________________
ઉદ્દેશક-૯
૩૪૫
ઉદ્દેશક-૯ @pppppppppppa શય્યાતર પિંડની ગ્રાહાતા-અગ્રાહતા:| १ सागरियस्स आएसे अंतो वगडाए भुंजइ णिट्ठिए णिसटे पाडिहारिए, तम्हा दावए, णो से कप्पइ पडिग्गाहेत्तए । ભાવાર્થ - શય્યાતરે કોઈ આગંતુક-મહેમાનોને માટે આહાર બનાવ્યો હોય, તેને પ્રાતિહારિક રૂપે-વધે તો શય્યાતરને જ પાછો આપવાની શરતે આપ્યો હોય, તે આગંતુક તેના ઘરના અંદરના ભાગમાં જમતા હોય અને તે આહારમાંથી મહેમાન તે સાધુને આપે તો તે આહાર સાધુને લેવો કલ્પતો નથી. | २ सागारियस्स आएसे अंतो वगडाए भुंजइ णिट्ठिए णिसटे अपाडिहारिए, तम्हा दावए एवं से कप्पइ पडिग्गाहेत्तए । ભાવાર્થ:- શય્યાતરે કોઈ આગંતુકને માટે આહાર બનાવ્યો હોય, તેને અપ્રાતિહારિક રૂપે અર્થાત્ સંપૂર્ણપણે આપી દીધો હોય, તે મહેમાન તેના ઘરના અંદરના ભાગમાં જમતા હોય અને તે આહારમાંથી મહેમાન સાધુને આપે તો તે આહાર સાધુને લેવા કહ્યું છે. | ३ सागारियस्स आएसे बाहिं वगडाए भुंजइ णिट्ठिए णिसट्टे पाडिहारिए, तम्हा दावए, णो से कप्पइ पडिग्गाहेत्तए । ભાવાર્થ :- શય્યાતરે કોઈ આગંતુકને માટે આહાર બનાવ્યો હોય, તેને વાપરવા માટે પ્રાતિહારિક રૂપે આપ્યો હોય, તે મહેમાન તેના ઘરના બહારના ભાગમાં જમતા હોય અને તે આહારમાંથી મહેમાન તે સાધુને આપે તો તે આહાર સાધુને લેવો કલ્પતો નથી. |४ सागारियस्स आएसे बाहिं वगडाए भुंजइ णिट्ठिए णिसटे अपाडिहारिए, तम्हा दावए, एवं से कप्पइ पडिग्गाहेत्तए । ભાવાર્થ :- શય્યાતરે કોઈ આગંતુકને માટે આહાર બનાવ્યો હોય, તેને વાપરવા માટે અપ્રાતિહારિક રૂપે આપ્યો હોય, તે તેના ઘરની બહારના ભાગમાં જમતા હોય અને તે આહારમાંથી તે મહેમાન સાધુને આપે તો તે આહાર સાધુને લેવો કલ્પ છે. | ५ सागारियस्स दासे वा पेसे वा भयए वा भइण्णए वा अंतो वगडाए भुंजइ णिट्ठिए णिसटे पाडिहारिए, तम्हा दावए, णो से कप्पइ पडिग्गाहेत्तए । ભાવાર્થ:- શય્યાતરે પોતાના દાસ, શ્રેષ્ય, ભૂતક અને નોકરને માટે આહાર બનાવ્યો હોય, તેને પ્રાતિહારિક રૂપે આપ્યો હોય, તે શય્યાતરના ઘરના અંદર ભાગમાં જમતા હોય અને તે આહારમાંથી દાસ વગેરે સાધુને આપે તો તે આહાર સાધુને લેવો કલ્પતો નથી. |६ सागारियस्स दासे वा पेसे वा भयए वा भइण्णए वा अंतो वगडाए भुंजइ