________________
ઉદ્દેશક છઠ્ઠો : આ ઉદ્દેશકમાં જે કોઈ અગીતાર્થ સાધુ-સાધ્વી પોતાના સગાને ઘેર ગોચરી આદિએ જવા ઇચ્છે તો સ્થવિરને પૂછ્યા સિવાય જવું ન કલ્પે. સ્થવિર આજ્ઞા આપે તો કલ્પે અને આજ્ઞા ન આપે તો ન કલ્પે.
અલ્પસૂત્રી કે આગમના અલ્પ જ્ઞાતાને એકલા પોતાના સગાને ત્યાં જવું ન કલ્પે. બીજા બહુશ્રુત કે ઘણા આગમના જ્ઞાતાની સાથે સગાને ઘેર જવું કલ્પે. ત્યાં ગયા પછી પહેલા ભાત થયા હોય પણ દાળ થઈ ન હોય તો ભાત લેવા કલ્પે, દાળ લેવી ન કલ્પે. પહેલાં દાળ થઈ હોય પણ ભાત થયા ન હોય તો દાળ લેવી કલ્પે, બંને પહેલા ઉતરી ગયા હોય તો બંને લેવા કલ્પે છે.
આ રીતે અગીતાર્થ સાધુએ ગીતાર્થની નિશ્રા વિના રહેવું કલ્પતું નથી વગેરે વિષય આ ઉદ્દેશકથી વાંચી હૃદયગત કરી તમારી પ્રતિમા પવિત્ર રાખજો.
ઉદ્દેશક સાતમો : આ ઉદ્દેશકમાં સાધુ જીવનના અનેક મહત્વના વિષયોનો સમાવેશ કર્યો છે. જે સાધુ-સાધ્વીઓ સમાન સમાચારીવાળા છે. ત્યાં સાધુને પૂછ્યા સિવાય સાધ્વીએ ખંડિત, શબલ-ભેદાયેલ કે સંક્લિષ્ટ આચારવાળા કોઈ અન્ય ગણના સાધ્વીને તેના પાપ સ્થાનકની આલોચના, પ્રતિક્રમણ, પ્રાયશ્ચિત્તાદિ કર્યા સિવાય તેઓને શાતા પૂછવી, વાચના દેવી, એક માંડલે આહાર કરવો, સાથે રહેવું, થોડો કાલ કે કાયમ માટે કોઈ પદવી દેવી આદિ કશું કલ્પતું નથી. પણ જો તેણી આલોચના આદિ સર્વે કરે તો ગુરુની આજ્ઞા લીધા પછી તેને શાતા પૂછવી યાવત્ પદવી આપવી કે ધારવી કલ્પે. આ પ્રકારના સાધ્વીને જો સમુદાયના સાધ્વી ન ઇચ્છે તો તે ગચ્છમાં પાછું જવું. આ રીતે સાધ્વીને માટે આચાર્યાદિની નિશ્રાની અગત્યતા, મૃતદેહને પરઠવાની વિધિ વગેરે અનેક વિગત ભરીને વર્ણન છે. તે વ્યવહારથી શ્રમણની પ્રતિમા શુદ્ધ અને સ્વચ્છ રહે છે માટે જિનાજ્ઞા પ્રમાણે વ્યવહાર કરવો જોઈએ.
ઉદ્દેશક આઠમો ઃ આ ઉદ્દેશકમાં હે સંયમી સાધકવૃંદ ! તમારા દેહ દેવાલયને જે ઘરમાં, સ્થાનકમાં રાખ્યો હોય તેના માટે તે ઘરમાંથી સુવા યોગ્ય પાટ પથરણાદિ મળી જાય, અથવા દૂરથી લેવા જવાનું હોય ત્યાંથી લાવવા માટે ગુરુજનોની આજ્ઞા લઈને લાવી શકાય છે. જે શય્યા સંથારા યોગ્ય, એક હાથે ઉપાડી શકાય તેવું હળવું લેવું અને જેને જેટલા દિવસ રાખવું હોય તે પ્રમાણે આજ્ઞા લેવી અને આજ્ઞા પૂરી થાય ત્યારે ત્યાં પહોંચાડી દેવું જોઈએ. તે ઉપરાંત પાઢીહારી ચીજ વસ્તુ કેટલા પ્રમાણમાં કોના-કોના માટે કેવી રીતે લાવવી, પાછી આપવી તેનું ગણિત બરાબર વાંચી લઈને જાણી લેવું, તે
47