________________
શ્રીવ્યવહાર સૂત્ર
ઉપેક્ષાવૃત્તિ થવાથી, સેવા છોડી દેવાથી, તેને ગચ્છથી પૃથક્ કરવાથી ગચ્છની તથા જિનશાસનની અવહેલના અથવા નિંદા થાય છે, તેથી ગ્લાન સાધુની અગ્લાનભાવે સેવા કરવી જોઈએ.
૨૫૬
णिज्जुहित्तए = - નિયૂજિતું-નિવારથિતું ગચ્છથી દૂર કરવા અથવા પૃથક્ કરવા. ભાષ્યકાર તેનો અર્થ ‘ગણમાં સાથે રહેવા છતાં તેની સેવાની ઉપેક્ષા કરવી’, તેવો કરે છે.
અહાલહુસ્મર્ ગામ વવારે :– યથાલઘુષ્ક પ્રાયશ્ચિત્ત. યથા યુવવાર પંચદ્દિન માળ निर्विकृतिकं कुर्वन् पूरयति । यदि वा यथालधुष्के व्यवहारे प्रस्थापयितव्यं य प्रतिपन्न व्यवहारः तपः प्रायश्वित्त एवमेवालोचना- प्रदान मात्रतः शुद्धः क्रियते, कारणे यतनया प्रतिसेवनात् । –ટીકા/ભાષ્ય ગાથા-૯૬.
લઘુ પ્રાયશ્ચિત્ત પાંચ દિવસનું હોય છે, તેને વિગય ત્યાગ કરીને પૂર્ણ કરી શકાય છે અથવા પ્રથમ આલોચના પ્રાયશ્ચિત્તને પણ યથાલઘુષ્ક પ્રાયશ્ચિત્ત કહે છે. તે સર્વ જઘન્ય પ્રાયશ્ચિત્ત છે. જ્યારે વિશિષ્ટ પરિસ્થિતિમાં અત્યંત યતનાપૂર્વક દોષસેવન થયું હોય, અત્યલ્પ મર્યાદા ભંગ થયો હોય અથવા પરવશ અવસ્થામાં મર્યાદા ભંગ થયો હોય, ત્યારે કેવળ આલોચના પ્રાયશ્ચિત્તથી જ શુદ્ધિ થાય છે, તેને તપરૂપ પ્રાયશ્ચિત્ત અપાતું નથી, તે યથાલઘુષ્ક પ્રાયશ્ચિત્ત છે. પ્રસ્તુત પ્રસંગમાં વવારે શબ્દ પ્રયોગ પ્રાયશ્ચિત્ત અર્થમાં છે કારણ કે વ્યવહાર, આલોચના, વિશુદ્ધિ અને પ્રાયશ્ચિત્ત, આ એકાર્થક શબ્દો છે. પરિહારતપ કરતાં કોઈ સાધુ બીમાર થાય અને અન્ય સાધુની સેવા લેવી પડે તો તે સેવા લેવા માટે તેને અત્યલ્પ પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે.
આ સૂત્રોમાં અને આગળના સૂત્રોમાં આચાર્ય, ઉપાધ્યાયનો નિર્દેશ ન કરતાં ગણાવચ્છેદકનો નિર્દેશ કર્યો છે, તેથી સ્પષ્ટ થાય છે કે ગચ્છમાં સેવા અને પ્રાયશ્ચિત્તના કાર્યોની મુખ્ય જવાબદારી ગણાવચ્છેદકની હોય છે.
અનવસ્થાપ્ય અને પારંચિત સાધુની ઉપસ્થાપના :
१८ अणवट्टप्पं भिक्खुं अगिहिभूयं णो कप्पइ तस्स गणावच्छे इयस्स उवट्ठावित्तए ।
ભાવાર્થ :- ગણાવચ્છેદકને અનવસ્થાપ્ય (નવમા પ્રાયશ્ચિત્તને વહન કરનારા) સાધુને ગૃહસ્થવેશ ધારણ કરાવ્યા વિના સંયમમાં ઉપસ્થાપિત કરવા કલ્પતા નથી.
१९ अणवट्टप्पं भिक्खुं गिहिभूयं कप्पइ तस्स गणावच्छेइयस्स उवट्ठावित्तए । ભાવાર્થ :- ગણાવચ્છેદકને અનવસ્થાપ્ય (નવમા પ્રાયશ્ચિત્તને વહન કરનારા) સાધુને ગૃહસ્થવેશ ધારણ કરાવ્યા પછી સંયમમાં ઉપસ્થાપિત કરવા ક૨ે છે.
२० पारंचियं भिक्खु अगिहिभूयं णो कप्पइ तस्स गणावच्छेइयस्स उवट्ठावित्तए । ભાવાર્થ :- ગણાવચ્છેદકને પારંચિત (દસમા પ્રાયશ્ચિત્તને વહન કરનારા) સાધુને ગૃહસ્થવેશ ધારણ કરાવ્યા વિના સંયમમાં ઉપસ્થાપિત કરવા કલ્પતા નથી.
२१ पारंचियं भिक्खुं गिहिभूयं कप्पइ तस्स गणावचछेइयस्स उवट्ठावित्तए ।