SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્દેશક-૬ ૩૧૭ अभिणिक्खमण-पवेसाए (उवस्सए) णो कप्पइ बहुसुयस्स बब्भागमस्स एगाणियस्स भिक्खुस्स वत्थए, किमंग पुणं अप्पसुयस्स अप्पागमस्स ? ભાવાર્થ :- ગ્રામથી રાજધાની સુધીના કોઈપણ ક્ષેત્રમાં અનેક પ્રાકારવાળા, અનેક દ્વારવાળા અને અનેક નિષ્ક્રમણ–પ્રવેશવાળા ઉપાશ્રયમાં એકલા બહુશ્રુત અને બહુ આગમજ્ઞ સાધુએ પણ રહેવું કલ્પતું નથી તો અલ્પશ્રુત અને અલ્પ આગમજ્ઞ એકલા સાધુને રહેવું કેમ કલ્પે ? અર્થાત્ કલ્પતું નથી. ७ से गामंसि वा जाव रायहाणिंसि वा एगवगडाए एगदुवाराए एगणिक्खमणपवेसाए ( उवस्सए) कप्पर बहुसुयस्स बब्भागमस्स एगाणियस्स भिक्खुस्स वत्थए, उभओ कालं भिक्खुभावं पडिजागरमाणस्स । ભાવાર્થ:- ગ્રામથી રાજધાની સુધીના કોઈપણ ક્ષેત્રમાં એક પ્રાકારવાળા, એક દ્વારાવાળા, એક નિષ્ક્રમણપ્રવેશવાળા ઉપાશ્રયમાં બહુશ્રુત, બહુઆગમજ્ઞ સાધુએ ઉભયકાળ સંયમભાવની જાગૃતિ રાખીને એકલા રહેવું કલ્પે છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં બહુશ્રુત, ગીતાર્થ સાધુએ ગ્રામાદિમાં કયા ઉપાશ્રયમાં, કેવી રીતે એકલા રહેવું અથવા ન રહેવું તેનું સ્પષ્ટીકરણ છે. સામાન્ય સાધુ-સાધ્વીને માટે એકલ વિહારનો નિષેધ છે પરંતુ બહુશ્રુત, ગીતાર્થ અને ગુણસંપન્ન સાધુ એકલા વિચરી શકે છે. તે બહુશ્રુત સાધુ પણ અનેક દ્વારવાળા ઉપાશ્રયમાં એકલા રહી શકતા નથી પરંતુ એક દ્વારવાળા ઉપાશ્રયમાં સાધવાની અને જાગૃતિપૂર્વક રહી શકે છે. અનેક દ્વારવાળા ઉપાશ્રયમાં એકલા રહેવામાં અનેક અનર્થોની સંભાવના છે. અનેક દ્વારમાંથી ક્યારે કોણ આવી જાય તેનું ધ્યાન એકલા સાધુ રાખી શકતા નથી. ચોર, લૂંટારા વગેરે ઉપદ્રવકારી લોકો આવીને સાધુને પરેશાન કરે, ઉપકરણો વગેરે ચોરી જાય, ક્યારેક કોઈ સ્ત્રી વગેરે ગમે તે દ્વારથી આવીને ગમે તેવા આક્ષેપો મૂકે, આવા અનેક અનર્થોથી દૂર રહેવા માટે અનેક દ્વા૨વાળા સ્થાનમાં એકલા સાધુ રહે નહીં. એક દ્વારવાળા સ્થાનમાં સાધુ પોતાની સુરક્ષા સરળતાથી કરી શકે છે. એક દ્વારવાળા સ્થાનમાં પણ સાધુ પોતાના વૈરાગ્યભાવની પુષ્ટિ થાય, આત્મગુણો પ્રગટ થાય, તે લક્ષપૂર્વક ધર્મ જાગરણ કરતા રહે છે. અબ્રહ્મચર્ય ભાવોનું પ્રાયશ્ચિત્ત : ८ | जत्थ एए बहवे इत्थीओ य पुरिसा य पण्हावेंति तत्थ से समणे णिग्गंथे अण्णयरंसि अचित्तंसि सोयंसि सुक्कपोग्गले णिग्घाएमाणे हत्थकम्मपडिसेवणपत्ते आवज्जइ मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । ભાવાર્થ :- અનેક સ્ત્રી પુરુષોની અબ્રહ્મ ક્રિયાઓ જોઈને જે શ્રમણ નિગ્રંથ હસ્તકર્મના સંકલ્પથી કુચેષ્ટા કરે તો તેને અનુાતિક(ગુરુ) માસિક પ્રાયશ્ચિત્ત આવે છે. ९ जत्थ एए बहवे इत्थीओ य पुरिसा य पण्हावेंति तत्थ से समणे णिग्गंथे
SR No.008784
Book TitleTranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages462
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, agam_bruhatkalpa, agam_vyavahara, & agam_dashashrutaskandh
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy