________________
| ઉદ્દેશક-૩
| ૧૭૭ |
માર્ગ આદિમાં રહેવા માટે આજ્ઞાવિધિઃ| ३१ से अणुकुठेसु वा अणुभित्तीसु वा अणुचरियासु वा अणुफरिहासु वा अणुपंथेसु वा अणुमेरासु वा सच्चेव उग्गहस्स पुव्वाणुण्णवणा चिट्ठइ अहालंदमवि ओग्गहे । ભાવાર્થ :- માટી આદિથી બનાવેલી દિવાલ પાસે, ઈટ આદિથી બનાવેલી દિવાલ પાસે, ચરિકા-કોટ અને નગરની વચ્ચેના માર્ગ પાસે, ખાઈ પાસે, સામાન્ય રસ્તા પાસે, નગરની સીમાની સમીપે અર્થાત્ વાડ અથવા કોટ પાસે પણ પહેલાં રહેલા સાધુઓની આજ્ઞાથી આગંતુક સાધુ યથાલંદકાળ પર્યત રહી શકે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સાધુ-સાધ્વીને માર્ગમાં રહેવા માટેની આજ્ઞા વિધિનું પ્રતિપાદન છે.
રસ્તામાં કોટ આદિના કિનારે અથવા કોઈના મકાનની દિવાલ પાસે રહેવાનું હોય(વિશ્રામાદિ કરવાનો હોય) તો તેના માલિકની, તે રસ્તેથી જતાં મુસાફરની અથવા શક્રેન્દ્રની આજ્ઞા લેવી જોઈએ. રાજમાર્ગ, સામાન્ય માર્ગ, નગરની સીમા, ખાઈ આદિની સમીપની જગ્યા રાજાની માલિકીની હોય છે. તે સ્થાન સમસ્ત જન સમાજ માટે જ હોય છે. રાજ્યમાં વિચરવાની રાજાજ્ઞાથી તેની આજ્ઞા પ્રાપ્ત થઈ જાય છે અને મકાનની દિવાલ પાસેની એક હાથ જેટલી જગ્યામાં બેસવા ગૃહપતિની મનોગત આજ્ઞાથી અને એક હાથથી દૂરની જગ્યા માટે પૂર્વ અર્પિત રાજાજ્ઞાથી સાધુ બેસી શકે છે. ત્યાં બેઠેલા સાધુઓના ઉઠ્યા પહેલાં અન્ય સાધુ આવી જાય તો તે આગંતુક સાધુ, પહેલાં આવેલા સાધુની આજ્ઞાથી યથાલંદકાળ પર્યત ત્યાં રહી શકે છે. તેને અન્યની આજ્ઞા લેવી જરૂરી નથી. સેનાની સમીપના ક્ષેત્રમાં ગોચરી ગમન:|३२ से गामस्स वा जाव रायहाणीए वा बहिया सेणं सण्णिविटुं पेहाए कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण तद्दिवसं भिक्खायरियाए गंतूणं पडिणियत्तए णो से कप्पइ तं रयणि तत्थेव उवाइणावेत्तए । जे खलु णिग्गथे वा णिग्गंथी वा तं रयणिं तत्थेव उवाइणावेइ उवाइणावेतं वा साइज्जइ, से दुहओ वि अइक्कममाणे आवज्जइ चाउम्मासिय परिहारट्ठाणं अणुग्घाइयं । ભાવાર્થ :- જે ગામ વાવત રાજધાનીની બહાર શત્રુ સેનાનો પડાવ હોય તો સાધુ-સાધ્વીઓએ તે વસતીમાં ભિક્ષાચર્યા માટે જઈને તે દિવસે જ પાછું આવવું કહ્યું છે. તેને ત્યાં રાત્રિ વાસ રહેવું કલ્પતું નથી. જે સાધુ-સાધ્વી ત્યાં રાત્રિવાસ રહે છે અથવા રાત્રિ વાસ રહેનારનું અનુમોદન કરે છે, તે જિનાજ્ઞા અને રાજાશા બંનેનું અતિક્રમણ કરતાં હોવાથી ચાતુર્માસિક અનુદ્દઘાતિક પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં સાધુ-સાધ્વીએ સેનાના પડાવની આસપાસના ક્ષેત્રમાં જવાનો વિવેક પ્રદર્શિત કર્યો છે. શ્રી આચારાંગ સૂત્ર શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૩, ઉદ્-૨, સૂત્ર–૧૭માં સાધુ-સાધ્વીને સેનાના