________________
[ ૧૩ર |
શ્રી બૃહ૮૯૫ સૂત્ર
ગ્રામાદિમાં સાધુ-સાધ્વી એક સાથે સમકાળે જુદા-જુદા ઉપાશ્રયમાં રહી શકે છે. ક્યારેક એક વિભાગ અથવા એકમાર્ગવાળા ગામ આદિમાં સાધુ-સાધ્વી બંને વિહાર કરતાં-કરતાં એક સાથે અનાયાસ પહોંચી જાય તો ત્યાં આહારાદિ કરીને અથવા થોડીવાર વિશ્રામ કરીને સાધુ કે સાધ્વી કોઈપણ એકે વિહાર કરવો જોઈએ. તેવા ક્ષેત્રમાં વધારે સમય બંનેએ સાથે ન રહેવું જોઈએ.
તેવા ક્ષેત્રોમાં સમકાલે એક સાથે રહેવામાં અનેક દોષોની સંભાવના છે, યથા– ઉચ્ચાર પ્રસવણભૂમિમાં, સ્વાધ્યાયભૂમિમાં, ભિક્ષા અર્થે જતાં-આવતાં એક દ્વાર, એક માર્ગ હોવાથી સાધુ-સાધ્વીઓ વારંવાર સાથે થઈ જાય અને એક જ રસ્તેથી સાધુ-સાધ્વી બંનેને આવતા-જતા જોઈને જનસમાજને અનેક આશંકા ઉત્પન્ન થવાની સંભાવના રહે છે, તેમજ સંસર્ગજન્ય દોષોથી સંયમની હાનિ થાય છે.
જે ગ્રામાદિમાં અનેક વિભાગો-વિસ્તાર હોય, આવવા જવાના અનેક માર્ગ તથા અનેક દ્વાર હોય, તેવા ગ્રામ આદિમાં સાધુ-સાધ્વી જુદા જુદા ઉપાશ્રયોમાં એક સમયે રહી શકે છે કારણ કે આવવા જવાના અનેક માર્ગ હોવાથી વિવિધ કાર્ય અર્થે જતાં-આવતાં સાધુ-સાધ્વીઓનું વારંવાર મિલન ન થવાથી ઉપરોક્ત દોષોની સંભાવના રહેતી નથી. સાધુ-સાધ્વીએ પોતાના સંયમની સુરક્ષા માટે યોગ્ય સ્થાનમાં વિવેકપૂર્વક રહેવું જોઈએ. બજાર આદિમાં રહેવાનો વિવેક - १२ णो कप्पइ णिग्गंथीणं आवणगिहसि वा रत्थामुहंसि वा सिंघाडगंसि वा तियंसि वा चउक्कंसि वा चच्चरंसि वा अंतरावणंसि वा वत्थए । ભાવાર્થ - સાધ્વીઓને આપણગૃહ, રચ્યામુખ, શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્ર અથવા અંતરાપણમાં રહેવું કલ્પતું નથી. १३ कप्पइ णिग्गंथाणं आवणगिहंसि वा जाव अंतरावणंसि वा वत्थए । ભાવાર્થ :- સાધુઓને આપણગૃહ યાવત અંતરાયણમાં રહેવું કલ્પ છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સાધુ-સાધ્વીને રહેવા, ન રહેવા યોગ્ય સ્થાનનું નિરૂપણ છે. સૂત્રકારે તેવા સાત સ્થાનોનું કથન કર્યું છે.
સાવલિ - આપણગૃહ. આપણ – બજાર, તેની વચ્ચે રહેલા ઘર અથવા ઉપાશ્રય. રત્થામુદ્દસ- રચ્યા – શેરી અથવા મોહલ્લો, જે ઉપાશ્રય અથવા ઘરનું દ્વાર શેરી અથવા મોહલ્લાના પ્રારંભ સ્થાને હોય. જે ઘર પાસેથી ગલીની શરૂઆત થતી હોય, તે ઘર. હિંયા સિ- સિંઘોડાની સમાન ત્રિકોણ સ્થાન. તિતિ- ત્રણ શેરી અથવા ત્રણ રસ્તા મળતા હોય તે સ્થાન. વડલિ - ચારમાર્ગ મળતા હોય, તે સ્થાન. વવરસિ- જ્યાં છે અથવા અનેક રસ્તા ભેગા થતાં હોય અથવા જ્યાંથી છ અથવા અનેક રસ્તાઓ શરૂ થતાં હોય, તેવું ચોરાનું સ્થાન. મંતવલિ- અંતરાપણ - હાટ અથવા બજારનો માર્ગ. જે ઉપાશ્રયની એક બાજુ કે બંને બાજુ બજારનો રસ્તો હોય તે સ્થાન અથવા જે ઘરની એક બાજુ દુકાન હોય અને બીજી બાજુ નિવાસ હોય સ્થાન.
ઉપરોક્ત ઉપાશ્રયો અથવા ઘરોમાં સાધ્વીઓએ રહેવું ન જોઈએ કારણ કે બજારાદિમાં અનેક પુરુષોનું આવાગમન થતું રહે છે. તે પુરુષોની દષ્ટિ સાધ્વીઓ પર પડવાથી તેની શીલરક્ષામાં અનેક