________________
૨૮૨ |
શ્રીવ્યવહાર સત્ર
બોલે, પાપાચરણથી અપવિત્ર જીવન વ્યતીત કરે, તો તેઓને તે કારણોથી જીવનપર્યત આચાર્ય થાવત્ ગણાવચ્છેદક સુધીના પદ આપવા અથવા ધારણ કરવા ક૫તા નથી. २७ बहवे गणावच्छेइया बहुस्सुया बब्भागमा बहुसो बहु-आगाढागाढेसु कारणेसु माई मुसावाई असुई पावजीवी, जावज्जीवाए तेसिं तप्पत्तिय णो कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा । ભાવાર્થ - બહુશ્રુત, બહુઆગમજ્ઞ અનેક ગણાવચ્છેદકો અનેક પ્રગાઢ કારણોથી અનેકવાર માયાપૂર્વક ખોટું બોલે અથવા પાપાચરણથી અપવિત્ર જીવન વ્યતીત કરે, તો તેને તે કારણોથી જીવન પર્યત આચાર્ય થાવત ગણાવચ્છેદક સુધીના પદ આપવા અથવા ધારણ કરવા કલ્પતા નથી. | २८ बहवे आयरिय-उवज्झाया बहुस्सुया बब्भागमा बहुसो बहु-आगाढागाढेसु कारणेसु माई मुसावाई असुई पावजीवी, जावज्जीवाए तेसिं तप्पत्तिय णो कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा । ભાવાર્થ - બહુશ્રુત, બહુ આગમજ્ઞ અનેક આચાર્યો અને ઉપાધ્યાયો અનેક પ્રગાઢ કારણોથી અનેકવાર માયાપૂર્વક ખોટું બોલે, પાપાચરણથી અપવિત્ર જીવન વ્યતીત કરે, તો તેને તે કારણોથી જીવન પર્યંત આચાર્ય યાવતુ ગણાવચ્છેદક સુધીના પદ આપવા અથવા ધારણ કરવા કલ્પતા નથી. २९ बहवे भिक्खुणो बहवे गणावच्छेइया बहवे आयरिय-उवज्झाया बहुस्सुया बब्भागमा बहुसो बहु-आगाढागाढेसु कारणेसु माई मुसावाई असुई पावजीवी, जावज्जीवाए तेसिं तप्पत्तियं णो कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा । ભાવાર્થ :- બહુશ્રત, બહુ આગમજ્ઞ અનેક સાધુઓ અનેક ગણાવચ્છેદકો અથવા અનેક આચાર્યો અને ઉપાધ્યાયો, અનેક પ્રગાઢ કારણોથી અનેકવાર માયાપૂર્વક ખોટું બોલે, પાપાચરણથી અપવિત્ર જીવન વ્યતીત કરે, તો તેને તે કારણોથી જીવનપર્યત આચાર્ય થાવત ગણાવચ્છેદક સુધીના પદ આપવા અથવા ધારણ કરવા કલ્પતા નથી. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં પ્રથમ, દ્વિતીય અને પંચમ મહાવ્રતનો ભંગ કરનારા બહુશ્રુત અને બહુ આગમજ્ઞ સાધુને પદવી પ્રદાન માટે ઉત્સર્ગ અને અપવાદ માર્ગનું નિરૂપણ છે.
બહુશ્રુત સાધુ જિનશાસનની જવાબદાર વ્યક્તિ છે. તેના દ્વારા ઘણા દોષોનું સેવન થવું, તે જિનશાસનનની અત્યધિક અવહેલનાનું કારણ હોવાથી તેની ભૂલ અક્ષમ્ય ગણાય છે, તેથી તેને પ્રાયશ્ચિત્તરૂપે જીવન પર્યત ધર્મશાસનના પદથી મુક્ત રાખવાનું વિધાન છે. અલ્પશ્રત કે અલ્પજ્ઞ સાધુ અપરિપક્વ હોવાથી પદ માટે યોગ્ય નથી, તેથી સૂત્રકારે તેનું કથન કર્યું નથી.
બહુશ્રુત, બહુ આગમજ્ઞ એક કે અનેક સાધુ, ગણાવચ્છેદક, આચાર્ય, ઉપાધ્યાય આદિ કોઈ પણ સાધુ પાપમય જીવન જીવે, મહાવ્રતોનો વારંવાર ભંગ કરે, અસત્ય, કપટ, પ્રપંચ, દગો, અસત્યદોષનું આરોપણ