________________
| દશા-૪
૩૧ ]
ભાવાર્થ :- આચાર્ય પોતાના શિષ્યોને આ ચાર પ્રકારની વિનય પ્રતિપતિ શીખવીને ઉઋણ થાય છે, જેમ કે (૧) આચાર વિનય, (૨) શ્રતવિનય, (૩) વિક્ષેપણા વિનય, (૪) દોષ નિર્ધાતનાવિનય. |१३ से किं तं आयार-विणए ? आयार-विणए चउव्विहे पण्णत्ते, तं जहासंयमसामायारी यावि भवइ, तवसामायारी यावि भवइ, गणसामायारी यावि भवइ, एकल्लविहारसामायारि यावि भवइ । से तं आयार-विणए । ભાવાર્થ :- પ્રશ્ન- આચાર વિનયના કેટલા પ્રકાર છે? ઉત્તર- આચાર વિનયના ચાર પ્રકાર છે, જેમ કે – (૧) સંયમની સમાચારી શીખવવી. (૨) તપની સમાચારી શીખવવી (૩) ગણની સમાચારી શીખવવી (૪) એકાકી વિહારની સમાચારી શીખવવી, તે આચારવિનય છે. |१४ से किं तं सुय-विणए ? सुय-विणए चउव्विहे पण्णत्ते, तं जहा- सुत्तं वाएइ, अत्थं वाएइ, हिय वाएइ, णिस्सेस वाएइ । से तं सुय-विणए । ભાવાર્થ :- પ્રશ્ન-શ્રુતવિનયના કેટલા પ્રકાર છે? ઉત્તર- શ્રુવિનયના ચાર પ્રકાર છે, જેમ કે(૧) મૂળસૂત્રોને ભણાવવા, (૨) સૂત્રોના અર્થને ભણાવવા, (૩) શિષ્યોને હિતકારી ઉપદેશ આપવો, (૪) સૂત્રાર્થને વિધિપ્રમાણે સંપૂર્ણ ભણાવવા, તે શ્રુત વિનય છે. |१५ से किं तं विक्खेवणा-विणए ? विक्खेवणा-विणए चउव्विहे पण्णत्ते, तं जहा- अदिट्ठधम्म दिट्ठपुव्वगत्ताए विणएत्ता भवइ, दिट्ठपुव्वगं साहम्मियत्ताए विणएत्ता भवइ, चुयधम्माओ धम्मे ठावइत्ता भवइ, तस्सेव धम्मस्स हियाए, सुहाए, खमाए, णिस्सेयसाए, अणुगामियत्ताए अब्भुढेत्ता भवइ । से तं विक्खेवणा-विणए । ભાવાર્થ :- પ્રશ્ન- વિક્ષેપણાવિનયના કેટલા પ્રકાર છે? ઉત્તર- વિક્ષેપણાવિનયના ચાર પ્રકાર છે, જેમ કે – (૧) જે સંયમધર્મને પૂર્ણરૂપે સમજ્યા ન હોય, તેને સંયમ ધર્મ સમજાવવો. (૨) સંયમધર્મના જાણકારને જ્ઞાનાદિ ગુણોથી સ્વયંની સમાન બનાવવા. (૩) ધર્મથી ચુત થનાર શિષ્યને ફરી ધર્મમાં સ્થિર કરવા. (૪) સંયમધર્મમાં સ્થિત શિષ્યના હિત માટે, સુખ, સામર્થ્ય અને મોક્ષ માટે તથા ભવાંતરમાં પણ ધર્મની પ્રાપ્તિ થાય તે માટે પ્રવૃત્ત રહેવું, આ વિક્ષેપણા વિનય છે. |१६ से किं तं दोसणिग्घायणा-विणए ? दोसणिग्घायणा-विणए चउव्विहे पण्णत्ते, तं जहा- कुद्धस्स कोहं विणएत्ता भवइ, दुट्ठस्स दोसं णिगिण्हित्ता भवइ, कंखियस्स कख छिदित्ता भवइ, आया-सुप्पणिहिए यावि भवइ । से त दोसणिग्घायणा विणए। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવાન! દોસનિર્ધાતના વિનયના કેટલા પ્રકાર છે? ઉત્તર- દોસનિર્ધાતના વિનયના ચાર પ્રકાર છે, જેમ કે – (૧) તથા પ્રકારનું શિક્ષણ આપી ક્રોધી વ્યક્તિના ક્રોધને દૂર કરવો. (૨) દુષ્ટ વ્યક્તિના દ્વેષને દૂર કરવો. (૩) આકાંક્ષાવાળી વ્યક્તિની આકાંક્ષાનું નિવારણ કરવું. (૪) પોતાના આત્માને સંયમમાં લીન રાખવો. આ દોષ નિર્ધાતના-વિનય છે. વિવેચનઃ
પ્રસ્તુત સુત્રમાં શિષ્ય પ્રતિ આચાર્યના કર્તવ્યનું કથન છે. આઠ સંપદાઓથી સંપન્ન સાધુને