________________
[ ૧૮ ]
શ્રી બૃહતક૯પ સૂત્ર
अद्धजोयणमेराए उवाइणावेत्तए । से य आहच्च उवाइणाविए सिया, तं णो अप्पणा भुंजेज्जा, णो अण्णेसिं अणुप्पदेज्जा, एगते बहुफासुए थंडिले पडिलेहित्ता पमज्जित्ता परिट्ठवेयव्वे सिया । त अप्पणा भुंजमाणे अण्णेसिं वा दलमाणे आवज्जइ चाउम्मासिय परिहारट्ठाणं उग्घाइयं । ભાવાર્થ :- સાધુઓ અને સાધ્વીઓને અશન, પાણી, મેવા અને મુખવાસ આદિ ચારે પ્રકારનો આહાર અર્ધાયોજનની મર્યાદાથી આગળ સાથે લઈ જવો કલ્પતો નથી. ક્યારેક તે આહાર રહી જાય તો તે આહારને સ્વયં વાપરે નહીં અને અન્યને આપે નહીં પરંતુ એકાંત અને સર્વથા અચિત્ત ભૂમિનું પ્રતિલેખન અને પ્રમાર્જન કરી તે આહારને યોગ્ય વિધિથી પરઠી દે. જો તે આહારને સ્વયં વાપરે અથવા અન્ય સાધુ-સાધ્વીઓને આપે તો તેને ઉદ્ઘાતિક-લઘુચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રમાં ક્ષેત્રાતિક્રાંતદોષ અને તેના પ્રાયશ્ચિત્તનું કથન છે. ક્ષેત્રાતિકાંત દોષ – શાસ્ત્રોક્ત ક્ષેત્ર મર્યાદાનું ઉલ્લંઘન કરવું, તે ક્ષેત્રાતિક્રાંત દોષ છે. સાધુ-સાધ્વી બે ગાઉની ક્ષેત્ર મર્યાદામાં આહાર-પાણીની ગવેષણા માટે જઈ શકે છે અને ગ્રહણ કરેલા આહાર-પાણીને સાથે લઈને કોઈ પણ દિશામાં બે ગાઉ સુધી જઈ શકે છે. જો તે મર્યાદાનું ઉલ્લંઘન કરે, તો તે સાધુ ક્ષેત્રાતિક્રાંત દોષનું સેવન કરે છે અને તે દોષ સેવનથી લઘુમાસી પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે, તેથી સાધુએ અપ્રમત્તપણે શાસ્ત્રોક્ત મર્યાદાનું પાલન કરવું જોઈએ.
જો ક્યારેક ભૂલથી આ મર્યાદાનું ઉલ્લંઘન થઈ જાય, તો સાધુ-સાધ્વીને તે આહાર, પાણી વાપરવા કલ્પતા નથી પરંતુ તેને નિર્દોષ ભૂમિમાં પરઠી દેવા જોઈએ. આહાર-પાણી સાથે લઈ જવા માટે બે ગાઉની ક્ષેત્રમર્યાદા ન હોય, તો સાધુમાં સંગ્રહવૃત્તિ વધે, રસાસ્વાદનું પોષણ થાય વગેરે અનેક દોષોની સંભાવના છે. અનૈષણીય આહારનો વિવેક:|१३ णिग्गंथेण य गाहावइकुलं पिंडवायपडियाए अणुप्पविद्वेणं अण्णयरे अचित्ते अणेसणिज्जे पाणभोयणे पडिग्गाहिए सिया, अत्थि या इत्थ केइ सेहतराए अणुवट्ठावियए, कप्पइ से तस्स दाउं वा अणुप्पदाउं वा । णत्थि य इत्थ केइ सेहतराए अणुवट्ठावियए, तं णो अप्पणा भुंजेज्जा, णो अण्णेसिं दावए, एगते बहुफासुए थडिले पडिलेहित्ता पमज्जित्ता परिवेयव्वे सिया । ભાવાર્થ :- ગૃહસ્થના ઘરમાં આહારને માટે પ્રવેશ કરે, ત્યારે સાધુ દ્વારા કોઈ દોષયુક્ત અચિત્ત આહારપાણી ગ્રહણ થઈ જાય તો ત્યાં અનુપસ્થાપિત શૈક્ષ-નવદીક્ષિત સાધુ હોય, તો તેને તે આહાર એકવાર અથવા થોડો-થોડો કરીને અનેકવાર આપવા કહ્યું છે.
જો કોઈ અનુપસ્થાપિત-નવદીક્ષિત સાધુ ન હોય તો તે અનૈષણિક આહાર સ્વયં વાપરે નહીં અને અન્યને આપે નહીં પરંતુ એકાંત અને અચિત્ત ભૂમિનું પ્રતિલેખન અને પ્રમાર્જન કરી યોગ્ય વિધિથી પરઠી દે.