________________
ઉદ્દેશક-૧
૧૩૧
મડંબ— જે ગામની ચારે બાજુ અઢી ગાઉ સુધી અન્ય કોઈ ગામ ન હોય, પટ્ટણ– બે પ્રકારના છે— જ્યાં જળમાર્ગ દ્વારા માલ આવતો હોય તે જળપત્તન અને જ્યાં સ્થળમાર્ગથી માલ આવતો હોય, તે સ્થળપત્તન કહેવાય છે, આકર– લોખંડ આદિ ધાતુઓની ખાણોમાં કામ કરનારને માટે ત્યાં જ વસેલું ગામ, દ્રોણમુખ– જ્યાં જળમાર્ગ અને સ્થળમાર્ગથી માલ આવે તેવા બે મુખવાળા (બે રસ્તાવાળા) નગર, નિગમ- જ્યાં વ્યાપારીઓનો સમૂહ રહેતો હોય, આશ્રમ— જ્યાં સંન્યાસી તપશ્ચર્યા કરતા હોય તે અને તેની આસપાસ વસેલા ગામ, નિવેશ— વ્યાપાર માટે યાત્રા કરતો સાર્થવાહ (અનેક વેપારીઓનો સમૂહ) અથવા સર્વ પ્રકારના યાત્રિકો જ્યાં પડાવ નાંખે તે સ્થાન નિવેશ અથવા સંનિવેશ, સંબાધ– ખેતી કરનાર ખેડૂત ખેતર સિવાય બીજી જગ્યાએ એટલે પર્વત વગેરે વિષમ સ્થાનો ઉપર રહે તે ગામ, ઘોષ– જ્યાં ગાયોનું જૂથ રહેતું હોય ત્યાં વસેલું ગામ અથવા ગોકુળ, અંશિકા– ગામનો અડધો ભાગ, ત્રીજો ભાગ અથવા ચોથોભાગ જ્યાં આવીને વસે તે વસ્તી, પુટભેદન– અનેક દિશાઓમાંથી આવેલા માલની પેટીઓનું જ્યાં ભેદન થાય અર્થાત્ પેટીઓ ખોલાતી હોય, રાજધાની– જ્યાં રહીને રાજા શાસન કરતાં હોય.
એક ક્ષેત્રમાં રહેવાનો વિવેક ઃ
१० से गामंसि वा जाव रायहाणिसि वा एगवगडाए एगदुवाराए एगणिक्खमण-पवेसाए णो कप्पइ णिग्गंथाण य णिग्गंथीण य एगयओ वत्थए ।
ભાવાર્થ :- સાધુઓને અને સાધ્વીઓને એક વિભાગ, એક દ્વાર અને એક નિષ્ક્રમણ અને પ્રવેશ માર્ગ– વાળા ગ્રામ યાવત્ રાજધાનીમાં એક સાથે-સમકાલે રહેવું કલ્પતું નથી. ઉપાશ્રય જુદા-જુદા હોય પણ ગામમાં જવા-આવવાનો માર્ગ, દ્વાર વગેરે એક હોય તો તેવા ગ્રામાદિમાં એક સાથે-સમકાલે રહેવું કલ્પતું
११
से गामंसि वा जाव रायहाणिसि वा, अभिणिव्वगडाए अभिणिदुवाराए, अभिणिक्खमण-पवेसाए कप्पइ णिग्गंथाण य णिग्गंथीण य एगयओ वत्थए । ભાવાર્થ :– સાધુઓને અને સાધ્વીઓને અનેક વિભાગ, અનેક દ્વાર અને અનેક નિષ્ક્રમણ અને પ્રવેશ માર્ગવાળા ગ્રામ યાવત્ રાજધાનીમાં એક સાથે(સમકાલે) રહેવું કલ્પે છે.
--
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં સાધુ-સાધ્વીને એક ગ્રામ આદિમાં એક સાથે રહેવા માટેની વિધિ, નિષેધનું કથન છે. ગામ આદિની રચના અનેક પ્રકારની હોય છે, જેમકે, એક વિભાગવાળા-અનેક વિભાગવાળા; એક દ્વારવાળા-અનેક ધારવાળા; આવવા-જવાના એક માર્ગવાળા-અનેક માર્ગવાળા; આ રીતે વિવિધ પ્રકારના ક્ષેત્રો હોય છે.
જે ગામ એક જ વિભાગવાળું, યથાસમયે ખુલતા તથા યથાસમયે બંધ થતાં એક જ દ્વારવાળું હોય અને જેમાં આવવા-જવાનો માર્ગ એક જ હોય, તેવા ગ્રામાદિમાં જુદા જુદા ઉપાશ્રયોમાં પણ સાધુ-સાધ્વીએ એક સાથે-સમકાલે રહેવું જોઈએ નહીં. પહેલાં સાધુઓ આવીને રહ્યા હોય તો, ત્યાં સાધ્વીઓએ અને સાધ્વીઓ પહેલાં આવીને રહી હોય તો ત્યાં સાધુઓએ રહેવું જોઈએ નહીં.
જે ગ્રામાદિમાં અનેક વિભાગ હોય, અનેક દ્વાર તથા જવા-આવવાના અનેક માર્ગ હોય, તેવા