશ્ચિત વહન કરે અને તે સાધુઓનું પ્રાયશ્ચિત્ત પૂર્ણ થયા પછી તે અગ્રણી સાધુ પ્રાયશ્ચિત્ત વહન કરે. | ५ परिहारकप्पट्ठिए भिक्खू गिलायमाणे अण्णयरं अकिच्चट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, से य संथरेज्जा ठवणिज्ज ठवइत्ता करणिज्जं वेयावडियं ।
से य णो संथरेज्जा अणुपरिहारिएणं तस्स करणिज्जं वेयावडियं । से तं