________________
| ७०
શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર
વું કલ્પતું નથી, પરંતુ ઇર્યાસમિતિપૂર્વક પોતાની મેળે બહાર નીકળવું કહ્યું છે. १२ मासियं णं भिक्खुपडिमं पडिवण्णस्स अणगारस्स पायंसि खाणू वा कंटए वा हीरए वा सक्करए वा अणुपवेसेज्जा णो से कप्पइ णीहरित्तए वा विसोहित्तए वा कप्पइ से अहारियं रीइत्तए । ભાવાર્થ :- માસિકી ભિક્ષુ પ્રતિમાધારી સાધુના પગમાં તીક્ષ્ણ હૂંઠું (સૂકા લાકડાની અણી, ફાંસ વગેરે), કાંટા, કાચ અથવા કાંકરા લાગી જાય તો તેને કાઢવા અથવા તેનું વિશોધન-ઉપચાર કરવા કલ્પતા નથી, પરંતુ તેને ઈર્યાસમિતિપૂર્વક સાવધાનીથી ચાલતા રહેવું કહ્યું છે. १३ मासियं णं भिक्खुपडिमं पडिवण्णस्स अणगारस्स अच्छिसि पाणाणि वा बीयाणि वा, रए वा परियावज्जेज्जा, णो से कप्पइ णीहरित्तए वा विसोहित्तए वा, कप्पइ से अहारियं रीइत्तए । ભાવાર્થ :- માસિકી ભિક્ષુ પ્રતિમાધારી સાધુની આંખમાં સૂક્ષ્મ પ્રાણી (જીવ) બીજ, રજ, વગેરે પડે તો તેને કાઢવા અથવા વિશોધન-ઉપચાર કરવા કલ્પતા નથી, પરંતુ તેને ઈર્યાસમિતિપૂર્વક સાવધાનીથી ચાલતા રહેવું કહ્યું છે. १४ मासियं णं भिक्खुपडिम पडिवण्णस्स अणगारस्स जत्थेव सूरिए अत्थमज्जा तत्थेव जलंसि वा थलंसि वा दुग्गंसि वा णिण्णंसि वा पव्वयंसि वा विसमंसि वा गड्डाए वा दरीए वा कप्पइ से तं रयणिं तत्थेव उवाइणावित्तए णो से कप्पइ पयमवि गमित्तए । कप्पइ से कल्लं पाउप्पभायाए रयणीए जाव जलंते पाईणाभिमुहस्स वा दाहिणाभिमुहस्स वा पडीणाभिमुहस्स वा उत्तराभिमुहस्स वा अहारियं रीइत्तए । ભાવાર્થ :- માસિકી ભિક્ષુ પ્રતિમાધારી સાધુ વિહાર કરતા હોય ત્યારે જ્યાં સૂર્યાસ્ત થઈ જાય ત્યાં જ ઊભા રહી જાય છે, તે કોઈ જલ સ્થાન(સૂકાયેલું તળાવ અથવા તળાવનો કિનારો) હોય, સ્થળ હોય, દુર્ગમસ્થાન હોય, અથવા નીચું સ્થાન હોય, પર્વત હોય અથવા વિષમસ્થાન હોય, ખાડો હોય કે ગુફા હોય, ત્યાં જ આખી રાત પસાર કરે છે, એક પણ ડગલું આગળ વધવું કેલ્પતું નથી.
કાલે અર્થાત્ બીજા દિવસનું પ્રભાત થાય યાવતુ જાજવલ્યમાન સૂર્યોદય થાય ત્યારે તેને પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અથવા ઉત્તરાભિમુખ(પૂર્વાદિ દિશા તરફ) ઇર્યાસમિતિપૂર્વક જવું કહ્યું છે. | १५ मासियं णं भिक्खुपडिमं पडिवण्णस्स अणगारस्स णो से कप्पइ अणंतरहियाए पुढवीए णिद्दाइत्तए वा पयलाइत्तए वा । केवली बूया-आयाणमेय । से तत्थ णिद्दायमाणे वा पयलायमाणे वा हत्थेहिं भूमि परामुसेज्जा । [ तम्हा ] अहाविहिमेव ठाणं ठाइत्तए णिक्खमित्तए । उच्चारपासवणेणं उप्पाहिज्जा णो से कप्पइ उगिण्हित्तए वा, णिगिण्हित्तए वा । कप्पइ से पुव्वपडिलेहिए थंडिले उच्चार-पासवणं परिट्ठवित्तए, तमेव उवस्सयं आगम्म ठाणं ठाइत्तए ।