SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર | શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર આચાર્યપદ પર પ્રતિષ્ઠિત કરવામાં આવે છે, ત્યારે તે ચતુર્વિધ સંઘના ધર્મશાસ્તા-ધર્મશાસક બને છે અને ત્યારે તેના ઉપર સંઘ સંરક્ષણ અને સંવર્ધનના અનેક કર્તવ્યોની જવાબદારી આવે છે. તેની મુખ્ય જવાબદારી ચાર પ્રકારની છે– (૧) આચાર વિનય, (૨) શ્રત વિનય, (૩) વિક્ષેપણા વિનય, (૪) દોષનિર્ધાતના વિનય. (૧) આચાર વિનય :- ગણિ અર્થાત્ આચાર્યનું મુખ્ય કર્તવ્ય છે કે સૌ પ્રથમ તે શિષ્યોને મોક્ષ સાધક એવા જ્ઞાનાચારાદિ આચાર સંબંધી શિક્ષાઓથી સુશિક્ષિત કરે. તે આચારસબંધી શિક્ષા ચાર પ્રકારની છે સંયમ સમાચારી- સર્વ સાવધ–પાપકારી વ્યાપારનો ત્યાગ કરી, સમ્યક આચરણનો સ્વીકાર કરવો, તેને સંયમ કહે છે અને સમાચારી એટલે સ્વીકૃત વ્રત-નિયમનું યથાર્થ પાલન કરવું. આચાર્ય સર્વોત્કૃષ્ટ સંયમનું પાલન કરે છે અને અન્યને તેનું પાલન કરાવે છે. સંયમ જીવનની પ્રત્યેક પ્રવૃત્તિના વિધિ-નિષેધનું જ્ઞાન કરાવવું, કાળ-અકાળનું જ્ઞાન કરાવવું, મહાવ્રત, સમિતિ, ગુપ્તિ, યતિધર્મ, પરિષહવિજય આદિનો યથાર્થ બોધ આપવો, તે આચાર સમાચારી છે. આચાર્ય સંયમનું પાલન કરનારા સાધકોને પ્રોત્સાહિત કરે છે અને કોઈ સાધક પરિષહ-ઉપસર્ગમાં કલેશ અને દુઃખ પામે, વિચલિત થઈ જાય, તો તેને સંયમમાં સ્થિર કરે છે. તપ સામાચારી- અનશનાદિ બાર પ્રકારના તપના આચરણને તપ સામાચારી કહે છે. શિષ્યોને તપશ્ચર્યાઓના ભેદ-પ્રભેદોનું જ્ઞાન આપવું, તેઓની તપ કરવાની શક્તિ અને ઉત્સાહ વધારવા, હંમેશાં તપશ્ચર્યા કરી શકાય તે માટે આગમોક્ત ક્રમથી તપશ્ચર્યાની તથા પારણામાં પરિમિત અને પથ્ય આહાર ગ્રહણની વિધિનું જ્ઞાન કરાવવું. ગણ સામાચારી– ગીતાર્થ-અગીતાર્થ સર્વ સાધુની સંયમસાધના નિર્વિધને સંપન્ન થાય તે માટે આચારશાસ્ત્રો તથા છેદસૂત્રોના આધારે નક્કી કરાયેલા ગચ્છ સંબંધી નિયમો, ઉપનિયમોનું (સમાચારીનું) સમ્યગુજ્ઞાન કરાવવું. ગચ્છના નિયમાદિ પાલનમાં ખેદ અનુભવતા સાધુઓને મધુર વચનથી નિયમાદિ પાલનમાં પ્રોત્સાહિત કરવા. એકાકી વિહાર સમાચારીગણની સામૂહિકચર્યાનો ત્યાગ કરી એકાકી વિહારચર્યા કરવાની યોગ્યતાનું, વયનું તથા વિચરણ કાળની સાવધાનીઓનું તથા એકાકી વિહાર કરવાની ક્ષમતા પ્રાપ્ત કરવાના ઉપાયોનું અને એકલા વિચરનારની સામાચારીનું જ્ઞાન કરાવવું, કારણ કે સાધુનો બીજો મનોરથ છે કે હું ગચ્છના સામૂહિક કર્તવ્યોથી મુક્ત થઈને ક્યારે એકાકી વિહારચર્યા ધારણ કરું” તેથી એકાકી વિહારચર્યાની વિધિનું જ્ઞાન કરાવવું, તે આચાર્યનો ચોથો આચાર વિનય છે. (૨) શ્રત વિનય :- શ્રત એટલે આગમ જ્ઞાન તે શીખવવું, આચાર્યનું બીજું કર્તવ્ય છે. આ શ્રુત સંબંધી શિક્ષા ચાર પ્રકારની છે– (૧-૨) આચારધર્મના પ્રશિક્ષણ સાથે શિષ્યોને આગમ શાસ્ત્રના સૂત્ર અને અર્થની સમુચિત વાચના દઈ શ્રુતસંપન્ન બનાવવા. (૩) તે સૂત્રાર્થના જ્ઞાનને જીવનમાં ક્રિયાન્વિત કરાવવા સમયે સમયે તેને હિતશિક્ષા આપવી. શિષ્યની બુદ્ધિ આદિની પરીક્ષા કરીને, તેને હિતકર થાય તેવું ભણાવવું. (૪) શિષ્યોને પ્રમાણ નય દ્વારા સૂત્રાર્થના પરમાર્થ સમજાવવા. છેદસૂત્ર આદિ સર્વ આગમોની ક્રમશઃ વાચના આપવી અને વાચના સમયે આવનાર વિદનોનું શમન કરી શ્રુતવાચના પૂર્ણ કરાવવી. આચાર્યનો આ ચાર પ્રકારનો વિનય છે. (૩) વિક્ષેપણા વિનય :- શિષ્યના મિથ્યાત્વાદિ દુર્ગણો દૂર કરી, સમ્યકત્વાદિ ધર્મમાં સ્થાપન કરવા અથવા પર મતના આક્ષેપોથી નિગ્રંથ પ્રવચન પ્રતિ શંકા શીલ અને વિક્ષિપ્ત ચિત્તવાળા શિષ્યોના વિક્ષેપને દૂર કરવા, તેને વિક્ષેપણા વિનય કહે છે. (૧) ધર્મના સ્વરૂપથી અનભિજ્ઞ શિષ્યોને ધર્મનું સ્વરૂપ સમજાવવું અર્થાત મિથ્યાત્વી જીવોને મિથ્યાત્વમાંથી બહાર કાઢી સમ્યમાર્ગમાં લાવવા. (૨) સાધુ ધર્મના પાલન
SR No.008784
Book TitleTranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages462
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, agam_bruhatkalpa, agam_vyavahara, & agam_dashashrutaskandh
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy