________________
ઉદ્દેશક-૧
૧૪૧
નિમંત્રિત વસ્ત્ર આદિનું ગ્રહણ ઃ
३८ णिग्गंथं च णं गाहावइकुलं पिंडवायपडियाए अणुपविट्टं केइ वत्थेण वा पडिग्गहेण वा कंबलेण वा पायपुंछणेण वा उवणिमंतेज्जा, कप्पइ से सागारकडं गहाय आयरियपायमूले ठवेत्ता दोच्चंपि ओग्गहं अणुण्णवेत्ता परिहारं परिहरित्तए ।
ભાવાર્થ:- સાધુ ગૃહસ્થના ઘરમાં આહારને માટે પ્રવેશ કરે, ત્યારે સાધુને જો કોઈ ગૃહસ્થ વસ્ત્ર, પાત્ર, કંબલ અથવા પાદપ્રોંછનનું નિમંત્રણ કરે અર્થાત્ ગ્રહણ કરવા માટે કહે તો તેને સાકારકૃત-પાઢીયારા ગ્રહણ કરી, ઉપાશ્રયે આવીને આચાર્યોના ચરણોમાં રાખે, તે ગ્રહણ કરવાની આજ્ઞા આપે, તો બીજી વખત તેમની આજ્ઞા લઈને પોતાની પાસે રાખી શકે છે અને તેનો ઉપયોગ કરી શકે છે.
३९ | णिग्गंथं च णं बहिया वियारभूमिं वा विहारभूमिं वा णिक्खतं समाणं केइ वत्थेण वा पडिग्गहेण वा कंबलेण वा पायपुंछणेण वा उवणिमंतेज्जा, कप्पइ से सागारकडं गहाय आयरियपायमूले ठवेत्ता दोच्चं पि ओग्गहं अणुण्णवेत्ता परिहारं परिहरित्तए ।
ભાવાર્થ :સાધુ વિચારભૂમિ (મળ, મૂત્ર, વિસર્જન સ્થાન) અથવા વિહારભૂમિ (સ્વાધ્યાય ભૂમિ)માં જવા માટે બહાર નીકળ્યા હોય, ત્યારે જો કોઈ ગૃહસ્થ વસ્ત્ર, પાત્ર, કંબલ અથવા પાદપ્રોંછન ગ્રહણ કરવા માટે કહે તો તે વસ્ત્રાદિને સાકારકૃત-પાઢીહારા ગ્રહણ કરી, ઉપાશ્રયે આવી આચાર્યના ચરણોમાં રાખે, તે ગ્રહણ કરવાની આજ્ઞા આપે, તો બીજી વખત તેમની આજ્ઞા લઈને પોતાની પાસે રાખી શકે છે અને તેનો ઉપયોગ કરી શકે છે.
४० णिग्गंथिं च णं गाहावइकुलं पिंडवायपडियाए अणुपविट्टं केइ वत्थेण वा पडिग्गहेण वा कंबलेण वा, पायपुंछणेण वा उवणिमंतेज्जा कप्पर से सागरकडं गहाय पवत्तिणीपायमूले ठवेत्ता दोच्चं पि ओग्गहं अणुण्णवेत्ता परिहारं परिहरित्तए । ભાવાર્થ :- સાધ્વી ગૃહસ્થના ઘરમાં આહારને માટે પ્રવેશ કરે ત્યારે કોઈ ગૃહસ્થ વસ્ત્ર, પાત્ર, કંબલ અથવા પાદપ્રોંછન ગ્રહણ કરવા માટે કહે તો તેને સાકારકૃત(પાઢીયારા) ગ્રહણ કરી, ઉપાશ્રય આવીને પ્રવર્તિનીના ચરણોમાં રાખે, તે ગ્રહણ કરવાની આજ્ઞા આપે, તો બીજી વખત તેમની આજ્ઞા લઈને તેને પોતાની પાસે રાખી શકે છે અને તેનો ઉપયોગ કરી શકે છે.
४१ णिग्गंथिं च णं बहिया वियारभूमिं वा विहारभूमिं वा णिक्खंति समाणि केइ वत्थेण वा पडिग्गहेण वा कंबलेण वा पायपुंछणेण वा उवणिमंतेज्जा, कप्पइ से सागारकडं गहाय पवित्तिणीपायमूले ठवेत्ता दोच्चपि ओग्गहं अणुण्णवेत्ता परिहारं परिहरित्तए ।
ભાવાર્થ:સાધ્વી વિચારભૂમિ અથવા સ્વાધ્યાયભૂમિમાં જવા માટે ઉપાશ્રયથી બહાર નીકળ્યા હોય, ત્યારે જો કોઈ ગૃહસ્થ વસ્ત્ર, પાત્ર, કંબલ અથવા પ્રાદપ્રોંછન ગ્રહણ કરવા માટે કહે તો તેને સાકારકૃત