________________
૩૧
શ્રીવ્યવહાર સૂત્ર
अत्थियाइं त्थ केइ आयारपकप्पधरे, जे तत्तियं रयणि संवसइ, णत्थि गं केइ छेए वा परिहारे वा, णत्थियाइं णं केइ आयारपकप्पधरे जे तत्तियं रयणि संवसइ सव्वेसि तेसिं तप्पत्तियं छेए वा परिहारे वा ।
ભાવાર્થ :- ગ્રામથી રાજધાની સુધીના કોઈપણ ક્ષેત્રમાં અનેક પ્રાકારવાળા, અનેક દ્વારવાળા અને અનેક નિષ્ક્રમણ– પ્રવેશવાળા ઉપાશ્રયમાં અનેક અકૃતશ્રુત-અગીતાર્થ સાધુઓને એક સાથે રહેવું કલ્પતું નથી.
તેઓને ત્રીજા દિવસે જો કોઈ આચાર કલ્પઘર(ગીતાર્થ) સાધુની નિશ્રા મળી જાય તો તેઓ દીક્ષા છેદ અથવા પરિહાર તપરૂપ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થતા નથી.
ત્રીજા દિવસે પણ આચાર કલ્પઘર(ગીતાર્થ) સાધુની નિશ્રા ન મળે તો તે બધાને મર્યાદાના ઉલ્લંઘનના કારણે દીક્ષા છેદ અથવા તપ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં એક કે અનેક અગીતાર્થ સાધુઓને સાથે રહેવાના ઉત્સર્ગ અને અપવાદ માર્ગનું પ્રતિપાદન છે. અગડમુય :- અમૃતશ્રુત. આચારાંગ સૂત્ર, નિશીથસૂત્ર, આવશ્યક સૂત્ર, દશવૈકાલિક સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્રને અર્થસહિત કંઠસ્થ—ધારણ નહીં કરનારા અબહુશ્રુત સાધુઓ અકૃતશ્રુત કહેવાય છે.
સંઘાડાના પ્રમુખ બનીને વિચરણ કરવાની યોગ્યતા પ્રાપ્તિ માટે આવશ્યક સૂત્ર, દશવૈકાલિક સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર, આચારાંગ સૂત્ર અને નિશીથસૂત્રનું અધ્યયન તથા તે શાસ્ત્રોને કંઠસ્થ ધારણ કરવા જરૂરી છે, તથાપ્રકારની યોગ્યતા વિનાના એક અથવા અનેક અકૃતશ્રુત સાધુઓને ગીતાર્થ સાધુની નિશ્રા વિના વિચરણ કરવાનો નિષેધ ત્રીજા ઉદ્દેશાના પ્રથમ સૂત્રમાં કર્યો છે. અગીતાર્થ સાધુઓ ગીતાર્થ સાધુની નિશ્રામાં જ રહે છે, તેમ છતાં ક્યારેક કોઈ ગ્રામાદિમાં અમૃતશ્રુતી સાધુઓને છોડીને બહુશ્રુત સાધુ વિહાર કરી જાય તો તે અગીતાર્થ સાધુ ત્યાં રહી શકતા નથી.
સૂત્રકારે ઉપાશ્રયની વિવિધ સ્થિતિના વિકલ્પો દ્વારા આ વિષયને સ્પષ્ટ કર્યો છે. જો ઉપાશ્રયમાંથી નીકળવાનો તથા તેમાં પ્રવેશ કરવાનો માર્ગ એક જ હોય તો ત્યાં અગીતાર્થ સાધુને એક દિવસ પણ રહેવું કલ્પતું નથી અને તે ઉપાશ્રયમાં આવવા જવાના માર્ગ અનેક હોય તો અગીતાર્થ સાધુઓને એકલા (ગીતાર્થ વિના) એક કે બે દિવસ રહેવું કલ્પે છે, ત્રીજા દિવસે ગીતાર્થ સાધુની નિશ્રા વિના ત્યાં રહે તો તેને પ્રાયશ્ચિત્ત આવે છે.
સંક્ષેપમાં અનેક અગીતાર્થ સાધુઓને સાથે રહેવામાં સંયમ હાનિની સંભાવના હોવાથી ગીતાર્થ સાધુની નિશ્રા વિના એક કે અનેક અગીતાર્થ સાધુઓએ સાથે રહેવું, તે યોગ્ય નથી. ૐવસ:- સૂત્રમાં પ્રયુક્ત વડા આદિ વિશેષણો સાધુને રહેવાના સ્થાન-ઉપાશ્રયથી સંબંધિત છે, ભાષ્યકારે સૂત્રોક્ત શબ્દોને ઉપાશ્રયથી સંબંધિત માનીને જ આ સૂત્રનું વિસ્તૃત વિવેચન કર્યું છે, પરંતુ ઉપલબ્ધ પ્રતિઓમાં વÆયશબ્દ લિપિદોષથી છૂટી ગયો હોય, તેમ પ્રતીત થાય છે તેથી પ્રસ્તુત સંસ્કરણમાં વસય શબ્દને કૌંસમાં રાખ્યો છે.
એકલા સાધુને રહેવાનો ઉત્સર્ગ-અપવાદ :
६ से गामंसि वा जाव रायहाणिंसि वा अभिणिव्वगडाए अभिणिदुवाराए