Book Title: Samprat Sahchintan Part 13
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
Catalog link: https://jainqq.org/explore/002057/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન ભાગ ૧૩ ૨મણલાલ ચી. શાહ Page #2 -------------------------------------------------------------------------- ________________ - - - સાંપ્રત સહચિંતન ભાગ તેરમો - - - - - - લેખક રમણલાલ ચી. શાહ પ્રકાશક શ્રી મુંબઈ જેન યુવક સંઘ ૩૮૫, સરદાર વલ્લભભાઈ પટેલ રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪. મુખ્ય વિક્રેતા આર. આર. શેઠની કાં. મુંબઈ-૪૦૦ ૦૦૨. અમદાવાદ-૩૮૦૦૦૨. Page #3 -------------------------------------------------------------------------- ________________ SAMPRAT SAHACHINTAN (Part 13) (A collection of articles on various subjects) by Dr. RAMANLAL C. SHAH Published by - Shree Mumbai Jain Yuvak Sangh, 385-Sardar Vallabhbhai Patel Road, Mumbai-400 004. First Edition : SEPTEMBER 2001 Price : Rs. 80-00 પ્રથમ આવૃત્તિ : સપ્ટેમ્બર ૨૦૦૧ મૂલ્ય : રૂા. ૮૦-૦૦ No Copyright પ્રકાશક શ્રી મુંબઈ જેન યુવક સંઘ ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪. મુદ્રક : મુદ્રાંકન ડી/૫૭, ગૌતમ નગર, એલ. ટી. રોડ, બોરીવલી (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૯૨. Page #4 -------------------------------------------------------------------------- ________________ અર્પણ શિશુવિહાર'ના સર્જક અને સંવર્ધક મુ. શ્રી માનભાઈ ભટ્ટને સાદર પ્રણામ સાથે... [ રમણલાલ ચી. શાહ Page #5 -------------------------------------------------------------------------- ________________ ડૉ. રમણલાલ ચી. શાહનાં પુસ્તકો એકાંકી સંગ્રહ • શ્યામ રંગ સમીપે જીવનચરિત્ર-રેખાચિત્ર-સંસ્મરણ • ગુલામોનો મુક્તિદાતા • ઉપાધ્યાય શ્રી યશોવિજયજી હેમચંદ્રાચાર્ય • શ્રી મોહનલાલજી મહારાજ • વંદનીય હૃદયસ્પર્શ, ભા. ૧-૨-૩ • શેઠ મોતીશાહ બેરરથી બ્રિગેડિયર • પ્રભાવક સ્થવિરો, • તિવિહેણા વંદામિ ભાગ ૧ થી ૫ પ્રવાસ-શોધ-સફર • એવરેસ્ટનું આરોહણ • ઉત્તરધ્રુવની શોધ-સફર ૦ પાસપોર્ટની પાંખે • પ્રદેશે જય-વિજયના • ન્યૂ ઝીલેન્ડ ૦ ઑસ્ટ્રેલિયા • રાણકપુર તીર્થ • પાસપોર્ટની પાંખે-ઉત્તરાલેખન નિબંધ સાંપ્રત સહચિંતન, ભાગ ૧ થી ૧૩ • અભિચિંતના સાહિત્ય-વિવેચન • ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન (અન્ય સાથે) • નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય • બુંગાકુ-શુમિ • પડિલેહા સમયસુંદર • ક્રિતિકા • ગુર્જર ફાગુસાહિત્ય • ૧૯૬રનું ગ્રંથસ્થ વાલ્મય • નળ દમયંતીની કથાનો વિકાસ Page #6 -------------------------------------------------------------------------- ________________ સંશોધન-સંપાદન : નલદવદંતી રાસ (સમયસુંદર કૃત) કુવલયમાળા (ઉદ્યોતનસૂરિ કૃત) જંબુસ્વામી રાસ (યશોવિજયજી કૃત) મૃગાવતીચરિત્ર ચોપાઈ (સમયસુંદત) ♦ નલરાય -દવદંતી ચરિત્ર (ઋષિવર્ધનસૂક્િત) • ધન્ના-શાલિભદ્ર ચોપાઈ (ગુણાવિનયકૃત) ♦ બે લઘુ રાસકૃતિઓ (જ્ઞાનસાગરક્ત અને ક્ષમાકલ્યાાકૃત) નલ-દવદંતી પ્રબંધ (વિજયશેખર કૃત) ધર્મ-તત્ત્વજ્ઞાન ♦ જૈન ધર્મ (છઠ્ઠી આવૃત્તિ) ૭ જૈન ધર્મ (હિન્દી આવૃત્તિ) ♦ જૈન ધર્મ (મરાઠી આવૃત્તિ) • બૌદ્ધ ધર્મ • નિહ્નવવાદ ♦Shraman Bhagwan Mahavir & Jainism • Budhism-An Introduction Jina Vachana ♦ વીર પ્રભુનાં વચનો • જિનતત્ત્વ, ભાગ ૧ થી ૬ ૦ તાઓ દર્શન ♦ કન્ફયૂશિયસનો નીતિધર્મ - અધ્યાત્મસાર, ભાગ ૧-૨-૩ સંક્ષેપ ♦ સરસ્વતીચંદ્ર, ભાગ ૧ (પાઠચસંક્ષેપ) અનુવાદ • રાહુલ સાંકૃત્યાયન (સાહિત્ય અકાદમી, દિલ્હી) ભારતની રાષ્ટ્રીય સંસ્કૃતિ (નેશનલ બુક ટ્રસ્ટ, દિલ્હી) Page #7 -------------------------------------------------------------------------- ________________ સંપાદન (અન્ય સાથે) મનીષા - શ્રેષ્ઠ નિબંધિકાઓ ~ શબ્દલોક ૯ ચિંતનયાત્રા ૦ નીરાજના ૯ અક્ષરા ૦ અવગાહન • જીવનદર્પણ કવિતાલહરી • સમયચિંતન ૦ તત્ત્વવિચાર અને અભિવંદના • મહત્તરા શ્રી મૃગાવતીશ્રીજી • જૈન સાહિત્ય સમારોહ, ગુચ્છ ૧-૨-૩-૪ • શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ - શ્રી યતીન્દ્રસૂરિ દીક્ષાશતાબ્દી ગ્રંથ પ્રકીર્ણ • એન.સી.સી. • જૈન લગ્નવિધિ Page #8 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ ૧. પિતાશ્રીની ચિરવિદાય ૨. ઈરિયાવહી (ઐયપથિકી) ૩. તો કચ્ચે ધ્વર્ગ ૨ | ૪. દુગ્ધામૃત ૫. ગુજરાતમાં ભૂકંપ ૬. દાક્તર, તમે સાજા થાવ ! ૭. આપણી આશ્રમ-પ્રવૃત્તિ ૮. સ્વ. પૂ. શ્રી કન્ડેયાલાલજી મહારાજ ૯. પ્રાણીઓનો સામુદાયિક સંહાર ૧૦. ન્યૂઝીલેન્ડ ૧૧. વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા ૧૨. થોવું વિસU I Page #9 -------------------------------------------------------------------------- ________________ કૉપીરાઈટનું વિસર્જન મારા પ્રગટ થયેલ સર્વ ગ્રંથો અને અન્ય સર્વ લખાણોનાં અનુવાદ, સંપ, સંપાદન, પુન:પ્રકાશન ઈત્યાદિ માટેના કોઈ પણ પ્રકારના કૉપીરાઈટ હવેથી રાખવામાં આવ્યા નથી. અન્ય કોઈ વ્યક્તિને કે કોઈ પ્રકાશકને કોઈ પણ ગ્રંથની પ્રથમ આવૃત્તિ માટે કોપીરાઈટ આપેલા હોય તો તેનું પણ વિસર્જન કરવામાં આવ્યું છે. હવે પછી પ્રકાશિત થનારા મારાં કોઈ પણ લખાણ માટે કોપીરાઈટ રહેશે નહિ. મુંબઈ રમણલાલ ચી. શાહ તા. ૧-૧-૧૯૯૨ Page #10 -------------------------------------------------------------------------- ________________ પિતાશ્રીની ચિરવિદાય મારા પૂજ્ય પિતાશ્રી શ્રી ચીમનલાલ અમૃતલાલ શાહે લગભગ ૧૦૪ વર્ષની વયે મુંબઈમાં તા. ર૧મી સપ્ટેમ્બર, ૨૦૦૦ (ભાદરવા વદ ૮ ને ગુરુવાર, સં. ૨૦૫૬)ના રોજ રાત્રે દસ વાગે ઊંઘમાં જ દેહ છોડ્યો. એમના સ્વર્ગવાસથી અમે એક પવિત્ર શિરછત્ર ગુમાવ્યું. સંપૂર્ણ નિરામય શરીરનો ક્રમિક અંત કેવી રીતે આવે તે એમના જીવનમાંથી પ્રત્યક્ષ જોવા મળે. એમનું નિરંતર પ્રભુભક્તિમય જીવન જોતાં એમ નિશ્વય થાય કે અવશ્ય એમણે ઉચ્ચ ગતિ પ્રાપ્ત કરી હશે ! મહાત્મા ગાંધીજી જ્યારે કહેતા કે પોતે ૧૧૦ વર્ષ જીવવાના છે ત્યારે કેટલાકને એમાં અતિશયોક્તિ લાગતી. પરંતુ ૧૦૪મા વર્ષે પણ પિતાશ્રીની તન-મનની અદ્ભુત સ્વસ્થતા જોતાં એમ પ્રતીતિ થાય કે મહાત્મા ગાંધીજીનું આસક્તિક અવસાન ન થયું હોત તો તેઓ જરૂર ૧૧૦ વર્ષ સારી રીતે જીવ્યા હોત. એક મત પ્રમાણે ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ સો વર્ષનું આયુષ્ય ભોગવ્યું હતું અને છેવટ સુધી એમની લેખનપ્રવૃત્તિ ચાલુ રહી હતી. આ વાત અશક્ય નહિ હોય એમ જરૂર માની શકાય. પાર્શ્વનાથ ભગવાને પણ સો વર્ષનું સ્વસ્થ આયુષ્ય પૂર્ણ કર્યું હતું. છેલ્લાં કેટલાંક વર્ષથી પિતાશ્રીનું શરીર એવું દીપ્તિમંત રહેતું કે કાળ જાણે એમના દેહમાં સ્થગિત થઈ ગયો હોય અથવા આયુષ્ય સ્થિર થઈ ગયું હોય એવું લાગતું હતું. સાધ્વીજી થયેલાં અમારા એક કાકાનાં દીકરી બહેન પૂજ્ય શ્રી નિપુણાશ્રીજી કહેતાં કે “બાપુજીના શરીરમાં કાયાકલ્પ થઈ ગયો છે.” ૧૦૩ વર્ષ પૂરાં કરી ઉપર લગભગ સાત મહિના બાપુજીએ પસાર કર્યા હતા. આટલી મોટી ઉંમરે તેઓ લાકડીના ટેકા વગર ઘરમાં ચાલતા. છાપાં, પુસ્તકો નિયમિત વાંચતા. જાતે ટેલિફોન નંબર જોડી રોજ સ્વજનો સાથે વાત કરતા. તદ્દન અલ્પ Page #11 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ પ્રમાણમાં પણ નિયમિત આહાર લેતા. સવારે છ વાગે ઊઠે ત્યારથી રાત્રે સાડા નવ-દસ વાગે સૂઈ જાય ત્યાં સુધી સતત બેઠેલા જ હોય. જરા પણ આડા પડ્યા ન હોય. સ્મૃતિ એટલી સતેજ કે અનેક નામો, વાતો, ઘટનાઓ બધું બરાબર યાદ હોય. વર્ષો પહેલાં પરિચયમાં આવેલી વ્યક્તિને જોતાંની સાથે જ ઓળખી શકતા અને એની સાથેની આગળ પાછળની બધી વાતો તાજી કરતા. એમની સ્મરણશક્તિ આશ્ચર્યકારક હતી. બાપુજીનું સ્વાથ્ય જીવનની અંતિમ ઘડી સુધી એટલું સરસ રહ્યું હતું કે એની જોડ જવલ્લે જ જડે. ૧૦૪ વર્ષની જિંદગીમાં તેઓ ક્યારેય હોસ્પિટલમાં રાત રોકાયા નથી. નેવું વર્ષની ઉંમર પછી બંને આંખે વારાફરતી મોતિયાનું ઓપરેશન કરાવવા હોસ્પિટલમાં ગયેલા અને બપોરે ઘરે પાછા આવી ગયેલા. ૯૮ વર્ષની વયે એક વખત તેઓ એક રૂમમાંથી બીજી રૂમમાં જતા હતા ત્યારે અચાનક બારણું જોરથી ભટકાતાં એમની એક આંગળી કપાઈ ગઈ હતી. તરત કપાયેલી આંગળી સાથે એમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. દાક્તરે ટાંકા લઈ આંગળી સાંધી આપી અને સાંજે તેઓ ઘરે પાછા આવ્યા હતા. થોડા દિવસમાં આંગળી પહેલાં જેવી જ સારી થઈ ગઈ હતી. ખબર ન પડે કે એ આંગળી કપાઈને જુદી પડી ગઈ હતી. આવા બેત્રણ પ્રસંગે થોડા કલાક સિવાય તેઓ ક્યારેય હોસ્પિટલમાં ગયા નહોતા. યુવાનીમાં બંધિયાર ઓફિસમાં નોકરી કરવાને કારણે દમનો વ્યાધિ થયો હતો, પણ એમણો એવો મટાડ્યો કે જિંદગીમાં ફરી થયો નહોતો. બાપુજીએ જિંદગીમાં ક્યારેય માથું દુખ્યાની ફરિયાદ કરી નથી. આખી જિંદગીમાં કદાચ પાંચસાત વખત તાવ આવ્યો હશે, પણ ક્યારેય તે એક દિવસથી વધારે ચાલ્યો નથી. તાવ જેવું લાગે ત્યારે એમનો સાદો ઉપાય એ હતો કે ખાવાપીવાનું તરત સંપૂર્ણ બંધ કરી દેવું. એથી તરત એમનો તાવ ઊતરી જતો. Page #12 -------------------------------------------------------------------------- ________________ પિતાશ્રીની ચિરવિદાય ૧૦૪ વર્ષની ઉંમરે પણ એમને મધુપ્રમેહ, રક્તચાપ, દમ, ક્ષય, સંધિવા, હરસ, પ્રોસ્ટેટ વગેરે કોઈપણ રોગની ફરિયાદ નહોતી. એમની પાચનશક્તિ વ્યવસ્થિત હતી. શૌચાદિમાં તેઓ જીવનના અંત સુધી બિલકુલ નિયમિત હતા, એટલું જ નહિ, જરૂર પડે તો તેઓ રાહ પણ જોઈ શકતા. એમનાં સો વર્ષની ઉજવણીનો આખા દિવસનો કાર્યક્રમ અમે એક હોલમાં કર્યો હતો ત્યારે સવારે ૯ વાગે ઘરેથી ગયા અને સાંજે આઠ વાગે પાછા આવ્યા ત્યાં સુધી તેઓ એક ખુરશીમાં સતત બેસી રહ્યા હતા. એમને બાથરૂમ પણ જવું પડ્યું નહોતું. બાપુજીની તબિયત સારી રહેતી હતી. એકાદ વર્ષથી શરીર થોડુંક ક્ષીણ થયું હતું, પરંતુ હરવાફરવામાં, બોલવામાં, વાંચવા-સાંભળવામાં એમની શારીરિક શક્તિ હજુ એવી જ હતી. એમના શરીરને હજુ એકાદ વર્ષ વાંધો નહિ આવે, કદાચ ૧૦૫ વર્ષ પૂરાં કરશે જ એવી અમને બધાંને પાકી આશા હતી. એટલે જ અમે આફ્રિકાના પ્રવાસે જવાની વાત કરી તો એમણે સહર્ષ સંમતિ આપી. એમણે કહ્યું, “તમે જઈ આવો. મારું શરીર સારું છે. અમારા સૌથી નાના ભાઈ ભરતભાઈ કે જેમની સાથે બાપુજી રહેતા હતા તેમનો બદ્રીનાથ જવાનો કાર્યક્રમ હતો. એમને પણ બાપુજીએ સંમતિ આપી હતી અને તેઓ બદ્રીનાથ ગયા હતા. બાપુજીએ ઊંઘમાં દેહ છોડ્યો તે દિવસે સાંજ સુધી તો એમની તબિયત રોજની જેમ જ સારી હતી. સવારે રોજની જેમ સ્તુતિ કરીને ચાનાસ્તો લીધાં. બપોરે ભોજન લીધું. રોજની જેમ બપોરે બધાંને ફોન કર્યા હતા. તે દિવસે રાત્રે નવ વાગે મારી દીકરી શૈલજાએ મુલુંડથી બાપુજીને ફોન કર્યો હતો. બાપુજીએ એની સાથે સારી રીતે વાત કરી, પરંતુ બાપુજીના અવાજમાં સહેજ નબળાઈ એને જણાઈ. સામાન્ય રીતે બાપુજી બધાંની સાથે ફોનમાં નિરાંતે વાત કરે, પણ તે વખતે એમણો Page #13 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન શૈલજાને કહ્યું કે પોતાને બોલવામાં થાક લાગે છે. બાપુજી થાકની વાત કરે એ જ નવાઈ. એ સાંભળીને શૈલજાને આશ્ચર્ય થયું. એણે બીજાઓને એ વિશે વાત કરી. ---- તે પછી રોજના ક્રમ અનુસાર બાપુજી રાતના સાડા નવ વાગે બાથરૂમ જઈ આવીને સૂઈ ગયા. દસ વાગે પૌત્રવધૂ શીતલ એમના રૂમમાં ગઈ ત્યારે એણે જોયું કે બાપુજી ઊંઘતા હતા, પણ એમનો શ્વાસ અસાધારણ જોરથી ચાલતો હતો. એણે તરત જયંતીભાઈને, પ્રમોદભાઈને, ડૉક્ટર પનાલાલ પતરાવાળાને ફોન કરીને બોલાવી લીધા. દસ મિનિટમાં તેઓ બધા આવી પહોંચ્યા. પરંતુ ત્યારે ડૉક્ટરે તપાસીને કહ્યું કે ‘બાપુજીએ દેહ છોડી દીધો છે !' ભાગ ૧૩ અમે ત્યારે આફ્રિકામાં ઝિમ્બાબ્વેમાં હતાં. ભરતભાઈ બદ્રિનાથ હતા. અગ્નિ સંસ્કાર વખતે અમે પહોંચી શકીએ એમ નહોતાં. સૌથી નજીક રહેનારા અંત સમયે જ પાસે નહોતાં. એમાં વિધિનો કોઈ સંકેત હશે ! બાપુજીને ૧૦૩ વર્ષ પૂરા થવામાં હતાં ત્યારે મહા મહિનામાં એક દિવસ અચાનક તેમને નબળાઈ લાગવા માંડેલી. દિવસે કદી ન સૂનાર દિવસે પણ સૂઈ જતા. સૂતાં પછી બેઠા થવામાં તકલીફ પડવા લાગી. સ્તવનો મોટેથી બોલી શકાતાં નહોતાં. મનમાં બોલવા લાગ્યા હતા અને તેમાં પણ ભૂલ પડવા લાગી. અમને આખું માંગલિક સંભળાવતા તેને બદલે ફક્ત ત્રણ નવકાર બોલી શકતા. મારા મિત્ર શ્રી વસંતભાઈ ભેદાની ઇચ્છા એમનાં દર્શન કરવાની હતી. હું એમને લઈને બાપુજી પાસે ગયેલો. પરંતુ ત્યારે બાપુજી માંડ થોડી વાતચીત કરી શકેલા. ત્યારે એમ લાગ્યું કે બાપુજી હવે એક બે મહિના માંડ કાઢી શકશે. પરંતુ પાંચ સાત દિવસમાં જ ફરી એમનું શરીર સશક્ત બનવા લાગ્યું. દિવસે આડા પડવાનું બંધ થયું. સ્મૃતિ પહેલાંના જેવી જ તાજી થઈ ગઈ. મોટી ઉંમરે ગયેલી સ્મૃતિ પાછી નથી આવતી. પણ બાપુજીના Page #14 -------------------------------------------------------------------------- ________________ પિતાશ્રીની ચિરવિદાય ૫ જીવનમાં એ અદ્ભૂત ચમત્કાર હતો કે સ્મૃતિ બરાબર પહેલાંના જેવી જ થઈ ગઈ. દસ કડીનું સ્તવન કે મોટું સ્તોત્ર બરાબર પાછું તેઓ બોલવા લાગ્યા હતા. એમનું જીવન રાબેતા મુજબનું થઈ ગયું હતું. આટલી મોટી ઉંમરે આમ થવું એ પણ એક આશ્ચર્યકારક ઘટના લાગતી હતી. આગલા વર્ષે પર્યુષણ પર્વ દરમિયાન ચિખોદરાની હોસ્પિટલના આંખના દાક્તર ડૉ. રમણીકલાલ દોશી (દોશીકાકા) અમારે ઘરે આવ્યા હતા. તે વખતે બાપુજીની વાત નીકળી. દોશીકાકા કહે કે ‘હું આજે ચિખોદરા પાછો જાઉં છું. માટે અત્યારે જ મારે એમનાં દર્શન કરવાં છે.’ તરત અમે ભાઈના ઘરે ગયા. દોશીકકા બાપુજીને મળ્યા. દોશીકાકા પોતે ૮૪ વર્ષના. ૧૦૧ વર્ષ જીવેલા પૂ. રવિશંકર દાદાની વાત નીકળી. બાપુજીએ ૬૦-૭૦ વર્ષ પહેલાંના રવિશંકર દાદાનાં સ્મરણો કહ્યાં. બહારવિટયા બાબર દેવાની વાત નીકળી. પાદરા, ધર્મજ, વટાદરા, સોજિત્રા, બોરસદ, ભાદરણ, ખંભાત વગેરે ગામોના એ જમાનાના આગેવાનોને મળેલા એ બધી વાતો સાંભળીને દોશી કાકાનાં સંસ્મરણો પણ તાજાં થયેલાં. ૧૯૭૫માં મારી માતા રેવાબાનું અવસાન થયું તે પછી બાપુજી મુંબઈ છોડીને ખાસ ક્યાંય ગયા નહોતા. ચોવીસ કલાક ઘરમાં જ હોય. દિવસ કેમ પસાર કરવો એની એમને ચિંતા નહોતી. ટી.વી. જોતા નહોતા. પ્રભુભક્તિમાં રોજનો ક્રમ પૂરો કરવામાં ક્યારેક સમય ઓછો પડતો. રોજ સવારના સાડા પાંચ-છ વાગે તેઓ ઊઠી જાય. ઊઠતાંની સાથે પથારીમાં જ પલાંઠી વાળીને બેસીને તેઓ બરાબર એક કલાક સુધી બુલંદ સ્વરે સ્તુતિ કરે. રોજ આત્મરક્ષા મંત્ર, ગૌતમસ્વામીનો છંદ, સોળ સતીનો છંદ, નવકારમંત્રનો છંદ, પુણ્યપ્રકાશનું સ્તવન, રત્નાકર પચીસી (સંસ્કૃતમાં), જિનપંજર સ્તોત્ર તથા ત્રણ સ્તવનોૠષભ જિનરાજ (યશોવિજયજીકૃત), પાસ શંખેશ્વરા (ઉદયરત્નકૃત) Page #15 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ અને “તાર હો તાર પ્રભુ” (દેવચંદ્રજીકૃત)-આટલું બોલ્યા પછી રોજ ઋષભદેવથી મહાવીર સ્વામી સુધી અનુક્રમે એક તીર્થંકરનાં પાંચ સ્તવન બોલતા. એમને દોઢસો જેટલાં સ્તવન કંઠસ્થ હતાં. છતાં સ્તવનની ચોપડીઓ પાસે રાખતા. રોજેરોજ આટલી સ્તુતિ કર્યા પછી જ તેઓ પથારીમાંથી બહાર નીકળતા. સવારે ચાપાણી વગેરે કરી, સ્નાન કરીને દસ વાગે નવસ્મરણ બેલતા. અગાઉ એમને બધું કંઠસ્થ હતું, પણ હવે ચોપડીમાં જોવું પડતું. બપોરે ભોજન પછી છાપું વાંચતા અને ફોન કરતા. ત્રણેક વાગ્યાથી લોગસ્સનું રટણ કરતા. રોજ બસો લોગસ્સ બોલતા. સાંજે શંખેશ્વર પાર્શ્વનાથનો મંત્ર બોલતા. રાત્રે સૂઈ જાય ત્યારે સ્તુતિ કરી, નવકાર બોલી સૂઈ જાય. તેઓ માળા રાખતા નહોતા, પણ આંગળીના વેઢે ગણતા. જ્યારે જુઓ ત્યારે એમનો અંગૂઠો વેઢા પર ફરતો હોય. જે દિવસે ઊંઘમાં એમણે દેહ છોડ્યો તે વખતે એમનો અંગૂઠો વેઢા પર જ હતો. પ્રભુસ્મરણ કરતાં કરતાં એમણો સમાધિમરણ પ્રાપ્ત કર્યું હતું. મૃત્યુ એમને માટે મહોત્સવ બની ગયું હતું. એમનો મૃતદેહ ઝગમગતો રહ્યો હતો. આર્થિક દૃષ્ટિએ જોઈએ તો બાપુજીનું જીવન એટલે ચડતી, પડતી અને પાછી ચડતી. બાપુજીએ યુવાનીમાં સારી શ્રીમંતાઈ જોયેલી. એમના પિતાશ્રીનો રૂ અને અનાજનો ધમધોકાર વેપાર ચાલતો. વેપારાર્થે બાપુજીને ઉત્તર ભારત અને પંજાબ સુધી કેટલીયે વાર મુસાફરી કરવાની થતી. કોઈ મોટું ગામ એવું નહિ હોય કે જે એમણે જોયું ન હોય અને ત્યાંના આડતિયાઓ અને વેપારીઓની મહેમાનગીરી માસી ન હોય. એમના કાકા ડાહ્યાભાઈ અને મોટાભાઈ સોમચંદભાઈ પ્રવાસમાં સાથે હોય. ત્રીસ બત્રીસની ઉંમર સુધી એમણો આ જાહોજલાલી જોયેલી. પાદરા, માસર રોડ, ભાયલી, ઇટોલા, મિયાગામ, જંબુસર, ભરૂચ અને Page #16 -------------------------------------------------------------------------- ________________ પિતાશ્રીની ચિરવિદાય અંકલેશ્વરમાં એમની રૂની પેઢી હતી. ભરૂચના પારસી વખારીઆ કુટુંબનો સારો સાથ મળેલો. હાથ નીચે કેટલાયે ગુમાસ્તા કામ કરે. પરંતુ વેપારમાં અચાનક મોટી ખોટ આવતાં બધું ગયું. ઘરબાર, જમીન, ઘરેણાં બધું વેચાઈ ગયું. હાથપગે થઈ ગયા. એમના પિતાશ્રી અમૃતલાલે પોતાના ચારે દીકરાને સલાહ આપેલી કે “ગામ છોડીને ચાલ્યા જજો. ગામમાં તમે સ્વમાનપૂર્વક રહી નહિ શકો. તમે શ્રીમંતાઈ અને શેઠાઈ ભોગવી છે. હવે નોકરી કવરાનો વખત આવ્યો છે. માટે ગામ છોડી જજો.” ૧૯૩૭માં બાપુજીએ મુંબઈમાં આવી નોકરી સ્વીકારી અને અમારું કુટુંબ મુંબઈમાં આવીને વસ્યું. પાંત્રીસથી પચાસની ઉંમર સુધી બાપુજીએ બહુ કપરા દિવસો જોયા હતા. મુંબઈની એક ચાલીની નાની ઓરડીમાં અમે છ ભાઈ, બે બહેન અને બા-બાપુજી એમ દસ જણા રહેતાં. ગુજરાન ચલાવવામાં, છોકરાંઓને ભણાવવામાં એમને ઘણી તકલીફ પડી હતી. પરંતુ પછી વળતા દિવસો આવ્યા. દીકરાઓ ભણીને નોકરીધંધે લાગ્યા અને સારું કમાતા ગયા. નાની ઓરડીમાંથી ક્રમે ક્રમે છે મોટાં મોટાં ઘર થયાં. છેલ્લા પાંચ દાયકા એમણો પાછા ચડતીના જોયા. આસરે પચાસની ઉંમર પછી, પોતાના દીકરાઓ નોકરીધંધે લાગી ગયા હતા અને ઘરનો કારભાર બરાબર ચાલવા લાગ્યો હતો ત્યારે બાપુજીએ સ્વેચ્છાએ નિવૃત્તિ સ્વીકારી લીધી હતી. આમ પણ કમાવામાં એમને બહુ રસ હતો નહિ. જેમ જેમ દીકરાઓ મોટા થતા ગયા તેમ તેમ એમને માથેથી આર્થિક જવાબદારી ઓછી થતી ગઈ હતી. પાસે પૈસા રાખવામાં એમને રસ નહોતો એટલે કોઈ દીકરા પાસે પૈસા માગવાનાં પ્રશ્ન નહોતો. કદાચ કોઈક વાપરવા આપી જાય તો તેઓ તરત દીકરીઓને અથવા પોત્ર-પૌત્રીઓને આપી દેતા. બાપુજીએ પોતાના નામે બેંકમાં જ્યારે ખાતું ખોલાવ્યું નથી. પોતાના નામે કોઈ મિલ્કત - Page #17 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ ધરાવી નથી કે પોતે ક્યારેય ઇન્કમ ટેક્ષનું કોઈ ફોર્મ ભર્યું નથી. પચાસની ઉંમર સુધી તેઓ લાંબો સફેદ કોટ અને ખાદીની સફેદ ટોપી, બહાર કોઈ પ્રસંગે જવું હોય તો પહેરતા. પણ પછી ટોપી અને કોટ છોડી દીધાં. પહેરા અને ધોતિયું-એની બે જોડ જેટલો પરિગ્રહ રાખ્યો હતો. ગાંધીજીની સ્વાશ્રયની ભાવનાને અનુસરી તેઓ નાનપણથી પોતાનાં બે કપડાં પોતાના હાથે જ ધોઈ નાખતા. ૧૦૩મા વર્ષ સુધી આ નિયમ તેમણે સાચવ્યો હતો. જીવનના છેલ્લા વર્ષમાં સ્વજનોના આગ્રહને કારણો તેમણે પોતાનાં કપડાં ધોવાનું બંધ કર્યું હતું. અમે છ ભાઈ અને બે બહેન. એમાં મારો ચોથો નંબર. અમારે દરેકને સંતાનો અને સંતાનોને ઘેર સંતાનો. આમ બાપુજીના કુટુંબના સભ્યોની સંખ્યા એકસોથી વધુ થાય. દરેકનાં નામ તેમને મોઢે. બધાને યાદ કરે. થોડા મહિના પહેલાં એમણે પોતાની ચોથી પેઢીનાં લગ્ન જોયાં. આમ છતાં તેઓ અનાસક્ત રહેતા. પોતાના દીકરાઓ કે દીકરાના દીકરાઓ શો વ્યવસાય કરે છે અને કેટલું કમાય છે એ વિશે તેમણે ક્યારેય કોઈને પ્રશ્ન કર્યો નથી. કોઈની પાસે કશું માંગ્યું નથી. પોતે જ જો ધનસંપત્તિમાં રસ નથી ધરાવ્યો તો પુત્ર પરિવારનાં ધનસંપત્તિમાં ક્યાંથી રસ હોય ? બાપુજીનું જીવન એક સાધુ મહારાજ જેવું જીવન હતું. શાળામાં અને પાઠશાળામાં એમના એક સહાધ્યાયી તે ગચ્છાધિપતિ શ્રી રામચંદ્રસૂરિજી હતા અને પાઠશાળામાં એમના શિક્ષક શ્રી ઉજમશી માસ્તર જેઓ પછીથી પૂ. નીતિસૂરિ પાસે દીક્ષિત થઈ આગળ જતાં પૂ. ઉદયસૂરિ બન્યા હતા. આ બંનેના સંસ્કાર બાપુજીના જીવન પર પડ્યા હતા. બાપુજીના અક્ષર સ્વચ્છ અને મરોડદાર હતા. એટલે એમના પિતાશ્રીનો અનાજ અને રૂ-કપાસનો વેપાર ધમધોકાર ચાલતો હતો ત્યારે નામું લખવાનું, રોજેરોજ ટપાલ લખવાનું કામ બાપુજીને સોંપાતું. પોતાની Page #18 -------------------------------------------------------------------------- ________________ પિતાશ્રીની ચિરવિદાય - - યુવાનીના આરંભમાં પંદરેક વર્ષ એમણે નિયમિત ટપાલો લખી હતી. તેઓ કહેતા કે ઘણુંખરું પોસ્ટકાર્ડ લખવાનો જ રિવાજ હતો અને એક પૈસાની ટિકીટવાળું પોસ્ટકાર્ડ ઠેઠ પેશાવર, રંગૂન કે કોલંબો સુધી જતું. ત્યારે બ્રિટીશ હકુમત હતી અને બર્મા અને શ્રીલંકા ભારતના એક ભાગરૂપ હતાં. રોજેરોજ ટપાલ લખવાને કારણે સેંકડો આડતિયાઓનાં નામ-સરનામાં એમને મોઢે હતાં અને મોટા ભાગના આડતિયાઓને ત્યાં પોતે ગુજરાત, રાજસ્થાન, પંજાબ, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં જઈ આવેલા. એટલે જીવનના અંત સુધી કોઈપણ ગામનું નામ આવે એટલે ત્યાંના આડતિયાઓનાં અને મોટા વેપારીઓનાં નામ તેઓ તરત યાદ કરી આપે. વળી ગામે ગામ રેલવે દ્વારા અનાજ મોકલાતું હોય અને આવતું હોય. એટલે પાદરાના રેલવે સ્ટેશને રોજનો એક આંટો હોય જ. રેલવેમાં દરેક સ્ટેશનનાં ત્રણ અક્ષરનાં મિતાક્ષરી નામ હોય. પારસલમાં એ લખવાં પડતાં. એ માટે રેલવેની છાપેલી ગાઈડ આવે છે. બાપુજીએ એવી ગાઈડ પણ વેપારાર્થે વસાવેલી. અનેક સ્ટેશનોનાં મિતાક્ષરી નામ પણ એમને આવડે. BCT એટલે બોમ્બે સેન્ટ્રલ અને AMD એટલે અમદાવાદ. કોઈપણ તાર કયા ગામેથી આવ્યો છે એ એમાં આપેલા મિતાક્ષરી નામ પરથી તેઓ તરત કહી આપતા. એમના વખતમાં ટપાલ ખાતાના તાર રેલ્વે સ્ટેશન દ્વારા થતા. ડોટ અને ડેશનીકડ-કટ્ટની સાંકેતિક તારભાષા પોતે શીખેલા અને તાર કરનારની પાસે પોતે ઊભા હોય તો ડોટ ડેશના અવાજ પરથી તેઓ સમજી શકતા કે તારમાં શું લખાય છે. બાપુજીને પોતે કરેલા એ દરેક સ્થળની વિગતો યાદ હોય. કેટલાક વખત પહેલાં દિલ્હી પાસે આકાશમાં બે વિમાનો અથડાઈ પડ્યાં હતાં અને તે ચક્કી દાદરી નામના ગામ પાસે પડ્યાં હતાં. ચક્કી દાદરીનું નામ સામાન્ય લોકો માટે તદ્દન અપરિચિત હતું. પરંતુ બાપુજી માટે Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ અપરિચિત નહોતું. પોતાના યુવાનના દિવસોમાં તેઓ ત્યાં અનાજની ખરીદી માટે ગયા હતા. ચક્કી દાદરીની બાજરી ત્યારે વખણાતી. ચક્કી દાદરીની મુલાકાતને યાદ કરતાં એમણે કહ્યું હતું કે પોતે ત્યાંથી વતન પાદરાની દુકાને જે તાર કર્યો હતો તે પ્રાસયુક્ત હતો: Buying Bajri from Chakki Dadri. બાપુજીની પ્રકૃતિ હંમેશાં ગુણગ્રાહી હતી. તેઓ વારંવાર શિખામણ આપતા કે ઉપકારીનો ઉપકાર કદી ન ભૂલવો. કોઈની નિંદા કરવી નહિ. વાદવિવાદ થાય એવી વાતમાં પડવું નહિ. તેમના મુખેથી ક્યારેય કોઈની નિંદા થતી નહિ. તેઓ પોતાના ઉપર ઉપકાર કરનાર, એમની કોઈના દીકરા ભાઈ ચંદુભાઈ દલાલને, એમનો દમનો રોગ કાયમનો મટાડનાર પારસી દાક્તર દારૂવાલાને તથા પોતાને નોકરી અપાવનાર પડોશી ચીમનભાઈને હંમેશાં યાદ કરતા. બાપુજીનો પહેલેથી એવો નિયમ હતો કે કોઈને પણ એકવચનમાં “તું' કહીને બોલાવવા નહિ. નોકર-ચાકરને પણ નહિ. પોતાના બધા દીકરાઓને તો “ભાઈ” શબ્દ લગાડીને માનથી બોલાવતા, એટલું જ નહિ પૌત્ર અને પ્રપૌત્રને પણ માનથી બોલાવતા. મારા પુત્ર અમિતાભને તેઓ હંમેશા “હીરાભાઈ' કહીને બોલાવતા. અમિતાભ પણ અમેરિકાથી બાપુજીને ફોન કરે તો “હીરાભાઈ સ્પીકિંગ...” એમ જ કહે. બાપુજી નાનાં બાળકો સાથે પણ હસીને વાત કરે. પોતાની પાસે કાયમ દ્રાક્ષ અને પીપરમિન્ટ રાખે. એટલે એ લેવા છોકરાઓ આવે. બાપુજીને જૂના જમાનાની કહેવતો ઘણી આવડતી. શબ્દરમત દ્વારા ગમ્મત કરવાનું પણ સારું ફાવતું. કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મળે તો પોતે કહે કે “તમે તો કૉલેજમાં ભણીને સી. એ. થયા, પણ હું તો જન્મથી સી. એ. છું.” પછી સ્પષ્ટ કરતાં કે પોતે ચીમનલાલ અમૃતલાલ એટલે સી. એ. છે. કોઈ વાર કહેતા કે “તમે હવે ટી.વી. જુઓ છો. હું તો WWW.jainelibrary.org Page #20 -------------------------------------------------------------------------- ________________ પિતાશ્રીની ચિરવિદાય ટી.વી.ની શોધ થઈ તે પહેલાં અમારા પાડોશમાં ટી.વી. જોતો. પડોશમાં રહેતા ત્રિભોવન વિઠ્ઠલ તે ટી.વી. એમના જમાનામાં ઘણા ગામડાંઓમાં હાઈસ્કૂલ નહોતી. ગુજરાતી સાત ચોપડી સુધીની એંગ્લો વર્નાક્યુલર સ્કૂલ હોય. એને બધા એ.વી. સ્કૂલ કહે છે. બાપુજી એ દિવસોમાં કહેતા કે “અમારા ગામમાં એ.વી. સ્કૂલ નહોતી, તો પણ મને એ.વી. સ્કૂલમાં ભણાવા મળ્યું હતું.” એ.વી. એટલે એમના પિતાશ્રી અમૃતલાલ વનમાળીદાસ. અમારા કુટુંબમાં કોઈ સારો પ્રસંગ હોય અથવા બહારગામ જવાનું હોય તો સહુ કોઈ બાપુજી પાસે એ માટે માંગલિક સાંભળતા. પ્રત્યક્ષ જવાનો સમય ન હોય તો છેવટે ફોન પર પણ માંગલિક સાંભળતા. છેલ્લા બે અઢી દાયકામાં બાપુજીનું ત્રીજા ભાગનું કુટુંબ વિદેશમાં સિંગાપોર અને અમેરિકામાં વસ્યું. ત્યાંથી પણ નવીનભાઈ, શૈલેશ, હીરેન, ઉન્મેષ, શુભા, અમિતાભ વગેરે ફોન કરીને બાપુજીનું માંગલિક સાંભળતા. બાપુજીના માંગલિક માટે બધાને એક પાકી શ્રદ્ધા થઈ ગઈ હતી. મારે પ્રવાસે વારંવાર જવાનું થતું. પરંતુ પ્રત્યેક વખતે અચૂક માંગલિક સાંભળીને જવાનું રાખ્યું હતું. ટેવમાં એ વણાઈ ગયું હતું. છેલ્લે અમે દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે બાપુજીનું માંગલિક સાંભળીને ગયાં હતાં. બાપુજીનું એ પ્રત્યક્ષ માંગલિક અમારે માટે છેલ્લું હશે એવું ત્યારે લાગ્યું નહોતું. બાપુજીના સ્વર્ગવાસથી અમારા બધા માટે આ એક મોટી ખોટ રહેશે. હવે ટેપથી સાંભળવા મળશે પણ પ્રત્યક્ષ માંગલિક સાંભળવા નહિ મળે. અલબત્ત, પણ એ પુણ્યાત્માની દિવ્ય આશિષ તો અમારા પર સતત વરસતી રહેશે એવી સંપૂર્ણ શ્રદ્ધા છે ! Page #21 -------------------------------------------------------------------------- ________________ ઈરિયાવહી (ઐર્યાપથિકી) છેલ્લા એક સૈકામાં વિવિધ ક્ષેત્રે વૈજ્ઞાનિક શોધખોળને પરિણામે મનુષ્યની જીવનશૈલીમાં કેટલું મોટું પરિવર્તન આવી ગયું છે ! એક સ્થળેથી બીજે સ્થળે જવા માટે રેલવે, મોટરગાડી, વિમાન, નૌકાજહાજ ઈત્યાદિ સાધનોના વિકાસને પરિણામે ગતિ અને અંતરમાં કેટલા બધા ફેરફારો થતા રહ્યા છે! દુનિયામાં અવરજવર અતિશય પ્રમાણમાં વધી ગઈ છે. અવકાશી ઉપગ્રહો અને રોકેટોના પરિભ્રમણાની તો વાત જ જુદી છે. રમતગમતની સ્પર્ધાઓ સિવાય પગે ચાલીને (કે દોડીને) લાંબુ અંતર કાપવાની વાત હવે જાણે જૂનવાણી જેવી લાગે છે. આમ છતાં આજે પણ હજારો જેન સાધુ-સાધ્વીઓ જીવન પર્યંત પગે ચાલીને, વિહાર કરીને એક સ્થળેથી બીજે સ્થળે જવાના વ્રતવાળાં હોય છે એ પણ એટલી જ આશ્ચર્યકારક વાત ગણાય છે. તેઓ બધા ગતાનુગતિક, રૂઢિચુસ્ત, અલ્પમતિવાળા માણસો છે એવું માનવાની રખે કોઈ ભૂલ કરે. જૈન પરંપરામાં અનેક તેજસ્વી વિભૂતિઓ થઈ ગઈ છે અને વર્તમાન સમયમાં પણ જોવા મળે છે. ધર્મ અને તત્ત્વજ્ઞાનમાં તર્કયુક્ત ઊંડી શ્રદ્ધા વગર આવું બની ન શકે. જૈન ધર્મના સિદ્ધાન્તોમાં સૌથી મહત્ત્વનો સિદ્ધાન્ત તે અહિંસાપાલનનો છે. વળી જીવ તત્ત્વ અને એના પ્રકારો વિશે જૈન ધર્મ જેટલી ઊંડી વિચારણા કરી છે એવી જગતના અન્ય કોઈ ધર્મ નથી કરી. નિગોદના જીવોથી માંડીને સિદ્ધ ગતિના જીવો સુધીની વિચારણા એમાં છે. ઈન્દ્રિય પ્રમાણો એમાં જેવું વર્ગીકરણ જોવા મળે છે તેવું અન્યત્ર મળતું નથી. ઊઠતાંબેસતાં, હાલતાચાલતાં, ખાતાપીતાં કેટલા બધા સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો મૃત્યુ પામે છે એ વાત આધુનિક વૈજ્ઞાનિક દૃષ્ટિએ સિદ્ધ થઈ ગઈ છે છતાં કેટલાને એ સમજાય છે ? સમજાયા પછી કેટલાને એવી સૂક્ષ્મ વિચારણામાં રસરુચિ જન્મશે ? રસરુચિ પછી કેટલા એ વાતને શ્રદ્ધાપૂર્વક Page #22 -------------------------------------------------------------------------- ________________ ઈરિયાવહી (ઐર્યાપથિકી) અનુસરવાનો યત્ન કરશે ? જગતના જીવ માત્ર સાથે મૈત્રી અને કરુણાની ભાવના વગર એવા જીવોની હિંસાથી વિરમવાની વાત ગમશે નહિ. જ્યાં પંચેન્દ્રિય જીવોની જ આટલી બધી હિંસા વિશ્વમાં વધી રહી છે ત્યાં એકેન્દ્રિય અને તેમાં પણ સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોની ક્યાં વાત કરો છો ?-એમ કહી કોઈક હાંસી પણ ઉડાવી શકે. પરંતુ જેઓનો આત્મતત્ત્વની વિચારણામાં રસ જાગ્યો છે, જેઓને આત્મતત્ત્વની ઝાંખી થઈ છે, જેઓને સર્વ જીવોમાં શુદ્ધ ચૈતન્યતત્ત્વનાં દર્શન થાય છે એવી વ્યક્તિઓ પોતાના આચારમાંથી ખસશે નહિ. | વિશ્વમાં સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોનો પ્રતિસમય જે રીતે સંહાર થયા કરે છે તે જોતાં એમ અવશ્ય કહી શકાય કે સૂક્ષ્મ જીવોની હિંસા વિના મનુષ્યનું અસ્તિત્વ ક્ષણવાર પણ ટકી ન શકે. હાલતાચાલતાં, હાથપગ હલાવતાં, અરે, આંખનું મટકું મારતાં પણ અસંખ્યાત સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો વિનાશ પામે છે. વર્તમાન સમયમાં ઝડપી વાહનવ્યવહારને લીધે એનું પ્રમાણ ઘણું જ વધી ગયું છે. એક વિમાનપ્રવાસમાં કેટલા બધા વાયુકાયના જીવોની હિંસા થાય છે ? એ જીવોનો વિનાશ કરવાનો આશય ન હોય તો પણ વિનાશ થાય છે એ હકીકત છે. ક્ષણ માત્રમાં પોતાને કારણે મૃત્યુ પામેલા આવા સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો ધારો કે મનુષ્ય જેટલો આકાર ધારણ કરીને આપણી સમક્ષ જો ઊભા રહે તો એ સંખ્યા જોઈને આપણે દિમૂઢ થઈ જઈએ. જો માણસ સમજદાર હોય તો કરુણાથી એનું હૈયું ભરાઈ આવે. એટલા માટે જ પોતાની અવરજવરને કારણો જાણતાં અજાણતાં થતી જીવોની હિંસા-વિરાધના માટે તત્કાલ ક્ષમા માગી લઈને વિશુદ્ધ થવાની જેનોમાં એક વિધિ છે. પ્રાચીન કાળથી અદ્યાપિ પર્યત પ્રચલિત રહેલી આ વિધિ તે “ઈરિયાવહી' છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ .. ઈરિયાવહી' શબ્દ સંસ્કૃત પથિી. અથવા “ઐયંપથિકી પરથી આવેલો છે. સંસ્કૃતમાં ડું શબ્દનો અર્થ ગતિ, ચાલવું, ફરવું, ગમનાગમન કરવું ઈત્યાદિ થાય છે. સાધુ-સંન્યાસીઓની અવરજવર માટે એ શબ્દ સવિશેષ પ્રયોજાયો છે. પથ એટલે માર્ગ, રસ્તો. ઈર્યાપથ એટલે અવરજવર માટેનો માર્ગ અથવા માર્ગમાં આવાગમન. ઈર્યાપથિકી અથવા ઈરિયાવહી એટલે માર્ગમાં આવાગમન કરવા સંબંધી. શબ્દનો અર્થવિસ્તાર થતાં ઈરિયાવહી શબ્દ માર્ગમાં ગમનાગમ કર્યા પછી તે અંગે લાગેલાં પાપમાંથી વિશુદ્ધ થવા માટે કરાતી વિશિષ્ટ ધર્મક્રિયા માટે વપરાવા લાગ્યો. જેનોનો એ પારિભાષિક શબ્દ બની ગયો. ઈરિયાવહીની ક્રિયા શ્રાવકે તો કરવાની, પણ સાધુ-સાધ્વીઓ માટે તો તે અનિવાર્ય બની ગઈ, કારણ કે ગૃહસ્થોનું ગમનાગમન નિષ્ઠયોજન પણ હોઈ શકે, પરંતુ સાધુઓનું ગમનાગમન તો પ્રયોજન જ હોવું જોઈએ. સાધુઓએ અહિંસાનું મહાવ્રત ધારણ કરેલું છે. ઈરિયાવહી સૂત્ર ગણાધર ભગવંતે રચેલું સૂત્ર છે. “આવશ્યકસૂત્ર'ના “પ્રતિકમણા-અધ્યયન' નામના ચોથા અધ્યયનમાં તે આવે છે. આ સૂત્ર પ્રાકૃત ભાષામાં છે. તે નીચે પ્રમાણે છે : ઈચ્છાકારેણ સંદિસહ” ભગવન્! ઈરિયાવહિયં પડિક્કમામિ ? ઈચ્છે ! ઈચ્છામિ પડિક્કમિઉં, ઈરિયાવહિયાએ વિરાહણાએ, ગમનાગમો પાક્કમ, બીયક્રમો, હરિયક્રમો ઓસા-ઉસિંગ-પણાગ-દગમટ્ટી-મક્કડા-સંતાપા-સંકમણો ! જે મે જીવા વિરાહિયા .. એગિદિયા, બે ઈંદિયા, તેઈંદિયા, ચઉરિંદિયા, પંચિંદિયા | અભિયા, વરિયા, લેસિયા, સંઘાઇયા, સંઘટ્ટિયા, પરિયાવિયા, કિલામિયા, ઉદ્દવિયા, ઠાણાઓ ઠાણાં સંકામિયા, જીવિયાઓ વવરોવિયા Page #24 -------------------------------------------------------------------------- ________________ ઈરિયાવહી (એર્યાપથિકી) ૧૫ તસ્સ મિચ્છામિ દુક્કડ ! આ પ્રાકૃત સૂત્રનો ગુજરાતીમાં શબ્દાર્થ નીચે પ્રમાણો છે : ઈચ્છા પ્રમાણે ભગવદ્ ! આજ્ઞા આપો, હું એયપથિકી પ્રતિક્રમણ કરું ? ગમનાગમનમાં પ્રાણીને ચાંપતાં (દબાવતાં, કચડતાં), બીજને ચાંપતાં, લીલોતરીને ચાંપતાં, ઝાકળ, કીડીનાં દર, લીલફૂગ, પાણી, કાદવ, કરોળિયાનાં જાળાંને ચાંપતાં-મેં જે એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય જીવોને લાતે માર્યા હોય, ધૂળે ઢાંક્યા હોય, ભોય સાથે ઘસ્યા હોય, અથડાવ્યા-કૂટાવ્યા હોય, પરિતાપ ઉપજાવ્યો હોય, ખેદ પમાડ્યો હોય, ઉગ પમાડ્યો હોય, એક સ્થાનેથી બીજે સ્થાને મૂક્યા હોય, જીવિતથી છૂટા કર્યા હોય (મારી નાખ્યા હોય) તે મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ. (તે માટે હું ક્ષમા માગું છું.) આ સૂત્રમાં આવતા કેટલાક પારિભાષિક શબ્દોના અર્થ જોઈએ: “પાપાક્કમણો' એટલે પ્રાણો (જીવો)ને ચાંપીને ઉપર ચાલતાં. બીયક્રમો” એટલે બીજ (બિયાં)ને ચાંપતાં. હરિમક્કમણો' એટલે હરિત અથવા લીલી વનસ્પતિને, લીલોતરીને ચાંપતાં. ઓસા” એટલે ઓસ અથવા ઝાકળ. ઉનિંગ' એટલે માટીમાં ગોળ છિદ્ર પાડનાર જીવો, જે ગધેયા તરીકે ઓળખાય છે. ઉરિંગનો બીજો એક અર્થ થાય છે કીડીઓનાં દર. પાગ” એટલે લીલ, ફૂગ, પચરંગી સાધારણ વનસ્પતિ. દગમટ્ટીએટલે ઢીલો કાદવ, કીચડ. દગ અને મટ્ટી એમ જુદા જુદા શબ્દ લઈએ તો દગ (દક) એટલે કાચું પાણી અને મટ્ટી એટલે માટી. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૬ સાંપ્રત સહચિંતન - ‘મક્કડા-સંતાણા’ એટલે કરોળિયાનાં જાળાં. ‘સંકમો’ એટલે એના ઉપર સંક્રમણ કર્યું હોય, તે ચાંપીને ઉપર ચાલ્યા હોય અને એ રીતે તે જીવોની જે વિરાધના કરી હોય એટલે કે તેઓને કષ્ટ, દુ:ખ આપ્યું હોય. તે માટે આ પ્રમાણે ક્ષમા માગવામાં આવે છે. ભાગ ૧૩ જૈન ધર્મમાં જીવ દ્રવ્ય વિશે (તથા અન્ય દ્રવ્ય વિશે પણ) જેટલી ઊંડી વિચારણા થઈ છે તેટલી દુનિયાના અન્ય કોઈ ધર્મમાં જોવા નહિ મળે. ‘જીવ વિચાર’ નામના ધર્મગ્રંથમાં જીવોનું બહુ સૂક્ષ્મ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જ્યાં ચેતનાશક્તિ છે ત્યાં જીવન છે. જે પોતાની મેળે હરીફરી શકે, હાલીચાલી શકે એવા ત્રસ જીવો અને પોતાની મેળે હરીફરી ન શકે તેવા સ્થાવર જીવોના પણ પેટાપ્રકાર બતાવવામાં આવ્યા છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ પાંચે સ્થાવર જીવો છે અને માણસ, ગાય, ભેંસ, બળદ, પોપટ, ચકલી, ઉંદર, સાપ, વીંછી, ભમરો, કીડી, મંકોડો વગેરે ત્રસ જીવો છે. ત્રસ અને સ્થાવર જીવોમાં જે જીવત્વ છે તે પ્રાણને આધારે છે. જ્યાં પ્રાણ છે ત્યાં જીવ છે અને જ્યાં જીવ છે ત્યાં પ્રાણ છે. આવા દસ પ્રકારના પ્રાણ બતાવવામાં આવે છે. એ દસ તે પાંચ ઈન્દ્રિય, ત્રણ બળ અથવા યોગ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય. પાંચ ઈન્દ્રિય તે સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય. આ ઈન્દ્રિયોને રહેવાનાં સ્થળ અથવા ઠેકાણાં તે અનુક્રમે ચામડી, જીભ, નાક, આંખ અને કાન. ત્રણ બળ અથવા યોગ આ પ્રમાણે છે: જેના વડે આપણે વિચાર કરી શકીએ તે મનોબળ, જેના વડે બોલી શકીએ, અવાજ ઉચ્ચારી શકીએ તે વચનબળ અને જેના વડે ઊઠવું, બેસવું વગેરે કાર્ય કરી Page #26 -------------------------------------------------------------------------- ________________ ઈરિયાવહી (એર્યાધિકી) શકીએ તે શરીરબળ. જે શક્તિ વડે શરીરમાં વાયુ દાખલ કરી શકીએ, રાખી શકીએ અને બહાર કાઢી શકીએ તે શ્વાસોચ્છવાસ અને જે શક્તિ વડે શરીરમાં જીવત્વ અમુક કાળ સુધી ટકી શકે તે આયુષ્ય. ઈન્દ્રિયની સંખ્યા પ્રમાણે જીવો પાંચ પ્રકારના છે, એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચોરેન્દ્રિય અને પંચેન્દ્રિય. એકેન્દ્રિય જીવોને સ્પર્શેન્દ્રિય, બેઈન્દ્રિય જીવોને સ્પર્શેન્દ્રિય અને રસનેન્દ્રિય, તેઈન્દ્રિય જીવોને સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિય, ચોરેન્દ્રિય જીવોને સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને ચક્ષુરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોને સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય હોય છે. (કેટલી ઈન્દ્રિય અને કઈ કઈ છે એ યાદ રાખવા માટે સહેલો ઉપાય એ છે કે પોતાના ચહેરામાં સૌથી નીચે દાઢી-હડપચી (સ્પર્શ)થી શરૂ કરી ઉપર જતાં જીભ, પછી નાક, પછી આંખો અને પછી કાટખૂણે કાન એમ અનુક્રમે ઉમેરતા જવાથી એકેન્દ્રિયથી પંચેન્દ્રિયનો ખ્યાલ આવશે.) ‘ઈરિયાવહી’ સૂત્રમાં જીવોને માટે આવતા શબ્દોની સમજ નીચે પ્રમાણે છે : ‘એગિદિયા’ એટલે એકેન્દ્રિય જીવો. એકેન્દ્રિય જીવોને ફક્ત સ્પર્શેન્દ્રિય હોય છે. તેમની ગણના તિર્યંચ ગતિના જીવોમાં થાય છે. એકેન્દ્રિય જીવો પાંચ પ્રકારના છે : પૃથ્વીકાય, અપકાય, તેઉકાય (તેજસકાય), વાયુકાય અને વનસ્પતિકાય. એકેન્દ્રિય જીવોને ચાર પ્રાણ હોય છેઃ (૧) શરીર (સ્પર્શેન્દ્રિય), (૨) શરીરબળ (કાયયોગ), (૩) શ્વાસોચ્છ્વાસ અને (૪) આયુષ્ય. કાચી માટી, પથ્થર, મીઠું વગેરે પૃથ્વીકાય જીવો છે. પાણી અપકાયના જીવો છે. અગ્નિ તેઉકાયના જીવો છે. હવા, પવન તે વાયુકાયના જીવો છે અને શેવાળ, ઝાડપાન વગેરે વનસ્પતિકાયના જીવો છે. ૧૭ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સાંપ્રત સહચિંતન - ભાગ ૧૩ બિઈંદિયા'—એટલે બે ઈન્દ્રિયવાલા જીવો. તેઓને સ્પર્શેન્દ્રિય અને રસનેન્દ્રિય (જીભ) એ બે ઈન્દ્રિયો હોય છે. તે પણ તિર્યંચ કહેવાય છે. બે ઈન્દ્રિયવાળા જીવોને છ પ્રાણ હોય છે: (૧) શરીર (સ્પર્શેન્દ્રિય) (૨) રસનેન્દ્રિય (જીભ), (૩) શરીરબળ (કાયયોગ), (૪) વચનબળ (વચનયોગ), (૫) શ્વાસોચ્છવાસ અને (૬) આયુષ્ય. બેઈન્દ્રિય જીવોમાં લોહી ચૂસનારા જળો વગેરે, વરસાદમાં ઉત્પન્ન થનારાં અળસિયાં વગેરે, વાસી અને એંઠા અન્નજળમાં ઉત્પન્ન થનારાં લાળિયાં, પેટમાં ઉત્પન્ન થનારાં નાના જીવો તે કરમિયાં અને મોટા તે ગડોલા, પાણીમાં ઉત્પન્ન થનારા પોરા, સમુદ્રમાં ઉત્પન્ન થનારા શંખ, કોડા વગેરે, લાકડામાં ઉત્પન્ન થનારા કીડા તે મેહરિ વગેરે ગણાય છે. “તે ઈંદિયા એટલે ત્રણ ઈન્દ્રિયવાળા જીવો. તે પણ તિર્યંચ કહેવાય છે. ત્રણ ઈન્દ્રિયવાળા જીવોને સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય અને ધ્રાણેન્દ્રિય હોય છે. ત્રણા ઈન્દ્રિયવાળા જીવોને સાત પ્રાણ હોય છે સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, કાયયોગ, વચનયોગ, શ્વાસોચ્છુવાસ અને આયુષ્ય. ત્રણા ઈન્દ્રિયવાળા જીવોમાં માણસના માથામાં ઉત્પન્ન થનાર જૂ, શરીરના મેલમાં ઉત્પન્ન થનાર સફેદ જૂ, ઝાડનાં થડ વગેરેમાં થનાર મંકોડા, પથારીમાં ઉત્પન્ન થનાર માંકડ, કાનમાં પેસી જનાર કાનખજૂરા, મીઠાઈ-ગળપણમાં થનાર વિવિધ પ્રકારની રાતી, કાળી કીડી, અનાજમાં ઉત્પન્ન થનાર ધનેડા, ઈયળ વગેરે તથા બીજી ઘણી જાતના જીવો છે. ચરિંદિયા અથવા ચોરેંદિયા એટલે ચતુરિન્દ્રિય, ચાર ઈન્દ્રિયવાળા જીવો. તે પણ તિર્યંચ ગતિના જીવ તરીકે ગણાય છે. ચાર ઈન્દ્રિયવાળા જીવોને સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘાપોન્દ્રિય અને ચક્ષુઈન્દ્રિય હોય છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ ઈરિયાવહી (એર્યાપથિકી) ચોરેન્દ્રિય જીવોને આઠ પ્રાણા હોય છે : ત્વચા, જીભ, નાક, આંખ, કાયયોગ, વચનયોગ, શ્વાસોચ્છવાસ અને આયુષ્ય. ચાર ઇન્દ્રિયવાળા જીવોમાં પુષ્પાદિની સુગંધ લેનાર ભમરા, ભમરી, મધમાખી વગેરે, પાણી, કીચડ વગેરેમાં ઉત્પન્ન થનાર મચ્છરો, ગંદકીમાં ઉત્પન્ન થનાર માખી, ડાંસ વગેરે, છાણ વગેરેમાં ઉત્પન્ન થનાર વીંછી, ઘોડાના તબેલામાં ઉત્પન્ન થનાર બગાઈ, દીવાબત્તી પાસે આવનાર પતંગિયાં, ખેતરમાં ધાન્ય ખાઈ જનાર તીડ, જાળામાં રહેનાર કરોળિયા, અંધારામાં રહેનાર વાંદા, કંસારી વગેરે પ્રકારના જીવો ગણાવવામાં આવે છે. પચિદિયા” એટલે પંચેન્દ્રિય, પાંચ ઈન્દ્રિયવાળા જીવો. તેઓને પાંચે ઈન્દ્રિયો-સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય હોય છે. પંચેન્દ્રિય જીવો મનુષ્ય, તિર્યંચ, દેવતા અને નારકી એ ચારે ગતિમાં હોય છે. પંચેન્દ્રિયના સંજ્ઞી પંચેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય એવા બે પ્રકારો છે. દેવ, નારક, ગર્ભજ મનુષ્ય અને ગર્ભજ તિર્યંચને સંજ્ઞી પંચેન્દ્રિય ગણાવામાં આવે છે અને તેઓને દસ પ્રાણા હોય છે. અસંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં સંમૂર્છાિમ તિર્યંચ અને સંમૂર્છાિમ મનુષ્યને મનોબળ ન હોવાથી નવ પ્રાણા હોય છે. કેટલાક સંમૂર્છાિમ મનુષ્યોને વચનબળ પણ હોતું નથી. તેઓને આઠ પ્રાણ હોય છે. કેટલાક સંમૂર્છાિમ જીવો શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પૂરી કર્યા વગર મૃત્યુ પામે તો તેમને સાત પ્રાણા હોય છે. આ જીવોની ઈરિયાવહી સૂત્રમાં દર્શાવ્યા પ્રમાણો દસ પ્રકારે વિરાધના થાય છે એટલે કે તેમને દુ:ખ, કષ્ટ અપાય છે અને એ દ્વારા પાપકર્મ બંધાય છે. એ નીચે પ્રમાણે છે : (૧) અભિયા-એટલે અભિહતા. એટલે કે લાતે મરાયા, ઠોકરે Page #29 -------------------------------------------------------------------------- ________________ ર0 સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ - માર્યા, અથડાવ્યા, સામે આવતાને હયા હોય. (૨) વરિયા-એટલે વર્તિતા, એટલે કે ધૂળ વડે ઢાંક્યા હોય અથવા ઢંકાયા હોય. (૩) લેસિયા-એટલે શ્લેષિત, આશ્લેષિત. એટલે કે ભીસ્યા હોય, ભોંય સાથે ઘસ્યા હોય કે ઘસાયા હોય અથવા મસળ્યા હોય. (૪) સંઘાઈઆ-એટલે સંઘાહિત કર્યા હોય. અર્થાત્ પરસ્પર શરીર દ્વારા અફળાવાયા હોય, એકઠા કર્યા હોય. (૫) સંઘઢિયા-એટલે સંઘટિત એટલે થોડા સ્પર્શથી દુભવ્યા હોય. (૬) પરિયાવિયા-એટલે પરિતાપિતા અર્થાત્ પરિતાપ ઉપજાવ્યો હોય, દુ:ખ આપ્યું હોય, કષ્ટકલેશ કરાવ્યો હોય, હેરાન-પરેશાન કર્યા હોય. (૭) કિલામિયા-એટલે કુલામિત કર્યા હોય, ખેદ પમાડ્યો હોય, અધમૂઆ કે મૃત:પ્રાય કરી નાખ્યા હોય. (૮) ઉદ્દવિયા એટલે ઉપદ્રવિત અથવા અવદ્રાવિત કર્યા હોય અર્થાત્ ગભરાવ્યા હોય, થરથરાવ્યા હોય, ત્રાસ આપ્યો હોય, બીક બતાવી હોય. (૯) ઠાણાઓ ઠાણાં સંકામિયા-એટલે સ્થાનાતું સ્થાન સંક્રામિતા. અર્થાત્ એક સ્થાનેથી બીજે સ્થાને સંક્રમિત કર્યા હોય, મૂક્યા કે ફેરવ્યા હોય અથવા પોતાના સ્થાનેથી વિખૂટા પાડી દીધા હોય. (૧૦) જીવિયાઓ વવરોવિયા-જીવિતથી વપરોપિતિ કર્યા હોય એટલે કે છૂટા કર્યા હોય. અર્થાત્ જીવથી માર્યા હોય, મારી નાખ્યા હોય. ઈરિયાવહી સૂત્ર (૧) ઈચ્છામિ (2) પડિક્કમિઉ (૩) ઈરિયાવહિયાએ અને (૪) વિરાહાએ આ ચાર પદોના વિસ્તારરૂપે છે. સૂત્રમાં મુખ્ય ચાર વિભાગ પડે છે અને સૂત્રમાં સાત સંપદાઓ છે. ઈરિયાવહી સૂત્ર “ઈચ્છાકારેણા' શબ્દથી શરૂ થાય છે. ત્યારપછી પણ એમાં “ઈચ્છે” અને “ઈચ્છામિ' શબ્દો આવે છે. આ બતાવે છે કે Page #30 -------------------------------------------------------------------------- ________________ ઈરિયાવહી (ઐર્યાપથિકી) ઈરિયાવહી'માં ઈચ્છાના પ્રકારની સામાચારી છે. જૈન ધર્મવિધિઓ કે આચારો વિશે શાસ્ત્રોમાં દસ પ્રકારની સામાચારી આ પ્રમાણે બતાવવામાં આવી છે : (૧) ઈચ્છા, (૨) મિચ્છા, (૩) આવિસ્મયા, (૪) નીસીહિ, (૫) છંદશા, (૬) તહરિ, (૭) પૃચ્છા, (૮) પ્રતિપૃચ્છા, (૯) ઉપસંપદા અને (૧૦) નિમંત્રણા. ઈરિયાવહીમાં “ઈચ્છા” સામાચારી છે. એટલે કે શિષ્યની ઈચ્છા હોય તો ગુરુ આજ્ઞા આપે અને આજ્ઞા આપવાની ગુરુની ઈચ્છા હોય તો તેઓ આજ્ઞા આપે. આ સામાચારીમાં કોઈ આગ્રહ હોતો નથી. ઈરિયાવહી' એ “ઈચ્છા'ના પ્રકારની સામાચારી હોવાથી શિષ્ય સ્વેચ્છાએ તે માટે ગુરુની આજ્ઞા માગે છે. આમ, ઈરિયાવહી એટલે સંક્ષિપ્ત અથવા વધુ પ્રતિક્રમણ. ઈરિયાવહી પ્રતિક્રમણનનો આ વિધિ આલોચના-પ્રતિક્રમાનો જઘન્યમાં જઘન્ય વિધિ છે, કારણ કે એમાં સામાન્ય નિમિત્તોથી થયેલા નાના દોષોનું તરત પ્રતિક્રમણ કરવાનું હોય છે. (મોટા દોષોની શુદ્ધિ માટે મોટા પ્રતિક્રમણની જુદી જુદી વિધિઓ છે.) આ વિધિમાં તરત લાગેલાં તાજાં કર્મોને ખંખેરી નાખવાનાં હોય છે. મન, વચન અને કાયાના વિવિધ યોગોથી ભારે અને હળવાં કર્મો બંધાય છે. ક્યારેક મોટા કષાયો થાય છે. પરંતુ સામાન્ય ગમનાગમનમાં મુખ્યત્વે હિંસાનો દોષ લાગે છે. ઈચ્છા હોય કે ન હોય, ગમનાગમનામાં વિશેષતઃ સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોની વિરાધના અવશ્ય થાય છે. એકંદરે તે અજાણતાં, અહેતુપૂર્વક થાય છે, તો ક્યારે જાણતાં અને હેતુપૂર્વક થાય છે. એવાં તાજાં બંધાયેલાં નાનાં કર્મોનો ક્ષય માટે આ આલોચના-પ્રતિક્રમણની વિધિ “ઈરિયાવહી' છે. જૈન સાધુ-સાધ્વીઓ માટે પાંચ મહાવ્રત ઉપરાંત પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના પાલન ઉપર ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. એને અષ્ટ Page #31 -------------------------------------------------------------------------- ________________ રર સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ પ્રવચનમાતા પણ કહેવામાં આવે છે. એમાં પાંચ સમિતિમાં સૌથી પ્રથમ સમિતિ તે ઈર્યાસમિતિ છે. સમિતિ એટલે વિવેકપૂર્વકની, યત્નાપૂર્વકની પ્રવૃત્તિ. ઈર્યાસમિતિનું પાલન કરવા માટે સાધુ-સાધ્વીઓએ માર્ગમાં જોઈ-સંભાળીને ચાલવું. સાધુ-સાધ્વીઓએ અંધારામાં ગમનાગમન કરવાનું હોતું નથી. માણસોની અવરજવરવાળા, સૂર્યપ્રકાશથી પ્રકાશિત થયેલા માર્ગમાં ચાર હાથ આગળ જેટલી ભૂમિ પર નીચે દષ્ટિ રાખીને, જીવોની હિંસા ન થાય એ રીતે લક્ષ રાખીને, સાધુ-સાધ્વીઓએ ગમનાગમન કરવાનું હોય છે કે જેથી પોતાને તત્સંબંધી ઓછામાં ઓછો દોષ લાગે. એર્યાપથિકી વિરાધના શરીરની જવાઆવવાની-ગમનાગમની ક્રિયાથી થાય છે. તેમાં જીવોની હિંસા થતી હોવાથી કર્મ બંધાય છે. આ વિરાધના પહેલા ગુણસ્થાનકથી છઠ્ઠા ગુણસ્થાન સુધી રહેલા જીવોથી થાય છે. એટલે આ વિરાધના શ્રમણ ભગવંતોને પણ લાગે છે. એટલે ગમનાગમનથી લાગેલાં કર્મ માટે તેઓને પણ ઈરિયાવહી પ્રતિક્રમણ કરવાનું હોય છે. એ તેમની સતત જાગૃત દશા સૂચવે છે. ઈરિયાવહી પ્રતિક્રમણા કાઉસ્સગ સાથે કરવાનું હોય છે. કાઉસ્સગ્ન કરતાં પહેલાં વિશુદ્ધિકરણ માટે તથા માયા, નિદાન અને મિથ્યાત્વરૂપી શલ્યથી રહિત દ્રવ્ય માટે “તરસ ઉત્તરી' સૂત્ર અને કાઉસ્સગ માટે અન્નત્થ' સૂત્ર બોલવાનું હોય છે. કાઉસ્સગ લોગસ્સ સૂત્રનો કરવાનો હોય છે. ત્યાર પછી પ્રગટ લોગસ્સ બોલવાનો હોય છે. આમ, ઈચ્છામિ ખમાસમણ, ઈરિયાવહિયા, તસ્ય ઉત્તરી, અન્નત્ય અને લોગસ્સ (કાઉસગ્ન અને પ્રગટ) મળીને આ વિધિ પૂર્ણ થાય છે. ઈરિયાવહી સૂત્રમાં જીવોની વિરાધના માટે ક્ષમા માંગવામાં આવે છે. આમ તો સમસ્ત ચૌદ રાજલોકમાં (સમગ્ર વિશ્વમાં) ચોર્યાસી લાખ પ્રકારની જીવાયોનિના અનંતાઅનંત જીવો છે. એ સર્વ જીવ રાશિની ક્ષમાપના કરવાની છે. પરંતુ આ જીવોનું મુખ્ય વર્ગીકરણ લઈએ તો Page #32 -------------------------------------------------------------------------- ________________ ઈરિયાવહી (એર્યાપથિકી) કુલ ૫૬૩ પ્રકારના જીવો ગણાવવામાં આવે છે. શ્રી શાન્તિસૂરિકત “જીવ વિચાર પ્રકરણમાં અને જીવવિચાર વિશેના અન્ય ગ્રંથોમાં સંસારના સમસ્ત જીવોના ૫૬૩ પ્રકાર જણાવ્યા છે. તેમાં મનુષ્યના ૩૦૩ ભેદ છે. તે આ પ્રમાણે છે : ૧૫ કર્મભૂમિના, ૩૦ અકર્મભૂમિના અને પ૬ અંતરદ્વીપના એમ મળીને ૧૦૧ ભેદ થાય. તેમાં અપર્યાપ્ત મનુષ્યો અને પર્યાપ્ત મનુષ્યો એવા બે ભેદ થતાં ૨૦૨ ભેદ થાય. તેમાં સંમૂચ્છેિમ મનુષ્યના ૧૦૧ ભેદ ઉમેરતાં કુલ ૩૦૩ થાય. (સંમૂર્છાિમ જીવ અપાર્યપ્ત જ હોય.) તિર્યંચ ગતિના જીવોના કુલ ૪૮ ભેદ બતાવવામાં આવે છે. એમાં સ્થાવરના રર ભેદ, વિકલેન્દ્રિયના ૬ ભેદ અને તિર્યંચ પંચેન્દ્રિયમાં જલચરના ૪, સ્થળચરના ૧૨ તથા ખેચરના ૪ મળીને ૨૦ ભેદ એમ કુલ ૪૮ ભેદ તિર્યંચના બતાવવામાં આવે છે. દેવગતિના કુલ ૧૯૮ ભેદ છે. તે આ પ્રમાણે છે : ભુવનપતિના ર૫, વ્યંતરના ર૬, જ્યોતિષ્કના ૧૦ અને વૈમાનિક દેવના ૩૮ એમ બધા મળીને ૯૯ ભેદ થાય. તે દરેકના અપર્યાપ્ત અને પર્યાપ્ત એવા બે ભેદ કરતાં કુલ ૧૯૮ ભેદ થાય. નારકીના જીવોના ૧૪ ભેદ છે. એમાં સાત નારકીના સાત ભેદ અને તે પ્રત્યેકના પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે ભેદ ગણીએ તો કુલ ૧૪ ભેદ થાય. આમ મનુષ્યના ૩૦૩, તિર્યંચના ૪૮, દેવોના ૧૯૮ અને નારકીના ૧૪ એમ બધા મળીને કુલ પ૬૩ પ્રકારના જીવો છે. આ જીવોની ઈરિયાવહી સૂત્રમાં બતાવ્યા પ્રમાણે દસ પ્રકારે વિરાધના થાય: અભિયા, વરિયા, લેસિયા, સંધાઈયા, સંઘટ્રિઆ, પરિયાવિયા, કિલામિયા, ઉદ્દવિયા, ઠાણાઓ ઠાણ સંકામિયા, જીવિયાઓ વવરોવિયા. આમ પ૬૩ પ્રકારના જીવોની પ્રત્યેકની દસ પ્રકારે વિરાધના ગણાતાં Page #33 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન ભાગ ૧૩ ૫૬૩૦ ભેદ થાય. આ વિરાધના રાગથી પણ થાય અને દ્વેષથી પા થાય. એટલે કે ૫૬૩૦ x ૨ = ૧૧૨૬૦ ભેદ થાય. વળી તે મનથી અથવા વચનથી અથવા કાયાથી એમ ત્રણ યોગે થાય એટલે કે ૧૧૨૬૦ x ૩ = ૩૩૭૮૦ ભેદ થાય. વળી આ વિરાધના ત્રણ કરાથી થાય−કરવું, કરાવવું અને અનુમોદવું. એટલે ૩૩૭૮૦ x ૩ = ૧૦૧૩૪૦ ભેદે થાય. વળી તે ત્રણ કાળની અપેક્ષાએ-ભૂત, વર્તમાન અને ભવિષ્યની અપેક્ષાએ થાય. એટલે ૧૦૧૩૪૦ x ૩ = ૩૦૪૦૨૦ ભેદે થાય. આટલી બધી વિરાધના માટે જે મિચ્છા મિ દુક્કડં કરવાનું છે તે છની સાક્ષીએ કરવાનું છે, એટલે કે અરિહંત ભગવંતની સાક્ષીએ, સિદ્ધ ભગવંત, સાધુ ભગવંત, દેવ, ગુરુ અને પોતાના આત્માની સાક્ષીએ ક્ષમા માગવાની છે. આમ ૩૦૪૦૨૦ x ૬ = ૧૮,૨૪૧૨૦ ભેદે ક્ષમા માગવાની છે. આમ, ઈરિયાવહી સૂત્ર બોલવા દ્વારા સંસારના સર્વ જીવોની ૧૮૨૪૧૨૦ ભેદે ક્ષમા માગવાની છે. ૨૪ કોઈકને પ્રશ્ન થાય કે આટલું બધું ઝીણું ક૨વાની જરૂર શી ? જરૂર એટલા માટે કે કોઈપણ અપેક્ષાએ કોઈપણ જીવની ક્ષમા માગવાની રહી ન જાય. કોઈપણ અપેક્ષાએ રહી જાય તો એટલી અપૂર્ણતા રહે, ત્રુટિ ગણાય. કાર્ય સંપૂર્ણપણે સફળ ન ગણાય. કોઈકને પ્રશ્ન થાય કે ઈરિયાવહી સૂત્ર બોલતાં અડધી મિનિટ પણ થતી નથી. ધીમે ધીમે બોલીએ તો બે-ચાર મિનિટ થાય. એટલા અલ્પકાળમાં ૧૮૨૪૧૨૦ ભેદ પૂરા કેવી રીતે થાય ? એકએક ભેદ જુદો ગાતા જઈએ તો દિવસો નીકળી જાય. એનું સમાધાન એ છે કે અહીં સ્થૂળ છૂટક ગણના કરતાં એની સમજ અને એ માટેનો નિર્મળ ભાવ મહત્ત્વનાં છે. અંતર જાગૃત હોય તો આ બધા ભેદો ઉપરનો ઉપયોગ ક્ષાવારમાં ફરી વળે છે. ભેદોનું વિભાજન તો સાચી ઊંડી સમજણ માટે, સૃષ્ટિની Page #34 -------------------------------------------------------------------------- ________________ ઈરિયાવહી (એર્યાપથિકી) વિશાળતા માટે, અને ક્રિયાની પરિપૂર્ણતા માટે છે. ‘ઈરિયાવહી ’ની વિધિનું મહત્ત્વ જૈન ધર્મમાં એટલું બધું બતાવવામાં આવ્યું છે કે કોઈપણ ધાર્મિક ક્રિયા કરતાં પહેલાં ઈરિયાવહી કરી લેવી જોઈએ. જગતના તમામે તમામ જીવો સાથે કરુણાસભર હૃદયથી ક્ષમાપના અને મૈત્રી કર્યા વિના ધર્મક્રિયા સારી રીતે થઈ ન શકે. એટલા માટે સામાયિક, પ્રતિક્રમણ. ચૈત્યવંદન ઈત્યાદિ કરતાં પહેલાં ઈરિયાવહી કરી લેવાનું ફરમાન છે. દુ:ખ કે કષ્ટના નિવારણ માટે ૧૦૮ વાર ઈરિયાવહી કરવાની ભલામણ છે. મહાનિશીથસૂત્રમાં કહ્યું છે : अपडिक्कंताए ईरियावहिआए न कप्पइ चेव काउं किंचि वि चिइवंदण सज्झायज्झाणाइ अ । [ઈરિયાવહી (ઈર્યાપથિક પ્રતિક્રમણા) કર્યા વિના ચૈત્યવંદન, સ્વાધ્યાય, સજ્ઝાય આદિ કંઈ પણ કરવું કલ્પતું નથી.] દશવૈકાલિકસૂત્રની વૃત્તિમાં શ્રી હરિભદ્રસૂરિએ કહ્યું છે : ईर्यापथ-प्रतिक्रमणमकृत्वा नान्यत् किमपि कुर्यात् तदशुद्धतापत्तेः । (ઈર્યાપથ પ્રતિક્રમણ કર્યા વિના અન્ય કાંઈ પણ કરવું નહિ, કારણ કે તે અશુદ્ધ થવાનો સંભવ છે.) ૨૫ આમ, ઈરિયાવહીનો મહિમા જૈન ધર્મમાં ઘણો મોટો છે. વિશ્વમાં પર્યાવરણની સમતુલા જાળવવા માટે પણ ઈરિયાવહીની આવશ્યક્તા છે. ઈરિયાવહી જો પૂરા ભાવપૂર્વક કરવામાં આવે તો તે કેવળજ્ઞાન અને મોક્ષગતિ અપાવી શકે છે. ભગવાન મહાવીર સ્વામીના કાળમાં અઈમુત્તા, ઢઢર, વસ્ખલિ વગેરે મુનિઓએ ઈરિયાવહીની ઉત્તમ આરાધના કર્યાના ઉલ્લેખો સાંપડે છે. વર્તમાનકાળ દુ:ષમ છે અને એવું સંઘયણ બળ રહ્યું નથી, તો પણ જયણાપૂર્વકની જાગૃતિ સાથે આ આરાધનાથી આત્મવિશુદ્ધિના પંથે વધુ આગળ પ્રયાણ તો અવશ્ય થઈ શકે છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ वओ अच्चेइ जोव्वणं च । -ભગવાન મહાવીર વિય અને યૌવન ચાલ્યાં જાય છે) ભગવાન મહાવીર સ્વામીનાં બોધવચનોમાંથી ઉપરના એક વચનનું સ્મરણ-ચિંતન કરીએ. આચારાંગ સૂત્રના “લોકવિજય' નામના બીજા અધ્યયનના પ્રથમ ઉદ્દેશકમાં કહ્યું છે: अप्पं च खलु आउयं इ इहमेगेसिं । માનવામાં. વમો ગબ્બેડું ગોત્ર ૧ ||. એટલે કે કેટલાક માણસોનું આયુષ્ય અલ્પ હોય છે. તેની આંખ, નાક, કાન, જીભ અને સ્પર્શેન્દ્રિયની શક્તિ ક્ષીણ થતી જાય છે. યૌવન ઘડીકમાં પૂરું થઈ જાય છે અને વૃદ્ધાવસ્થા આવતાં માણસ મૂઢ બની જાય છે. તે વૃદ્ધ માણસ હાય, ક્રીડા, વિનોદ કે વેશભૂષા-શણગારને લાયક નથી રહેતો. આયુષ્ય વીતી જાય છે. એમાં બાળપણ, યોવન, વૃદ્ધાવસ્થા વગેરે બધું જ આવી જાય છે. તો પછી અહીં યોવનનો જુદો ઉલ્લેખ કરવાની જરૂર શી ? વસ્તુતઃ યૌવનને માટે જ આ કહેવાનું જરૂરી છે, કારણ કે બાળપણામાં તો માણસ અજ્ઞાન અવસ્થામાં હોય છે. એને જીવનમરણાનો ખાસ કંઈ વિચાર આવતો નથી. બાલક્રીડામાં બાળક રચ્યુંપચ્યું રહે છે. બીજી બાજુ વૃદ્ધાવસ્થામાં માણસને જીવન હવે પૂરું થવામાં છે એ વિચાર સતાવે છે. શરીર રોગોથી ઘેરાઈ જાય છે. આયુષ્ય વીતી રહ્યું છે એ નજર સામે એને દેખાય છે. પરંતુ યૌવનમાં માણસ પાસે લાંબો ભવિષ્યકાળ હોય છે. એટલે મૃત્યુની ખબર અને સમજ હોવા છતાં, જાણે મૃત્યુ ક્યારેય આવવાનું નથી એમ સમજીને જ તે બેપરવાઈથી વર્તે છે. એટલે જ આયુષ્યની ક્ષણભંગુરતા વિશે વિશેષ જાગૃત થવાનું હોય તો તે Page #36 -------------------------------------------------------------------------- ________________ वओ अच्चेइ जोव्वर्ण च । યૌવનમાં પ્રવેશેલાં સ્ત્રીપુરુષોએ જ છે. જેઓ યૌવનમાં સવેળા જાગી જાય છે અને આયુષ્યની ક્ષણભંગુરતાને સમજી-સ્વીકારી લે છે તેઓ શેષ આયુષ્યને સાર્થક કરી શકે છે. સંસાર પ્રતિક્ષા બદલાયા કરે છે. જીવન અને મૃત્યુનું ચક્ર નિરંતર ઘૂમ્યા કરે છે. પૌગલિક પદાર્થોમાં પણ સર્જન અને સંહારની પ્રક્રિયા સતત ચાલતી રહે છે. જૂનાં મકાનો તૂટે છે, નવાં મકાનો બંધાય છે. જૂનાં વૃક્ષોનો નાશ થાય છે અને નવાં વૃક્ષો ઊગે છે. ચીજ વસ્તુઓ થોડા વખતમાં જરીપુરાણી, નાખી દેવા જેવી થાય છે. કાળનો પ્રભાવ ઘણો મોટો છે. માત્ર મનુષ્યસૃષ્ટિનો જ વિચાર કરીએ તો રાત્રે સૂઇને સવારે ઊઠીએ એટલી વાર તો આ પૃથ્વી પરથી લાખો માણસોએ વિદાય લઇ લીધી હોય છે અને લાખો નવાં બાળકો અવતર્યા હોય છે. એક કલાકની ૬૦ મિનિટ અથવા ૩૬૦ સેકન્ડ. બાર કલાકની ૪૩૨૦ સેકન્ડ અને ચોવીસ કલાકની ૮૬૪૦ સેકન્ડ. ચોવીસ કલાકમાં ઓછામાં ઓછા દસ લાખ માણસો મૃત્યુ પામતા હોય તો એક સેકન્ડમાં-આંખના એક પલકારા જેટલી વારમાં તો આ પૃથ્વી પર ઓછામાં ઓછા સો માણસોએ પોતાનો દેહ છોડ્યો છે એમ સમજાશે. ક્યારેક દુર્ઘટના બને તો અચાનક અનેક માણસો મૃત્યુ પામે છે. કુદરતના કોપ આગળ કોઇનું ચાલતું નથી. ગુજરાતના ધરતીકંપમાં આપણે જોયું કે એક-દોઢ મિનિટમાં હજારો સાજાસમા, હરતાફરતા માણસોએ પોતાના પ્રાણ ગુમાવી દીધા. “ઘડીના (૨૪ મિનિટના) છઠા ભાગમાં” જેવી કહેવતને પણ ખોટી પાડે એટલી ઓછી વારમાં ભયંકર દુર્ઘટના બની ગઈ. આવી ઘટના આપણી આંખ ખોલે છે. જીવન કેટલું બધું ક્ષણભંગુર છે તેની પ્રતીતિ કરાવે છે. મનુષ્યનું આયુષ્ય સો વર્ષનું ગણીને દસ દસ વર્ષના એના દસ Page #37 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ વિભાગ ક૨વામાં આવે છે. ઠાણાંગ સૂત્રમાં એ દસે દસકાનાં સાર્થક નામ આ પ્રમાણે આપવામાં આવ્યાં છે: (૧) બાલા, (૨) ક્રીડા, (૩) મંદા, (૪) બલા, (૫) પ્રજ્ઞા, (૬) હાયની, (૭) પ્રપંચા, (૮) પ્રચારા, (૯) મુમુખી અને (૧૦) શાયની. એક રાજસ્થાની લોકોકિત પ્રમાણે માણસના આ દસ દસકા કેવા હોય છે તે બતાવતાં કહેવાયું છે : દસાં દાવડો, વીસાં બાવરો, તીસાં તીખો, ૨૮ ચાલીસાં ફીકો, પચ્ચાસમાં પાકો, સાઠાં થાકો, સત્તર (૭૦) સડિયો, અસ્સી ગલિયો, નળ્યે નાગો, સોવાં ભાગો. દસ વર્ષ સુધીનો છોકરો દાવડો, ચાવડો, કાલુ બોલનારો, અક્કલ વગરનો ગણાય છે. વીસ વર્ષ થવા આવતાં, યુવાની પ્રવેશતાં તે બહાવરો બની જાય છે. એને કંઈ સૂઝ પડતી નથી. તીસની ઉંમરે શક્તિ ઉભરાતાં તીખા સ્વભાવવાળો, વાતવાતમાં ચીડાઈ જતો, રૂઆબ કરતો થઈ જાય છે : ચાલીસની ઉંમરે એના શરીરને થોડો ઘસારો શરૂ થઈ જાય છે. તે થોડો ફીકો લાગવા માંડે છે. પચાસની ઉંમરે સંસારના સારામાઠા અનુભવોથી ઘડાયેલો પાકો બની જાય છે. સાઠની ઉંમરે શક્તિઓ ક્ષીણ થવા લાગતાં, હવે ચડતું લોહી રહ્યું ન હોવાથી થાકવા લાગે છે. સિત્તેરે માણસના શરીરમાં રોગો ઘર ઘાલે છે અને શરીરનાં કોઈ કોઈ અંગ કે ચામડી સડવા લાગે છે. એંસીની ઉમરે શરીર ગળવા લાગે છે, વજન ઘટવા લાગે છે. નેવુંની ઉંમરે શરીરની સ્વસ્થતા જાય છે. વિસ્મૃતિ આવે છે. વસ્ત્રો વગેરેનું ભાન પણ ઓછું થાય છે અને લજ્જા પણ ઓછી થાય છે. સો વર્ષ થતાં મારાસ હવે જીવન પૂરું કરી ભાગે છે. એક અપેક્ષાએ એમ કહેવાય છે કે જે સમયે જન્મ થયો તે સમયથી જ મૃત્યુની પ્રક્રિયા પણ ચાલુ થઈ જાય છે. ‘જે જાયું તે જાય’ એ ન્યાયે લખાયેલી આવરદા પૂરી થવાની જ છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ aओ अच्चेइ जोव्वणं च । ૨૯ ઉત્તરાધ્યયનના ૧૮મા અધ્યયનમાં કહ્યું છે કે નીવિયું રેવ વં 7, વિષ્ણુસંપાય સંવત । અર્થાત્ જીવન અને રૂપ વીજળીના ચમકારા જેવું ચંચલ છે. એટલે જ્યાં સુધી શક્તિ છે, તરવરાટ અને તમન્ના છે ત્યાં સુધી ધર્મકાર્ય કરી લેવું જોઇએ. શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે : વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય એ તો જળના તરંગ, પુરંદરી ચાપ અનંગ રંગ, શું કહીએ ત્યાં ક્ષાનો પ્રસંગ. આયુષ્ય તો વીજળીના ચમકારાની જેમ, પતંગના રંગની જેમ, મેઘધનુષ્યની જેમ, પવનના ઝપાટાની જેમ, અંજલિમાંના પાણીની જેમ, દરિયાનાં ભરતી-ઓટની જેમ, પાણીમાં પતાસાની જેમ ક્ષણિક છે, ક્ષણભંગુર છે. માત્ર દેહ જ નહિ, સંપત્તિ, સંબંધો, સત્તા ઇત્યાદિ પણ અનિત્ય જ છે. આયુષ્ય પલપલ વીતી રહ્યું છે, પરંતુ એની વીતવાની પ્રક્રિયા એવી મંદ છે કે સામાન્ય માાસને ભાગ્યે જ લાગે કે પોતાનું આયુષ્ય ઘસાઈ રહ્યું છે. જ્યારે વૃદ્ધાવસ્થામાં કે રોગ-માંદગીમાં છેલ્લા દિવસો ગણાતા હોય કે છેલ્લા શ્વાસ ઘૂંટાતા હોય ત્યારે આયુષ્ય પૂરું થઈ રહ્યું છે એવો સ્પષ્ટ અણસાર આવે છે. આનંદઘનજીએ પોતાના એક પદમાં ગાયું છે કે : અંજલિ જલ જયું આયુ ઘટત હૈ. હથેળીમાં પાણી લીધું હોય અને તે સાચવવાનો પ્રયત્ન કરીએ, બે આંગળીઓ વચ્ચેની જગ્યાને પણ બરાબર દબાવી રાખીએ તો પણ એમાંથી ધીરે ધીરે પાણી એવી રીતે સરકતું જાય છે કે તે નજરમાં પણ આવતું નથી. પરંતુ હથેળીમાં જ્યારે પાણી ખલાસ થઈ જાય છે ત્યારે ખબર પડે છે કે બધું પાણી ધીરે ધીરે ચાલી ગયું. સામાન્ય રીતે જન્મથી શરૂ કરીને પાંત્રીસ-ચાલીસ વર્ષ સુધી શરીર Page #39 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન ભાગ ૧૩ વૃદ્ધિ પામતું રહે છે, દેહકાન્તિ ઉજ્જવળ રહે છે, શરીરનું બળ વધતું રહે છે. પરંતુ ચાલીસ-પિસ્તાલીસની ઉંમર પછી શરીરમાં રોગો ચાલુ થઈ જાય છે. પાચનશક્તિ મંદ પડવા લાગે છે. ઇન્દ્રિયોની શક્તિ ઘસાવા લાગે છે. તેજસ્વિતા ઓછી થવા લાગે છે. સફેદ વાળ ચાલુ થાય છે. આંખો ઝીણી થઈ ઊંડી ઊતરે છે. શરીરે કરચલીઓ પડવા લાગે છે. મોઢે હવે ડાચું બની જાય છે. અવાજ કકર્શ થાય છે. દાંત પડવા લાગે છે. લાકડીનો ટેકો લેવો પડે છે. ૩૦ જ્યાં સુધી દેહ સુદૃઢ, સશક્ત હોય છે ત્યાં સુધી સ્વજનોને આપણે પ્રિય લાગીએ છીએ. જોવાની, સાંભળવાની શક્તિ ક્ષીણ થાય એટલે પોતાને તો કેટલીક વાતમાં કંટાળો આવે, પણ સ્વજનોને પણ આપણી સ્થિતિથી કંટાળો આવે. વૃદ્ધાવસ્થામાં ચિત્તની શક્તિ મંદ પડી જાય. વાત તરત સમજાય નહિ. બોલતાં વાર લાગે. યાદ રહે નહિ. આથી સ્વજનો, મિત્રો વગેરે સાથેના વ્યવહારમાંથી મીઠાશ ઓછી થતી જાય છે. એકની એક વાત વારંવાર કહેવા-પૂછવાથી સ્વજનો પણ ચિડાયા • કરે છે. વૃદ્ધોના કામ માટે સ્વજનોને રોકાઈ રહેવું પડે, સમયનો ભોગ આપવો પડે ત્યારે આરંભમાં ભલે તેઓનું વર્તન સારું હોય, તો પણ ક્રમે ક્રમે સ્વજનો નારાજ થવા લાગે છે. ઓછું કામ કરે છે. વચ્ચે વચ્ચે બહાનું બતાવી છટકી જાય છે. એમાં પણ વૃદ્ધ માણસ જ્યારે પથારીવશ થઈ જાય છે, કફ નીકળે છે, ઝાડોપેશાબ અચાનક થઈ જાય છે ત્યારે તો સ્વજનો જ ઈચ્છે છે કે ડોસો કે ડોસી ઝટ જાય તો સારું. ‘ડોસો મરતો નથી અને માચી છોડતો નથી.' જેવા તુચ્છકાર વાચક વેણ પુત્રવધૂઓ માંહોમાંહે ઉચ્ચારવા લાગે છે. વૃદ્ધાવસ્થામાં ભલભલા માણસો શરીરથી લાચાર બની જાય છે. ‘કાબે અર્જુન લૂંટિયો, વોહી ધનુષ્ય, વોહી બાણ' એમ એટલા માટે પણ કહેવાય છે. મોટા મોટા સરસેનાપતિઓ યુદ્ધમાં અપ્રતિમ તાકાતથી Page #40 -------------------------------------------------------------------------- ________________ वओ अच्चेइ जोव्वणं च । વિજય મેળવે છે, પણ વૃદ્ધાવસ્થામાં તેઓ લાચાર બની જાય છે. એવરેસ્ટનું શિખર સર કરનાર તેનસિંગને વૃદ્ધાવસ્થામાં જ્યારે હૃદયરોગની ગંભીર બીમારી થઈ હતી ત્યારે એક પગથિયું ચડવા માટે બે બાજુ બે જણનો ટેકો લેવો પડતો હતો. વૃદ્ધાવસ્થામાં સ્વજનો જ્યારે વિપરીત થઈ જાય છે ત્યારે ગ્લાનિ, નિર્વેદ, ચિંતા, તિરસ્કાર, ધિક્કાર વગેરેની લાગણી તેઓ પ્રત્યે જન્મે છે. ક્યારેક તો વૃદ્ધો પ્રગટ અથવા મનોમન શાપ પણ આપે છે. વૃદ્ધાવસ્થામાં માણસ જ્યારે પોતાના પૂર્વકાળને યાદ કરે છે અને તેમાં પણ યોવનના દિવસોને તાજા કરે છે ત્યારે એને થાય છે કે ‘અહો! કેટલી ઝડપથી મારા યૌવનના દિવસો વહી ગયા. યૌવન એ તો જાણે સપનાની જેમ ચાલ્યું ગયું. કેટકેટલી મનની મનમાં રહી ગઈ.' ગમે તેટલી વય થઈ હોય તો પણ જીવને તો એમ જ લાગે છે કે હજુ પોતાને ઘણાં વર્ષ જીવવાનું છે. માણસની આશાને કોઈ અંત નથી. શંકરાચાર્યે કહ્યું છે કે : अंगं गलितं पलितं मुण्डं दशनविहीणं जातं तुण्डं । वृद्धो याति गृहित्वा दण्डम् तदपि न मुञ्चति आशापिंडम् ॥ [અંગ ગળી ગયું છે, માથે વાળ ધોળા થઈ ગયા છે, મોઢું દાંત વગરનું થઈ ગયું છે, વૃદ્ધ લાકડી લઈને ચાલે છે. તો પણ ભવિષ્યની આશાઓ-ઈચ્છાઓને છોડતો નથી.] ‘વૈરાગ્યશતક'માં પણ કહ્યું છે કે : अज्जं कलं पर परारिं पुरिसा चिंतति अत्यसंपत्तिं । अंजलिगयं व तोयं गलंतमाणं न पिच्छन्ति || ૩૧ [પુરુષો અર્થની સંપ્રાપ્તિ માટે આજે નહિ તો કાલે અને કાલે નહિ તો પરમ દિવસે, એ રીતે થાક્યા વગર ચિંતવ્યા કરે છે. પરંતુ પોતાનું Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩ર. સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ આયુષ્ય અંજલિ (ખોબા)માં રહેલા જળની જેમ નિરંતર ગળતું રહેતું હોવા છતાં તેને જોતો નથી.] એટલા માટે, આવતી કાલનો ભરોસો નથી એમ સમજીને માણસે પોતાના જીવનમાં વર્તમાનની ક્ષણાનો ઉપયોગ કરી લેવો જોઈએ. પ્રત્યેક ક્ષણો આયુષ્ય ઘટતું જાય છે. ગયેલો સમય જિંદગીમાં પાછો આવતો નથી. માટે વર્તમાનને બગાડવો નહિ. એહિક કે ધાર્મિક દૃષ્ટિએ જીવનને સફળ બનાવી લેવું જોઈએ. જીવનનો અમૂલ્ય સમય વેડફી નાખનારને પાછલી જિંદગીમાં પસ્તાવાનો વારો આવે છે માટે પ્રત્યેક ક્ષણને વિશિષ્ટ ક્ષણ બનાવી દેવી જોઈએ. જે જીવનકાળ મળ્યો છે તેમાં વધઘટ થવાની નથી, પરંતુ તેને મૂલ્યવાન બનાવી શકાય છે. ભગવાને કહ્યું છે કે હું ગાદિપડા પંડિત એટલે આત્મજ્ઞાની માણસે પ્રત્યેક ક્ષણાને જાણાવી જોઈએ. કહ્યું છે : अनित्याणि शरीराणि विभवो नैव शाश्वत: । नित्य संनिहितो मृत्यु कर्तव्यो धर्मसंचयः ।। શિરીરો અનિત્ય છે, વૈભવો શાશ્વત નથી. મૃત્યુ હંમેશા પાસે આવીને બેઠું છે માટે ધર્મસંચય કરી લેવો જોઈએ.] દેહ જડ છે અને આત્મા ચેતન છે. જીવન એટલે જડ અને ચેતનનો સંયોગ. પરંતુ આ સંયોગ અનાદિ કાળથી એવો સતત ચાલતો આવ્યો છે કે જીવને દેહ એ જ આત્મા એવો સતત મિથ્યાભાસ રહ્યા કરે છે. અનાદિ કાળથી જીવ પુદ્ગલના સંયોગ વિના ક્યારેય રહ્યો નથી. પુદ્ગલ સાથેની દોસ્તી અત્યંત ગાઢ બની ગયેલી છે. એટલે જીવને દેહના પુદ્ગલ વિના પોતાનો ખ્યાલ આવતો નથી. “હું તે આત્મા, આ દેહ મારો નથી, હું તો અજર, અમર ધ્રુવ એવો આત્મા છું' એવું રટણ કરનારાઓમાં પણ જ્યારે ગાઢ દેહાધ્યાસ જોઈએ છીએ ત્યારે આશ્ચર્ય થાય છે અને લાગે છે કે માત્ર બોલવાથી દેહાધ્યાસ છૂટતો નથી. Page #42 -------------------------------------------------------------------------- ________________ क्ओ अच्चेइ जोव्वणं च । ૩૩ એટલે જ ઉત્તરાધ્યયનના “દ્રુમપત્રક' નામના દસમા અધ્યયનમાં ભગવાન મહાવીરે ગૌતમસ્વામીને જે બોધ આપ્યો છે તેનું સ્મરણ જીવે વારંવાર કરવા જેવું છે. એમાં કહ્યું છે કે : दुमपत्तए पंडुयए जहा णिवडइ राइगणाण अच्चए । एवं मणुयाण जीवियं समयं गोयम मा पमायए ।। જેમ રાત્રિ અને દિવસનો કાળ વીતતાં ઝાડનાં પીળાં પડી ગયેલાં પાંદડા ખરી પડે છે તેવી રીતે મનુષ્યનું જીવન-આયુષ્ય પણા સમાપ્ત થઈ જાય છે. માટે હે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ કર નહિ !] परिजूरइ ते सरीरयं, केसा पंडुरया हवंति ते । ते सव्वबले च हायइ, समयं गोयम मा पमायए । હે ગૌતમ, તારું શરીર નિર્બળ થતું જાય છે તથા તારા વાળ ધોળા થતા જાય છે. તારું સર્વ બળ હણાઈ રહ્યું છે. માટે હે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ કર નહિ !] ભગવાને પંચાચારના પાલનહાર ગુરુ ગૌતમસ્વામીને માટે જે કહ્યું તે આપણે માટે તો અવશ્ય હોય જ, પણ હૃદયસોંસરવું તે ઊતરવું જોઈએ. Page #43 -------------------------------------------------------------------------- ________________ દુધામૃત દૂધ (દુગ્ધ) અમૃત છે, પણ અધૂરી સમજણા અને પોતાની માન્યતાના અભિનિવેશનને કારણે કેટલાક એને લોહી અને માંસ તરીકે ઓળખાવે છે ત્યારે વિવાદનો વંટોળ ઊભો થાય છે. ભારતીય સાંસ્કૃતિક પરંપરાનાં હજારો વર્ષમાં આવો વિવાદ ક્યારેય થયો નથી, પરંતુ પાશ્ચાત્ય સંસ્કૃતિના સંપર્ક પછી કોઈ કોઈ વાર આવો વિવાદ સર્જાયા કરે છે. જેઓ આવો વિવાદ ઊભો કરે છે તેઓએ પૂર્વગ્રહરહિત થઈને, પોતાની માન્યતાને થોડી વાર બાજુ પર મૂકીને, સત્યાન્વેષણાની દૃષ્ટિથી, શાન્તચિત્તે, તટસ્થતાપૂર્વક વિચાર કરવો જરૂરી છે. જૂના વખતમાં ધર્મપરિવર્તન કરાવવાની સાથે લોકોને માંસાહારી બનાવવાના પ્રયાસો પણ થતા. ધર્મપ્રચારકો શાકાહારી લોકોને કહેતા કે દૂધ પ્રાણીના શરીરમાંથી નીકળતું હોવાથી તે માંસ બરાબર જ છે. એટલે તમે જો દૂધ ખાતા હો તો માંસ ખાવામાં તમને વાંધો ન હોવો જોઈએ. ગરીબ ભોળા લોકો આવી દલીલથી ભરમાતા અને તેઓ માંસાહારી બની જતા. અલબત્ત, હવે એવા પ્રકારના ધર્મપરિવર્તનનું અને આહારાદિના પરિવર્તનનું પ્રચારાત્મક કાર્ય ઘટ્યું છે. તો પણ એવા મિથ્યા પ્રચારથી સાવધ રહેવા જેવું છે. પાશ્ચાત્ય દેશોમાં જેઓ ચુસ્ત શાકાહારી અથવા વનસ્પત્યાહારી છે એવા કેટલાક લોકો દૂધ કે દૂધમાંથી બનેલાં દહીં, માખણ, પનીર વગેરે (All Dairy Products) લેતા નથી. તેઓ વેગન (Vegan) તરીકે ઓળખાય છે. તેઓ વેજિટેરિયન શબ્દનો ચુસ્ત અર્થ કરે છે. એટલે કે ફક્ત વનસ્પતિનો જ આહાર કરવામાં માને છે. તેઓ પ્રાણીનું માંસ કે પ્રાણીના શરીરમાંથી નીકળતો પદાર્થ (Animal Product) ખાતા નથી. પરંતુ કેટલાક અંતિમવાદી વનસ્પત્યાહારીઓ દૂધને વગોવવા માટે એને માંસાહાર તરીકે ઓળખાવે છે, કારણ કે તે પ્રાણીના શરીરમાંથી પેદા Page #44 -------------------------------------------------------------------------- ________________ દુધામૃત ૩૫ થાય છે. દૂધ ગાય-ભેંસ વગેરેના શરીરમાંથી નીકળે છે-Animal Product છે માટે તે માંસ બરાબર છે એવો વિચાર ભ્રમભરેલો છે. દૂધ વાત્સલ્યભાવનું પ્રતીક છે. દોહતી વખતે ગાયભેંસ વેદનાથી ચીસાચીસ નથી કરતી, પણ શાન્તિથી ઊભી રહી દોહવા દે છે. જ્યાં દોહનાર સ્ત્રી-પુરુષ સાથે એને મમતા બંધાઈ જાય છે ત્યાં તો દોહવાના સમયે એ ઉત્સુકતાપૂર્વક રાહ જોતી હોય છે અને દોહનારને જોતાં જ હર્ષઘેલી બની જાય છે. વળી દોહરાવતી વખતે પણ તે શાન્ત, આજ્ઞાંકિત બની દોહનારની સૂચના પ્રમાણે આઘીપાછી થાય છે. જેઓને ગાય, ભેંસ, બકરી વગેરે દોહવાનો દીર્ધકાળનો અનુભવ હશે તેઓ આ વાતની સાક્ષી પૂરશે. વળી દૂધની સરખામણી માંસ સાથે નહિ થઈ શકે કારણ કે દૂધની ઉત્પત્તિ તો ફક્ત માદાના શરીરમાં જ થાય છે. નર-પશુના શરીરમાંથી દૂધની ઉત્પત્તિ થતી નથી. માંસાહારી લોકો માંસ તો નર અને માદા બંનેનું ખાય છે. દૂધ એ જો માંસ હોય, તો પછી તે ફક્ત માદાનું જ કેમ હોઈ શકે ? આયુર્વેદ પ્રમાણે આપણે જે આહાર લઈએ છીએ તેમાંથી શરીરમાં ઉત્તરોત્તર ક્રમાનુસાર રૂપાંતર થતું જાય છે. આ ક્રમ છે : (૧) રસ, (૨) રક્ત, (૩) મેદ (ચરબી), (૪) માંસ, (૫) અસ્થિ (હાડકાં), (૬) મજ્જાની (હાડકાં વચ્ચેનો પદાર્થ-Marro) અને (૭) શુક્ર (વીર્ય). શરીરમાં આ સપ્ત ધાતુનું ક્રમે ક્રમે નિર્માણ થાય છે. અને તે જો બરાબર સચવાય, (ખાસ કરીને વીર્ય સચવાય) તો તેમાંથી ઓજસ્ તત્ત્વ થાય છે. આ સપ્ત ધાતુમાં દૂધનો ક્યાંય ઉલ્લેખ નથી. એનો અર્થ એ થયો કે શરીરમાં દૂધનું ઉત્પન્ન થવું અનિવાર્ય નથી. એટલે એનો અર્થ એ થયો કે દૂધનો આહાર માંસાહાર નથી. આયુર્વેદમાં વનસ્પત્યાહાર અને માંસાહારનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે તેમાં દૂધને માંસાહાર તરીકે ઓળખાવ્યું Page #45 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ નથી, તેમાં દૂધને સાત્વિક આહાર તરીકે અને માંસને તામસી આહાર તરીકે ઓળખાવ્યાં છે. પૃથ્વી પર મનુષ્યોમાં આહાર તરીકે પાણી પછી બીજે નંબરે લેવાતું પ્રવાહી તે દૂધ છે. દુનિયામાં અનેક ગરીબ લોકો દૂધથી વંચિત રહે છે એ સાચું, તો પણ દુનિયામાં સરેરાશ દૂધનું ઉત્પાદન એટલું બધું હોય છે કે પછી વધારાના દૂધમાંથી દહીં, માખણ, ઘી, ચીઝ, દૂધનો પાવડર ઈત્યાદિ બનાવવાની ફરજ પડે છે. પછી તો એ વ્યવસાય બની જાય છે. દૂધને માંસ સાથે નહિ સરખાવી શકાય કારણ કે દરેક પ્રાણીના શરીરમાં દૂધ હોતું નથી. ફક્ત સ્ત્રીઓમાં અને સ્તનપાન કરાવતાં માદા પ્રાણીઓનાં શરીરમાં જ દૂધ ઉત્પન્ન થાય છે. વળી તે પણ કાયમ ઉત્પન્ન થતું રહેતું નથી. જે સ્ત્રી કે સસ્તન માદા પ્રાણી સંતાનને જન્મ આપવાનાં હોય ત્યારે જ એના શરીરમાં દૂધ ઉત્પન્ન થાય છે. અને તે સ્તનપાન કરાવવાના સમય પૂરતું જ શરીરમાં ઉત્પન્ન થાય છે. આમ, માતાનું દૂધ વાત્સલ્યભાવ સાથે અનિવાર્ય રીતે જોડાયેલું છે. જ્યાં વાત્સલ્યભાવ હોય ત્યાં કૂરતા ન હોય. એટલે દૂધને માંસ સાથે સરખાવવું વ્યાજબી નથી. ગાય-ભેંસ વગેરેના શરીરમાં જે દૂધ ઉત્પન્ન થાય છે તેનું પ્રમાણ એટલું બધું હોય છે કે તેનાં બચ્ચાંને પૂરતા પ્રમાણમાં દૂધ મળી રહ્યા પછી પણ વધે છે. કુદુરતની એવી રચના છે કે વધારાનું દૂધ ઢોરના શરીરમાં રહી જાય તો એ એના સ્વાથ્યને નુકસાન પહોંચાડે છે. વળી દૂધ ફક્ત પાળેલાં ઢોરોનું જ લેવાય છે, જંગલમાં રખડતાં ઢોરોનું નહિ, પાળેલાં ઢોરને સારો ઘાસચારો, કપાસિયા વગેરેનો આહાર આપવામાં આવે તો તે વધુ દૂધ આપે છે. એટલે બચ્ચાંને ખાવાનું દૂધ માણસ ખાઈ જાય છે અથવા બચ્ચાંના ભોગે માણસ મોજ કરે છે એ દલીલમાં તથ્ય નથી. ક્યાંક અયોગ્ય ઘટના નહિ બનતી હોય એવું નથી, પણ સામાન્ય Page #46 -------------------------------------------------------------------------- ________________ દુગ્ધામૃત ૩૭ * રીતે તો બચ્ચાની માવજત જ થાય છે. વળી ઢોર પાળવાની પ્રથા અને પાંજરાપોળોની વ્યવસ્થાને કારણે ઢોરોને જંગલમાં હિંસક પ્રાણીઓ ફાડી ખાય એવી ઘટના ઓછી બને છે અને મહાજનો દ્વારા થયેલી પાંજરાપોળની વ્યવસ્થાને લીધે ઢોરો કતલખાને ઓછાં જાય છે. એમાં પણ અહિંસાની, કરુણાની ભાવના રહેલી છે. વસ્તુતઃ આદિકાળના શિકારી માંસાહારી લોકોમાંથી કેટલાકે નિર્દય માંસાહારમાંથી બચવા માટે ખેતી, પશુપાલન અને દૂધના વપરાશ દ્વારા અન્નાહારની પ્રથા ઊભી કરી એમ મનાય છે. જેને માન્યતા પ્રમાણે ભગવાન ઋષભદેવે લોકોને આ પદ્ધતિ શીખવી હતી. ભારતમાં લાખો, કરોડો માણસોને પોતાનાં પાળેલાં ઢોર સાથે સ્વજન જેવી લાગણી અનુભવવા મળે છે. બીજી બાજુ માંસ માટે ઢોરની જે કતલ કરવી પડે છે એમાં નિર્દયતા રહેલી છે. ઢોર એ વખતે પૂજે છે, ભયથી વિહ્વળ બની જાય છે, તે ચીસાચીસ કરે છે, એને ઝાડો પેશાબ છૂટી જાય છે, અસહ્ય વેદના તે અનુભવે છે. માંસાહારની એ ખાસિયત છે કે રસ્તામાં કોઈ મરેલા પડેલા ઢોરનું માંસ માંસાહારી માણાસોથી ખાઈ શકાતું નથી, પણ જીવતા ઢોરની કતલ કરીને જ એનું માંસ ખવાય છે. આમ ગાયભેંસ વગેરેનું દૂધ મેળવવું અને એનું માંસ મેળવવું એ બે વચ્ચે આભ જમીનનો તફાવત છે. એટલે પ્રાણીના શરીરમાંથી નીકળતું હોવાથી દૂધ એ લોહીમાંસ બરાબર છે એમ કહેવું તે નર્યું અજ્ઞાન છે. જેઓ વનસ્પત્યાહારી છે અને દૂધ કે તેની બનાવટો લેતા નથી તેમની વાત જુદી છે. તેઓ પ્રશંસાને પાત્ર છે. જે વનસ્પત્યાહારી છે તેઓને દૂધમાંથી પૂરતું પોષણ મળી રહે છે. તેઓને માંસાહારની જરૂર નથી રહેતી. પણ જેઓ માંસાહારી છે તેઓને પણ પૂરતા પોષણ માટે દૂધના આહારની જરૂર પડે છે. દૂધ જો લોહી-માંસનું બનેલું હોય તો Page #47 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ માંસાહારી લોકોએ દૂધ લેવાને બદલે લોહી-માંસ જ લેવાં જોઈએ એવો તર્ક કરાય છે. હકીકતમાં દૂધનો આહાર માંસાહારી લોકો માટે પણ આવશ્યક મનાયો છે. ३८ માનવજીવનનો સૌથી પહેલો આહાર તે દૂધ છે અને તે પણ માતાનું દૂધ. કેટલાક મહિના સુધી નવજાત શિશુ કેવળ માતાના દૂધ પર નિર્ભર રહે છે. એ મોટું થતું જાય છે એ બતાવે છે કે બાળકના શરીરના પોષણ સંવર્ધન માટેનાં તમામ તત્ત્વો માતાના દૂધમાં છે. એમાં વિટામિન, પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, કાર્બોહાઈડ્રેટ વગેરે ઘણાં બધાં તત્ત્વો છે એટલું જ નહિ તે ભાવે એવું મધુર, હલકું, સુપાચ્ય અને પોષક છે. વળી એમાં રોગપ્રતિકારક શક્તિ પણ હોય છે. માંદગી, મૃત્યુ કે અન્ય કોઈ કારણે બાળકને માતાનું દૂધ ન મળી શકે એમ હોય તો આપણે ત્યાં આયુર્વેદાચાર્યોએ ધાવમાતા-ધાત્રીની ભલામણ કરી છે. એટલે એ દિવસોમાં અન્ય કોઈ સ્ત્રીને ધાવણ આવતું હોય તેવી સ્ત્રીને બાળકને ધવરાવવા માટે રાખવામાં આવતી કારણ કે માતાનું દૂધ નવજાત શિશુ માટે અનિવાર્ય છે. માતાનું દૂધ એવું ચમત્કારિક છે કે એમ કહેવાય છે કે તે હાથથી કાઢી એક વાટકીમાં રાખવામાં આવે અને એમાં એક જીવતી કીડીને નાખવામાં આવે તો કીડી તેમાં ડૂબીને મરી નહિ જાય, પણ તરતી તરતી બહાર નીકળી જશે. કુદરતની કેવી વ્યવસ્થા છે કે બાળક જન્મે કે તરત માતાના સ્તનમાં દૂધ આવે, માતાને પણ પોતાના બાળકને ધવરાવવાના ભાવ થાય અને જેણે હજુ આંખ પણ ખોલી ન હોય એવા બાળકને તત્ક્ષણ ધાવતાં આવડી જાય. જન્મેલા બાળકને તરત ધાવતાં જોઈએ તો એમ પ્રશ્ન થાય કે બાળકને આ શિખવાડ્યું કોો હશે ? પૂર્વજન્મના સંસ્કાર વિના આમ બની શકે નહિ. Page #48 -------------------------------------------------------------------------- ________________ દુગ્ધામૃત ૩૯ માતાનું દૂધ બાળક માટે એટલું અનિવાર્ય છે કે તે એને જન્મથી જો ન મળે અને ગાયભેંસના દૂધ પર રહેવાનો જો વારો આવે તો બાળકનું આરોગ્ય જોખમાય છે. મૃત્યુની સંભવિતતા રહે છે. પશુઓમાં પણ એવા દાખલા જોવા મળે છે. કોઈ કૂતરી ગલુડિયાંને જન્મ આપીને બેચાર દિવસમાં જ કોઈ અકસ્માતમાં મૃત્યુ પામી હોય અને દયાળુ લોકો ગલુડિયાંને ગાયભેંસનું દૂધ પાતળું કરીને પીવડાવે તોપણા ગલુડિયાં ઝાઝો વખત જીવતાં રહેતાં નથી. એટલે જો દૂધને માંસાહાર બરાબર ગણવામાં આવે તો મનુષ્ય જન્મથી જ માંસાહારી છે એમ સ્વીકારવું પડે. એટલું જ નહિ તે જન્મથી જ નર (નારી) ભલી (cannibal) છે એમ કહેવાનો વખત આવશે. પરંતુ દૂધ હિંસક નહિ, અહિંસક છે, વાત્સલ્ય અને કરુણાનું પ્રતીક છે. જૈનોના છેલ્લા તીર્થકર ભગવાન મહાવીરના પગે ચંડકૌશિકે જ્યારે ડંખ દીધો ત્યારે તેમના પગમાંથી લોહી ન વહેતાં દૂધ વહ્યું હતું. એ બતાવે છે કે ભગવાનને ચંડકૌશિક જેવા દષ્ટિવિષ સર્પ પ્રત્યે પણ કેવો અપાર વાત્સલ્યભાવ હતો ! જૈન ધર્મ પ્રમાણે સ્તનપાન કરાવતી માતાનું દૂધ અચિત છે. તે હુંફાળું અને જીવાણુરહિત-Bacteria free હોય છે. આર્ય વજસ્વામીએ જન્મ્યા ત્યારથી તે જીવનના અંત સુધી સચિત વાનગીનો આહાર નહોતો કર્યો. તો પછી એમણો જમ્યા પછી માતાનું ધાવણ લીધું હતું કે નહિ ? શાસ્ત્રકારો કહે છે કે એમણે માતાનું ધાવણ લીધું હતું, પણ ધાવણ તો અચિત્ત હોય છે. એટલે વજસ્વામીની વાત સાચી છે. આજે કોઈ ઠેકાણે મેલેરિયા, ટાઈફોઈડ કે એવો બીજો કોઈ ચેપી રોગ ફેલાયો હોય ત્યાં ધાવણા બાળકને લઈ જવાનો પ્રસંગ આવે તો બાળકને ચેપ લાગે કે નહિ ? દાક્તરો-પશ્ચિમના નિષ્ણાત દાક્તરો પણ કહેશે કે બાળક જ્યાં સુધી ફક્ત માતાના ધાવણ પર જ રહેતું હોય અને એને વધારાનું દૂધ કે પાણી આપવામાં ન આવતું હોય તો બાળકને ચેપ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૦ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ . અલ્સર, યોનિ દવાઓ ગાયના કે તે દવ લાગવાનું કોઈ જ જોખમ હોતું નથી. દૂધ સંપૂર્ણ આહાર તો છે જ, પણ એનામાં ઔષધીય ગુણો પણ ઘણા બધા છે. જીર્ણજ્વર, ક્ષયરોગ, મૂચ્છ, પાંડુરોગ, સંગ્રહણી, શોષરોગ, દાહ, તૃષારોગ, શૂલ, ઉદાવર્ત, ગુલ્મ, હરસ, પિત્તરોગ, રક્તપિત્ત, અલ્સર, યોનિરોગ, ગર્ભસ્રાવ વગેરે ઘણા રોગોમાં દૂધ અકસીર કામ કરે છે. કેટલીયે દવાઓ ગાયના દૂધમાં બનાવવામાં આવે છે. કેટલીક દવાઓ દુગ્ધાનુપાનની હોય છે એટલે કે તે દવા લીધા પછી દૂધ પીવું જોઈએ કે જેથી તે ગરમ ન પડે. દૂધને વિષાપહર તરીકે ઓળખાવવામાં આવે છે. નિયમિત દૂધ લેનારની રોગપ્રતિકારક શક્તિ સારી રહે છે. આપણે ત્યાં કહેવત છે કે “દૂધે વાળુ જે કરે તે ઘેર વૈદ ન જાય.” ગાય, ભેંસ, બકરી, ઘેટી, ઊંટડી, વાઘણ, સિહણ ઈત્યાદિના દૂધના ગુણધર્મોની પરીક્ષા આયુર્વેદમાં કરવામાં આવી છે. વિવિધ પ્રકારના રોગમાં વિવિધ પ્રકારનું દૂધ કેવી રીતે ઉપયોગી છે તેની મીમાંસા તેમાં કરવામાં આવી છે. યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ વગેરેમાં ગાયનું દૂધ વપરાય છે. ભારત, પાકિસ્તાન, બર્મા, ચીન, ઈજિપ્ત વગેરેમાં ગાય કરતાં ભેંસનું દૂધ વધુ ખવાય છે. ભૂમધ્ય સમુદ્રની આસપાસના કેટલાક પ્રદેશોમાં બકરીના દૂધનો ઉપયોગ વધુ થાય છે. નોર્વે, ડેન્માર્ક, સ્વીડન, ફિનલેન્ડ તથા રશિયાની ઉત્તરે રેઈનડિયરનું દૂધ વપરાય છે. દક્ષિણ યુરોપના દેશોમાં ઘેટીના દૂધનો પ્રચાર વધુ છે. જાપાન, કોરિયા વગેરેમાં દૂધનો વપરાશ ઘણો ઓછો છે. ત્યાંના લોકોને હાથે પગે રૂંવાટી ખાસ હોતી નથી. ત્યાં એવી માન્યતા છે કે દૂધ પીવાથી હાથે પગે રૂંવાટી વધે છે. એશિયાના દેશોમાં દૂધનો જેટલો વપરાશ છે તેના કરતાં યુરોપ અમેરિકામાં વધુ છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ દુધામૃત ૪૧ ગાયના દૂધ માટે આયુર્વેદમાં કહેવાયું છે : સદ્ય: શુકકર શીત, સામ્ય સર્વ શરીરિણામ, જીવન બૃહણ બલ્ય, મેધ્ય વાજિકર પરમ્ વય સ્થાપનું આયુષ્યમ્, સંધિકારિ રસાયનમ્. ગાયનું તાજું દૂધ તરત જ શુક્રધાતુને ઉત્પન્ન કરે છે. તે શીતળ છે. બધાં પ્રાણીને અનુકૂળ છે. તે જીવન આપનારું, શરીરની વૃદ્ધિ કરનારું, બળ અને બુદ્ધિ વધારનારું તથા વાજિકર એટલે જાતીય શક્તિ વધારનાર, તે વયને સ્થિર કરનાર (યોવનને ટકાવનાર), આયુષ્ય વધારનાર, સંધિશરીરના સાંધાઓને મજબૂત કરનાર છે અને રસાયન છે એટલે કે શરીરમાં રહેલી સાતેય ધાતુઓને પુષ્ટ કરનાર તથા પ્રતિકારશક્તિ વધારનાર છે. દૂધ કેટલું બધું ઉપયોગી છે અને ચમત્કારિક ગુણો ધરાવે છે એ વિશે એક પાશ્ચાત્ય લેખકે Magic of Milk નામનું પુસ્તક લખ્યું છે. સર્વ દૂધમાં ગાયના દૂધને શ્રેષ્ઠ ગણાવામાં આવેલ છે, કારણ કે ગાય બુદ્ધિમાન, સમજદાર, માયાળુ અને માતાતુલ્ય પ્રાણી છે. ભોજનમાં જો દૂધ કે દૂધની વાનગી હોય તો માણસને આહારની રુચિ થાય છે અને થોડો વધુ આહાર લઈ શકે છે. જૂના વખતમાં કહેવાતું કે માણસ શાકે સવાયું, દૂધ દોટું અને મિષ્ટ બમણું ખાય છે. નાનાં બાળકો અથવા જેમનું વજન સરેરાશ કરતાં ઓછું હોય એવા લોકો પોતાના સવાર-સાંજના આહારમાં જો દૂધને સ્થાન આપે તો તેમનું શરીર સારું થાય છે અને વજન વધે છે. ફિજના ઠંડા કે ચૂલા પરથી ઉતારેલા ગરમ ગરમ દૂધ કરતાં ઊભરો આવ્યા પછી થોડીવારે સાધારણ ગરમ એટલે હુંફાળું થયેલું દૂધ વધુ ગુણકારી મનાયું છે. સ્તનપાન કરાવતી માતાનું દૂધ સાધારણ ઉણા હોય છે. દોહરાવતી ગાય-ભેંસના દૂધની ધારા ઉણા અથવા હુંફાળી હોય છે. આવું હુંફાળું દૂધ બહુ ગુણાકારક મનાય છે. આવું હુંફાળું દૂધ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૨ સાંપ્રત સહચિંતન - ભાગ ૧૩ એકસામટું ગટગટાવવાને બદલે એક એક ઘૂંટડો મોઢામાં થોડી વાર રાખી ધીમે ધીમે ગળામાં નીચે ઉતારતા રહેવાથી અમ્લપિત્ત વગેરે રોગોમાં લાભકારક બને છે. આપણે ત્યાં યોગવિદ્યા અને આયુર્વેદમાં એવા પ્રયોગો નોંધાયેલા છે કે જો કોઈ માણસ બ્રાહ્મમુહૂર્તમાં (સવારે સાડાચારની આસપાસ) ગાયનું તરત કાઢેલું ધારોણ દૂધ ટટ્ટાર ઊભા રહીને નાક વાટે થોડા દિવસ નિયમિત પીએ તો એની આંખોનું તેજ એટલું વધી જાય કે અંધારામાં પણ તે જોઈ શકે. એવી જ રીતે કોઈ માણસ દૂઝણી ગાયની બળી (ખીરું) રોજ ખાય (ત મળવી જોઈએ) તો થોડા વખતમાં એની આંખો ગીધ પક્ષીની આંખો જેવી તીક્ષા થાય છે. ગાયના દૂધનાં માખણ અને મલાઈનો ઉપયોગ યોગવિદ્યામાં બીજી એક વિશિષ્ટ રીતે પણ થાય છે. જે સાધકો ખેચરી મુદ્રા ધારણ કરે છે તેઓ પોતાની જીભ તાળવે સ્થિર રાખી ઉત્તરોત્તર ગળાના પાછળના ભાગમાં લઈ જાય છે. ત્યાં જીભ ચોંટેલી રાખવા માટે જીભના અગ્રભાગ પર મલાઈ અથવા માખણ ચોપડે છે. એ પછી જીભને કપાલ-કૂહરમાં દાખલ કરી ત્યાં બ્રહ્મરંધ્ર પાસે અડાડી રાખી ધ્યાન ધરે છે ત્યારે ત્યાંથી ઝરતા સુધારસનું-ચંદ્રામૃતનું પાન કરી શકે છે. આવી સાધના કરનારનું આરોગ્ય ઘણું સારું રહે છે એટલું જ નહિ તેઓ દેહ અને આત્માની ભિન્નતાનો સાક્ષાત્કાર કરી શકે છે. જ્યાં ગામડાં છે ત્યાં ગાયભેંસના ઉછેરને અવકાશ છે. ત્યાં ડેરીના દૂધની આવશ્યકતા નથી. પરંતુ શહેરો જેમ જેમ વધતાં ગયાં અને મોટાં થતાં ગયાં તેમ તેમ ત્યાં પાળેલાં પશુઓની સંખ્યા ઓછી થઈ ગઈ અને છેવટે ડેરીના દૂધની અનિવાર્યતા આવવા લાગી. વીસમી સદીમાં ડેરીના વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી. દૂધને જંતુરહિત બનાવી તેની જાળવણી કરવા માટે લઈ પાશ્વરે વૈજ્ઞાનિક પદ્ધતિ આપી. ડેરી વિજ્ઞાન ઘણા Page #52 -------------------------------------------------------------------------- ________________ દુધામૃત ૪૩ અખતરા કરતું રહ્યું છે. એનાં કેટલાંક સારાં પરિણામ આવ્યાં છે, તો Mad cow જેવા ભયંકર અખતરા પણ થયા છે. કૃત્રિમ ગર્ભાધાન દ્વારા ગાયને દૂધ માટે ઝટઝટ ગર્ભવતી બનાવવી, એને ઓક્સિટોસિનનાં ઈજેકશન આપી એનું દૂધ જલદી જલદી ખેંચી લેવું એમાં નરી નિર્દયતા છે. છેલ્લા થોડા દાયકાઓમાં આંતરરાષ્ટ્રીય વિમાન વ્યવહાર ઘણો વધી ગયો છે. એથી એક રાષ્ટ્રમાંથી બીજા રાષ્ટ્રમાં ઘણી ચીજવસ્તુઓ થોડા કલાકમાં પહોંચી જાય છે તેમ દૂધ તથા પાવડરમાંથી બનાવેલી ચીજવસ્તુઓચીઝ, માખણ, ચોકલેટ, આઈસ્ક્રીમ વગેરેની આયાત પણ થવા લાગી છે. એના લાભ અને ગેરલાભ ઘણા છે, પણ એ વિશે સાવચેતીથી આગળ વધવા જેવું છે અને બહુરાષ્ટ્રીય કંપનીઓની રમતના ભોગ ન બની જવાય એ વિશે સાવધાની રાખવી આવશ્યક છે. યુરોપ, અમેરિકા અને બીજા ઘણા દેશોમાં ચરબીરહિત, ઓછી ચરબીવાળાં, અમુક ટકા ચરબીવાળાં એમ ભાતભાતનાં દૂધ-દહીં મળે છે. લોકો પણ પોતાને જે માફક આવતું હોય તે પ્રમાણે ખરીદે છે. Full Fat, Low Fat, Fat Free જેવા શબ્દો ત્યાં બહુ પ્રચલિત છે. નાનાં બાળકો પણ એ સમજે છે અને બોલે છે. અમેરિકામાં એક વખત હતો ત્યારે મારી ચાર વર્ષની પૌત્રી અચિરાને અમે કહેલું કે કૃષ્ણ ભગવાનને દહીં બહુ ભાવતું. એ વખતે એણે સાવ નિર્દોષ ભાવે પ્રશ્ન કર્યો, But Dadaji, Krishna Bhagawan was eating Full Fat yogurt or Low Fat yogurt ?-તે સાંભળીને અમે બધા હસી પડેલાં. જ્યારથી દૂધની ડેરીઓ થઈ અને દૂધમાં વિવિધ પ્રકારનાં રસાયણો, ખનીજ તત્ત્વો વગેરેનું મિશ્રણ થવા લાગ્યું ત્યારથી ડેરીના દૂધને કારણો જાતજાતના રોગો પણ પેદા થવા લાગ્યા છે. કેટલાકને દૂધની એલર્જી હોય છે. કેટલાક તો એવો પ્રચાર કરવા લાગ્યા છે કે દૂધથી હૃદયરોગ, Page #53 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન ભાગ ૧૩ ક્ષયરોગ, દમ અને કેન્સર પણ થાય છે. Milk- The Deadly Poison નામના પુસ્તકમાં એના લેખક Robert Cohen લખે છે કે The Fountain of youth and cure to illness can be obtained by giving up milk.' ૪૪ દૂધ અને પાણીની મૈત્રી આદર્શરૂપ ગણાય છે. દૂધ પાણીને પોતાના જેવું–એકાકાર બનાવી દે છે. એટલે જ દૂધને ગરમ કરતી વખતે પાણી પહેલાં બળે છે. પરંતુ પોતાના મિત્ર પાણીને બળતું જોઈને દૂધ ઊભરરૂપે રડે છે; તે વખતે તેને પાણી મળે તો ઊભરો શાન્ત થઈ જાય છે. દૂધમાં પાણી ભેળવવાની લુચ્ચાઈ તો અનાદિ કાળથી ચાલતી આવે છે. દૂધ માટે શુદ્ધતામાપક સાધનો પ્રચારમાં આવ્યા પછી ભેળસેળનું પ્રમાણ ઘટ્યું છે, તો પણ જ્યાં ગરીબી અને બેકારીનું પ્રમાણ વધુ હોય ત્યાં દૂધમાં ભેળસેળ ક૨વાના કિસ્સા બનતા જ રહેવાના. દૂધમાં તરત બગડી જવાનું લક્ષણ રહેલું છે. દૂધમાંથી દહીં બનાવવામાં આવ્યું હોય તો તે પણ વધુ વખત રહે તો તીવ્ર દુર્ગંધ ફેલાવે છે. માખણ પણ તરત બગડવા લાગે છે. આથી ભારત જેવા ઉષ્ણ દેશોમાં પ્રાચીન સમયમાં દૂધમાંથી દહીં, માખણ અને છેવટે ઘી બનાવવાની પ્રક્રિયા પ્રચલિત થઈ ને આજ પર્યંત ચાલુ છે. થી લાંબા સમય સુધી બગડતું નથી. યુરોપના ઠંડા દેશોમાં દૂધ, દહીં, માખણ જલદી બગડતાં નથી. એટલે ત્યાં માખણ ખાવાનો અને લાંબા સમય સુધી બગડે નહિ એવી પનીર (ચીઝ) બનાવવાનો રિવાજ પ્રચલિત થયો. હવે તો દુનિયામાં બધે જ રેફ્રિજરેટરો આવ્યાં એટલે દૂધ અને એની બનાવટો બગડવાનું પ્રમાણ ઘણું બધું ઘટી ગયું. કેટલાક સમય પહેલાં જાપાનના એક વિસ્તારમાં દસ હજારથી વધુ માણસોને અચાનક ઝાડાઊલટી થયાં હતાં. તપાસ કરતાં માલૂમ પડ્યું કે એક ડેરીના દૂધને કારણે આ ઘટના બની હતી. ડેરીએ કબૂલ કરી લીધું હતું કે વધેલું જૂનું વાસી દૂધ નવા દૂધમાં ભેળવ્યું હતું માટે આમ Page #54 -------------------------------------------------------------------------- ________________ દુધામૃત ૪૫ થયું છે. ડેરીએ પોતાનું નહિ વેચાયેલું દૂધ પાછું ખેંચી લીધું હતું. ભારતમાં વખતોવખત લગ્ન પ્રસંગે દૂધની વાનગી કે કોઈ ઉત્સવ વખતે પ્રસાદીના પેંડા ખાધા પછી કેટલાયે લોકોને ખોરાકીનું ઝેર(Food Poisoning) ચડી ગયું હોય અથવા ઝાડા ઊલટી થઈ ગયાં હોય એવી ઘટનાઓ બને છે. દૂધ ઊકળતું હોય તે વખતે તેમાં ગરોળી કે કોઈ જીવડું પડ્યું હોય અને દૂધ બગડી ગયાની ખબર ન પડી હોય ત્યારે આવું બને છે. ક્યારેક દૂધની વાનગી વાસી થઈ ગઈ હોય અને અંદર ફૂગ વળી ગઈ હોય ત્યારે પણ આવું બને છે. સમૃદ્ધ દેશોમાં, સુખી ઘરનાં બાળકોમાં સાદું દૂધ પીવાનો અભાવ વધતો જાય છે. કેટલાંયે બાળકોને મલાઈવાળું દૂધ ભાવતું નથી. ચોકલેટ અને સોડાવાળાં પીણાંઓના સ્વાદની ટેવથી બાળકોમાં તાજું સાદું દૂધ પીવાનો અભાવ વધતો જાય છે. એથી અમેરિકામાં એક મહિલાએ Milk Moustacheની ઝુંબેશ ચાલુ કરી છે. દૂધ પીતાં પીતાં બાળકના ઉપલા હોઠ ઉપર દૂધ ચોટી જાય અને તે સફેદ મૂછ જેવું લાગે તો એને બાળકોની ફેશન તરીકે ગણાવી, એવી દૂધાળી મૂછના ફોટા પડાવવાની પ્રવૃત્તિનો પ્રચાર વધતો ચાલ્યો છે કે જેથી બાળકોમાં દૂધ પીવાનો ઉત્સાહ વધવા લાગે અને બાળકોનું આરોગ્ય સારું રહે. પ્રાણીઓમાં દૂધ જેને સૌથી વધુ પ્રિય હોય એવા પ્રાણી તરીકે બિલાડીને ઓળખાવવામાં આવે છે. એને ઘણે દૂરથી દૂધની ગંધ આવે છે. રાત્રે અંધારામાં પણ તે જોઈ શકે છે અને દૂધના વાસણ સુધી પહોંચી જાય છે. એટલે તો ગામડાંઓમાં શીકાંની પ્રથા હતી કે જેથી બિલાડી કૂદીને પણ ત્યાં પહોંચી શકે નહિ. ચાંદની રાતે દૂધ અને પૌઆ ભેળવીને ચાંદનીમાં ઠરવા મૂક્યાં હોય તો બિલાડીથી સાચવવું પડતું. કવિઓએ તો કલ્પના કરી છે કે પૂર્ણિમાના ચંદ્રની રેલાતી ચાંદની એવી સરસ શ્વેત અને શીતળ હોય છે કે બિલાડીને તે દૂધ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૬ સાંપ્રત સહચિંતન હોવાનો ભ્રમ થાય છે અને ચાંદનીને ચાટવા લાગે છે. ફક્ત પશ્ચિમના વેગન (Vegan) લોકો જ દૂધનો આહાર નથી લેતા એવું નથી. કેટલાયે જૈનો, વિશેષતઃ કેટલાક જૈન સાધુ-સાધ્વીઓ જીવન પર્યંત દૂધ કે એમાંથી બનેલી વાનગીઓ નથી લેતા. પરંતુ વેગન લોકોની દૃષ્ટિ જુદી છે અને જૈનોની દૃષ્ટિ જુદી છે. જેનો સંયમની દૃષ્ટિએ દૂધને વિચારે છે. - જેઓ બ્રહ્મચર્યવ્રતનું મન, વચન, કાયાથી સારી રીતે પાલન કરવા ઈચ્છે છે તેઓએ દૂધ અને દૂધની મીઠાઈ ન લેવાં જોઈએ અથવા અલ્પ પ્રમાણમાં લેવાં જોઈએ. તેઓ કઢેલું શર્કરાયુક્ત દૂધ અથવા દૂધની મીઠાઈ વધુ પ્રમાણમાં સાંજે લે તો સ્વપ્નદોષ થવાનો સંભવ રહે છે. જૈન ધર્મ પ્રમાણે ‘દૂધ' અને એમાંથી બનતાં દહીં, છાશ, માખણ અને ઘીનો સમાવેશ ‘વિગઈ’માં થાય છે. ઘી, તેલ, ગોળ, ખાંડ પણ વિગઈમાં ગણાય છે. પ્રાકૃત ‘વિગઈ’ શબ્દ વિકૃતિ ઉપરથી આવ્યો છે. દૂધ, ઘી, ગોળ, સાકર વગેરે પદાર્થો સ્નિગ્ધ અને પુષ્ટિકર મનાય છે. એ શક્તિવર્ધક છે, પરંતુ જેઓ બ્રહ્મચર્ય વ્રતનું બરાબર પાલન કરવા ઈચ્છતા હોય તેઓએ વિકૃતિ કરનાર આ વિગઈનો ત્યાગ કરવો જોઈએ અથવા અત્યંત અલ્પ પ્રમાણમાં તે લેવાં જોઈએ. જૈનોમાં આયંબિલનું વ્રત, તપ કરાય છે. આયંબિલ કરનાર વિગઈનો ઉપયોગ કરી ન શકે. એણે લુખ્ખો આહાર લેવો જોઈએ. કેટલાંક જૈન સાધુ-સાધ્વીઓ ચાતુર્માસમાં અથવા કેટલાક તો જીવનપર્યંત એક-બે અથવા બધી વિઞઈના ત્યાગનાં પચ્ચખાણ લે છે. કેટલાક સાધુ-સાધ્વીઓ તો સ્વાદેન્દ્રિય ઉત્તેજે એવા ખાટા અને તીખા રસના આહારનો ત્યાગ કરે છે અને પર્વતિથિએ, ચાતુર્માસમાં કે યાવજ્જીવન લીલોતરીનો ત્યાગ કરે છે. સાત્ત્વિક ગુણની વૃદ્ધિ માટે, સંયમના ત્રિકરણયોગે પાલન માટે આવી આહારશુદ્ધિની મર્યાદા સ્વીકારાઈ છે. ભાગ ૧૩ Page #56 -------------------------------------------------------------------------- ________________ દુગ્ધામૃત ૪૭ ભારતીય સાંસ્કૃતિક પરંપરામાં દૂધને પવિત્ર માનવામાં આવ્યું છે. એટલે દૂધ ઢોળાય કે ઉભરાય તો એને અપશુકન માનવામાં આવે છે. કોઈને નાણાં પાછાં આપવાની વાત આવે તો પોતાની પ્રામાણિકતા દર્શાવવા માટે માણસ કહે છે કે “મારે દૂધે ધોઈને નાણાં પાછાં આપવામાં છે.” જૈનોમાં જિનપ્રતિમાને સ્નાન-(પ્રક્ષાલ) પ્રથમ દૂધથી કરવામાં આવે છે અને પછી જલથી, કારણ કે દેવો તીર્થકર ભગવાનના જન્મસમયે એમને સ્નાન કરાવવા માટે મેરુપર્વત પર લઈ જાય છે અને ક્ષીરસમુદ્રના દૂધ જેવા જળથી સ્નાન કરાવે છે. માણસ અનીતિ કરે અને પછી નુકસાન થાય ત્યારે ‘દૂધના દૂધમાં અને પાણીના પાણીમાં’ એવા રૂઢપ્રયોગનો ઉપયોગ કરે છે. આમ, દૂધ માનવજાત માટે અમૃત સમાન છે, પણ એને છંછેડવામાં આવે તો તે વિષ સમાન બનવાની ક્ષમતા ધરાવે છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં ભૂકંપ ભૂકંપ એટલે પૃથ્વીના ગોળાને થતી પેટની ગરબડ. એ જ્યારે વધુ તીવ્ર બને છે ત્યારે એનાં અંગાંગો ધ્રુજવા લાગે છે, એ વાયુ છોડે છે અને ક્યારેક લાવારસનું વમન પણ કરે છે. વૈજ્ઞાનિકો રેડિયો કાર્બન ટેસ્ટ અને અન્ય ચકાસણી દ્વારા એવા અનુમાન પર આવે છે કે આપણી પૃથ્વીનો ગોળો ઓછામાં ઓછો આશરે પાંચ અબજ વર્ષ જૂનો હોવો જોઇએ. આટલા દીર્ઘ કાળમાં આ ગોળાએ કેટલા બધા ભૂકંપો અનુભવ્યા હશે ! માણસને એની સરેરાશ આયુમર્યાદામાં પાંચ-પંદર વખત તો ભૂકંપની વાત જોવા-સાંભળવા મળે જ છે. આ એક એવો પ્રકૃતિનો પ્રકોપ છે કે જેના ઉપર માનવી હજુ વિજય મેળવી શક્યો નથી. ધરતી જ્યારે રૂઠે છે ત્યારે કાળો કેર વર્તાવે છે. એકવીસમી સદીની શરૂઆત અને ર૬મી જાન્યુઆરીનો ઉત્સવભર્યો પ્રજાસત્તાક દિન ગુજરાત માટે દુર્દિન બની ગયો. ગુજરાતે આવો ભયંકર દિવસ છેલ્લા કેટલાક સૈકાઓમાં પણ નહિ જોયો હોય. છપ્પનિયા દુકાળ વખતે ભૂખે ટળવળતા માણસો મોટી સંખ્યામાં મૃત્યુ પામ્યાં હતાં અને તે એક સામટાં નહિ પણ થોડા મહિનાઓમાં. પ્લેગ કે કોલેરાના ઉપદ્રવમાં કે વાવાઝોડામાં અનેક માણસો માર્યા ગયા છે, પરંતુ એ બધામાં માલમિલકતને નુકસાન થયું હોય તો પણ તે નહિ જેવું. આ વખતના ગુજરાતના ભૂકંપમાં તો થોડી મિનિટોમાં જ એક સાથે ઘણા મોટા પ્રદેશ-વિસ્તારમાં અસંખ્ય મકાનો ધરાશાયી થઈ ગયાં અને હજારો માણસો મૃત્યુના મુખમાં ધકેલાઈ ગયાં. પ્રકૃતિનું તાંડવ જ્યારે થાય છે ત્યારે મનુષ્ય કેટલો બધો લાચાર બની જાય છે એ નજરે જોવા મળ્યું છે. ગુજરાતનો ધરતીકંપ બહુ મોટા ફલક ઉપર, રિચર સ્કેલ પર ૭.૯થી ૮.૧ જેટલી અતિશય તીવ્રતાવાળો હતો. સરકારી આંકડા પ્રમાણો ગુજરાતના વીસ જિલ્લાઓનાં સાડા આઠ હજારથી વધુ ગામોને Page #58 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં ભૂકંપ એનો આંચકો લાગ્યો હતો. નાનાં મોટાં મળીને આશરે અઢી લાખ મકાનો જમીનદોસ્ત થઈ ગયાં છે અને બીજાં ચાર લાખ મકાનોને નુકસાન પહોંચ્યું છે. લગભગ પચાસ હજાર માણસો મૃત્યુ પામ્યા છે અને સિત્તેર હજાર માણસો ઘાયલ થયા છે. વળી પંદર હજાર જેટલાં પશુઓ પણ મૃત્યુ પામ્યાં છે. માલમિલકતને થયેલું નુકસાન આશરે એકવીસ હજાર કરોડ રૂપિયા જેટલું અંદાજવામાં આવે છે. આ આંકડાઓમાં હજુ પણ વૃદ્ધિ થવાનો સંભવ છે. આ ધરતીકંપમાં સૌથી વધુ હોનારત કચ્છમાં થઈ છે. ભુજ, અંજાર, રાપર, ભચાઉ વગેરે શહેરો ભરખાઈ ગયાં છે. માનવમૃત્યુની સંખ્યા પણ ત્યાં પંદર હજારનો આંકડો વટાવી ગઈ છે. એમાંયે ભૂજ તો ખંડિયેર જેવું બની ગયું છે. કેટલાંયે કુટુંબો નામશેષ થઈ ગયાં છે. છાપાંઓમાં પ્રગટ થતા ફોટા અને ટી.વી. પર જોવા મળતાં દશ્યો હૃદયદ્રાવક છે. દુનિયાભરમાંથી સહાયનો પ્રવાહ તરત જ વહેતો થઈ ગયો છે. તેમ છતાં બેઘર બનેલા લોકોના પુનર્વસનનું કાર્ય પૂરું થતાં હંમેશાં ઠીક ઠીક સમય લાગે છે. વિશ્વમાં મોટા ધરતીકંપો વખતોવખત થતા રહે છે. જાપાન, ચીન, તાઇવાન, અફઘાનિસ્તાન, ઇરાન, ઇરાક, તુર્કસ્તાન, આર્મેનિયા, મેક્સિકો, ગ્વાટેમાલા, ચિલી, અલાસ્કા વગેરે દેશોમાં મોટા ભયાનક ધરતીકંપો થયા છે. સામાન્ય રીતે રિચર સ્કેલ પર ચાર-પાંચ પોઇન્ટ સુધીના આંચકા ભારે ગણાતા નથી. ૬ પોઇન્ટથી ઉપરના ધરતીકંપ મોટું નુકસાન કરે છે. સાત પોઇન્ટથી ઉપરના ધરતીકંપની સૌ કોઈને ખબર પડે છે. રસ્તે ચાલતો માણસ પણ સમતુલા જાળવી શકતો નથી. વાહનો પણ ડગુમગુ થઈ જાય છે. મકાનો તૂટી પડે છે. આઠ અને નવ પોઇન્ટના ધરતીકંપો સમુદ્રમાં મોટાં રાક્ષસી મોજાં ઉત્પન્ન કરે છે. ધરતીકંપ એક એવી દુર્ઘટના છે કે જેમાં વૈજ્ઞાનિક પદ્ધતિની આગાહી ૪૯ Page #59 -------------------------------------------------------------------------- ________________ પ૦ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ થઈ શકતી નથી. અનુમાન કે વર્તારા થાય છે. ધરતીકંપ થવાનો હોય એના કેટલાક કલાક પહેલાં ઊંદરો, કૂતરાં, ઘોડા વગેરે પશુ-પક્ષીઓ બેબાકળા બની દોડાદોડ કરવા લાગે છે એવી માન્યતા છે, પણ તે પણ પૂરેપૂરી સાચી નથી. ધરતીકંપની કોઈ પૂર્વ એંધાણી ન હોવાથી માણસો અચાનક જ ઝડપાઈ જાય છે. ધરતીકંપનો આંચકો અનુભવાય કે તરત રસ્તા પર ખુલ્લામાં ચાલ્યા જવાની સલાહ અપાય છે અને તે સાચી છે, પણ ઊંચાં ઊંચાં મકાનોમાંથી નીચે ઊતરતાં જ જ્યાં વાર લાગે ત્યાં એ ઉપાય શી રીતે અજમાવાય ? અલબત્ત રાતે ધરતીકંપ થાય તો ઘરોમાં સૂતેલા માણસોનો ખુવારીનો આંકડો જબરદસ્ત રહે. ગુજરાતમાં દિવસે ધરતીકંપ થયો એટલે ઘરબહાર નીકળેલા, રસ્તા પર અવરજવર કરનારા ઘણા માણસો બચી ગયા. ધરતીંકપની તીવ્રતાની સાથે એ પ્રદેશમાં વસતી કેટલી ગીચ છે, ઇમારતો કેટલી નબળી છે એના ઉપર ખુવારીનો આધાર રહે છે. અફાટ રણપ્રદેશમાં ભારે ધરતીકંપ થાય તો ભૌગોલિક ફેરફારો થાય, પણ ખુવારીની ત્યાં શક્યતા નથી. પરંતુ ગીચ વસતીવાળા પ્રદેશમાં ધરતીકંપ થાય તો જાનમાલને ભારે નુકસાન પહોંચે છે. ચીનમાં તાંગશાન શહેરમાં ૭.૯ની તીવ્રતાવાળો ધરતીકંપ થતાં આશરે અઢી લાખ માણસો માર્યા ગયા હતા, જ્યારે ચીલીમાં ૮.૬નો ધરતીકંપ થતાં આશરે વીસ હજારનાં મૃત્યુ થયાં હતાં. ભારત ગીચ વસતીવાળો અને જૂનાં જર્જરિત મકાનોવાળો દેશ છે. એટલે જ્યારે પણ ભારતમાં મોટી તીવ્રતાવાળો ધરતીકંપ થાય ત્યારે ખુવારીનો આંકડો મોટો જ રહેવાનો. સામાન્ય માન્યતા એવી છે કે પર્વતીય ક્ષેત્રોમાં ધરતીકંપ વધુ થાય છે અને તે પણ શિયાળામાં. સપાટ પ્રદેશોમાં એનું પ્રમાણ ઓછું છે. જાપાન વગેરે કેટલાક દેશોમાં સાધારણ કક્ષાના ધરતીકંપો વરસમાં હજારથી પણ વધુ થયા કરે છે. કેટલાક તો એટલા હળવા હોય છે કે Page #60 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં ભૂકંપ ૫૧ લોકોને એની ખબર પણ પડતી નથી. માત્ર સિસ્મોગ્રાફમાં તે નોંધાય છે. ગુજરાતમાં સપાટ પ્રદેશમાં પ્રમાણમાં ઓછા ધરતીકંપ થયા છે, પરંતુ ભારતમાં પશ્ચિમ કિનારે થયેલા આ વખતના ધરતીકંપે પોતાની ભયાનકતાનું સ્વરૂપ બતાવી આપ્યું છે. ધરતીકંપની ઘટના ત્વરિત અને મોટા પ્રાદેશિક વિસ્તારમાં બને છે. માણસોના મૃત્યુ સહિત મકાનો ધરાશાયી થાય છે. અનેક લોકો થોડી મિનિટોમાં ઘરબાર વગરના થઈ જાય છે. દટાયેલી લાશો કાઢવામાં સમય નીકળી જાય છે. લાશોની દુર્ગંધથી રોગચાળો ન ફેલાય એની સાવચેતી રાખવાની હોય છે. ઘરબાર વગરના માણસોને કામચલાઉ આશ્રય અને ખોરાક, દવા, કપડાં વગેરે પહોંચાડવાનાં હોય છે. ઘાયલ લોકો માટે તબીબી સેવાની વ્યવવસ્થા કરવાની રહે છે. એટલે ભૂકંપ વખતે સરકારની વિવિધ પ્રકારની જવાબદારી એકદમ વધી જાય છે. વસ્તુત: આધુનિક સમયમાં દરેક દેશે કુદરતી આપત્તિ વખતે યુદ્ધના ધોરણે કામ કેમ કરવું એ માટે કાયમી સક્ષમ તાલીમબદ્ધ નિષ્ણાત માણસોનું વહીવટી તંત્ર ઊભું કરવાની આવશ્યકતા છે. દુનિયામાં ઘણા દેશો હવે ભૂકંપની બાબતમાં સભાન થવા લાગ્યા છે. જમીનમાં ઊંડે સુધી પાઇલિંગ કરીને બાંધવામાં આવતાં બહુમાળી મકાનો ભૂકંપનો સામનો કરી શકે છે. જાપાનમાં વાંરવાર ભૂકંપ થતા હોવા છતાં મોટાં મકાનોને આંચ નથી આવતી. ગઈ સદી સુધી જાપાનમાં ઊંચાં મકાનો બાંધવાનો રિવાજ નહોતો. લાકડાનાં બેઠા ઘાટનાં માળ વગરના મકાનો બંધાતાં કે જેથી તૂટે તો પણ ઇજા ઓછી થાય. ભારતમાં આઠ લાખ ગામડાંઓમાં મકાનો જૂનાં અને જર્જરિત દશામાં છે. મોટાં શહેરોમાં બહુમાળી મકાનો થાય છે, પણ એમાં પણ જ્યાં યોગ્ય સાવચેતી લેવામાં આવતી નથી ત્યાં જોખમ તો રહે જ છે. નબળાં મકાનો બાંધી વધુ કમાઈ લેવાની વૃત્તિ ભારતમાં સર્વત્ર છે. લોખંડ, Page #61 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન - ભાગ ૧૩ સિમેન્ટ વગેરે હલકા પ્રકારનાં, ઓછાં વાપરી, લાંચ આપી સરકારી અમલદારો પાસે પ્લાન મંજૂર કરાવી લેવાના કિસ્સા ઘણા બને છે. અમદાવાદ અને બીજાં શહેરોમાં કેટલાંક બહુમાળી મકાનો આવા કારણે જ ધરાશાયી થયાં છે. જ્યાં સુધી સરકારી વહીવટીતંત્ર ભ્રષ્ટાચારથી ખદબદતું રહેવાનું ત્યાં સુધી આવી દુર્ઘટનાઓનું પ્રમાણ પણ વધુ રહેવાનું. આપણા દેશમાં નાની નાની ઘટનાઓમાં પણ સલામતીની વ્યવસ્થા રૂપે સાવચેતીનાં પગલાં બહુ લેવાતાં નથી. એ બાબતમાં સરકારી અને પ્રજાકીય વ્યવસ્થાતંત્ર ઘણું નબળું છે. દૃષ્ટિ અને સૂઝનો અભાવ છે. દરકાર નહિ જેવી છે. એટલે ઠેર ઠેર અકસ્માતો થતા જ રહે છે. લોકો પણ એનાથી ટેવાઈ ગયા છે. માનવજીવનની કશી કિંમત નથી એવું ક્યારેક ભાસે છે. એક અબજની વસતીમાં થોડા લોકો ઓછા થયા તો શું થયું એવા વિચારવાળા કોઇક રીઢા માણસો પણ મળશે. પરંતુ હવે સમય આવી પહોંચ્યો છે કે જ્યારે સર્વ ક્ષેત્રે સલામતીની વ્યવસ્થા વધુ સુદૃઢ, સક્ષમ બનાવવાની રહેશે. એમ નહિ થાય તો અકસ્માતોની, જાનહાનિની પરંપરા ચાલુ રહેશે. એ માટે પ્રજાને યોગ્ય શિક્ષણ અને તાલીમ આપવી જોઇશે. આપણા દેશમાં મોટા મોટા ખાડા, ખુલ્લી ગટરો, તૂટેલાં પગથિયા હોય તો પણ સાવચેતીની નિશાની મૂકાતી નથી. કેટલાક દેશોમાં ફરસ પર પોતું કર્યું હોય અને લપસી પડવાની ધાસ્તી હોય અથવા ઊંચાનીચા પગથિયામાં ઠેસ લાગવાની શક્યતા હોય ત્યાં `Watch Your Step'નું પાટિયું લાગ્યું જ હોય. જ્યારે કોઈ કોઈ દુર્ઘટના થાય અથવા કુદરતી આપત્તિ આવી પડે છે ત્યારે કેટલાંક અનિષ્ટ તત્ત્વો સક્રિય બની જાય છે. આર્થિક દૃષ્ટિએ પછાત એવા દેશોમાં એ વિશેષ બને છે. ગરીબી અને લોભ-લાલચ નબળા મનના માણસોને લાચાર બનાવી દે છે. કોઈ વિમાન તૂટી પડ્યું હોય તો આસપાસ રહેતા માણસો પ્રવાસીઓનો સામાન કે કિંમતી પર Page #62 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં ભૂકંપ ૫૩ ચીજવસ્તુઓ ઉપાડી જાય છે. પૂર કે વાવાઝોડું આવ્યું હોય કે આગ લાગી હોય અને લોકો ઘર ઉઘાડાં મૂકીને ભાગ્યા હોય ત્યારે આવા દુષ્ટ માણસો ઘરમાં ઘૂસીને વસ્તુઓ ઉઠાવી જાય છે. આવું જ ધરતીકંપ વખતે પણ થાય છે. ગુજરાતમાં પણ એવા કેટલાક કિસ્સા બન્યા છે. વળી લોકોએ રાહત માટે આપેલી સામગ્રી વચમાંના માણસો દ્વારા કે સરકારી નોકરો દ્વારા આઘીપાછી કરી દેવાય છે. કેટલાક પીડિત લોકો પણ પોતાની જરૂરિયાત કરતાં ઘણું વધારે પડાવવાની વૃત્તિ ધરાવે છે. કેટલાક તો તેનો સંગ્રહ કરીને પછી એનાં નાણાં ઉપજાવે છે. આવું બનવું સ્વાભાવિક છે. આવી કેટલીક ગેરરીતિઓ થતી હોવા છતાં દાતાઓએ દાન આપતાં અટકવું ન જોઇએ. લોકોની આર્થિક સારી સ્થિતિ સારી થાય અને નીતિ-સદાચારનું યોગ્ય શિક્ષણ અપાય તો જ આ દૂષણ ઓછું થાય. દુર્ઘટનાના સ્થળ અને આપણી વચ્ચે સ્થળ અને કાળનું જેમ અંતર વધારે તેમ તે માટેની સંવેદના ઓછી એવી એક માન્યતા છે, સિવાય કે આપણાં કોઈ સ્વજનો એનો ભોગ બન્યાં હોય. કોઇકે કહ્યું છે કે Our Sympathy is cold to the relation of distant misery. sleu, સાઇબિરિયા, આઇસલેન્ડ કે અલાસ્કામાં કોઈ ભયંકર દુર્ઘટના બને તો એ પ્રત્યે આપણી સંવેદના તીવ્ર ન હોય, જેટલી આપણા ઘર આંગણે બનતી દુર્ઘટના પ્રત્યે હોય. ગુજરાતના ધરતીકંપ માટે આપણને, ગુજરાત બહાર વસતા સૌ ગુજરાતીઓને લાગણી થાય તેટલી ઇતરને ન થાય એમ સામાન્યપણે મનાય, પરંતુ વર્તમાન જગતમાં ટી.વી.માં દશ્યો જોઈ અનેક લોકોને અનુકંપા થાય છે. આવે વખતે યથાશક્તિ સહાય કરવા સૌ કોઈ ઉત્સુક બને છે. માનવતાની ત્યારે કપરી કસોટી થાય છે. દુશ્મનનું હૃદય પણ ત્યારે પીગળે છે. વર્તમાન સમયમાં દુનિયાના દેશો પરસ્પર ઘણા નજીક આવતા ગયા છે. એથી સહાનુભૂતિની લાગણી Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૪ વધારે વ્યાપક બની છે. સહાયનું પ્રમાણ પણ વધ્યું છે. કુદરતની આવી સંહારલીલા જોઇને ભિન્નભિન્ન માાસને ભિન્નભિન્ન વિચાર આવશે. પર્યાવરણવાદીઓ કહેશે કે માણસ પ્રકૃતિની સંભાળ લેતો નથી માટે પ્રકૃતિ માણસની સંભાળ લેતી નથી. માાસે પ્રકૃતિ ઉપર કેટલો બધો અત્યાચાર કર્યો છે ! જંગલનાં વૃક્ષો બેફામપણે કાપ્યાં છે. પોતાનાં સુખસગવડ માટે રોજનું લાખો ટન તેલ ધરતીમાંથી એ કાઢતો રહ્યો છે. કારખાનાંઓના મલિન કચરાથી નદી-સાગરનાં જલને ઝેરી બનાવી રહ્યો છે કે જેથી રોજેરોજ લાખો કરોડો જલચરો અકાળે મૃત્યુ પામે છે. પૃથ્વીનું ઉષ્ણતામાન વધી ગયું છે. આવું જ્યાં થાય ત્યાં કુદરત કેમ ન રૂઠે ? પ્રકૃતિવાદીઓ કહેશે કે સર્જન અને સંહારની લીલા પ્રકૃતિમાં અનાદિ કાળથી ચાલી આવી છે. તમે માત્ર સંહારલીલા જ કેમ જુઓ છો ? એની સર્જનલીલા પણ નિહાળો ! એ લીલા આગળ સંહારલીલા તો કંઇ જ નથી. વળી સંહારલીલા નવી સર્જનલીલા માટે જ છે. વૈજ્ઞાનિકો કહેશે કે કારણ વગર કોઈ કાર્ય બનતું નથી. કારણ આપણને ન જડતું હોય તો તે શોધવાનો પુરુષાર્થ કરવો જોઇએ. કુદરતમાં કારણ વગર આપમેળે અચાનક કશું બનતું નથી. દરેક ઘટનામાં વૈજ્ઞાનિક નિયમો રહેલા છે. સમાજશાસ્ત્રીઓ કહેશે કે આવી ઘટનાઓ બને છે ત્યારે માણસમાં રહેલી સામાજિક ચેતના વિસ્તાર પામે છે. કેટલાક પુરાણવાદીઓ કહેશે કે આવી ઘટનાઓ એ કળિયુગની નિશાની છે. માનવજીવન હજુ પણ વધુ અધોગતિએ પહોંચશે અને કળિયુગને અંતે સમગ્ર સૃષ્ટિનો પ્રલય થશે. ઇશ્વરવાદીઓ કહેશે કે આવા કરુણ બનાવો એ તો ઇશ્વરે માનવજાતને એનાં પાપો માટે કરેલી સજા છે. ભવિતવ્યતાવાદી અથવા પ્રારબ્ધવાદી કહેશે કે જે કાળે જે બનવાનું હોય તે બને જ છે. એમાં કોઈ અન્યથા કરી શકતું નથી, જે બન્યું તે સ્વીકારી લો. કેટલાક તત્ત્વવેત્તાઓ કહેશે કે આ તો સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ Page #64 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં ભૂકંપ ૫૫ મોટાં સામુદાયિક અશુભ કર્મનો ભારે ઉદય છે-એ જે હોય તે, પણ એટલું નિશ્ચિત છે કે કસોટીના આવા કપરા પ્રસંગે વર્ણ, જાતિ, ભાષા, ધર્મ, પ્રદેશ, રાષ્ટ્ર ઇત્યાદિના ભેદો ભુંસાઈ જાય છે અને મનુષ્યમાં રહેલી માનવતા મહોરી ઊઠે છે. આપણે આપણામાં રહેલી માનવતાની વાટને સંકોરીને એની જ્યોતને ઉજ્જવળ બનાવવી જોઇએ. આપણે અંતર્મુખ બનીને આપણી જાતને પ્રશ્ન કરવો જોઇએ કે ‘આ સેવાયજ્ઞમાં મારી આહુતિ કેટલી ? મનુષ્ય તરીકેનું મારું કર્તવ્ય મેં બરાબર બજાવ્યું છે ?’ Page #65 -------------------------------------------------------------------------- ________________ દાક્તર, તમે સાજા થાવ ! દાક્તરો આપણને સાજા થવાનું કહે કે આપણે દાક્તરોને સાજા થવાનું કહેવાનું હોય ? સામાન્ય રીતે દાક્તર આપણને સાજા થવાનું કહે એ જ યોગ્ય છે. તેઓ આપણને સાજા કરે કારણ કે દર્દીને સાજા કરવાનો દાક્તરનો વ્યવસાય છે. વસ્તુતઃ દાક્તરનું એ વ્યાવસાયિક કર્તવ્ય પણ છે, પરંતુ ક્યારેક એવી ઘટનાઓ બને છે કે જેથી દાક્તરને સાજા થવા માટે ભલામણ કરવાનું આપણને મન થાય. દાક્તરને સાજા કરવાની આવડત કે શક્તિ આપણામાં ન હોય, તેમને આવી સલાહ આપવાનું નૈતિક બળ પણ આપણામાં ન હોય અને વળી તે અનધિકાર ચેષ્ટા બને તો પણ ક્યારેક કોઈકના મનમાં એવો ભાવ ઊઠે પણ ખરો. વસ્તુતઃ મને પોતાને તો દાક્તરોનો ઘણો સારો અનુભવ છે. તો પણ દુનિયામાં બનતી ઘટનાઓનો પડઘો આપણા મનમાં પડે છે. દાક્તરો માંદા ન જ પડે એવું નથી. પોતાની પાસે દાક્તરી વિદ્યા હોવાથી દાક્તરો એકંદરે ઓછા માંદા પડે છે. ઘણાખરા વૈદો કે દાક્તરોને એકંદરે સરેરાશ સારું આયુષ્ય સાંપડે છે, તો પણ માંદગી તેઓના જીવનમાં પણ આવે છે. દાંતના દાક્તરના દાંત દુખે નહિ કે પડે નહિ એવું ન બની શકે. આંખના દાક્તરને ચમા કે મોતિયો ન જ આવે કે કાનના દાક્તર બહેરા ન થયા હોય એમ બને નહિ. એકંદરે તો દાક્તરો જે રોગના નિષ્ણાત હોય અને દર્દીઓની સારવાર કરતા હોય તેઓ પોતે તો એ બાબતમાં એટલી સંભાળ લઈ શકે. આમ છતાં હૃદયરોગના નિષ્ણાત દાક્તર હૃદયરોગથી મૃત્યુ પામ્યા હોય અથવા કેન્સરના રોગના દાક્તરનું અવસાન કેન્સરથી થયું હોય એવા કેટલાંયે ઉદાહરણો જોવા મળશે. રોગ અને મૃત્યુમાંથી દાક્તરો પણ બચી ન જ શકે. શેક્સપિયરે કહ્યું છે : Page #66 -------------------------------------------------------------------------- ________________ દાક્તર, તમે સાજા થાવ ! By medicine life can be prolonged, Yet death will seize the doctors too. અસાધ્ય રોગો દાક્તરને પણ થાય. એવા કુદરતી રોગો વિશે અહીં કશું કહેવાનું નથી. દાક્તરો અંગે જે ફરિયાદ છે તે તેઓના શારીરિક રોગ અંગે નહિ પણ તેમની માનસિક પ્રકૃતિ અને વિકૃતિ અંગે છે. દાક્તરને સાજા થવાનું કહેવામાં આવે છે તે આ સંદર્ભમાં. દુનિયાની વસતી ઉત્તરોત્તર વધતી જાય છે. એની સાથે રોગીઓની સંખ્યા પણ વધતી જાય છે. રોગીઓ વધે એટલે દાક્તરો વધે. કોઈ પણ ક્ષેત્રે આવો વધારો થાય ત્યારે, પૂર આવે અને જેમ કચરો વધે, તેમ કેટલાક ખોટા માણસો આ વ્યવસાયમાં પણ પ્રવેશી જાય. પ્રજાનો વિશાળ વર્ગ જ્યાં ગરીબ અને અશિક્ષિત હોય, કાયદાનું પાલન અધકચરું હોય અને નીતિમત્તાનાં ધોરણો શિથિલ હોય ત્યાં ખોટા માણસો ફાવી જાય છે. દાક્તરી વ્યવસાયના ક્ષેત્રે અર્ધવિકસિત દેશોમાં એનું પ્રમાણ વધુ હોય છે. દરેક વ્યવસાયમાં જેમ થોડાક માણસો અયોગ્ય, અપાત્ર (Misfit) મળશે તેમ તબીબી ક્ષેત્રે પણ જોવા મળશે. એકંદરે તો પ્રતિષ્ઠિત દાક્તરો અનેક મળવાના, પોતાનું કર્તવ્ય નિષ્ઠાપૂર્વક બજાવનારા અનેક જોવા મળશે, પણ એક બે ટકા એવા પણ નીકળવાના કે જેમના થકી તબીબી ક્ષેત્ર વગોવાયા કરે. તબીબી વ્યવસાયની આચારસંહિતા કેટલી ઉમદા છે ! દુનિયાના બધા દેશોમાં એનું સારી રીતે પાલન થાય છે. એમ છતાં ઘણે ઠેકાણે ગેરરીતિઓ આચરાય છે. સુધરેલા સમૃદ્ધ દેશો પણ એમાં બાકાત નથી. અમેરિકામાં તાજેતરમાં એક વિવાદ ચાલ્યો છે કે છેલ્લાં દસ વર્ષમાં દાક્તર (કે હોસ્પિટલ)ની ભૂલ અથવા બેદરકારીને કારણે મૃત્યુ પામેલાઓની સંખ્યા કેટલી ? જુદા જુદા સર્વે પ્રમાણે ૪૫૦૦૦થી ૯૮૦૦૦ની સંખ્યા થાય છે. કેવો મોટો આંકડો છે ! આ બધી પુરવાર થયેલી ભૂલોનો આંકડો છે ! Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૮ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ અમેરિકા જેવા સુશિક્ષિત અને અહેવાલોની ચોકસાઈ રાખનારા દેશમાં દાક્તરોની ભૂલ અથવા બેદરકારીને કારણે હજારો માણસો મૃત્યુ પામતા હોય તો દેખીતું છે કે દાક્તરોને પક્ષે કંઈક ક્ષતિ છે. અમેરિકામાં તો દાક્તરની ભૂલ થાય તો તરત મોટો દાવો માંડી શકાય છે. દર્દીને કોટે વળતર અપાવે છે. એટલે તો ત્યાં દાક્તરો પહેલેથી મોટી ફી પડાવી લે છે. પરિણામે આખી દુનિયામાં તબીબી સારવાર અમેરિકામાં સૌથી મોંઘી છે. એટલે જ માંદા પડવા કરતાં મરવું સસ્તું છે એમ ત્યાં કહેવાય છે. તબીબ વિજ્ઞાનનો વિકાસ માનવજાત માટે આશીર્વાદરૂપ બનતો હોવા છતાં એનાં સાધનો બનાવનાર કંપનીઓ એમાં બહુ નફો રળી લે છે. એવા મોંઘા સાધનો વસાવવાને કારણે સારવાર પણ મોંઘી થતી જાય છે અને એમાંથી વધુ કમાણી કરી લેવાની લાલચ દાક્તરો રોકી શકતા નથી. દાક્તરો જ્યારે વ્યાવસાયિક અને સામાજિક કર્તવ્યનિષ્ઠા મૂકીને ધનલાલસા તરફ પડી જાય છે ત્યારે દર્દીમાં એને ભગવાન નથી દેખાતો, ઘરાક દેખાય છે. એ ઘરાક પણ ભોળો હોય તો એના ભોળપણનો લાભ ઉઠાવી લેવાની તક તે એ જતી નથી કરી શકતા. એની જ્યારે ટેવ પડી જાય છે ત્યારે એ ઘનપ્રાપ્તિ માટે તેઓ સરકારી કાયદાની પણ પરવા કરતા નથી. હોસ્પિટલમાં આપવાની રકમ જુદી અને ઘરે પહોંચાડવાની રકમ જુદી એમ ફીના ભાગ પડી જાય છે. કેટલાક દાક્તરોમાં એવી ગ્રંથિ બંધાઈ જાય છે કે ઓછી ફી રાખીશું તો આપણો સામાન્યમાં ગાઈ જઈશું. કેટલાક નિષ્ણાત દાક્તરોને તો કેસ લાવનાર જનરલ પ્રેક્ટિશનરને ફીમાંથી હિસ્સો આપવાનો હોય છે. તો જ કામ મળે. આમ, તબીબી સારવાર દિવસે દિવસે અતિશય મોંઘી થતી જાય છે. અમેરિકા જેવા દેશ માટે રોબર્ટ કેનેડીએ કહ્યું છે : some of the illness can be so serious that over a period of even a few weeks one's life savings could be wiped out. Page #68 -------------------------------------------------------------------------- ________________ દાક્તર, તમે સાજા થાવ ! પ૯ તબીબી અભ્યાસ લાંબો અને બહુ ખર્ચાળ છે. એમાં પણ મોટી રકમ દાનમાં આપીને મેડિકલ કૉલેજમાં જગ્યા મેળવી હોય તો એવા કોઈક દાક્તરને ખલા નાણાં ઝટ ઝટ મેળવી લેવાની ધૂન લાગે છે. એવી ધૂન ક્યારેક એને ગેરરીતિઓ તરફ દોરી જાય છે. દવાઓમાં ભેળસેળ કરવી, કમિશન મળતું હોય તે કંપનીની દવાઓ પ્રિસ્ક્રાઈબ કરવી વગેરે ગેરરીતિઓ તબીબી વ્યવસાયમાં જોવા મળે છે. કેટલાક વૈદો દવાઓની પડીકીમાં સ્ટેરોઈડ કે કોર્ટિઝન ભેળવીને દર્દીને તરત સાજો કરી દે છે અને પછી કાયમનો માંદો બનાવી દે છે. કેટલાક દાક્તરો પોતે જેને માનતા હોય એવા પેથોલોજિસ્ટ કે બાયોટેક્નિશિયનના રિપોર્ટનો જ આગ્રહ રાખે છે. રોગ પકડવા માટે અલબત્ત, ક્લિનિકલ રિપોર્ટની ચોક્કસાઈ બહુ જરૂરી છે, પરંતુ ઈરાદાપૂર્વક દાક્તર ફરીથી રિપોર્ટ કઢાવવાનો આગ્રહ રાખે ત્યારે દર્દીને એ સમજાઈ જાય છે. એમાં દર્દીની સ્થિતિ સાધારણ હોય તો એનો આર્થિક બોજો વધી જાય છે. ધનલાલસા કોને ન હોય ? દાક્તરોને હોય તેમાં ખોટું શું છે ? આવી દલીલ પણ થાય છે. એ સાચી છે. પણ વ્યવસાયની નિષ્ઠા નીકળી જાય છે ત્યારે એ ખટકે છે. પેલો જાણીતો ટુચકો છે : એક દાક્તરે પોતાના દીકરાને ભણાવીને દાક્તર બનાવ્યો. દીકરો ઘણો તેજસ્વી અને ઉત્સાહી હતો પણ હજુ એણો પોતાના વ્યવસાયનો બહુ અનુભવ લીધો નહોતો. એક દિવસ એણો પોતાના પિતાને કહ્યું, “પપ્પા, જે દર્દીનો રોગ તમે વીસ વર્ષમાં મટાડી ન શક્યા તે મેં એક અઠવાડિયામાં મટાડડ્યો.” દાક્તર પિતાએ કહ્યું, “બેટા, અઠવાડિયામાં મટાડતાં તો મને પણ આવડતું હતું, પણ મેં એ શ્રીમંત માણસનો રોગ તરત મટાડ્યો હોત તો તું દાક્તર ન થયો હોત. એની ફીમાંથી જ તને ભણાવ્યો અને દાક્તર બનાવ્યો છે.' એક દાક્તરને પૂછવામાં આવ્યું કે “દર્દીને તપાસતાં પહેલાં એ Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬૦ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ ભોજનમાં શું શું લે છે એ જાણવાનો આગ્રહ તમે કેમ રાખો છો ?' દાક્તરે કહ્યું, ‘એ પૂછવાથી એના રોગનું કારણ કદાચ જડી આવે, પણ ખાસ તો મારે બિલ કેટલું બનાવવું એની મને સમજ પડે છે.’ ઉત્તમ વૈદ્ય અને નિકૃષ્ટ વૈદ્ય ભારતમાં જ નહિ, દુનિયામાં સર્વત્ર રહેલા છે. આ એક એવો વ્યવસાય છે કે જેમાં ધનપ્રાપ્તિ માટે મન લલચાય અને દર્દી તથા એનો સ્વજનોની સ્થિતિ એવી લાચારીભરી હોય કે વૈદ્યને પ્રસન્ન કરવા તેઓ તૈયાર હોય કે જેથી દર્દીની જિંદગી બચી જાય. આ વ્યવસાયમાં કેટલાયે ખોટા માણસો ભરાઈ જાય છે. જેને ઊંટવૈદ્ય અથવા Quack Doctor કહેવામાં આવે છે. આવા દાક્તરોને શાસ્ત્રકારોએ ‘યમસહોદર' કહ્યા છે, પરંતુ યમરાજા તો સારા કે ફક્ત પ્રાણ હરી લે છે, પરંતુ વૈદ્ય તો પ્રાણ અને ધન બંને હરી લે છે. યમસ્તુ હતિ પ્રામ્, વૈદ્ય: પ્રાણ-ધનાનિ ચ । વારંવાર દર્દીના જીવનનો અંત આવતો પોતાને નજર સમક્ષ જોવા મળતો હોવાથી કેટલાક દાક્તરોમાં જેમ મૃત્યુ અંગે સ્વસ્થતા આવી જાય છે, તેમ કેટલાકમાં તે અંગે જડતા કે નિષ્ઠુરતા પણ આવી જાય છે. દાક્તરને એની ખબર હોય કે ન હોય, દાક્તર પોતે એ વિશે સભાન ન હોય તો પણ મરનાર દર્દીઓનાં સગાસંબંધીઓને એની ગંધ આવી જાય છે. સ્ત્રી-પુરુષોને નગ્ન કરીને તપાસવાનું અગાઉના સમય કરતાં વર્તમાન સમયમાં વધતું રહ્યું છે. તબીબી વિજ્ઞાનની દૃષ્ટિએ એ માત્ર આવશ્યક જ નહિ, અનિવાર્ય પણ છે અને સારું પણ છે. એવું કાર્ય હવે દર્દી અને દાક્તર એમ ઉભય પક્ષે સહજ, સ્વાભાવિક અને લજ્જા-સંકોચ રહિત બન્યું છે. આમ છતાં કુમારિકા અને નાની યુવતીઓ માટે એ ક્ષોભનો પ્રસંગ બને એ શક્ય છે. આવા પ્રસંગે કોઈક દાક્તરોમાં - વિશેષત: યુવાન દાક્તરોના ચિત્તમાં કામુકતા ડોકિયું ન કરી જાય એવું નથી. એવા કિસ્સા જવલ્લે જ બને, પણ બને તો છે જ એ વાત તો દાક્તરો પણ સ્વીકારશે. કેટલીક સ્ત્રીઓ પણ એવા આશયથી વારંવાર દાક્તર Page #70 -------------------------------------------------------------------------- ________________ દાક્તર, તમે સાજા થાવ ! પાસે દોડી જતી હોય છે. દાક્તરોની અંગત ખાનગી મંડળીઓમાં વિશ્વાસથી એકબીજાની આગળ આવી વાતો થતી પણ હોય છે. દાક્તરદર્દીના આવા સંબંધો વધે ત્યારે દાક્તરે પોતાની જાતને સાવધ અને સ્વસ્થ કરી લેવી જોઈએ. દાક્તરના દર્દી સાથે જ સંબંધ થાય છે એવું નથી, નર્સ-સિસ્ટરો સાથે પણ એવા સંબંધો થાય છે. રાતની ફરજ, એકાંત, બંધ બારણે બેસવાની સગવડ વગેરે નિમિત્તો ચિત્તને ચલિત કરનારાં નીવડે છે. રોજેરોજ સતત નગ્ન દર્દીઓને તપાસવાને કારણે દાક્તરોની માનસિક સમતુલા પણ ખોરવાય છે. કેટલાક દાક્તરોને નગ્નતા પ્રત્યે ચીડ, અભાવ થઈ જાય છે. એક દાક્તરને ઘર માટે સરસ ચિત્ર પસંદ કરવું હતું. એક આર્ટ ગેલેરીમાં ખરીદવા જાય છે, ત્યારે વેચનાર દાક્તરના કાનમાં કહે છે, `Are you interested in nude ?' દાક્તરે ચીડાઈને કહ્યું, `What ? I, am fed up of nude. I am a Gynec.' સતત અશુચિમય નગ્નતાની તપાસ કરતા રહેવાને કારણે કેટલાક દાક્તરોને નિર્વેદ આવી જાય છે અને પોતાના જાતીય જીવનમાંથી રસ ઊડી જાય છે. કોઈક વાર આવા દાક્તરનું વર્તન અસ્વાભાવિક બની જાય છે. પાશ્ચાત્ય દેશોનો એક સાચો કિસ્સો છાપામાં વાંચ્યો હતો કે રોજરોજ નગ્ન દર્દીઓને તપાસવાને કારણે નગ્નતા દાક્તરના પોતાના જીવનમાં દિગંબર મુનિની જેમ, સ્વાભાવિક બની ગઈ હતી. બાથરૂમમાંથી નાહીને બહાર નીકળે તો કપડાં પહેર્યા વગર જ નીકળે, ઘરમાં યુવાન દીકરા-દીકરી હતાં પણ દાક્તરને સંકોચ થાય નહિ, પરિવારજનોની ફરિયાદને દાક્તર ગણકારતા નહિ. ૬૧ દુનિયામાં ગર્ભપાતનું દૂષણ અતિશય વધતું જાય છે. સામાજિક કે આરોગ્યની દૃષ્ટિએ કોઈક કિસ્સાઓમાં એનું સમર્થન કરી શકાય એમ હોય તો પણ એમાં પંચેન્દ્રિય જીવની હત્યા રહેલી છે એ નિ:સંશય છે. દાક્તરો દ્વારા આ અનૈતિક, હિંસક પાપ પ્રવૃત્તિને પોષણ મળે છે એ બહુ ખેદની વાત છે. દુનિયાભરમાં અને વિશેષતઃ ભારતમાં કેટલાયે દાક્તરો એ દ્વારા ભારે કમાણી કરી લે છે ! કેટલાક જૈન દાક્તરો Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬૨ સાંપ્રત સહચિંતન ભાગ ૧૩ જ્યારે આવા વ્યવસાયને અપનાવી લે છે ત્યારે તે વધુ શોચનીય બને છે. ભારતમાં અને અન્ય દેશોમાં કેટલાક દાક્તરો શરીરનાં અંગાંગો કાઢી લેવાના ગેરકાયદે વ્યવસાયમાં જોડાય છે. અજાણ્યા ગરીબ દર્દીઓને ખબર પણ ન પડે એ રીતે એમની કિડની કાઢી લેવામાં આવે છે. કિડની માટે ઘણી મોટી રકમ મળે છે. ક્યારેક ગરીબ દર્દીની સંમતિથી એને કમ આપી એની લાચારીનો લાભ ઉઠાવી એની કિડની કાઢી લેવામાં આવે છે. આવાં કેટલાંક તરકટો પકડાય પણ છે અને દાક્તરોને સજા પણ થાય છે. દાક્તરી વ્યવસાયમાં જોડાયા પછી આવાં કાર્યો કરનાર દાક્તરનું ચિત્ત સ્વસ્થ નહિ પણ રોગિષ્ઠ ગણાય. . વર્તમાન સમયમાં બદલાતી જતી જીવનરીતિને કારણે માનસિક રોગોનું પ્રમાણ અને વૈવિધ્ય વધતું જાય છે. તનાવયુક્ત પરિસ્થિતિ ઉપરાંત ભારે દવાઓના વપરાશને કારણે પણ માનસિક રોગો વધ્યા છે. એશિયા, આફ્રિકા કરતાં પાશ્ચાત્ય દેશોમાં આવા દર્દીઓની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે અને માનચિકિત્સકોની સંખ્યા પણ વધતી જાય છે. માનસિક રોગના દર્દીઓની સારવારમાં એના અંગત જીવનનો ઇતિહાસ જાણવો જરૂરી છે અને બે પાંચ કે વધુ બેઠકો કરીને દાક્તર દર્દી પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી વાત કઢાવે છે. આવી બેઠકો વખતે ત્રીજી કોઈ વ્યક્તિને હાજર રાખવામાં આવતી નથી. એને લીધે યુવાન, દેખાવડી મહિલા દર્દી સાથે દાક્તરો આશ્વાસન આપવાના નિમિત્તે શારીરિક છૂટ લેતા થઈ જાય છે. વિદેશોમાં આવા અનેક કિસ્સાઓ બને છે અને અવારનવાર છાપાંઓમાં આવે છે. સ્ત્રીપુરુષનું એકાંતમાં સાહચર્ય, દર્દી અને દાક્તરના રૂપમાં હોય તો પણ તેનાં માઠાં પરિણામ આવી શકે છે. જો માંદગી લંબાય તો દર્દીને દાક્તરને ત્યાં વારંવાર જવાનો અથવા દાક્તરને પોતાને ત્યાં બોલાવવાનો કંટાળો આવે છે. લાંબી બીમારીથી કંટાળીને દર્દીએ આપઘાત કર્યો હોય એવા દાખલા વખતોવખત બનતા રહે છે. પરંતુ દર્દીઓથી કંટાળીને દાક્તરે આપઘાત કર્યો હોય એવા Page #72 -------------------------------------------------------------------------- ________________ દાક્તર, તમે સાજા થાવ ! ૬૩ કિસ્સા પણ ક્યારેક બને છે. વળી દાક્તરે દર્દીને મૃત્યુને શરણ ધકેલી દીધો હોય એવા બનાવ પણ ક્યારેક બને છે. આ કોઈ કલ્પના નથી. સાચી બનેલી ઘટનાઓ છે. અમેરિકામાં એક પકડાયેલા દાક્તરને સજા પણ થઈ છે. કેટલાક દાક્તરો પોતાની વિદ્યાનો દુરુપયોગ કરે છે. આવા બનાવો પાશ્ચાત્ય જગતમાં વધુ બને છે. વીમાયોજના હેઠળ દર્દીઓને મફત સારવાર આપવાની હોય છે, જેમાં વળતર કશું ન હોય અને દર્દી પજવતો હોય ત્યારે દાક્તર આવું કૃત્ય કરી બેસે છે. ક્યારેક દાક્તરની વિકૃત મનોદશા પણ એવી બની જાય છે. દાક્તરનો વ્યવસાય અન્ય વ્યવસાય કરતાં ચડિયાતો છે. એમાં સેવા અને આજીવિકા બંને રહેલાં છે. સંસારનાં શારીરિક અને માનસિક દુઃખો દાક્તરો દ્વારા નિરંતર દૂર થાય છે. પૃથ્વી ઉપર એક દિવસ એવો પસાર નથી થયો કે જ્યારે કોઇકને અને કોઈકને પોતાના દર્દના નિવારણ માટે વૈદ-દાક્તર પાસે જવું ન પડયું હોય. વૈદ-દાક્તરોનો એ રીતે જગત પર ઘણો મોટો ઉપકાર છે. તો પણ દાક્તરની આદર્શ ભાવના તો એ રહેવી જોઈએ કે કોઈ પણ માાસ માંદો ન પડે. રોગચાળો ફાટી નીકળે અને દાક્તર રાજી થાય કે હવે ઘણા દર્દી મળશે અને સારી કમાણી થશે એવું બનવું જોઈએ નહિ. વળી દવાઓનું ધ્યેય તો રોગને નિર્મૂળ કરવાનું છે. ધારો કે કોઈ રોગ દુનિયામાંથી સદંતર નીકળી ગયો તો પછી એ દવાની કશી જ કિંમત ન રહે. પણ એ જ એનું ધ્યેય છે. એટલે જ કોઇકે કહ્યું છે કે : Medicine is the only profession that labors incessantly to destroy the reason for its own existence. દાક્તરી સેવાના ક્ષેત્રે નિ:સ્વાર્થપણે પોતાનું જીવન સમર્પિત કરી દેનારા કેટલા બધા દાક્તરોનાં નામ વખતોવખત ચમકે છે. ડૉ. આલ્બર્ટ સ્વાઇત્ઝરનું નામ મશહૂર છે. વર્તમાન ગુજરાતનો જ વિચાર કરીએ તો ડૉ. શિવાનંદ અધ્વર્યુ, ડૉ. રમણીકલાલ દોશી, ડૉ. મેઘાવ્રત, ડૉ. નવનીતલાલ ફોજદાર, ડૉ. સુરેશ સોની, ડૉ. પ્રવીણ મહેતા, ડૉ. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૪ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ કીર્તિભાઈ ઇત્યાદિએ હજારો ગરીબ દર્દીઓની મફત સેવા કેટલી બધી કરી છે. ગુજરાતમાં બીજા આવા કેટલાયે દાક્તરો હશે કે જેમણે પોતાના નામને ઉજ્જવળ બનાવ્યું છે. ભારતનાં અન્ય રાજ્યોમાં પણ કેટલા બધા સેવાભાવી દાક્તરોનાં નામ ગૌરવ સાથે સાંભળવા મળે છે. ઠેઠ પ્રાચીન કાળથી ભારતમાં ચરક, સુશ્રુત, વાગ્ભટ વગેરેએ અને પાશ્ચાત્ય દેશોમાં હિપોક્રિટિસે (Hippocrates) દાક્તરો માટે ઘણો ઊંચો આદર્શ મૂક્યો છે. દુનિયામાં, વિશેષતઃ પાશ્ચાત્ય દેશોમાં દાક્તરી વિદ્યામાં પાસ થયા પછી જે સોગંદ લેવાય છે તેને Hippocratic Oath કહેવાય છે. જે દાક્તરો ચરક, સુશ્રુત અને હિપોક્રિટિસની ભાવનાનુસાર પોતાનું તબીબી કર્તવ્ય બજાવે છે તેઓ તો ભારે અનુમોદના કરવા યોગ્ય છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં સુયોગ્ય ઔષધોપચાર હજારો વર્ષથી થતો આવ્યો છે. વૈદ-દાક્તરનો આદર્શ પણ એમાં ઘણો ઊંચો બતાવાયો છે. ચરકસંહિતામાં કહ્યું છે : श्रुते पर्यवदानत्वं बहुशोदृष्टकर्मता । दाक्ष्यं शौचमिति ज्ञेयं वैद्यो गुणचतुष्टयम् ॥ વૈઘમાં આ ચાર ગુણ હોય છે : (૧) દવાના શાસ્ત્રના સારા જાણકાર, (૨) વિવિધ પ્રકારનાં કાર્યોના (રોગ તથા દવાઓના) અનુભવી, (૩) દક્ષતાવાળા અને (૪) પવિત્ર આચરાવાળા. મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ એ ચાર ભાવના દાક્તરોમાં હોવી જોઈએ તે વિશે કહ્યું છે : मैत्रीकारुण्यमार्तेषु शक्ये प्रीतिरुपेक्षणम् । प्रकृतिस्थेषु भूतेषु वैद्यवृत्तिश्चतुर्विधा ॥ [ચાર પ્રકારની ભાવના વૈદોમાં હોવી જોઈએ. દર્દીઓ પ્રત્યે મૈત્રી, દર્દથી પીડાતા પ્રત્યે કારુણ્ય, સાજા થવાની શક્યતાવાળા દર્દીઓ પ્રત્યે પ્રીતિ અથવા પ્રમોદ એટલે કે પ્રેમપૂર્વકનો વર્તાવ અને જીવનના અંત તરફ જઈ રહેલા (બચવાની આશા ન હોય તેવા દર્દીઓ) પ્રત્યે ઉપેક્ષાભાવ અર્થાત્ સ્વસ્થતા.] Page #74 -------------------------------------------------------------------------- ________________ દાક્તર, તમે સાજા થાવ! દાક્તરનો આદર્શ બતાવતાં કહેવાયું છે કે : गुरोरधीताखिलवैद्यविद्य: पीयूषपाणि: कुशलक्रियासु । गतस्पृहो धैर्य-धर: कृपालु शुद्धोऽधिकारी भिषगाशः स्यात् ॥ [જેઓએ પોતાના ગુરુ પાસે સમગ્ર વૈદકશાસ્ત્રનું અધ્યયન કર્યું છે, જેમના હાથમાં પીયૂષ (અમૃત) છે, જેઓ ક્રિયાકુશળ છે, સ્પૃહા (ધનની લાલસા)થી રહિત છે, ધૈર્યવાન છે, કૃપાળુ છે તથા શુદ્ધ છે એવા વૈઘ આ વ્યવસાયના અધિકારી મનાય છે.] વેદ, દાક્તરને ‘પીયૂષપાણ' તરીકે અહીં ઓળખાવ્યા છે. આ ઘણો ઊંચો આદર્શ છે. પીયૂષ અર્થાત્ અમૃત જેમના હાથમાં છે એટલે કે મરતા માાસને જીવાડવાની જેમનામાં શક્તિ અને ભાવના છે તે શ્રેષ્ઠ દાક્તર કહેવાય. તે જ સાચા ‘પીયૂષપાણિ' દાક્તર છે. વૈદ, હકીમ, દાક્તર વિશે અહીં તો માત્ર થોડીક વાતનો નિર્દેશ છે. ભિન્ન ભિન્ન દૃષ્ટિકોણથી હજુ ઘણા મુદ્દાઓની છણાવટ થઈ શકે. દાક્તરોના બચાવમાં અને દાક્તરોની વિરુદ્ધમાં ઘણાને ઘણું કહેવાનું હોઈ શકે. દાક્તરોને દર્દીઓના કડવા અનુભવો થતા હોય છે અને દર્દીઓને દાક્તરના કડવા અનુભવો થાય છે. બીજી બાજુ બંનેને સારા અનુભવો પણ થાય છે. આમ વ્યક્તિગત અનુભવ ઉભય પક્ષે સારામાઠા હોવાના. ૬૫ દાક્તરોની અનિવાર્યતા સંસારમાં હંમેશાં રહેવાની અને રોગીઓને દાક્તરની ગરજ પણ રહેવાની. તેમ છતાં આ વ્યવસાયમાં જે શુભ તત્ત્વ છે તે કેમ જળવાઈ રહે અને શુભતર બનતું રહે એ જ આ લખવા પાછળનો આશય છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ આપણી આશ્રમ-પ્રવૃત્તિ શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા તરફથી એની સ્થાપનાને ૨૫ વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે પાંચ દિવસનો રજત જયંતી સમાપન સમારોહ કોબા (જિ. ગાંધીનગર) ખાતે તા. ૧૫મી ડિસેમ્બરથી ૧૯મી ડિસેમ્બર ર૦૦૦ સુધી ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે ભક્તિ, સ્વાધ્યાય, ધ્યાન, યોગાસનો, લોકસંગીત, મહાનુભાવોનાં વક્તવ્યો ઇત્યાદિ સાથે વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કોબાના આ રાજચંદ્ર આશ્રમ માટે જગ્યા લેવાઈ અને ત્યાં ભૂમિપૂજન થયું હતું ત્યારે સ્વ. શ્રી દુર્લભજી ખેતાણી અને સ્વ. શ્રી ચીમનલાલ ચકુભાઈ સાથે મારે પણ ઉપસ્થિત રહેવાનું બન્યું હતું એનું સ્મરણ થયું. એ વિશાળ ખુલ્લી જગ્યામાં આશ્રમે આકાર લીધો અને ઉત્તરોત્તર વિકાસ પામતાં જઈ રજત જયંતીની ઉજવણી સુધી ગૌરવપૂર્વક પહોંચ્યો એમાં પૂ. શ્રી આત્માનંદજીનું જ મુખ્ય યોગદાન રહ્યું છે. દરેક આશ્રમની પોતાની એક આગવી મુદ્રા હોય છે. દરેકના વિકાસની નિરાળી રેખા હોય છે. કોઇપણ બે આશ્રમ બિલકુલ સરખેસરખા ન હોઈ શકે. આશ્રમના નકશા અને મકાન-મંદિરની આકૃતિઓ, રંગ વગેરે કદાચ એક સરખા માપનાં કરવામાં આવ્યાં હોય તો પણ એમાં વસતા સાધકો અને એના સૂત્રધાર અનુસાર દરેક આશ્રમનું પોતાનું આગવું વ્યક્તિત્વ ઘડાય છે. ફક્ત પરમ કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રજીના બધા આશ્રમોની છબી નજર સમક્ષ ખડી કરીએ તો પણ એમાં ઘણું વૈવિધ્ય જોવા મળશે. વૈવિધ્ય એ જીવંતતાની નિશાની છે. કૃત્રિમ એકતા અને અનુકરણાથી સંસ્થા થોડા વખતમાં જ નિમ્રભ બની જાય છે. આમ પણ દરેક સંસ્થાની ચડતીપડતીનો ક્રમ તો રહ્યા જ કરે છે. ભારતમાં નદી કિનારે અને પર્વતોમાં અનેક આશ્રમો વખતોવખત થતા રહ્યા છે. પર્વતોમાં ગુફાઓ કોતરીને પણ આશ્રમો કરવામાં આવ્યા Page #76 -------------------------------------------------------------------------- ________________ આપણી આશ્રમ-પ્રવૃત્તિ હતા. પ્રકૃતિનું રમ્ય સ્થળ હોય તો ભારતીય માણસને ત્યાં દેવાલય કરવાનું, તીર્થભૂમિ બનાવવાનું, આશ્રમ સ્થાપવાનું સૂઝશે. એકલપેટા ન થતાં, પોતાના આનંદમાં બીજાને સહભાગી બનાવવાનું ઉદાર બંધુકૃત્ય એમાં રહેલુ છે. ગુરુકુળો, તપોવનો, મઠ, ગાદી, બ્રહ્મનિકેતનો, યોગાશ્રમો, અખાડાઓ, વૃદ્ધાશ્રમો, પરમાર્થનિકેતનો, સાધનાશ્રમો ઇત્યાદિ પ્રકારની વ્યવસ્થા ભારતીય જીવનપરંપરામાં અત્યંત પ્રાચીન કાળથી જોવા મળે છે. જીવનનાં વર્ષોનું વિભાજન પણ બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ-એ પ્રકારે કરવામાં આવ્યું છે. તેની અંદર ઔચિત્ય અને ગૌરવ રહેલાં છે. વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમમાં તો ઘર છોડીને અન્યત્ર રહેવાની ભલામણ છે. વિદ્યાર્થીઓ પણ ઘરે રહીને અભ્યાસ કરે એના કરતાં ગુરુકુળમાં રહીને અભ્યાસ કરે તો એની બુદ્ધિપ્રતિભાનો વિકાસ વધુ થાય છે. એનામાં ખડતલપણું, વડીલો પ્રત્યે વિનય, સહકાર, સ્વાશ્રય ઇત્યાદિ પ્રકારના ગુણો ખીલે છે અને એના વ્યક્તિત્વનો સર્વાગીણ વિકાસ થાય છે. ઘરમાં એકલા રહેવું અને સમુદાયની વચ્ચે રહેવું એ બે વચ્ચે ઘણો તફાવત છે. સમુદાયમાં રહેવાથી માણસના અભિગમનો સારો વિકાસ થાય છે અને વ્યક્તિત્વમાં રહેલું ખરબચડાપણું નીકળી જાય છે. આવા આશ્રમોનું ગૌરવ રાજાઓ પણ સમજતા અને જાળવતા. કણવ ઋષિના આશ્રમમાં દુષ્યત રાજા જ્યારે જાય છે ત્યારે તેઓ રાજા તરીકે નથી જતા. રથમાંથી ઊતરી, શસ્ત્રો ઉતારીને તે જાય છે. વિનીત વેશથી આશ્રમમાં પ્રવેશી શકાય એમ તે કહે છે. રાજાએ પણ આશ્રમના બધા નિયમો પાળવા જોઇએ એવો ઊંચો આદર્શ ભારતીય પરંપરામાં રહ્યો છે. ભારતમાં બહુ પ્રાચીન કાળથી ચાલી આવતી આશ્રમની પ્રણાલિકા દ્વારા સમયે સમયે હજારો માણસોનાં જીવન સુખાત્ત બન્યાં છે. આપણાં · Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૮ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ ઘણાં ખરાં પ્રાચીન તીર્થોમાં આશ્રમો છે. વળી વખતોવખત અનેક મહાત્માઓની પ્રેરણા દ્વારા આશ્રમો સ્થપાયા છે અને સ્થપાતા રહ્યા છે. ભારતમાં એક કાળે વલ્લભીપુરમાં જૈન, બોદ્ધ અને હિંદુ ધર્મના મળીને ત્રણસોથી વધુ આશ્રમો હતા. વલ્લભીપુર વિદ્યાનું મોટું કેન્દ્ર હતું. દેવર્ધ્વિગાિની આગમવાચના અહીં થઈ હતી. આશ્રમ અને હોટેલ-હોસ્ટેલ વચ્ચે ઘણો ફરક છે. હોટેલ-હોસ્ટેલમાં કેવળ ઉપભોક્તાવાદ હોય છે. તેમાં માત્ર ભોતિક સગવડોમાં જ રાચવાનું હોય છે. આશ્રમોમાં સાદાઈ, સંયમ અને સંતોષને પ્રાધાન્ય અપાય છે. આશ્રમોમાં સમૂહજીવનની એક અનોખી પદ્ધતિ હોય છે. આશ્રમ એ વ્યાવસાયિક ધોરણે કમાણી કરવા માટેની કોઈ સંસ્થા નથી, પરંતુ અનેક દાતાઓના દાનના પ્રવાહથી ચાલતી-નભતી સંસ્થા છે. વિવિધ પ્રકારના આશ્રમમાં વૃદ્ધાશ્રમોની અને સાધનાશ્રમોની ઉપયોગિતા વધુ છે. વિદેશોમાં વૃદ્ધો માટે મનોરંજન કેન્દ્રો બનાવવામાં આવ્યાં છે કે જ્યાં માણસ સવારથી સાંજ સુધી પોતાની જાતને રોકાયેલી રાખી શકે અને એનો દિવસ આનંદમાં પસાર થાય. પરંતુ એવાં કેન્દ્રોના રાજસી આનંદ કરતાં આધ્યાત્મિક આશ્રમોનો સાત્ત્વિક આનંદ વધુ ચડિયાતો છે. આવા આશ્રમોમાં જીવનનું પરમ, ઉચ્ચ લક્ષ્ય રહેલું છે. જગ્યાની વિશાળતા, ખુલ્લું આકાશ અને હરિયાળાં વૃક્ષો એ કોઈપણ આશ્રમની મહત્ત્વની આવશ્યકતા છે અને શોભા છે. આશ્રમોમાં સાત્વિક આહાર, નિર્મળ હવાપાણી, નૈસર્ગિક પર્યાવરણ અને આશ્રમવાસીઓ વચ્ચે પ્રેમ અને મૈત્રીભર્યું પ્રસન્ન વાતાવરણ-આ બધાંને લીધે અંતેવાસીઓનું આરોગ્ય પણ સારું રહે છે. એમાં પણ યોગાસનો અને ધ્યાનની પ્રવૃત્તિ નિયમિત થતી હોય ત્યારે નિરામય દીર્ધાયુષ્ય સાંપડે છે. મનની વ્યગ્રતા ઓછી રહે છે અથવા રહેતી નથી અને સમતા દ્વારા શાન્તિ સધાય છે. એટલે ઘર છોડીને આવ્યા હોવા છતાં જીવન ભર્યુંભર્યું લાગે છે. દિવસ Page #78 -------------------------------------------------------------------------- ________________ ૬૯ આપણી આશ્રમ-પ્રવૃત્તિ ક્યાં પૂરો થઈ જાય છે એની ખબર પડતી નથી. કેટલાકને તો વાર અને તિથિ-તારીખની પણ ખબર રહેતી નથી. આશ્રમમાં એના મૂળ સૂત્રધાર જો સાધક, પ્રતિભાવંત, તેજસ્વી હોય તો આશ્રમનું સંચાલન સુસંવાદી, સુવ્યવસ્થિત, પ્રેરક અને પ્રોત્સાહક બને છે. અનેક લોકો પોતાના જીવનનો સમગ્ર કે શેષ કાળ ત્યાં વ્યતીત કરવા ઈચ્છે છે. સારા આશ્રમો તરફ અનેક લોકો આકર્ષાય છે. ગાંધીજી અને વિનોબાજીએ આશ્રમજીવન પસંદ કર્યું હતું. વીસમી સદીના સ્વામી રામકૃષ્ણ પરમહંસ, સ્વામી રામતીર્થ, શ્રી રમણ મહર્ષિ, સ્વામી શિવાનંદ સરસ્વતી, શ્રી અરવિંદ, શ્રી રાધાસ્વામી, શ્રી અમર મુનિ, શ્રી સંતબાલજી, શ્રી કૃષણામૂર્તિ, શ્રી ચિન્મયાનંદ, શ્રી મહેશ યોગી, શ્રી રજનીશ વગેરેના આશ્રમો મશહૂર છે. આ તો થોડાંક જ નામ છે, ભારતમાં વર્તમાન સમયમાં જૈન-જૈનેતર ધર્મના સેંકડો આશ્રમો છે. હરદ્વાર, 28 ષિકેશ, ઉત્તરકાશી અને અલકનંદા ભગીરથના કિનારે કિનારે અને ગુજરાતમાં નર્મદા વગેરેના કિનારે કેટલાયે આશ્રમો છે. પાશ્ચાત્ય ઢબની આધુનિક સગવડોથી સજ્જ એવા કેટલાયે આશ્રમો પણ હવે સ્થપાયા છે. કેટલાક આશ્રમો આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે અને કેટલાય આશ્રમોની દેશ-વિદેશમાં શાખાઓ પણ હોય છે. આશ્રમ એટલે નિવૃત્તિક્ષેત્ર અથવા નિવૃત્તકાળનું પ્રવૃત્તિક્ષેત્ર. કેટલાક માણસોને એકાંત ગમે છે, પણ એકલવાયું જીવન ગમતું નથી. આશ્રમમાં એકાન્ત મળે છે અને સમૂહજીવન પણ મળે છે. આધ્યાત્મિક સાધનાના ધ્યેયથી અને તેની યોગ્યતા પ્રાપ્ત કરીને જો કોઈ માણસ કલાકો સુધી ઘરમાં બંધ બારણે એકાંતમાં બેસી જપ, ધ્યાન, સ્વાધ્યાય ઈત્યાદિ કરે તો એથી એને ઉત્તરોત્તર આત્મ-વિશુદ્ધિના આનંદનો અનુભવ થશે. એની પ્રસન્નતા વધશે. એને જીવનની કૃતાર્થતા લાગશે. એનું મન સતત એમાં જ લાગેલું રહેશે. પરંતુ કોઈ સામાન્ય વ્યક્તિને ફરજિયાત ઘરમાં Page #79 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ રોજે રોજ કલાકો સુધી એકલા રહેવાનું બને તો એને ખાલીપણાનો અનુભવ થશે. ચિત્ત વિચારોના ચકડોળે ચડશે. ક્યારેક ભયની કે લાચારીની ગ્રંથિ સતાવશે અને એમ કરતાં ચિત્તની સમતુલા ખોરવાશે. વિદેશોમાં મોટાં મોટાં સગવડપ્રધાન ઘરોમાં શ્રીમંત પણ સાવ એકલાં રહેતાં સ્ત્રી-પુરુષો ડિપ્રેશન અનુભવે છે. સૂનમૂન બની જાય છે. દવાની ગોળીઓ લેવી પડે છે અને પછી દવાની આડઅસરો થવા લાગે છે. એની સરખામણીમાં આવા આશ્રમો માણસના વાનપ્રસ્થજીવનને સાધના અને પ્રવૃત્તિઓના ઉલ્લાસ સાથે સભર અને સાર્થક બનાવી દે છે. માાસ વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાંથી નિવૃત્ત થઈને આશ્રમમાં આવે છે. અહીં એને હવે આજીવિકા માટે કોઈ પ્રવૃત્તિ ક૨વાની હોતી નથી. આમ છતાં રહેવા-ખાવા-પીવાના નિભાવનું ખર્ચ થાય છે. એની વ્યવસ્થા ઉભયપક્ષે વિચારાયેલી હોય છે. એટલે સાધક વ્યાવસાયિક નિવૃત્તિને કારણે અને નિભાવની વ્યવસ્થાને કારણે નિશ્ચિત બને છે, શાંતિ અનુભવે છે અને સાધના માટે પૂરો સમય ફાળવી શકે છે. જો એ સાચા દિલથી આત્મસાધના કરે તો થોડાંક વર્ષમાં જ ઘણી પ્રગતિ કરી શકે છે. આધ્યાત્મિક આશ્રમોની સામાજિક ઉપયોગિતા પણ ઘણી બધી છે. પ્રોઢાવસ્થા કે વૃદ્ધાવસ્થામાં કેટલાંયે ઘરોમાં વૃદ્ધો ઘરથી છૂટવા ઈચ્છતા હોય છે અને ઘરવાળા વૃદ્ધથી છૂટવા ઈચ્છે છે. બીજી બાજુ આર્થિક સ્થિતિ એવી નથી હોતી કે જુદું ઘર વસાવીને રહી શકાય. આવા સંજોગોમાં આશ્રમ તેમને માટે આશીર્વાદરૂપ બની રહે છે. કેટલીક વાર અલગ રહેવામાં સામાજિક પ્રતિષ્ઠાનો ભય હોય અને સાથે રહેવામાં સંઘર્ષનો ભય હોય ત્યારે આશ્રમમાં રહેવાથી બંને પક્ષને શાંતિ મળે છે. નબળી આર્થિક સ્થિતિવાળા વિધુર કે વિધવાનું જીવન આશ્રમમાં નભી જાય છે. આશ્રમ આશ્રય બની રહે છે. વૃદ્ધાવસ્થામાં કેટલાંક માણસના સ્વભાવમાં પરિવર્તન આવે છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ આપણી આશ્રમ-પ્રવૃત્તિ ૭૧ અધીરાઈ, ચીડિયાપણું, આગ્રહીપણું, વહેમીપણું, એકની એક વાતનું પુનરુચ્ચારણ, ખાવા-પીવામાં ચીકાશ, માંદગી કે મૃત્યુનો ભય-આવાં બધાં લક્ષણોને કારણે વૃદ્ધો ઘરમાં અપ્રિય થઈ પડે છે. પરંતુ આશ્રમમાં પોતાનાં સમકક્ષ માણસો સાથે રહેવાને લીધે એમની કેટલીક વિચિત્રતાઓ કુદરતી રીતે શાન્ત પડી જાય છે. કેટલાક માણસો આશ્રમમાં જ સ્થિરવાસ કરી લે છે. આશ્રમની દિવાલની બહાર તેઓ જીવનના અંત સુધી પગ મૂકતા નથી. આવા સંયમી સાધકોને સમાધિમરણ સાંપડે છે. એમનું જીવન કૃતાર્થ થઈ જાય છે. આધ્યાત્મિક આશ્રમોનો કેટલાયે જીવોના સમાધિમરણમાં સારો હિસ્સો રહેલો છે. સાધકને આવા આશ્રમમાં પોતાના જીવનની કૃતાર્થતા અનુભવવા મળે છે આશ્રમનું આયોજન જો વ્યવસ્થિત અને દીર્ધદષ્ટિવાળું હોય તો એનું આયુષ્ય લંબાય છે. આપણી નજર સમક્ષ કેટલાયે આશ્રમો બંધ પડી ગયા કે ઝાંખા થઈ ગયેલા જોવા મળશે. એનાં કારણોમાં મૂળ પ્રેરક પ્રણેતા મહાત્માની ચિરવિદાય તો ખરી જ, પણ એના આયોજકોમાં દૃષ્ટિનો અભાવ પણ ખરો. કેટલાક આશ્રમો વધુ પડતા કડક નિયમોને કારણો ઉજ્જડ બની જાય છે. નિયમો સચવાય છે, પણ આશ્રમનો પ્રાણ ઊડી જાય છે. કેટલાક આશ્રમોને નિભાવ ખર્ચ વધી જતાં અને આવકનું પ્રમાણ ઘટતાં બંધ કરવાનો વખત આવે છે. ભારત જેવા વિકાસશીલ દેશમાં જીવનનિર્વાહનું ધોરણ ઉત્તરોત્તર વધતું જવાનું, કારણ કે વિકાસ માટે સરકારને પ્રતિ વર્ષ નવા નવા કરવેરા નાખવા પડવાના. એ સંજોગોમાં આશ્રમનું કાયમી ભંડોળ સમય જતાં ઓછું પડવાનું. પંદરપચીસ વર્ષે આશ્રમને નવી કાયમની આવક ઊભી થાય એવી વિચારણા કરીને તે માટે પ્રબંધ કરી લેવો જોઈએ. જે લોકો ઘરસંસાર છોડી આશ્રમમાં જાય છે તેઓએ આશ્રમમાં Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭ર સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ જઈને બીજો સંસાર ઊભો ન કરવો જોઈએ. કેટલાંક માણસોની પ્રકૃત્તિ જ એવી હોય છે કે આશ્રમમાં પણ એમની ખણખોદની પ્રવૃત્તિ ચાલવા લાગે છે. બે ખોટા માણસ સમગ્ર આશ્રમના વાતાવરણને બગાડી શકે છે. કેટલાક આશ્રમો સત્તા માટેની પક્ષાપક્ષીના કે સાંપ્રદાયિક સંઘર્ષના રાજકારણથી ખદબદે છે ત્યારે સાધકજીવન ડહોળાય છે અને વગોવાયેલા આશ્રમનું માત્ર માળખું રહે છે. બધા જ આશ્રમો આદર્શ પદ્ધતિથી દીર્ઘકાળ સુધી ચાલી ન શકે. એમાં પણ પ્રસંગોપાત ત્રુટિઓ ઉદભવે છે. એ ત્રુટિઓના નિવારણના ઉપાયો વિચારી શકાય. પરંતુ આશ્રમજીવનની મહત્તાનું મૂલ્ય ઓછું ન આંકી શકાય. જેઓએ થોડો વખત પણ સારા આશ્રમમાં રહેવાનો અનુભવ લીધો હશે તેઓને ભારતીય આશ્રમ-પરંપરાનું મૂલ્ય સમજાવવાની જરૂર નહિ રહે. Page #82 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પૂ. શ્રી કન્ડેયાલાલજી મહારાજ કમલ'ના ઉપનામથી સુપ્રસિદ્ધ આગમરત્નાકર, અનુયોગ પ્રવર્તક, સ્થાનકવાસી સંપ્રદાયના સ્થવિર, શ્રુતસેવી, જ્ઞાનયોગી, સરળ સ્વભાવના વિનમ્ર મહાત્મા પ. પૂ. ઉપાધ્યાય શ્રી કન્ડેયાલાલજી મહારાજ, સોમવાર, પોષ વદ ૮ (ગુજરાતી માગસર વદ ૮) તા. ૧૮મી ડિસેમ્બર ૨૦૦૦ના રોજ આબુ પર્વત પર, વર્ધમાન મહાવીર કેન્દ્રમાં ૮૮ વર્ષની વયે કાળધર્મ પામ્યા. એમના કાળધર્મથી આપણને એક તેજસ્વી જ્ઞાની મહાત્માની ભારે ખોટ પડી છે. પૂ. કહેયાલાલજી મહારાજને પહેલી વાર મળવાનું મારે ૧૯૮રમાં દેવલાલીમાં થયું હતું. ત્યારે તેમનું ચાતુર્માસ ત્યાં હતું. દેવલાલીમાં થોડા દિવસના રોકાણ દરમિયાન એમનાં વ્યાખ્યાનોમાં હું નિયમિત જતો. એમનાં વ્યાખ્યાનોમાં મને વધુ રસ એટલા માટે પડેલો કે તેઓ ધર્મોપદેશની વાતોમાં વચ્ચે વચ્ચે કેટલાક પારિભાષિક શબ્દોની વ્યુત્પત્તિ સમજાવીને તે દૃષ્ટિએ પણ અર્થપ્રકાશ પાડતા હતા. કેટલીક વ્યુત્પત્તિ એમની મૌલિક હતી. કેટલીક લોકિક પ્રકારની વ્યુત્પત્તિ હતી, ભાષાવિજ્ઞાનની દષ્ટિએ જે Popular Etymology તરીકે ઓળખાય છે. વ્યાખ્યાન પછી એમની પાસે બેસવાનું થતું અને મને આગમ સાહિત્યમાં રસ છે એ જાણીને તેમને બહુ આનંદ થયો હતો. પછી તો એમની સાથે તથા એમના મુખ્ય શિષ્ય શ્રી વિનયમુનિજી સાથે એક પ્રકારની આત્મીયતા સધાઈ ગઈ. પૂ. કયાલાલજી મહારાજે એમનું એક પુસ્તક “જૈનાગમનિર્દેશિકા' મને ભેટ આપ્યું કે જેમાં ૪૫ આગમોમાંના પ્રત્યેક આગમમાં કયા કયા વિષયોની છણાવટ કરવામાં આવી છે તેનો ક્રમિક નિર્દેશ કરવામાં આવ્યો છે. એક સંદર્ભ ગ્રંથ તરીકે તે ઘણો મૂલ્યવાન છે અને અભ્યાસીઓ-સંશોધકોને કોઈ એક વિષય વિશે આગામોમાં ક્યાં ક્યાં ઉલ્લેખ છે તે જાણવું હોય તો તરત કામ લાગે એવો સરસ તે ગ્રંથ છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૪ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ એ ચાતુર્માસ દરમિયાન જ્યારે જ્યારે દેવલાલી મારે જવાનું થયું ત્યારે હું પૂ. કન્ડેયાલાલજી મહારાજને વંદન કરવા અચૂક જતો. ચાતુર્માસના અંતે નાસિક રોડમાં એમના દીક્ષાપર્યાયની સુવર્ણજયંતી ઉજવાઈ ત્યારે પણ મને આમંત્રણ હતું અને એ સભામાં મેં પ્રાસંગિક વક્તવ્ય પણ આપ્યું હતું. ત્યાર પછી મહારાજશ્રીએ રાજસ્થાન બાજુ વિહાર કર્યો. એમની સાથેનો સંપર્ક પત્ર દ્વારા સતત રહેતો. દરેક ચાતુર્માસની અને ઉત્સવોની પત્રિકા આવતી. થોડાં વર્ષ પહેલાં માઉન્ટ આબુ જ્યારે જવાનું મારે થયું હતું ત્યારે શ્રી વર્ધમાન મહાવીર કેન્દ્રમાં એમને વંદન કરવા પણ હું સહકુટુંબ ગયો હતો. ઉપાધ્યાય શ્રી કયાલાલજી મહારાજની તબિયત, જ્યારથી પેટનું ઓપરેશન કરાવ્યું ત્યારથી નરમગરમ રહ્યા કરતી હતી. શૌચાદિ માટે નળી મૂકી હતી તો પણ એમની માનસિક સ્વસ્થતા અને ફુર્તિ સારાં રહેતાં હતાં. છેલ્લા કેટલાક સમયથી તબિયતને કારણે એમણે આબુમાં શ્રી વર્ધમાન મહાવીર કેન્દ્રમાં સ્થિરવાસ કરી લીધો હતો. જીવનની ઉત્તરાવસ્થામાં એમની ઇચ્છાનુસાર એમના અનુયોગના ચારે વિભાગોના દળદાર ગ્રંથો પ્રકાશિત થઈ ગયા હતા. જીવનભર એક મિશનની જેમ અનુયોગનું કામ એમણે ઉપાડ્યું હતું. એનું લેખનકાર્ય પૂરું થયું અને એનું પ્રકાશનકાર્ય પણ પૂરું થયેલું પોતે જોઇને સંતોષ પામી શક્યા હતા. પ. પૂ. મહારાજશ્રીનું હવે ૮૮મું વર્ષ ચાલતું હતું. તેઓ વયોવૃદ્ધ અને અશક્ત થયા હતા. તા. ૧૭મી ડિસેમ્બર ર૦૦૦ના રોજ આબુમાં વિજય મુહૂર્ત એમણે માંગલિક સંભળાવ્યું હતું. પાર્શ્વનાથ ભગવાનના જન્મકલ્યાણકની ઉજવણી આવી રહી હતી. પરંતુ ત્યાં તો તા. ૧૭મી ડિસેમ્બરે બપોરે સવા ત્રણ વાગે એમની તબિયત એકદમ બગડી ગઈ. એમના શિષ્યો પૂ. શ્રી વિનયમુનિજી તથા પૂ. શ્રી ગૌતમ મુનિજી પાસે જ WWW.jainelibrary.org Page #84 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પૂ. શ્રી કન્ડેયાલાલજી મહારાજ ૭૫ હતા. પૂ. શ્રી મુક્તિપ્રભાશ્રીજી વગેરેને બોલાવવામાં આવ્યાં. મહારાજશ્રીને લાગ્યું કે પોતાનો અંતસમય આવી ગયો છે. એટલે તરત એમણ બપોરે સવા ત્રણ વાગે સંથારો લઈ લીધો. એમના અંતિમ શ્વાસ ચાલુ થયા. નવકારમંત્ર, શરણાં વગેરેની ધૂન ચાલુ થઈ. બીજે દિવસે તા. ૧૮મી ડિસેમ્બરે વહેલી સવારે પોણા ચાર વાગે, બ્રાહ્મમુહૂર્ત એમણો દેહ છોડ્યો. એમના કાળધર્મના સમાચાર ચારે બાજુ પ્રસરી ગયા. એમના અનેક ભક્તો, અનુયાયીઓ આબુ આવી પહોંચ્યા. બીજે દિવસે તા. ૧૯મી ડિસેમ્બરે, પાર્શ્વકલ્યાણકદિને બપોરે એમના મૃતદેહને “કમલ-કયા વિહારમાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા. તે દિવસે સાંજે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન પણ થયું અને એમના પુણ્યાત્માને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આ પ્રસંગે એકત્ર થયેલા ભક્તોએ પૂ. મહારાજની સ્મૃતિ માટે તથા જીવદયા માટે લાખો રૂપિયાનું દાન જાહેર કર્યું. - પૂ. કહેયાલાલજી મહારાજ ભગવાન પાર્શ્વનાથ કલ્યાણકની ઉજવણી થાય તે પ્રસંગે જ કાળધર્મ પામ્યા. આથી એમના મુખ્ય શિષ્ય પૂ. શ્રી વિનયમુનિજીએ જાહેર કર્યું કે પૂજ્ય મહારાજશ્રીની સ્વર્ગારોહણ તિથિ દર વર્ષે ભગવાન પાર્શ્વનાથ કલ્યાણકદિન સાથે જોડી દઈ પોષ વદ (ગુજરાતી માગશર વદ) ૮, ૯ અને ૧૦ના રોજ ઊજવવી અને તે દિવસે યથાશક્તિ આયંબિલ આદિ તપશ્ચર્યા કરવી. પૂ. કદૈયાલાલજી મહારાજનો જન્મ જેસલમેરમાં વિ. સં. ૧૯૭૦ના ચૈત્ર સુદી ૮ના રોજ એટલે કે રામનવમીના પર્વ દિવસે બ્રાહ્મણ કુળમાં થયો હતો. એમના પિતા શ્રી ગોવિંદસિંહજી મારવાડમાં આવેલા જસનગર (કકિંદ) રાજ્યના પુરોહિત હતા. એમની માતાનું નામ જમનાદેવી હતું. મહારાજશ્રી જ્યારે ચાર વર્ષના હતા ત્યારે એ વિસ્તારમાં પ્લેગનો રોગચાળો ફેલાયો હતો અને એમનાં માતાપિતા એમાં મૃત્યુ પામ્યાં હતાં. આથી Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૬ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ ચાર વર્ષની ઉમરે તેઓ અનાથ થઈ ગયા હતા. તેમના એક મોટા ભાઈ અને મોટી બહેન એમ ત્રણ જણ રહ્યાં હતાં. બધાં નાની ઉંમરનાં હતાં. માતાપિતાના અવસાન પછી એમના એક સંબંધી તેઓને કેકિંદ (ઘોડાવડ) લઈ આવ્યા, કારણ કે વડીલોની જમીનદારી ત્યાં હતી. આ રીતે સગાંઓનાં આશ્રયે તેઓ સાત વર્ષની ઉમર સુધી કેનિંદમાં રહ્યા. એ દિવસોમાં બાળક કહેયાલાલ તેજસ્વી અને ચબરાક જણાતાં કુસુમશ્રીજી નામનાં એક મહાસતીજીએ એ વિશે શ્રી પૂનમચંદજી ખાબિયા નામના શ્રાવકને ભલામણ કરી કે બાળકને શ્રી પ્રતાપચંદજી મહારાજ પાસે લઈ જવામાં આવે. એ પ્રમાણે વિ. સં. ૧૯૭૮માં શ્રી પૂનમચંદજી ખાબિયા કયાલાલને છોટી પાદુ નામના ગામે લઈ ગયા. ત્યાં સ્થાનકવાસી આચાર્ય સ્વામીદાસની પરંપરાના શ્રી ફતેહચંદજી મહારાજ તથા મુનિ શ્રી પ્રતાપચંદજી મહારાજ એ બે ગુરુબંધુઓ બિરાજમાન હતા. તેઓ તેમને મળવા ગયા. જેન મુનિ મહારાજને જોવાનો કહેયાલાલનો આ પહેલો જ પ્રસંગ હતો. પ્રતાપચંદજી મહારાજને આઠ વર્ષના આ બાળક માટે પૂર્વના કોઈ ઋણાનુબંધથી વિશેષ લાગણી થઈ. બાળકને પોતાની પાસે રાખવા અને અધ્યયન કરાવવાની દરખાસ્ત મૂકી. અનાથ બાળકના અધ્યયન અને નિર્વાહની જવાબદારીનો પ્રશ્ન જો આમ ઉકલી જતો હોય તો તે વાત શ્રી પૂનમચંદજીને તથા અન્ય સગાંઓને સંમત હતી. બાળકને પણ મુનિ મહારાજ સાથે રહેવાનું, વિહાર કરવાનું અને અધ્યયન કરવાનું ગમી ગયું. કયાલાલે પહથાંવલા નામના ગામમાં શિક્ષણ મેળવવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તેમને બારાખડી શીખવવામાં આવી. ત્યાર પછી તેમને માટે એક પંડિતજી રાખવામાં આવ્યા. બિહારીલાલ જોશી નામના એ પંડિતજીએ વ્યાકરણ શીખવવાનું શરૂ કર્યું. વ્યાકરણનો અભ્યાસ ચાલતો હતો ત્યાં પંડિતજીનું અચાનક અવસાન થયું અને અભ્યાસ અધૂરો રહ્યો. ત્યાર પછી ગુરુ Page #86 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પૂ. શ્રી કન્ડેયાલાલજી મહારાજ મહારાજ શાહપુરા નામના ગામે પધાર્યા. ત્યાં કિશોર કન્ડેયાલાલ માટે બીજા એક પંડિત શ્રી હરીશચંદ્રજીને રાખવામાં આવ્યા. મહારાજશ્રીએ પાંચ વર્ષ શાહપુરામાં રહીને વ્યાકરણ વગેરેનો સારો અભ્યાસ કરી લીધો. પંડિતજીને ત્યારે મહિને ચાર રૂપિયાનો પગાર અપાતો હતો અને સંઘ એની વ્યવસ્થા કરતો હતો. શાહપુરામાં ત્યારે શ્રાવકોનાં સવાસો ઘર હતાં. એ દિવસોમાં શાહપુરા રામસ્નેહી સંપ્રદાયનું મુખ્ય કેન્દ્ર હતું. વળી ત્યાં આર્યસમાજીઓનાં ઘણાં ઘર હતાં. રામનેહી સંપ્રદાયના અને આર્યસમાજના સાધુસંન્યાસીઓ શાહપુરામાં આવતા અને પ્રવચન આપતા. કિશોર કહેયાલાલને ત્યાં જવા આવવાની છૂટ હતી. ગુરુ મહારાજ શ્રી પ્રતાપચંદજી તથા એમના ગુરુબંધુ શ્રી ફતેહચંદજી ઉદાર મનના હતા. બ્રાહ્મણ કુળના કિશોર કહેયાલાલનું મન ફરી જાય એવી ધાસ્તી તેઓને નહોતી. વસ્તુત: ફતેહચંદજી મહારાજ પોતે પણ બ્રાહ્મણ કુળના હતા. એટલે તેઓ જ તેમને બધે જવા માટે ભલામણ કરતા અને શિખામણ આપતા કે બધાનું સાંભળવું અને સમજવા પ્રયાસ કરવો. કિશોર કહેયાલાલે આ રીતે બધું મળીને અગિયાર વર્ષ અભ્યાસ કર્યો. ત્યાર પછી અઢાર વર્ષની વયે એમને વિ. સં. ૧૯૮૮માં વૈશાખ સુદ ૬ના રોજ સાંડેરાવ નગરમાં શ્રી ફતેહચંદજી મહારાજના હસ્તે દીક્ષા આપવામાં આવી હતી. એ વખતે મરુધર કેશરીજી મહારાજ, છગનલાલજી મહારાજ, ચાંદમલજી મહારાજ, શાર્દૂલસિહજી મહારાજ વગેરે મોટા મોટા સંતો ઉપસ્થિત રહ્યા હતા. દીક્ષાને દિવસે એક ચિંતાજનક ઘટના બની હતી. સાંડેરાવ ગામમાં દીક્ષાનો વરઘોડો નીકળ્યો હતો. હજારો માણસ એમાં જોડાયા હતા. કહૈયાલાલજીને શણગારીને એક ઘોડા પર બેસાડવામાં આવ્યા હતા. વરઘોડાને અંતે દીક્ષાની વિધિ હતી. હવે બન્યું એવું કે જે સ્વયંસેવકો લોકોને આગળ આવતા અટકાવવા માટે હાથમાં લાંબું દોરડું રાખતા Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૮ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ હતા એ દોરડામાં જ ઘોડાનો પગ ફસાયો. ઘોડો ભડક્યો. અને દોડતો ગામ બહાર ભાગ્યો. ઉપર બેઠેલા કન્ડેયાલાલ ગભરાયા. એમણે રસ્તામાં આવતા એક ઝાડની ડાળી પકડી લીધી અને લટકી પડ્યા. ત્યાં તો ડાળ તૂટી ગઈ. ઘોડો આગળ દોડતો નીકળી ગયો. કહૈયાલાલના હાથપગ છોલાયા. જાંઘમાં એક પાતળી ડાળી ઘૂસી ગઈ. હાથની એક આંગળીનું હાડકું ખસી ગયું. લોકો દોડી આવ્યા. એમને ઊંચકીને તળાવના કિનારે ભીમનાથના મંદિરમાં લઈ આવ્યા અને તરત મલમપટ્ટા વડે સારવાર કરવામાં આવી. હવે પ્રશ્ન એ ઊભો થયો કે કન્ડેયાલાલને દીક્ષા આપવી કે નહિ? એક મત એવો પડ્યો કે આવી દુર્ઘટના બની છે તો મુહૂર્ત સારું નહિ હોય. માટે દીક્ષા ન આપવી. બીજો મત એવો પડ્યો કે મુહૂર્ત સારું હતું માટે તો તે જીવથી બચી ગયા. નહિ તો આમાં મોત નિશ્ચિત આવી જાય. માટે દીક્ષાના સમયમાં ફેરફાર ન કરવો. આ વિવાદમાં દીક્ષાર્થીનો મત પણ લેવાનું નક્કી થયું. દીક્ષાર્થીએ પણ એ માટે સંમતિ આપી. છેવટે એ પ્રમાણે જ નિર્ણય લેવાયો અને મુહૂર્ત પ્રમાણે દીક્ષા આપવામાં આવી. દીક્ષા મહોત્સવ પછી ત્યાંથી વિહાર કરી તેઓ સોજત રોડ આવ્યા. દીક્ષા પછી સાતમે દિવસે કયાલાલજીને વડી દીક્ષા આપવામાં આવી. શાહપુરા પછી પૂ. શ્રી કયાલાલજી મહારાજશ્રીએ બાવરમાં પંડિત શોભાચંદ્ર ભારિલ્લ પાસે અભ્યાસ કર્યો હતો. તે સમયે એમની સાથે મધુકરમુનિજી, પુષ્કરમુનિજી તથા લાલચંદજી મહારાજ પણ પંડિતજી પાસે અભ્યાસ કરતા હતા. આ સમયગાળામાં તેમણે કાવ્ય, વ્યાકરણ, સાહિત્યના ગ્રંથો ભણવા ઉપરાંત તત્ત્વાર્થસૂત્ર, ચાદ્વાદમંજરી, પ્રમાણનયતત્ત્વાલોક વગેરે ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો. અભ્યાસ પછી તેમણે વ્યાવરમાં પરીક્ષા આપીને “ન્યાયતીર્થની ડિગ્રી મેળવી હતી. Page #88 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પૂ. શ્રી કન્ડેયાલાલજી મહારાજ તેઓ તેમાં પ્રથમ નંબરે પાસ થયા હતા. ત્યાર પછી મહારાજશ્રીએ પાલી નગરમાં પંડિત બેચરદાસ દોશી પાસે ભગવતીસૂત્ર વગેરે આગમગ્રંથોનો ટીકા સાથે અભ્યાસ કર્યો હતો. એવામાં કોઈ જર્મન લેખકના જૈન આગમો વિશેના લેખનો હિંદી અનુવાદ એમના વાંચવામાં આવ્યો. એમને થયું કે જો વિદેશીઓ આપણા આગમગ્રંથોમાં આટલો બધો રસ લેતા હોય તો આપણે કેમ ન લેવો ? ત્યારથી એમની આગમપ્રીતિ એકદમ વધી ગઈ હતી. ૨૮ વર્ષની ઉંમરથી તે ૮૮ વર્ષની ઉંમર સુધી તેમણે આગમગ્રંથોના સ્વાધ્યાય અને સંપાદનનું કાર્ય કર્યા કર્યું છે. ત્રીસ વર્ષની ઉંમરે હરપાડા નગરમાં એમણે આગમઅનુયોગનું કાર્ય ઉપાડવું જે જીવનભર ચાલ્યું. જરા પણ સમય મળે કે તરત તેઓ કોઇક આગમગ્રંથ લઇને વાંચવા બેસી જતા. કોઇ વાર તો દસ પંદર માઇલના વિહાર પછી પણ તરત આગમોનો સ્વાધ્યાય કરવા તેઓ બેસી જતા, નાદુરસ્ત તબિયત હોય તો પણ હાથમાં ગ્રંથ તો હોય જ. તેઓ ગમે તેટલા થાકેલા હોય તો પણ દિવસે કદી સૂતા નહિ કે દીવાલને અઢેલીને બેસતા નહિ. દીક્ષા પછી ગુરુ મહારાજ શ્રી પ્રતાપચંદજી મહારાજ સાથે તેઓ એ પ્રદેશમાં વિહાર કરતા રહ્યા. દરમિયાન શ્રી પ્રતાપચંદજી મહારાજને મદનગંજના ચાતુર્માસમાં કમળાનો રોગ થયો. વિલાયતી દવા લેવાની એમણે ના પાડી. રોગ વધી ગયો અને છેવટે તેઓ કાળધર્મ પામ્યા. હવે શ્રી ફતેહચંદજી મહારાજ અને કહૈયાલાલજી મહારાજ એમ બે રહ્યા. ત્યારપછી થોડા વખતમાં શ્રી ફતેહચંદજી મહારાજને પથરીનો રોગ થયો. અજમેરમાં ઓપરેશન કરાવવું પડયું. ત્યાર પછી પ્રોસ્ટેટની તકલીફ થઈ. ફરી ઓપરેશન કરાવવું પડ્યું. શરીર નબળું પડી ગયું. એથી એમણે હરમાડા નામના નાના ક્ષેત્રમાં સ્થિરવાસ કરી લીધો. એટલે શ્રી કહૈયાલાલજી મહારાજને પણ ત્યાં જ રહેવું પડયું. એથી સ્વાધ્યાયની ૭૯ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮) સાંપ્રત સહચિંતન - ભાગ ૧૩ અનુકૂળતા રહી. એમના આગમોનો અભ્યાસ વધતો ગયો. સાત વર્ષ તેઓ ત્યાં રહ્યા અને પોતાનું અધ્યયન ચાલુ રાખ્યું. ગુરુ મહારાજ શ્રી ફતેહચંદજી મહારાજના કાળધર્મ પછી શ્રી કયાલાલજી મહારાજે દિલ્હી તરફ વિહાર કર્યો. ત્યાં “જેનાગમ નિર્દેશિકા' ગ્રંથ તૈયાર કર્યો. તદુપરાંત એમણે નિશીથભાષ્ય, સ્થાનાંગ, સમવાયાંગ વગેરે આગમગ્રંથોનું કાર્ય કર્યું તથા અનુયોગના કાર્યની વિશેષ તૈયારી કરી. પંડિત દલસુખભાઈ માલવણિયાનો એમને સારો સહકાર સાંપડ્યો હતો. ત્યારપછી તેમણે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશમાં વિહાર કર્યો. આમ રાજસ્થાનની બહાર વિહારમાં ઘણાં વર્ષો નીકળી ગયાં. મહારાજશ્રીના મુખ્ય શિષ્ય શ્રી વિનયમુનિજી (વાગીશ)એ વિ. સં. ૨૦૨૫માં એમની પાસે દીક્ષા લીધી ત્યારથી તેઓ જીવનના અંત સુધી એમની સાથે રહ્યા. એમણે મહારાજશ્રીની અનુપમ વૈયાવચ્ચ કરી છે અને લેખનકાર્યમાં પણ સહાય કરી છે. દક્ષિણ ભારતના વિહાર દરમિયાન મહારાજશ્રીને આંતરડાનો રોગ થયો. પીડા ઘણી વધી ગઈ. ઓપરેશન સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. બે ઓપરેશન હૈદ્રાબાદમાં થયા, પણ મચ્યું નહિ. તબિયત એકદમ ગંભીર બની ગઈ. એટલે એમને વિમાનમાં મુંબઈ લાવવામાં આવ્યા અને જેન ક્લિનિકમાં ઓપરેશન કરવામાં આવ્યું. ઓપરેશનથી એમને સારું થઈ ગયું, પણ શૌચાદિ માટે નળી મૂકવી પડી અને તબિયત સંભાળવાની જરૂર પડી. એમણે વર્ષો સુધી ચીવટપૂર્વક પોતાની તબિયત સાચવી. એટલે તો તેઓ ૮૮ વર્ષની ઉંમર સુધી પહોંચી શક્યા. મહારાજશ્રીમાં લઘુતાનો અને વિનમ્રતાનો ગુણ ઘણો મોટો હતો. મુંબઇમાં જેન ક્લિનિકમાં ઓપરેશન કરાવવા માટે તેઓ કાંદાવાડીના ઉપાશ્રયે રહ્યા હતા. તે વખતે ત્યાં ધન્યમુનિ, કેવળદાસમુનિ વગેરે Page #90 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પૂ. શ્રી કયાલાલજી મહારાજ બિરાજમાન હતા. તેઓ કહેયાલાલજી મહારાજ કરતાં ઉંમરમાં, દીક્ષાપર્યાયમાં, જ્ઞાનસાધનામાં નાના હતા. તો પણ ઓપરેશન વખતે મહારાજશ્રીએ કેવળદાસજી મહારાજને કહ્યું કે “મને સાગારી સંથારાનાં પચ્ચખાણ આપો”. એથી કેવળદાસજી મહારાજને આશ્ચર્ય થયું. એમણો કહ્યું “તમે જ્ઞાની છો. મોટા છો. જાતે જ પચ્ચખાણ લઈ શકો એમ છો.” તો પણ પૂ. કયાલાલજી મહારાજે આગ્રહ રાખ્યો અને શ્રી કેવળદાસજી મહારાજ પાસે પચ્ચખ્ખાણા લીધા. ૧૯૭૯-૧૯૮૦માં મુંબઈના બે ચાતુર્માસ દરમિયાન મહારાજશ્રીને બે તેજસ્વી સાધ્વીજીઓનો પરિચય થયો. એ બે તે શ્રી મુક્તિપ્રભાશ્રીજી અને શ્રી દિવ્યપ્રભાશ્રીજી. એ બંનેને એમના પીએચ.ડી.ના વિષયો-(૧) જૈન યોગ અને (૨) અરિહંતમાં મહારાજશ્રીએ ઘણું સારું માર્ગદર્શન આપ્યું અને બંનેને પીએચ.ડી.ની ડિગ્રી મળી. ત્યારથી આ બંને મહાસતીજીઓએ પોતાની શિષ્યાઓ સાથે આબુમાં કેટલાંક વર્ષ રહીને મહારાજશ્રીને એમના અનુયોગના કાર્યમાં ઘણી મદદ કરી હતી. શ્રી મુક્તિપ્રભાશ્રીજી તો મહારાજશ્રીના અંતકાળ વખતે પણ પાસેજ હતાં. મહારાજશ્રીએ ઘી-તેલ, સાકર, મીઠું, દ્વિદળ વગેરેનો ત્યાગ કર્યો હતો. મહારાજશ્રીએ ઘી ખાવાનું છોડી દીધું એ વિગઈ છે એટલા માટે જ માત્ર નહિ, પણ શુદ્ધ ઘી વિશે શંકા જતાં એ કાયમનું છોડી દીધું. એ વિશે એમણો પોતે જ કહ્યું છે કે એક વખત તેઓ આગરામાં પૂ. કવિ શ્રી અમરમુનિ સાથે હતા. એક દિવસ તેઓ રસ્તામાં જતા હતા ત્યારે એક સરદારજી એક હૃષ્ટપુષ્ટ ડુક્કરને પકડીને ખેંચી જતા હતા. ડુક્કરની જવાની મરજી નહોતી એટલે ચીસાચીસ કરતું હતું. મહારાજશ્રીએ દયાભાવથી સરદારજીને તેમ ન કરવા કહ્યું અને કારણ પૂછ્યું તો સરદારજીએ કહ્યું કે પોતે ડુક્કરને મારીને એની ચરબી કાઢવા માગે છે. ચરબીની શી જરૂર છે એવો પ્રશ્ન થતાં સરદારજીએ કહ્યું કે એ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૨ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ ચરબી પોતે ઘીમાં મેળવવા માગે છે જેથી સારી કમાણી થાય. ઘીમાં ચરબીની વાસ ન આવે? એવા પ્રશ્નના જવાબમાં સરદારજીએ કહ્યું કે પોતે એમાં શુદ્ધ ઘીનું એસેન્સ મેળવે છે. એમ કહી સરદારજીએ ઘરમાંથી ઘી લાવીને બતાવ્યું. એ સૂંઘતાં કોઇને ય શંકા ન જાય. મહારાજશ્રીને લાગ્યું કે આવું ચરબીવાળું ઘી તો કેટલાયે ઘરોમાં પહોંચી જતું હશે. કદાચ પોતાના ખાવામાં પણ આવી જાય. તરત જ એમણે સંકલ્પ કર્યો કે હવેથી ઘી કે ઘીવાળી વાનગી વગેરે ન ખાવાં, ન વહોરવાં. મહારાજશ્રી જિદ્વારસ પર સંયમ મેળવવા, રસત્યાગ કરવા ઇચ્છતા હતા. એક વખત એમના વાંચવામાં આવ્યું કે ઔરંગજેબે શાહજહાંને પ્રશ્ન કર્યો કે “બધાં અનાજમાં શ્રેષ્ઠ કયું?' શાહજહાંએ કહ્યું કે “ચણા, કારણ કે તે સૌથી વધુ સ્વાદિષ્ટ છે. એમાંથી મીઠાઈઓ પણા બને અને નમકીન વસ્તુઓ પણ બને. ઘોડાને પણ ચણ બહુ ભાવે અને કાગડાકબૂતરને પણ બહુ ભાવે.” એ વાંચીને મહારાજશ્રીને થયું કે સ્વાદ ઉપર જો સંયમ મેળવવો હોય તો ચણાનો ત્યાગ કરવો જોઇએ. આ રીતે એમણે ચણા કે એની વાનગીઓનો ત્યાગ કર્યો. ત્યારપછી મહારાજશ્રીએ દૂધ અને દહીં, ખાંડ અને મીઠું પણ છોડ્યાં. તેલ છોડ્યું. દ્વિદળ છોડડ્યાં. બાફેલાં શાકભાજી લેતા. આયંબિલ જેવું ખાતા. ઉણોદરી કરતા. મધ્યાહુન પછી, બાર વાગ્યા પછી એક વાર આહાર લેતા. સૌજે ઘણુંખરું આહાર લેતા નહિ. આ રીતે એમણે જીવનપર્યંત રસત્યાગની તપશ્ચર્યા કરી હતી. મુંબઈમાં ઓપરેશન પછી મહારાજશ્રીએ ૧૯૮રમાં દેવલાલીમાં ચાતુર્માસ કર્યું. ત્યાં એમની તબિયત સારી રહી. એમની પ્રેરણાથી વૃદ્ધ સાધુસાધ્વીઓના સ્થિરવાસ માટે “વર્ધમાન મહાવીર સેવા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી જેનો લાભ ઘણાં સાધુસાધ્વીઓ આ જ દિવસ સુધી લેતાં રહ્યાં છે. દેવલાલી પછી મહારાજશ્રીએ રાજસ્થાનમાં વિહાર-ચાતુર્માસ , Page #92 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પૂ. શ્રી કહેયાલાલજી મહારાજ ૮૩ જુદે જુદે સ્થળે કર્યા, પરંતુ વિશેષ સ્થિરતા તો એમની પ્રેરણાથી સ્થપાયેલી સંસ્થા “ધી વર્ધમાન મહાવીર કેન્દ્રમાં જ જીવનના અંત સુધી રહી હતી. પૂ. મહારાજશ્રી મિતભાષી હતા અને દર મંગળવારે મૌન પાળતા. એમને વંદન કરવા દૂર દૂરથી આવેલા માણસો નિરાશ ન થાય એટલે પ્રત્યેક ચાતુર્માસ અગાઉ પત્રિકા બહાર પાડીને તેઓ જણાવી દેતા કે પોતાને મંગળવારે મૌન હોય છે માટે એ દિવસે બોલશે નહિ. વળી રોજેરોજ કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી તેઓ ભક્તોને મળશે તે પણ પત્રિકામાં જણાવી દેતા. આથી ભક્તોને અનુકૂળતા રહેતી અને મહારાજશ્રી પોતે પણ પોતાના સમયમાં નિયમિત સ્વાધ્યાય કરી શકતા. આથી જ આગમગ્રંથોના સંશોધન-સંપાદનનું અને ચારે અનુયોગનું હજારો પાનાનું લેખન અને હિંદી અનુવાદનું કાર્ય તેઓ કરી શક્યા હતા. મહારાજશ્રી સ્થાનકવાસી સંપ્રદાયના હતા. એ સંપ્રદાય પ્રત્યે એમની નિષ્ઠા પૂરેપૂરી હતી, પરંતુ પૂ. દેવેન્દ્રમુનિ શાસ્ત્રીએ લખ્યું છે તે પ્રમાણે કન્ડેયાલાલજી મહારાજ અન્ય જૈન સંપ્રદાયની કે અન્ય ધર્મની ટીકા કે નિંદા જરા પણ કરતા નહિ. વાદવિવાદમાં કે બીજાને ખોટા ઠરાવવામાં એમને રસ નહોતો. તેઓ ઉદાર મતના હતા અને કહેતા કે સત્ય હંમેશાં સંપ્રદાયાતીત હોય છે. તેઓ આગમસાહિત્યના પ્રખર અભ્યાસી હતા એથી જ બત્રીસ આગમને ન વળગી રહેતાં પિસ્તાલીસ આગમનો એમણે અભ્યાસ કર્યો હતો. પૂ. દેવેન્દ્રમુનિ શાસ્ત્રીએ “આગમ એક અનુશીલનમાં માત્ર બત્રીસ આગમની વિચારણા ન કરતાં પિસ્તાલીસ આગમની વિચારણા કરી છે, તેવી જ રીતે પૂ. કહેયાલાલજી મહારાજે જેનાગમ નિર્દેશિકામાં પિસ્તાલીસ આગમોના વિષયો લીધા છે. ચાર અનુયોગ ગ્રંથોમાં પણ એમની ભાવના ૪૫ આગમો લેવાની હતી અને એ રીતે જ તૈયારી થઈ હતી પરંતુ સાંપ્રદાયિક ભાવનાવાળા Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૪ સાંપ્રત સહચિંતન - ભાગ ૧૩ Ge કેટલાક શ્રાવકોના આગ્રહને લીધે ૩૨ આગમના વિષયો એમને રાખવા પડચા એમ શ્રી વિનયમુનિએ દ્રવ્યાનુયોગની પ્રસ્તાવનામાં નિર્દેશ કર્યો છે. પૂ. કન્હેયાલાલજી મહારાજ પોતાના સંપ્રદાયની સામાચારીનું બરાબર નિષ્ઠાથી પાલન કરતા, પરંતુ એમની પાસે ઐતિહાસિક ઉદાર દૃષ્ટિ હતી. એટલે જ બીજાની સામાચારીની તેઓ ક્યારેય ટીકા કરતા નહિ. કે તે ખોટી છે એવું કહેતા નહિ, દેવલાલીમાં એક વખત હું એમની પાસે બેઠો હતો ત્યારે એક ભાઈ વંદન કરવા આવ્યા. થોડી વારે એમણે સીધો બેધડક પ્રશ્ન કર્યો, ‘મહારાજશ્રી, આપ મૂર્તિપૂજામાં માનો છો કે નહિ ?’ ત્યારે મહારાજશ્રીએ સૌમ્યતાથી ઉત્તર આપ્યો કે ‘જુઓ ભાઈ, મેં સ્થાનકવાસી સંપ્રદાયમાં દીક્ષા લીધી છે. મારો વેશ સ્થાનકવાસી સાધુનો છે, મારે મારા વેશની મર્યાદા છે. એટલે આ વિષયમાં હું તમારી સાથે કંઈ ચર્ચા કરી શકીશ નહિ'. એમનો એ ઉત્તર બહુ વ્યવસ્થિત અને યોગ્ય હતો. પૂ. કહૈયાલાલજી મહારાજ સંસ્કૃત, પ્રાકૃત ઉપરાંત અંગ્રેજી શબ્દોની વ્યુત્પત્તિ પોતાની મૌલિક દૃષ્ટિથી કરી બતાવતા. એમની શબ્દોની જાણકારી તથા એમની બહુશ્રુતતા એમાં જોવા મળતી. તેમણે અનેક શબ્દોના અર્થ પોતાની રીતે ઘટાવ્યા છે. એમાંથી ઉદાહરણ તરીકે થોડાક જોઇએઃ રોગ એટલે રો+ગ અર્થાત્ રોતાં રોતાં જે ગતિ કરાવે અથવા રોતાં રોતાં જેની ગતિ થાય તે. ગુરુ એટલે ગુ+રુ અર્થાત્ ગુ એટલે અંધકાર (અજ્ઞાનરૂપી) રુ એટલે દૂર કરનાર. અથવા ગુ એટલે ગુણો અને રુ એટલે રુચિ ધરાવનાર. મોક્ષ એટલે મો+ક્ષ અર્થાત્ મોહનો ક્ષય કરનાર. ક્ષમા એટલે ક્ષ+મા અર્થાત્ ક્ષય (કર્મક્ષય)નો માર્ગ. સુધા એટલે સુ+ધા અર્થાત સારી ધારણા. અંગ્રેજી શબ્દ એલાર્મનો અર્થ તેઓ કરતા કે અલ્લા અને રામને ઊઠતાંની સાથે યાદ કરો. મોટર એટલે મો+ટ+૨ Page #94 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પૂ. શ્રી કન્ડેયાલાલજી મહારાજ અર્થાત્ મોહથી ટળતા રહો. મહારાજશ્રીનું મોટામાં મોટું સ્મારક તે એમની પ્રેરણાથી સ્થપાયેલી સંસ્થા “આગમ અનુયોગ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થયેલા છ હજારથી વધુ પાનાંના એમના દળદાર અનુયોગ ગ્રંથો છે. અભ્યાસીઓને તે અનેક રીતે ઉપયોગી થાય એમ છે. દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણાનુયોગ અને ધર્મકથાનુયોગ એમ ચાર અનુયોગમાં આગમસાહિત્યનું વર્ગીકરણ, હિંદી અનુવાદ સાથે એમણે કર્યું છે. એ માટે માત્ર જૈન સમાજ જ નહિ, તમામ સાહિત્યરસિક વર્ગ હંમેશાં એમનો ઋણી રહેશે. પ.પૂ. શ્રીહેયાલાલજી મહારાજ (કમલમુનિ)ના સ્વર્ગવાસથી આપણને એક બહુશ્રુત જ્ઞાની મહાત્માની ભારે ખોટ પડી છે. એમના દિવ્યાત્માને કોટિ કોટિ વંદન ! Page #95 -------------------------------------------------------------------------- ________________ પ્રાણીઓનો સામુદાયિક સંહાર હોંગકોંગમાં ઈજ્યુએન્ઝાનો રોગચાળો ફાટી નીકળવાની બીકે થોડા વખત પહેલાં બીજી વાર તમામ મરઘાંઓને મારી નાખવામાં આવ્યા. શહેરમાં મરઘાંઓનું નામનિશાન ન જોઈએ કે જેથી રોગચાળો ફેલાવાની કોઈ દહેશત રહે. મારી નાખવામાં આવેલાં આ મરઘાંઓની સંખ્યા કેટલી ? અધધધ. સાડા બાર લાખ કરતાં વધુ. ટી.વી. પર એનાં દશ્યો બતાવવામાં આવ્યાં હતાં. મરઘાંઓને કતલખાને લઈ જવાયાં નથી. એનાં વેચાણ કેન્દ્રોમાં, પોલ્ટી ફાર્મ વગેરેમાં જ માણસો પોતાને મોઢે લૂગડું બાંધી, હાથમાં મોજાં પહેરી એક પછી એક મરઘાને પાંજરામાંથી કાઢતા જાય અને પકડીને, ડોક મરડી નાખીને કચરા માટેના પ્લાસ્ટિકના મોટા કોથળામાં ફેંકતા જાય. કોથળાઓ બંધાઈને કચરાની ટ્રકમાં ઠલવાતા જાય. પોતાના વારો આવે ત્યારે મરઘાં આઘાપાછા થવાનો પ્રયત્ન કરે, ચીસાચીસ કરે એવાં એવાં દૃશ્યો આપણા જેવા જોનારને કમકમાં ઉપજાવે એવાં હતાં, છતાં મારનારના પેટનું પાણી પણ હાલતું ન હતું. આ વખતે ઈલૂએન્ઝા ચાલુ થયો નહોતો કે કોઈ માણસનું મૃત્યુ થયું નહોતું, પણ ક્લનો વાયરસ દેખાયો હતો અને એ મરઘાંઓ દ્વારા માણસમાં પ્રસરતો હોવાથી સાવચેતીનાં પગલાં તરીકે જ તંદુરસ્ત નિર્દોષ મરઘાંઓને મારી નાખવામાં આવ્યાં. ત્રણ વર્ષ પહેલાં, ૧૯૯૭માં હોંગકોંગમાં ક્લનો આ વાયરસ જ્યારે પ્રસર્યો હતો ત્યારે છ માણસો લૂમાં મૃત્યુ પામ્યા હતા. તે વખતે સાવચેતીરૂપે ચૌદ લાખ મરઘાંઓને મારી નાખવામાં આવ્યાં હતાં. મરઘાંઓને મારી નાખવાનો હુકમ સરકારના આરોગ્ય ખાતા તરફથી નીકળ્યો હતો અને મરઘાંના માલિકોને એનું વળતર આપવામાં આવ્યું હતું. આર્થિક કે આરોગ્યના પ્રશ્ન કરતાં પણ પ્રાણીઓના સામુદાયિક સંહારનો પ્રશ્ન આપણો માટે વધુ ગંભીર અને કરુણા છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ પ્રાણીઓનો સામુદાયિક સંહાર મલેશિયા, થાઈલેન્ડ, હોંગકોંગ જ્યુના વિસ્તાર તરીકે જાણીતા છે. í બહુ ઝડપથી પ્રસરે છે અને આખી દુનિયામાં ફેલાઈ જાય છે. ગયા સૈકામાં લૂથી અનેક માણસો મૃત્યુ પામ્યા હતા. પરંતુ હવે નવી દવાઓ અને ઉપચારોને કારણે મરણપ્રમાણ ઘટી ગયું છે. તો પણ માનવજાત પોતાની સુરક્ષા માટે પશુપંખીઓને, અરે પોતાનાં પાળેલા પ્રાણીઓને પણ મારી નાખતાં અચકાતી નથી. સ્વાર્થની સીમા ક્યાં સુધી પહોંચે છે ! થોડા વખત પહેલાં બ્રિટનમાં ગાયોને ગાંડી બનાવી દે એવો મેડકાઉનો રોગચાળો પ્રસર્યો હતો. કતલખાનાના માંસાહારી કચરામાંથી બનાવેલી વાનગીઓ શાકાહારી ગાયોને ખવડાવવાને લીધે ગાયોમાં ગાંડપણની આ બીમારી થઈ હતી એવું પણ એક અનુમાન થાય છે. એ જે હોય તે. બે ચાર ટકા ગાયોમાં આ બીમારી જણાતાં, એનો ચેપ માણસોને ન લાગે માટે બધી જ ગાયોને એટલે કે સવા કરોડ જેટલી ગાયોને બ્રિટનમાં ત્યારે થોડા દિવસમાં મારી નાખવામાં આવી હતી. એવી જ રીતે થોડા વખત પહેલાં યુરોપના જર્મની તથા બીજા કેટલાક દેશોમાં મેડ-કાઉ જેવી મેડ-શીપની બીમારી કેટલાંક ઘેંટાઓમાં જોવા મળી હતી. એ વખતે એ પ્રદેશના સર્વ ઘેટાંઓને-કરોડો ઘેટાંઓને મારી નાખવામાં આવ્યાં હતાં. પોતાના આરોગ્યની દરકારને માટે મનુષ્ય પ્રાણીસૃષ્ટિ ઉપર કેવો ભયંકર અત્યાચાર કરે છે. કેટલાક રોગો પશુઓને મનુષ્ય એના ઉપર કરેલા પ્રયોગોને પરિણામે થાય છે. પશુઓના કેટલાક રોગો માણસને થાય છે એ સાચું, પણ માણસના રોગો પશુઓને પણ થાય છે એ પણ એટલું જ સાચું છે. પરંતુ કોણ કોને શિક્ષા કરી શકે ? એમાં એનો ચુકાદો કોણ આપી શકે ? સૃષ્ટિક્રમમાં બળવાનનું અસ્તિત્વ ટકી રહે છે. નિર્બળને અન્યાય સહન કરવાનો વારો આવે છે. આ તો આરોગ્યની વાત થઈ. પોતાના આહાર માટે વર્તમાન અદ્યતન Page #97 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ કતલખાનાંઓ દ્વારા માનવજાત રોજના કરોડો મરઘી-મરઘાં, ઘેટાંઓ, ગાયો ઇત્યાદિની કતલ કરી રહી છે. બીજી બાજુ આર્થિક કારણોસર પણ પ્રાણીઓની સામુદાયિક હત્યા કરાય છે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડ સારી કમાણી કરવા માટે દર વર્ષે કરોડો ઘેટાંઓની કતલ કરીને એનું માંસ બીજા દેશોને વેચે છે. કેટલાક વખત પહેલાં જર્મનીમાં દૂધનું ઉત્પાદન વધી ગયું હતું અને ભાવ નીચા ઊતરી ગયા હતા. એટલે ભાવ ટકાવી રાખવા માટે, દૂધનું ઉત્પાદન ઘટાડવા માટે પિસ્તાલીસ લાખ ગાયોને મારી નાખવામાં આવી હતી. કેટલાક દેશોમાં મોજશોખના પદાર્થો બનાવવા માટે રોજની કરોડો માછલીઓ મારવામાં આવે છે. થોડા વખત પહેલાં બ્રાઝિલના રીઓ ડિ જાનેરો પાસેના સમુદ્રમાં એક કારખાનાનું ઝેરી પ્રવાહી ઠલવાતાં કરોડો માછલીઓ એક જ દિવસમાં સમુદ્ર કિનારે મૃત્યુ પામી હતી અને વાતાવરણ ગંધાઈ ઊઠ્યું હતું. પહેલાંના કરતાં હવે પ્રાણીઓના સંહારના આંકડા લાખો-કરોડોના થઈ ગયા. માનવજાતનો પશુસૃષ્ટિ ઉપર આ ભયંકર અત્યાચાર છે. એની સામે કોણ અવાજ ઉઠાવે ? સામે પક્ષે એવી દલીલ થાય છે કે શું પશુપંખીઓને ખાતર માણસોને મરવા દેવાય ? માણસ મરવાનું પસંદ ન કરે એ દેખીતું છે. પરંતુ આવી પરિસ્થિતિમાં એવો રસ્તો ન નીકળી શકે કે માણસો મરે નહિ અને પશુઓનો સંહાર પણ કરવો ન પડે ? ભવિષ્યમાં કોઈ એક બળવાન પ્રજા પોતાના આરોગ્ય માટે બીજી નબળી પ્રજાનો સંહાર કરે તો તે વ્યાજબી ઠરાવીશું ? ભવિષ્યમાં આ વિષયમાં ઘણી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. ८८ દુનિયાની ચાર અબજથી વધારે વસતિ છે. એમાં માંસાહાર ન કરનાર લોકોની સંખ્યા કેટલી ? સાતઆઠ ટકાથી વધારે નહિ હોય. એ પણ મુખ્યત્વે ભારતમાં છે. એટલે શાકાહારીઓનો આર્તનાદ Page #98 -------------------------------------------------------------------------- ________________ પ્રાણીઓનો સામુદાયિક સંહાર અરણ્યરુદન જેવો જ બની રહેવાનો. જેમ જેમ વૈજ્ઞાનિક સાધનો વધતાં જાય છે તેમ તેમ સૃષ્ટિ ઉપર પશુપંખીઓના સંહારનું પ્રમાણ વધતું જાય છે. પરંતુ પોતાના આરોગ્યની સાચવણી માટે પશુઓનો સંહાર કેટલે અંશે વ્યાજબી ગણાય ? બે ચાર કે પાંચ પંદ૨ માંદાં પશુપંખીઓને કારણે બીજાં લાખો નીરોગી પશુપંખીઓને મારવાનું અટકાવી ન શકાય ? એ દિશામાં આરોગ્યવિષયક સંશોધનો ન કરવાં જોઇએ ? માંસાહારી દેશોનું આ વલણ ભારતમાં નહિ જ આવે એમ કહી નહિ શકાય. એકંદરે ભારતીય માણસોના હૃદયમાં જીવદયાની લાગણી રહેલી છે. પરંતુ ભવિષ્યમાં વિદેશોનો પ્રભાવ ભારત ઉપર નહિ પડે એવું નથી. એટલા માટે જીવદયાપ્રેમીઓએ અને એવી સંસ્થાઓએ પોતાનો સૂર જાહેરમાં વ્યક્ત કરવો જોઇએ. અહિંસક શાંત સામુદાયિક જાહેર વિરોધ, વિવિધ રીતે જો અભિવ્યક્ત થાય અને તે દેશોના એલચીખાતા સમક્ષ રજૂઆત થાય તો એની નોંધ તો જરૂર લેવાય. તેઓ જો જાણે કે દુનિયામાં કેટલાક લોકો એવા છે કે જે આવા સામુદાયિક સંહાર સાથે સહમત નથી અને એમની લાગણી દુભાય છે, તો એટલી સભાનતા પણ ભવિષ્યમાં થોડું સારું પરિણામ લાવી શકે. અલબત્ત એટલું તો નિશ્ચિત છે કે માનવજાત પોતાનાં જે કંઈ અપકૃત્યો દ્વારા પ્રકૃતિમાં ખલેલ પહોંચાડે છે એનાં પરિણામ એને પ્રકારાન્તરે પણ ભોગવવાનાં આવે જ છે. સમગ્ર વિશ્વરચના એવી છે કે જેમાં હિસાબ ચૂકતે થાય જ છે. હાલ તો આપણી પાસે એ મૂંગાં, નિર્દોષ પ્રાણીઓ માટે અંતરમાં દયા ચિંતવવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. સબ કો સન્મતિ દે ભગવાન ! te ✰✰ Page #99 -------------------------------------------------------------------------- ________________ ન્યૂ ઝીલૅન્ડ ઇ. સ. ૧૯૭૮માં અને ઇ. સ. ૧૯૯૯માં એમ બે વાર ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કરવાની તક મને સાંપડી હતી. બે દાયકા પછીના બીજા પ્રવાસમાં મને નજરે જોવા મળ્યું કે ન્યૂ ઝીલેન્ડની કાયાપલટ કેટલી સરસ થઈ ગઈ છે ! એક નાનોસરખો દેશ પણ ધારે તો કેટલી બધી પ્રગતિ કરી શકે છે તેની પ્રતીતિ થઈ. દુનિયાનાં અત્યંત રમણીય, શાંતિપ્રિય, આંતરિક સંઘર્ષરહિત અને અન્ય દેશો સાથે વેરવિરોધ વિનાના સુખી દેશોમાં ન્યૂ ઝીલૅન્ડને ગણાવી શકાય. ભૌગોલિક વિસ્તાર ન્યૂ ઝીલૅન્ડ પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં સાવ છેડે આવેલો દેશ છે. ઑસ્ટ્રેલિયાની અગ્નિ દિશામાં ટાસ્માન સમુદ્રમાં ૧,૨૦૦ માઈલ દૂર તે આવેલો છે. તેનો ભૌગોલિક વિસ્તાર ૧,૦૩,૭૩૬ ચોરસ માઇલ એટલે કે ૨,૬૮,૬૭૬ ચોરસ કિલોમિટર છે. ન્યૂ ઝીલૅન્ડમાં ઉત્તરમાં આવેલી રેઇન્ગાની ભૂશિરથી દક્ષિણમાં આવેલા ટુઅર્ટ ટાપુ સુધીનું અંતર ૧,૬૮૦ માઈલ જેટલું છે. ન્યૂ ઝીલૅન્ડ પહોળો નહીં પણ સાંકડો અને લાંબો દેશ છે. એની આકૃતિ આકાશમાંથી કોઈ માણસ દરિયામાં ડૂબકી મારવા પડતો હોય એવી લાગે છે. ભોગોલિક વિસ્તારમાં ઇંગ્લેન્ડ કે જાપાન સાથે તેને સરખાવી શકાય. પરંતુ એટલા જ વિસ્તારમાં ઇંગ્લેન્ડની વસતિ પાંચ કરોડ કરતાં વધુ છે. અને જાપાનની વસતિ સાડા દસ કરોડ કરતાં વધુ છે. જ્યારે ન્યૂ ઝીલેન્ડની વસતિ માત્ર પાંત્રીસ લાખ જેટલી છે. ભારતના કોઈ એક મોટા શહેર કરતાં પણ આ વસતિ ઓછી છે. આના પરથી સમજાશે કે વસતિની દૃષ્ટિએ ન્યૂ ઝીલૅન્ડ કેટલો નાનો અને પાંખો દેશ છે. | ઝીલૅન્ડ મુખ્ય બે મોટા દ્વીપમાં વહેંચાયેલો દેશ છે. ઉત્તર દ્વીપ WWW.jainelibrary.org Page #100 -------------------------------------------------------------------------- ________________ ન્યૂ ઝીલૅન્ડ ૯૧ અને દક્ષિણ દ્વીપ વચ્ચે કૂકની સામુદ્રધુની છે. બંને દ્વીપમાં ઘણો બધો તફાવત છે. ન્યૂઝીલેન્ડ મુખ્યત્વે પર્વતો અને જ્વાળામુખીઓનો દેશ છે. એનો પોણા ભાગનો પ્રદેશ સમુદ્રની સપાટીથી સરેરાશ આઠસોથી હજાર ફૂટ કરતાં વધુ ઊંચો છે. આ બે મુખ્ય દ્વીપની આસપાસ ન્યૂઝીલેન્ડમાં બીજા અનેક નાનામોટા ટાપુઓ આવેલા છે. એકદમ નીચે દક્ષિણ છેડે ટુઅર્ટ ટાપુ છે. ન્યૂ ઝીલૅન્ડ બે મુખ્ય ટાપુઓમાં વહેંચાયેલો દેશ હોવાથી તેનો સમુદ્રકિનારો ઘણો લાંબો છે. એમાં સ્વચ્છ, વિશાલ રેતાળ સમુદ્રતટ પણ ઘણા છે. પરંતુ આટલો લાંબો સમુદ્રકિનારો હોવા છતાં તે એકંદરે છીછરો હોવાથી ન્યૂ ઝીલૅન્ડમાં મોટાં બંદરો બહુ નથી. અલબત્ત, બંદરો વિકસાવવાની એને હજુ સુધી બહુ જરૂર પણ પડી નથી. ઝીલેન્ડના ઉત્તર દ્વીપમાં આશરે ૧૮ ટકા જેટલા પ્રદેશમાં પર્વતો છે. જ્યારે દક્ષિણ દ્વીપમાં આશરે ૭૦ ટકા પર્વતીય પ્રદેશ છે. ઉત્તર દ્વિીપમાં કેટલાક ઠરી ગયેલા જ્વાળામુખીઓ છે એટલે ત્યાં દ્રોણ બની ગયેલા, એટલે કે તૂટી ગયેલાં શિખરોવાળા, પવાલાના આકારનો ખાડો ધરાવતા પર્વતો વધુ છે. દક્ષિણા દ્વીપના મધ્ય ભાગમાં ઉત્તુંગ શિખરોવાળા પર્વતોની લાંબી હારમાળા છે. એમાંના કેટલાક પર્વતો હિમાચ્છાદિત છે. ઈતિહાસ ન્યૂ ઝીલૅન્ડની સૌથી પહેલી શોધ યુરોપથી વહાણમાં નીકળેલા ડચ શોધસફરી આબેલ તાસ્માને ઇ. સ. ૧૬૪રમાં કરી હતી. એણે દક્ષિણા પ્રશાંત મહાસાગરની પોતાની સફર દરમિયાન ટાસ્માન ટાપુ, ન્યૂ ઝીલૅન્ડ, ટોંગા અને ફિજીના ટાપુઓની શોધ કરી હતી. ટાસ્માને ન્યૂઝીલૅન્ડના “ગૉલ્ડન બે'માં પોતાનું વહાણા લાંગર્યું હતું. પરંતુ તે ન્યૂ ઝીલૅન્ડના કિનારે પગ મૂકી શક્યો નહોતો. તેનું વહાણ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૨ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ જોઇને સ્થાનિક માઓરી લોકોએ એના પર હુમલા ચાલુ કરી દીધા. અથડામણામાં ટાસ્માનના કેટલાક ખલાસીઓ માર્યા ગયા. પરિણામે ટાસ્માનને પોતાનું વહાણ ઉપાડી ત્યાંથી તરત ભાગવું પડ્યું હતું. ટાસ્માને પહેલવહેલી આ જગ્યાની નોંધ પોતાના નકશામાં કરી હતી. એની યાદગીરીરૂપે ન્યૂઝીલેન્ડના આ સ્થળે પછીથી એનું સ્મારક કરવામાં આવ્યું છે. ટાસ્માને દક્ષિણા પ્રશાંત મહાસાગરમાં ન્યૂ ઝીલૅન્ડ આવતાં પહેલાં જે એક ટાપુ શોધ્યો તેને નામ અપાયું ટાસ્માનિયા. આ ટાપુ ત્યાર પછી ઑસ્ટ્રેલિયાના એક ભાગ તરીકે જોડાઈ ગયો હતો. નવાઇની વાત તો એ છે કે દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં ટામાનિયા, ફિજી, ન્યૂ ઝીલૅન્ડ, ટોંગા વગેરે ટાપુઓ શોધનાર શોધસફરી ટાસ્માનને, પોતે ઑસ્ટ્રેલિયાની આસપાસ દરિયામાં ઘૂમતો હોવા છતાં, આ મહાસાગરમાં એક મોટો ખંડ છે એ હકીકતની ખબર નહોતી, કારણ કે એ બાજુ જવાનું એને થયું નહોતું. એ ખંડ તે ઑસ્ટ્રેલિયા, જેની શોધ પછીથી થઈ હતી. આવેલ ટાસ્માન પછી સવાસો વર્ષ બાદ, ઈ. સ. ૧૭૬૯-'૭૦માં બ્રિટિશ નોકાદળનો એક કેપ્ટન જેમ્સ કૂક દક્ષિણા પ્રશાંત મહાસાગરમાં શોધસફર માટે આવ્યો. એણે ઑસ્ટ્રેલિયાની શોધ કરી અને તેના દક્ષિણા કિનારાના પ્રદેશને ઇંગ્લેન્ડના એક પ્રદેશના નામ ઉપરથી “ન્યૂ સાઉથ વેલ્સ” એવું નામ આપ્યું. એ જ સફર દરમિયાન ઇ. સ. ૧૭૭૦માં કેપ્ટન કૂક માઓરીના આ દેશમાં આવી પહોંચ્યો. તે વખતે શોધસરીઓમાં પોતે શોધેલા પ્રદેશોને યુરોપનાં નામો આપવાની પ્રથા હતી. એ પ્રણાલિકા મુજબ, જેમ્સ ફૂકે યુરોપમાં બાલ્કન સમુદ્રમાં આવેલા ડેન્માર્કના “ઝીલેન્ડ' નામના ટાપુ જેવા લાગતા આ ટાપુને ‘ન્યૂ ઝીલૅન્ડ' એવું નામ આપ્યું. જેમ્સ કૂક સૌ પ્રથમ ન્યૂઝીલેન્ડની ઉત્તરે બે ઑફ આઇલૅન્ડના સમુદ્રકિનારે ઊતર્યો હતો. ત્યાર બાદ એની યાદગીરી તરીકે ત્યાં એક સ્મારક Page #102 -------------------------------------------------------------------------- ________________ ન્યુ ઝીલૅન્ડ કરવામાં આવ્યું છે. ટાસ્માનને ન્યૂ ઝીલૅન્ડના આ પ્રદેશના સ્થાનિક માઓરી લોકો સાથે લડાઈ થઈ, પરંતુ જેમ્સ કૂક વ્યવહારદક્ષ હતો. એણે જ્યાં જ્યાં પોતાનું વહાણ લાંગર્યું ત્યાં ત્યાં સ્થાનિક માઓરી લોકો સાથે શાંતિમય, સુલેહભર્યો વર્તાવ કર્યો. આ રીતે એણે વહાણમાં સમગ્ર ન્યૂ ઝીલૅન્ડની કિનારે કિનારે પ્રદક્ષિણા કરી. એણે બે દ્વીપ વચ્ચેની સામુદ્રધુની પણ શોધી અને ત્યાર પછી ત્યાંથી તે પાછો ફર્યો. ન્યૂ ઝીલૅન્ડનું માઓરી લોકોએ આપેલું મૂળ નામ ‘આઓટેઆરોઆ’ છે. એનો અર્થ થાય છે ‘શ્વેત વાદળાંઓનો પ્રદેશ'. આ નામ યથાર્થ છે. ન્યૂ ઝીલૅન્ડમાં કાળાં ઘનઘોર વાદળાં જવલ્લે જ જોવા મળે છે. પરંતુ શ્વેત વાદળાં અને નાની નાની શ્વેત વાદળીઓ આકાશમાં લગભગ સતત જોવા મળે છે. દક્ષિણ ટાપુમાં તો શિયાળામાં બરફ પડે છે એટલે પણ તે શ્વેત લાગે છે. ૯૩ જેમ્સ ફૂંકે ન્યૂ ઝીલૅન્ડનો પ્રદેશ શોધી આપ્યો તે પછી અંગ્રેજોએ એના પર પોતાનું આધિપત્ય જમાવવા વખતોવખત પ્રયાસો કર્યા અને છેવટે એમાં અંગ્રેજો ફાવ્યા. બે ઑફ આઇલૅન્ડના કિનારે અંગ્રેજોએ પોતાનું થાણું સ્થાપ્યું અને ત્યાં વાઇતાંગી નામના સ્થળે પોતાનાં મકાનો બાંધ્યાં. હોબ્સન નામના એક ચતુર, બાહોશ અંગ્રેજની ન્યૂ ઝીલૅન્ડના પ્રથમ ગવર્નર તરીકે નિમણૂંક થઈ. ગોરી ચામડીવાળા વિદેશીઓના આમગન સામે સ્થાનિક માઓરી લોકોનો ઘણો વિરોધ હતો. પરંતુ બંદૂક જેવાં આધુનિક ઘાતક શસ્ત્રોના પ્રભાવે અંગ્રેજોએ વર્ચસ્વ જમાવ્યું. વળી, માઓરી લોકોમાં ફાટફૂટ પડાવી આધિપત્ય જમાવવામાં પણ અંગ્રેજો ફાવ્યા. ન્યૂ ઝીલૅન્ડનો સમગ્ર પ્રદેશ માઓરી લોકોની માલિકીનો હતો અને તેઓની જુદી જુદી ટોળીઓમાં, કબીલાઓમાં જમીનની ફાળવણી થયેલી હતી. અંગ્રેજોને Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૪, સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ પોતાનાં થાણાં સ્થાપવા અને વધારવા માટે વધુ જમીન જોઇતી હતી. તે વખતે વાછતાંગીમાં ૬ઠ્ઠી ફેબ્રુઆરી, ૧૮૪૦ના રોજ માઓરી લોકો અને ગવર્નર હોવ્સન વચ્ચે સંધિકરાર અને સહીસિક્કા થયા. પરંતુ ત્યાર પછી એક અથવા બીજા બહાના હેઠળ અંગ્રેજો સંધિકરારનો થોડો થોડો ભંગ કરતા ગયા અને પોતાનો પ્રદેશ વધારતા ગયા. - ઇ. સ. ૧૮૫રમાં ન્યૂ ઝીલૅન્ડને થોડી સ્વતંત્ર સત્તા સાંપડી. તેને પોતાની સામાન્ય વિધાનસભા ચૂંટવાનો અધિકાર મળ્યો. ઇ. સ. ૧૮૯૩માં વિધાનસભાની આવી ચૂંટણીમાં મત આપવાનો અને ઉમેદવાર તરીકે ઊભા રહેવાનો અધિકાર મહિલાઓને પણ આપવામાં આવ્યો. એટલે એમ મનાય છે કે લોકશાહીમાં ચૂંટણીમાં ભાગ લેવાનો મહિલાઓને અધિકાર દુનિયામાં સર્વ પ્રથમ ન્યૂ ઝીલૅન્ડમાં ૧૮૯૩માં અપાયો હતો. ઇ. સ. ૧૮૯૭માં ન્યૂઝીલેન્ડને બ્રિટિશ સંસ્થાનમાંથી “ડોમેનિયન’નું પદ આપવામાં આવ્યું હતું. પહેલા વિશ્વયુદ્ધ પછી ન્યૂ ઝીલૅન્ડને વધુ સત્તા આપવામાં આવી હતી અને બીજા વિશ્વયુદ્ધ પછી, ૧૯૪૧માં બ્રિટિશ પાર્લામેન્ટ ન્યૂઝીલેન્ડ માટે કાયદા ઘડવાની પોતાની સત્તા જતી કરી અને ત્યાર પછી એ સત્તા ન્યૂ ઝીલૅન્ડને આપવામાં આવી હતી. અલબત્ત, હજુ તે બ્રિટિશ દોરવણી પ્રમાણે જ રાજ્ય કરતું રહ્યું હતું. ૧૯૮૦ પછી ન્યૂ ઝીલેન્ડે એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે વિશ્વના રાજકારણમાં ભાગ લેવો ચાલુ કર્યો હતો. માઓરી ન્યૂ ઝીલૅન્ડમાં પ્રાચીન સમયથી રહેતી આદિવાસી પ્રજા તે માઓરી લોકો છે. જ્યારે અંગ્રેજોએ ન્યૂ ઝીલૅન્ડમાં વસવાટ કર્યો નહોતો અને ન્યૂ ઝીલેન્ડની શોધ થઈ નહોતી તે પૂર્વે ન્યૂ ઝીલૅન્ડમાં રહેનારા લોકો તે માઓરી આદિવાસીઓ છે. મારીઓમાં જુદી જુદી જાતિઓ છે તે બધી સંપીને રહે છે. ન્યૂ Page #104 -------------------------------------------------------------------------- ________________ ન્યૂ ઝીલૅન્ડ ૯૫ ઝીલેન્ડની જમીન જૂના વખતમાં જુદી જુદી જાતિના માઓરી લોકોમાં વહેંચાયેલી હતી. ત્યારે કોઇને પોતાની જમીન બીજાને વેચવાનો ત્યાં હક નહોતો. પોતાની જમીનના રક્ષણ માટે માઓરીઓએ અંગ્રેજોને ભારે લડત આપી હતી. માઓરી લોકો જે ભાષા બોલે છે તે “માઓરી' તરીકે ઓળખાય છે. “માઓરી'નો અર્થ થાય છે “સ્થાનિક દેશવાસી'. એક મત પ્રમાણે, છેલ્લાં ૬૦૦ વર્ષોથી માઓરી લોકો આ ટાપુઓ પર આવીને વસેલા છે. બીજા મત પ્રમાણે તો છેલ્લાં એક હજાર વર્ષથી ન્યૂ ઝીલૅન્ડની ધરતી પર તેમનો વસવાટ થયેલો છે. ખોદકામ કરતાં મળેલાં સાંસ્કૃતિક અવશેષો પરથી એમ મનાય છે કે લગભગ ચૌદસો વર્ષ પહેલાં આ ટાપુઓ પર માનવવસવાટ હતો. માઓરીઓની પોતાની દંતકથા પ્રમાણે તેમના પૂર્વજો ન્યૂઝીલેન્ડની ઇશાન (પૂર્વોત્તર) દિશામાંથી હવાઈકી ટાપુ પરથી આવ્યા છે. દક્ષિણા પ્રશાંત મહાસાગરના વિસ્તારમાં સૈકાઓ પૂર્વે આદિવાસી ટોળીઓ ખેતી, શિકાર, માછલી, ઘેટાંનો ઉછેર વગેરે જરૂરિયાત સંતોષવા માટે એક ટાપુ ઉપરથી બીજા ટાપુ ઉપર પોતાનાં હોડકાઓમાં સ્થળાંતર કરતી રહેતી હતી. એ રીતે હવાઈકી, ટોંગા, સમાઓ, ફિજી, પપુઆ વગેરે ટાપુઓની ટોળીઓ પોતાની આજીવિકા મેળવવા અને અસ્તિત્વ ટકાવી રાખવા એક ટાપુ પરથી બીજા ટાપુ પર જતી. તેઓમાં માંહોમાંહે લગ્નસંબંધો પણ સ્થપાતા. એવી પ્રજા વર્તમાન સમયમાં પોલિનેશિયન (બહુદેશીય) તરીકે ઓળખાય છે. એવા જે પોલિનેશિયન લોકો ન્યૂ ઝીલેન્ડના ટાપુઓમાં આવીને વસ્યા તે માઓરી તરીકે ઓળખાયા. માઓરી લોકો ગોરી અથવા ઘઉવર્ણા ચામડીના છે. એમનો ચહેરો ગોળ અથવા લંબગોળ છે. તેમના વાળ ટૂંકા અને વાંકડિયા છે. તેઓ શરીરે ભરાવદાર, ઊંચા અને સશક્ત છે. તેઓ બુદ્ધિશાળી, કલાનિપુણ WWW.jainelibrary.org Page #105 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ અને પ્રેમાળ છે. માઓરી લોકો પોતાના પૂર્વજોને માટે બહુ લાગણી અને શ્રદ્ધા ધરાવે છે. તેઓ એમ માને છે કે પોતાને અત્યારે જે કંઇ શક્તિ અને સુખ પ્રાપ્ત થયાં છે તે પોતાના વડવાઓની પ્રેરણાથી, આશીર્વાદથી પ્રાપ્ત થયાં છે. એટલા માટે મારીઓમાં વડીલો પ્રત્યે પૂજ્ય ભાવ હોય છે. શહેરોમાં રહેતા માઓરી દૂરના ટાપુઓમાં કે જંગલોમાં રહેતાં પોતાનાં માતાપિતાને મળવા વખતોવખત જાય છે. વડવાઓ માટેના આવા ઊંડા પ્રેમને કારણે માઓરીમાં પોતાની વંશાવલિ મોઢે રાખવાની પ્રથા છે. કેટલાક માઓરીઓ તો લાકડાની કલાકૃતિમાં પોતાની વંશાવલિ પણ કોતરે છે. મૃત્યુ પછી તેમનો આત્મા વડવાઓ સાથે ભળી જાય છે એમ તેઓ માને છે. મહેમાનોનું સ્વાગત કરવા માટે જીભ બહાર કાઢવાનો માઓરીમાં રિવાજ છે. એટલે ઘણીબધી કલાકૃતિઓમાં જીભ બહાર કાઢેલી મનુષ્યાકૃતિ જોવા મળશે. માઓરી નૃત્યમાં પણ જીભ બહાર કાઢવાની પ્રથા છે. શ્વેત યુરોપિયનોને માઓરીઓ પોતાની ભાષામાં પાકેહા' કહે છે. માઓરી લોકો દેવદેવીઓમાં ઘણી શ્રદ્ધા ધરાવે છે. સમુદ્ર, જંગલ, વાયુ, ધરતીકંપ, વરસાદ, આકાશ, પૃથ્વી-એ દરેકના જુદા જુદા દેવ છે. આકાશને તેઓ પિતા તરીકે અને ધરતીને માતા તરીકે ઓળખાવે છે. આકાશ માટે માઓરી શબ્દ છે “રાંગી” અને ધરતી માટે શબ્દ છે પાપા તુ આનુકુ'. આકાશ અને ધરતીના મિલનથી આ સંસાર ઉદ્ભવ્યો છે તેમ તેઓ માને છે. માઓરી લોકોને “મોસા-શિકારી તરીકે ઓળખાવવામાં આવે છે. આ ટાપુ પર મોસા નામના શાહમૃગ જેવાં, મનુષ્ય કરતાં પણ ઊંચા એવાં ઘણાં પક્ષીઓ હતાં. તે ઊડી શકતાં નહોતાં. માઓરી લોકો એનો પોતાના ખોરાક માટે અને એનાં હાડકાંમાંથી ઓજારો અને ઘરેણાં Page #106 -------------------------------------------------------------------------- ________________ ન્યૂ ઝીલૅન બનાવવા માટે એટલા મોટા પાયા ઉપર શિકાર કરતા રહ્યા હતા કે છેવટે મોસા પક્ષીનું નિકંદન નીકળી ગયું. પરિણામે, હવે એનું અસ્તિત્વ પૃથ્વી પર રહ્યું નથી. વર્તમાન સમયમાં માઓરી લોકો આધુનિક થતા જાય છે. અંગ્રેજી માધ્યમવાળી શાળાઓમાં તેઓ અભ્યાસ કરે છે. નોકરી-ધંધામાં તથા પહેરવેશમાં તેઓ અંગ્રેજો જેવા જ થવા લાગ્યા છે. તેઓ પાર્લામેન્ટમાં ચૂંટાય છે અને પ્રધાન પણ બને છે. ધર્મની દૃષ્ટિએ કેટલાયે માઓરી હવે પોતાનો જૂનો ધર્મ છોડી ખ્રિસ્તી થઈ ગયા છે. જોકે, દૂર દૂરના નાના નાના ટાપુઓમાં જૂના માઓરી રીતરિવાજો હજુ સચવાઈ રહ્યા છે. વસતી ન્યૂ ઝીલૅન્ડની અત્યારની આશરે પાંત્રીસ લાખની વસતિમાં છઠ્ઠા ભાગની વસતી માઓરી લોકોની છે. ઇ. સ. ૧૮૪૦માં બ્રિટિશ સંસ્થાન તરીકે ન્યૂ ઝીલેન્ડની વિધિવત્ સ્થાપના થયા પછી અંગ્રેજોનો વસવાટ ત્યાં થયો અને ત્યાંની ખીણોમાં સોનું નીકળતાં તેની સંખ્યા વધી હતી. વિદેશીઓના વસવાટ પછી, ચેપી રોગો, મારામારી, કલેઆમ વગેરેને લીધે માઓરી લોકોની વસતી ત્યાં ઘટવા લાગી હતી. પરંતુ હવે તે પાછી વધી છે. ન્યૂ ઝીલૅન્ડની કુલ વસતીમાંથી ઉત્તર દ્વિીપમાં પોણા ભાગની વસતિ વસે છે, અને ચોથા ભાગની વસતી દક્ષિણ દ્વીપમાં છે. ઑકલૅન્ડ, હેમિલ્ટન, રોટોરુઆવેલિંગ્ટન, ક્રાઇસ્ટચર્ચ, ક્વીન્સ ટાઉન, ડનેડિન જેવાં મોટાં શહેરોમાં જ દેશની લગભગ એંસી ટકા જેટલી વસતી વસે છે એટલે કે સમુદ્ર કિનારે કે સમુદ્રથી થોડા માઇલના અંતરે ઘણોખરો વસવાટ થયો છે. બાકીના પ્રદેશોમાં વસતી છૂટીછવાઈ છે. દક્ષિણા કીપમાં જેમ જેમ નીચે જઇએ તેમ તેમ વસતી ઓછી થતી જાય છે. એ બાજુ પ્રવાસ કરતા હોઇએ તો ક્યારેક માઇલો સુધી રસ્તામાં ન ઘર જોવા મળે કે ન કોઈ માણસ. Page #107 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ ન્યૂ ઝીલૅન્ડમાં કાયમી વસવાટ માટે અંગ્રેજો ઉપરાંત જે પ્રજાઓ કાળક્રમે આવતી ગઈ તેમાં ડેન્માર્ક, હોલૅન્ડ, જર્મની, ગ્રીસ, ક્રોએશિયા, હંગેરી, ચીન, ઇન્ડોચાઇના, ભારત વગેરે દેશના લોકો છે. આવા વસાહતીઓની કુલ વસતી સમગ્ર દેશની વસતિના ચાર ટકા જેટલી છે. તેમાંના કેટલાકની તો અત્યારે બીજી, ત્રીજી કે ચોથી પેઢી ચાલી રહી છે. કેટલાક ભારતીય લોકો નોકરી કે મજૂરી કરવા ફિજી ગયેલા અને પછી ત્યાંથી સ્થળાંતર કરીને ન્યૂ ઝીલૅન્ડ ગયેલા છે. ગયા સૈકામાં ગુજરાતના નવસારી અને એની આસપાસના વિસ્તારના કેટલાક ગુજરાતીઓને ખેતી કરવા માટે અંગ્રેજો દ્વારા ન્યૂ ઝીલૅન્ડ લઈ જવાયા હતા. તેમના વંશજો આજે પણ ત્યાં વસેલા છે. ન્યૂ ઝીલૅન્ડની પ્રજા એકંદરે સુખી, તંદુરસ્ત અને મળતાવડી છે. આ દેશમાં જમીનની તંગી નથી. એટલે લોકો સારાં બાંધેલાં, બાગબગીચાવાળાં ઘરોમાં રહે છે. બેકારીનું ચાં નામ નથી, સિવાય કે સ્વેચ્છાએ કોઈ બેકાર રહેવા ઇચ્છતું હોય. લોકો પોતાનો ફાજલ સમય હવામાનની અનુકૂળતાને લીધે ઇતર, બહારની પ્રવૃત્તિમાં વધારે ગાળે છે. સમુદ્રતટે ફરવામાં, ગૉલ્ડ રમવામાં, નોકાવિહારમાં, ક્રિકેટ, ટેનિસ વગેરે રમતો રમવામાં, પગપાળા પ્રવાસમાં-વગેરેમાં પસાર કરે છે. ન્યૂ ઝીલૅન્ડમાં તબીબી સુવિધા ઘણી સારી છે. લોકોનું આરોગ્ય સારું અને સરેરાશ આયુષ્ય ૭૦ વર્ષ કરતાં વધુ છે. ૯૮ ભાષા અને ધર્મ ન્યૂ ઝીલૅન્ડમાં સ્થાનિક વંશજો એ માઓરી લોકો છે. તેઓ આજે પણ પોતાની માઓરી ભાષા બોલે છે. અંગ્રેજોના આગમન પછી ન્યૂ ઝીલૅન્ડની મુખ્ય ભાષા અંગ્રેજી રહી છે. બ્રિટિશ સામ્રાજ્યના એક દેશ તરીકે પણ ત્યાં અંગ્રેજી ભાષાને અધિકૃત ભાષા તરીકે સ્થાન મળ્યું છે. એટલે ન્યૂ ઝીલૅન્ડની રાષ્ટ્રભાષા અંગ્રેજી રહી છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ ન્યૂ ઝીલૅન્ડ ૯૯ અંગ્રેજો ઉપરાંત બીજી જે જે પ્રજાઓ વસવાટ માટે ન્યૂ ઝીલેન્ડમાં આવી તેમણે પણ અંગ્રેજી ભાષા અપનાવી લીધી છે. ત્યાં શિક્ષણમાં અને સરકારી કામકાજમાં અંગ્રેજી ભાષા બોલાતી અને લખાતી હોવાથી લોકજીવનની ભાષા પણ અંગ્રેજી રહી છે. આમ છતાં, ત્યાં મારી ભાષાને ઇ. સ. ૧૯૮૭થી સરકારી કચેરીઓમાં અને અદાલતમાં સત્તાવાર સ્થાન આપવામાં આવ્યું છે. ન્યૂ ઝીલેન્ડમાં આવીને વસેલા લોકો મુખ્યત્વે ઇંગ્લેન્ડ અને યુરોપના અન્ય દેશોના છે. તેઓ ત્યારે ખ્રિસ્તી ધર્મપ્રચારકોને પોતાની સાથે લાવેલા હતા. એટલે તેમનો ખ્રિસ્તી ધર્મ એ ન્યૂ ઝીલેન્ડમાં મુખ્યત્વે પળાતો ધર્મ રહ્યો છે. માઓરી લોકોનો પોતાનો આનુવંશિક ધર્મ છે. તદુપરાંત, ભારતમાંથી હિંદુઓ અને ચીનથી બૌદ્ધ ધર્મીઓ ત્યાં જઇને વસેલા હોવાથી તેઓએ પોતાના ધર્મસ્થાનકો બનાવ્યાં છે. ખ્રિસ્તી ધર્મમાં પણ ભિન્ન ભિન્ન શાખાઓ હોવાથી ત્યાં એંગ્લિકન, પ્રેમ્બિટેરિયન, રોમન કેથલિક વગેરે સંપ્રદાયોનાં પોતપોતાનાં ભિન્ન ભિન્ન દેવળ છે. અલબત્ત, ધર્મની બાબતમાં હવે ત્યાં પહેલાંના જેવી રૂઢિચુસ્તતા કે સંકુચિતતા રહી નથી. ધર્મને કારણે ત્યાં કોઈ સંઘર્ષો થતા નથી. ન્યૂ ઝીલેન્ડની એક ખાસિયત એ છે કે યુરોપીય પ્રજાનો અને તેમાં મુખ્યત્વે અંગ્રેજોનો ત્યાં બે સૈકા કરતાં અધિક સમયથી વસવાટ હોઈ સમુદ્રકિનારાનાં મોટાં શહેરો, નદી, પર્વત ઇત્યાદિને પાશ્ચાત્ય નામો અપાયાં છે. બાકીના ઘણાખરા પ્રદેશોમાં ગામો, નદીઓ, સરોવરો, પર્વતો વગેરેનાં નામો જે મૂળ માઓરી લોકોનાં હતાં તેનાં તે જ રહ્યા છે. રાજયવસ્થા અને શિક્ષણવ્યવસ્થા ન્યૂ ઝીલેન્ડમાં વસતી એટલી ઓછી અને સુખી છે કે ત્યાં પ્રજાના કોઈ સળગતા, ગંભીર પ્રશ્નો નથી કે નથી વિદેશીઓનાં આક્રમણનો કોઈ ભય. એથી ત્યાં રાજદ્વારી રસાકસી નથી કે રાજદ્વારી ચળવળો Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ નથી. રાજદ્વારી દષ્ટિએ જુદા જુદા પ્રદેશોનું વ્યવસ્થિત વિભાજન થયેલું છે. અને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકશાહી પદ્ધતિએ શાસન ચલાવે છે. સરકારી વહીવટી તંત્ર સક્ષમ અને એકંદરે ભ્રષ્ટાચાર વિનાનું સ્વચ્છ છે. માઓરી લોકો પણ પાર્લામેન્ટના સભ્ય થઈ શકે છે અને પ્રધાન બની શકે છે. હકીકતમાં પાર્લામેન્ટની બેઠકો માઓરી ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે. ન્યૂ ઝીલૅન્ડમાં બ્રિટિશ શાસનકાળ દરમિયાન આધુનિક કેળવણીની પ્રથા દાખલ કરવામાં આવી હતી. હાલ ત્યાં છથી સોળ વર્ષનાં બાળકોકિશોરો માટે પ્રાથમિક ને માધ્યમિક કેળવણી મફત અને ફરજિયાત છે. દૂરના પ્રદેશોનાં બાળકો માટે પત્રવ્યવહાર દ્વારા શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. જે વિદ્યાર્થીઓ પોતાના ખર્ચે ભણવા ઇચ્છતા હોય તેમને માટે ખાનગી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે ન્યૂઝીલેન્ડમાં ઑકલૅન્ડમાં ઑકલૅન્ડ યુનિવર્સિટી, વૈલિંગ્ટનમાં વિક્ટોરિયા યુનિવર્સિટી, ક્રાઈસ્ટચર્ચમાં કેન્ટરબરી યુનિવર્સિટી, ડનેડિનમાં ઓટાગો યુનિવર્સિટી તથા બીજી યુનિવર્સિટીઓ મળીને હાલ કુલ સાત યુનિવર્સિટીઓ છે. આશરે એક લાખ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરે છે. યુનિવર્સિટીઓમાં જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને નાણાંકીય સહાય કરવામાં આવે છે. માઓરી વિદ્યાર્થીઓને માઓરી બોર્ડ દ્વારા અભ્યાસ માટે વિશેષ ઉત્તેજન અપાય છે. વેપાર-ઉધોગો. ગાય, ઘેટાં જેવાં પાળેલાં પશુઓનો ઉછેર એ સૈકાઓથી ન્યૂ ઝીલૅન્ડના લોકોનો મુખ્ય વ્યવસાય રહ્યો છે. વસતિના પ્રમાણમાં દૂધનું ઉત્પાદન ઘણું બધું હોવાથી ડેરી ઉદ્યોગ ત્યાં ઘણો વિકાસ પામ્યો છે. દૂધનો પાઉડર, ચીઝ તથા દૂધની વિવિધ ચીજોનું ઉત્પાદન અને નિકાસનો વેપાર ન્યૂઝીલેન્ડ મોટા પાયે કરે છે. સારો વરસાદ અને ફળદ્રુપ જમીન Page #110 -------------------------------------------------------------------------- ________________ ન્યૂ ઝીલૅન ૧૦૧ એ બંનેને કારણે ઘેટાં ચરાવવા માટે ન્યૂઝીલેન્ડમાં ઘણી અનુકૂળતા છે. ત્યાં જમીન જરૂરિયાત કરતાં વધુ છે. એટલે ઑસ્ટ્રેલિયાની જેમ ન્યૂ ઝીલેન્ડમાં પણ મેરિનો વગેરે પ્રકારનાં સારી જાતિનાં ઘેટાંનો ઉછેર ગયા સૈકાથી ચાલુ છે. ઘેટું ન્યૂ ઝીલેન્ડના અર્થતંત્રનું એક મુખ્ય અંગ છે. ઘેટાનાં ઊનનો અને એમાંથી બનતાં ગરમ કપડાં, ધાબળા વગેરેનો વેપાર ન્યૂ ઝીલૅન્ડમાં ઘણી સારી રીતે ચાલતો આવ્યો છે. ઉત્તર દ્વીપ કરતાં દક્ષિણ દ્વિીપમાં વિશાળ મેદાનોમાં ચરતાં ઘેટાંનો ઉછેર સવિશેષ થાય છે. ત્યાં ઘેટાઓ અને પાળેલા કૂતરાઓને કેટલાક ઇશારા-નિશાનીઓ સમજવાની તાલીમ આપવામાં આવે છે. ઘેટાંનું ઊન કેવી રીતે મૂંડવામાં આવે છે તે અને એના ઇશારાઓના ખેલપ્રયોગો વિદેશી સહેલાણીઓને ન્યૂ ઝીલેન્ડમાં બતાવવામાં આવે છે. ઝીલેન્ડ જેવા નાના દેશને મોટા પાયાના ઉદ્યોગોની બહુ જરૂર ન રહે. ઘેટાંનો ઉછેર અને માછલીનો શિકાર ઉપરાંત ઘરવપરાશની ચીજવસ્તુઓના ઉત્પાદન માટે ત્યાં પારંપારિક નાના ઉદ્યોગો છે. એની આવકમાંથી જ પ્રજાનું જીવનધોરણ સારું રહી શકે એમ છે. આમ છતાં આધુનિક જીવનશૈલીની દૃષ્ટિએ આંતરરાષ્ટ્રીય કક્ષાના વેપાર માટે ઉદ્યોગોના વિકાસની ત્યાં આવશ્યકતા છે. એટલે ન્યૂ ઝીલેન્ડમાં હવે લોખંડ, એલ્યુમિનિયમ વગેરેનાં કારખાનાંઓ ચાલુ થયાં છે. મોટરઉદ્યોગ વિકાસ પામ્યો છે. અને તેલની રિફાઇનરી પણ ચાલુ થઈ છે. છેલ્લાં કેટલાંક વર્ષથી વિદેશી સહેલાણીઓનો પ્રવાસ ઘણોબધો વધી જવાને પરિણામે ત્યાં પર્યટન-ઉદ્યોગ પણ ઠીક ઠીક વિકાસ પામ્યો છે. સમય, ચલણ અને રાષ્ટ્રધ્વજ ન્યૂ ઝીલૅન્ડના સમય અને ઇંગ્લેન્ડના પ્રિનિચ સમય વચ્ચે બાર કલાકનો તફાવત છે. એટલે ઇંગ્લેન્ડમાં જ્યારે સવારના છ વાગ્યા હોય ત્યારે ન્યૂ ઝીલૅન્ડન્માં સાંજના છ વાગી ગયા હોય. આંતરરાષ્ટ્રીય Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ તારીખ-રેખાની નજીક ન્યૂઝીલેન્ડ હોવાથી રોજ પૃથ્વીનો પહેલો સૂર્યોદય ન્યૂ ઝીલેન્ડ અને તેની આસપાસના પ્રદેશોમાં થાય છે. ભારત અને ન્યૂ ઝીલૅન્ડના સમય વચ્ચે સાડા છ કલાકનો ફરક છે એટલે આપણે ત્યાં જ્યારે બપોરના સાડા બાર વાગ્યા હોય ત્યારે ન્યૂ ઝીલેન્ડમાં સાંજના છ વાગ્યા હોય છે. શિયાળા અને ઉનાળા દરમિયાન ન્યૂઝીલેન્ડમાં સમયમાં એક કલાકનો ફરક કરવામાં આવે છે. ન્યૂ ઝીલેન્ડનું ચલણા ડૉલર અને સેંટનું છે. અમેરિકા ઉપરાંત જેમ કેનેડા, ઑસ્ટ્રેલિયા, સિંગાપુર વગેરે કેટલાંક રાષ્ટ્રોમાં પોતપોતાના ડોલરનું ચલણ છે, તેમ ન્યૂ ઝીલૅન્ડનો ડૉલર પણ બહારની દુનિયામાં ન્યૂ ઝીલૅન્ડ ડૉલર' તરીકે ઓળખાય છે. - ન્યૂઝીલેન્ડમાં મુખ્યત્વે અંગ્રેજોની વસતિ હોવાથી તથા વર્ષો સુધી ન્યૂ ઝીલૅન્ડ બ્રિટિશ સામ્રાજ્યનું એક સંસ્થાન રહ્યું હોવાથી એના રાષ્ટ્રધ્વજમાં ડાબી બાજુ ઉપરના ખૂણો યુનિયન જેક છે. ઓસ્ટ્રેલિયાની જેમ ન્યૂ ઝીલૅન્ડ પણ દક્ષિણ ગોળાર્ધમાં આવેલું હોવાથી એટલે કે તે દક્ષિણ દિશાના આકાશના તારાનો (સધર્ન ક્રોસનો) દેશ હોવાથી એના રાષ્ટ્રધ્વજમાં જમણી બાજુ સધર્ન ક્રોસના ચાર તારાઓ રાખવામાં આવ્યા છે. આબોહવા ન્યૂ ઝીલૅન્ડ પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં આવેલો દેશ હોવાથી તેનો ઉત્તર છેડો વિષુવવૃત્તની નીચે છે અને દક્ષિણ છેડો દક્ષિણ ધ્રુવની ઉપર છે. એટલે ન્યૂ ઝીલૅન્ડની આબોહવા સમશીતોષ્ણ જેવી છે. ઉત્તર ટાપુમાં સાધારણ ગરમ અને દક્ષિણ ટાપુમાં ઠંડું હવામાન છે. આમ . છતાં ન્યૂ ઝીલૅન્ડમાં અતિશય ગરમી કે અતિશય ઠંડી પડતી નથી. વળી, તે દક્ષિણ ગોળાર્ધમાં હોવાથી ત્યાં ઋતુચક્ર પણ ઊંધું ચાલે છે. એટલે કે ડિસેમ્બર-જાન્યુઆરીમાં ત્યાં ઉનાળો હોય છે અને જુલાઈઓગસ્ટમાં ત્યાં શિયાળો હોય છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ ન્યૂ ઝીલૅન્ડ ૧૦૩ ન્યૂ ઝીલૅન્ડમાં બારે માસ છૂટોછવાયો વરસાદ પડતો રહે છે. એમાંય પશ્ચિમ કાંઠે વરસાદ વધુ રહે છે. સમગ્ર દેશમાં સરેરાશ વરસાદ એંશી ઇંચ જેટલો રહે છે. પરંતુ વસતીવાળા પ્રદેશમાં ૩૦થી ૬૦ ઇંચ જેટલો રહે છે. શિયાળામાં દક્ષિણ દ્વીપમાં અને વિશેષતઃ પહાડી પ્રદેશમાં બરફ પડે છે. ન્યૂ ઝીલૅન્ડની ચારે બાજુ મહાસાગર હોવાથી એનું હવામાન થોડું ભેજવાળું રહે છે. પશ્ચિમ દિશાનો પવન ત્યાં સતત ફૂંકાય છે. એથી આકાશમાં વાદળાંઓ ચડી આવે છે, પણ તે વધુ વખત રહેતાં નથી. આકાશ થોડી વારમાં સ્વચ્છ થઈ જાય છે અને સૌમ્ય તડકો નીકળતાં હવામાન ખુશનુમા બની જાય છે. ન્યૂ ઝીલેન્ડમાં પર્યાવરણનું થોડુંક પ્રદૂષણ મોટાં શહેરોમાં છે પણ તે નહીં જેવું છે. એકંદરે એની આબોહવા આરોગ્ય માટે ઘણી જ સારી છે. પ્રદેશો. ન્યૂ ઝીલૅન્ડનું ભૌગોલિક અને વહીવટી દષ્ટિએ જુદા જુદા પ્રદેશમાં કે ઇલાકામાં વિભાજન થયું છે. ઉત્તર દ્વીપ અને દક્ષિણા દ્વીપ એના બે મુખ્ય વિભાગો છે. ઉત્તર દ્વિીપમાં વાઇકાતો, પૂર્વ પ્રદેશ અને વાંગાનુઈ એ ત્રણ મુખ્ય ઇલાકા છે. દક્ષિણ દ્વિીપમાં નેલસન-માલબરો, પશ્ચિમ કાંઠો, કેન્ટરબરી અને દક્ષિણ પ્રદેશ એવા ચાર મુખ્ય ઇલાકા છે. છેલ્લે દક્ષિણામાં અલગ ટુઅર્ટ ટાપુ છે. આ ઇલાકાના પેટાવિભાગો પણ છે. દરેક વિભાગની પોતાની કેટલીક ભોગોલિક, ઐતિહાસિક કે સાંસ્કૃતિક લાક્ષણિકતાઓ છે. ઉત્તરમાં ઓકલેન્ડની આસપાસના પ્રદેશમાં નેવું માઇલ કરતાં વધુ લાંબો સળંગ રેતાળ સમુદ્રકિનારો છે. ઑકલેન્ડની દક્ષિણો વાઇકાતો નદી અને ટાઉપો સરોવરનો પ્રદેશ છે. ઉત્તર દ્વિીપનો મધ્ય ભાગ ઠરી ગયેલા જ્વાળામુખીઓનો છે. પશ્ચિમ બાજુ માઉન્ટ એમ્પોન્ટના Page #113 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન ભાગ ૧૩ (તારાનાકીના) પ્રદેશમાં નેશનલ પાર્ક છે. પૂર્વ બાજુ ઘેટાંઓના ચરણનો પ્રદેશ અને દૂધની ડેરીઓ છે. ઉત્તર અને દક્ષિણ દ્વીપની વચ્ચે કૂકની સામુદ્રધુની છે. દક્ષિણ હીપના ઉત્તર પ્રદેશમાં નેલસન અને માર્લબરો વિસ્તારમાં ગીચ ઝાડી હોવાથી ત્યાં નેશનલ પાર્ક કરવામાં આવ્યો છે. પશ્ચિમના પ્રદેશમાં તથા કેન્ટરબરી અને ઓટાગો વિસ્તારમાં જંગલો છે. ત્યાં પણ નેશનલ પાર્ક છે તથા હિમાચ્છાદિત શિખરો છે. સર્વોચ્ચ પર્વત માઉન્ટ કૂક આ વિસ્તારમાં છે. તદુપરાંત મિલફર્ડ સાઉન્ડ વગેરે પ્રવાસીઓ માટેનાં આકર્ષક સ્થળો પણ આ વિસ્તારમાં છે. છેક દક્ષિણે સ્ટુઅર્ટ ટાપુમાં વસતી નહીં જેવી છે. ૧૦૪ પર્વતો ન્યૂ ઝીલૅન્ડ સુષુપ્ત-ઠરી ગયેલા જ્વાળામુખી પર્વતો અને હિમાચ્છાદિત શિખરોનો પ્રદેશ છે. કોઈ કોઈ જ્વાળામુખી ક્યારેક સક્રિય થઈ જાય છે. જ્વાળામુખીઓ હોવાને કારણે ત્યાં હળવા પ્રકારના ધરતીકંપ પા વરસમાં સોએક જેટલા થાય છે. દક્ષિણ દ્વીપનાં હિમાચ્છાદિત શિખરોને સધર્ન આલ્સ કહેવામાં આવે છે. ‘આલ્પ’ શબ્દનો સાદો અર્થ થાય છે ઉત્તુંગ, હિમાચ્છાદિત પર્વત. યુરોપમાં સ્વિટ્ઝર્લેન્ડમાં આલ્પ્સ છે. એટલે યુરોપીય શોધસફરીઓએ દક્ષિણ ગોળાર્ધમાં આવેલાં આ હિમશિખરો માટે ‘સધર્ન આલ્પ્સ’ એવું નામ આપ્યું છે. ન્યૂ ઝીલૅન્ડમાં દસ હજાર ફૂટથી વધુ ઊંચા એવા સત્તર પર્વતો છે. એમાં સૌથી ઊંચો પર્વત માઉન્ટ કૂક છે. એની ઊંચાઈ હાલ ૧૨,૩૧૫ ફૂટ છે. (પહેલાં એની ઊંચાઈ ૧૨,૩૪૯ ફૂટની હતી, પરંતુ હિમશિખરનો ઉપરનો ભાગ તૂટી પડતાં ઊંચાઈ ઘટી છે.) માઉન્ટ કૂકના હિમાચ્છાદિત શિખર પર પ્રવાસીઓને ઊતરવા માટે હેલિકોપ્ટરની સુવિધા છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ ન્યૂ ઝીલૅન ૧૦૫ હિમાચ્છાદિત શિખરો હોય ત્યાં હિમનદીઓ-ગ્લેશિયર પણ હોય. ન્યૂ ઝીલૅન્ડમાં ફોક્સ ગ્લેશિયર, ફાન્ઝ જોસેફ ગ્લેશિયર, ટામાન ગ્લેશિયર વગેરે હિમનદીઓ જાણીતી છે. સાહસિકો પગે ચાલીને આ ગ્લેશિયર પર જાય છે. કેટલાક પ્રવાસીઓ હેલિકોપ્ટરમાં પણ ત્યાં જઈ શકે છે. નદીઓ અને સરોવરો ન્યૂ ઝીલૅન્ડ લાંબો પણ સાંકડો દેશ છે. એના મધ્ય ભાગમાં પર્વતો અને સરોવરો આવેલાં છે. એટલે ત્યાં નદીઓ લંબાઈમાં નાની અને સાંકડી છે. પર્વતવિસ્તારમાંથી નીકળી ત્વરિત ગતિએ ધસમસતી તે સમુદ્રને મળે છે. ન્યૂ ઝીલૅન્ડની નદીઓ બહુ ઊંડી ન હોવાથી એનો જલમાર્ગ તરીકે ખાસ વિકાસ થયો નથી. પરંતુ વિજળીના ઉત્પાદન માટે એનો ઉપયોગ થાય છે. ઉત્તર દ્વીપમાં આવેલી વાઈકાતો નદી ન્યૂ ઝીલેન્ડની મોટામાં મોટી-ર૭૦ માઇલ-લાંબી નદી છે. તે ટાઉપો નામના સરોવરમાંથી નીકળી ઓકલેન્ડ પાસે સમુદ્રને મળે છે. કલુથા, વાંગાનુઈ વગેરે બીજી મોટી નદીઓ છે. ન્યૂઝીલેન્ડ સરોવરોનો દેશ છે. એનાં સરોવરો પર્વતીય વિસ્તારમાં આવ્યાં છે. એમાં મોટામાં મોટું સરોવર ટાઉપો છે. ઉત્તર દ્વિીપની વચ્ચે તે આવેલું છે. એમ મનાય છે કે આશરે બે હજાર વર્ષ પહેલાં અહીં જ્વાળામુખી ફાટ્યા પછી જે વિશાળ દ્રોણ થયો તેમાં આસપાસના વિસ્તારોમાંથી પાણી ભરાતાં આ સરોવર બન્યું છે. ટાઉપો હવાખાવાના, સહેલગાહના, જલરમતો માટેના અને મત્સ્ય-શિકારના એક સ્થળ તરીકે મશહૂર છે. એની પાસે તાઉહાસ પર્વત આવેલો છે. ત્યાંથી આસપાસનું રમણીય દશ્ય નિહાળવાનું ગમે એવું છે. વળી, પાસે આવેલી વાઈકાતો નદીનો પ્રવાહ એક સ્થળે ધોધની જેમ વહે છે, જે હુકા ધોધ તરીકે ઓળખાય છે. પ્રવાસીઓ માટેનું એ એક અનેરું આકર્ષણ છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ દક્ષિણા દ્વીપમાં ટેકાપો, પુકાકી, વનાકા, વાકારિપુ, ટિઆનો વગેરે સરોવરો છે. તેમાં ટિઆનો નામનું સરોવર સુપ્રસિદ્ધ છે. એના પાણીનો આછા મોરપીંછ જેવો રંગ મનમોહક છે. જવલ્લે જ એવા રંગનો વિશાળ જલરાશિ બીજે ક્યાંય જોવા મળે. સરોવરો ઉપરાંત ન્યૂ ઝીલૅન્ડ ખીરા-ખાડીઓનો દેશ છે. હજારો કે લાખો વર્ષ પૂર્વે ધરતીકંપને કારણે પર્વતોની વચ્ચેના ખીણ-પ્રદેશમાં સમુદ્રનાં પાણી ભરાયાં હોય તેવા જલવિસ્તારો ન્યૂ ઝીલૅન્ડમાં ઘણા છે. એમાં રેતાળ કિનારો નથી હોતો, પણ બેય બાજુ થોડા ડૂબેલા ડુંગરો હોય છે. આવા જલવિસ્તારો અત્યંત રમણીય છે. નૌકામાં એનો પ્રવાસ બહુ આનંદદાયક બને છે. દક્ષિણા દ્વીપમાં માર્કબરો સાઉન્ડનો અથવા ટિઆનો પાસે મિલફર્ડ સાઉન્ડનો કે ડાઉટફુલ સાઉન્ડનો પ્રવાસ એક વિશિષ્ટ યાદગાર અનુભવ બની રહે છે. કેટલાક સાહસિકો રાત્રિરોકાણ તંબૂમાં કરીને ડુંગરની કેડીએ કેડીએ મિલફર્ડ સાઉન્ડ સુધી પહોંચે છે અને આસપાસના વિસ્તારોમાં ઘૂમે છે. નેશનલ પાર્ક-(રાષ્ટ્રીય અભયારણ્ય) સમગ્ર વિશ્વમાં છેલ્લા એક સૈકાથી એવી જાગૃતિ આવી છે કે પશુપક્ષીઓ અને વનસ્પતિથી કુદરતી રીતે રમ્ય એવા વિશાળ પ્રદેશોને પર્યાવરણ સહિત એના મૂળ પ્રાકૃતિક સ્વરૂપમાં સાચવી રાખવા જોઇએ. એમાં ઓછામાં ઓછાં બાંધકામો થવાં જોઈએ. રસ્તા પણ કાચા રાખવા જોઇએ. ન્યૂ ઝીલેન્ડનો પ્રાકૃતિક દૃષ્ટિએ વિચાર કરીએ તો સમગ્ર દેશ એક વિશાળ નેશનલ પાર્ક જેવો છે. પર્યાવરણને સાચવી રાખવા માટે ત્યાં બારથી વધુ પાર્ક છે. જેમાં ટોંગારીરો, ચરેવેરા, એગ્મોન્ટ, નેલસન, ટાસ્માન, ઓરાન્ય પાર્ક વિશેષ જાણીતા છે. ન્યૂ ઝીલેન્ડમાં જંગલો ઘણાં છે. તેમાં જે જંગલોમાં આપણા સાગનાં Page #116 -------------------------------------------------------------------------- ________________ ન્યૂ ઝીલૅન્ડ ૧૦૭ વૃક્ષો જેવાં “કાઓરી' નામનાં જાડાં મોટાં ઊંચાં વૃક્ષો થાય છે તેને કાઓરી-જંગલ કહે છે. માઓરીનું લાકડું બહુ મજબુત હોય છે. વહાણ બાંધવામાં તે બહુ ઉપયોગી છે. ઘરના બાંધકામમાં પણ તેનો ઉપયોગ થાય છે. ઓગણીસમી સદીમાં યુરોપિયન લોકો આ લાકડાના વેપારમાં ઘણું કમાયાં પરંતુ એથી કાઓરીનાં જંગલો સાફ થવા લાગ્યાં. પછી એવો વખત આવ્યો કે માઓરીનાં જંગલોને સુરક્ષિત જાહેર કરાયાં અને સરકારી પરવાનગી વગર તેને કાપવા પર પ્રતિબંધ આવ્યો. કીવી તથા બીજાં પક્ષીઓ કીવી એ ન્યૂ ઝીલૅન્ડનું વિલક્ષણા પક્ષી છે. કૂકડા જેવડું કદ ધરાવતું આ પક્ષી ફક્ત ન્યૂ ઝીલૅન્ડમાં જ જોવા મળે છે. તે નિશાચર છે, એટલે કે તે રાતે જ બહાર નીકળે છે. તેની આંખો નબળી છે. એટલે દિવસે તે જોઈ શકતું નથી. એટલું જ નહીં, રાત્રે પણ તેને ઓછું દેખાય છે. પરંતુ તેની ઘ્રાણેન્દ્રિય બહુ તીવ્ર છે. તે ઊડી શકતું નથી, કારણ કે તેની પાંખો સાવ નાની છે. તેના પગ પણ ટૂંકા છે અને તેને પૂંછડી નથી. પરંતુ તેની ચાંચ છ ઈંચ જેટલી લાંબી અને અણીદાર છે. એને ચાંચને છેડે નસકોરાં છે. પાંદડાં અને નરમ ફળો, જીવડાં, અળસિયાં એ તેનો ખોરાક છે. તેનાં પીછાં શાહુડીના વાળ જેવાં લાંબાં અને બરછટ હોય છે. ફક્ત ન્યૂ ઝીલૅન્ડમાં જ આ પક્ષી હોવાથી ન્યૂ ઝીલૅન્ડને તેને માટે ગૌરવ છે. ન્યૂ ઝીલૅન્ડનું એ રાષ્ટ્રીય પક્ષી છે. એના રાષ્ટ્રીય પ્રતીકમાં, ટપાલની ટિકિટમાં, ચલણી સિક્કાઓમાં કીવીની આકૃતિને સ્થાન આપવામાં આવ્યું છે. ન્યૂ ઝીલૅન્ડની ક્રિકેટ ટીમ પણ “કીવી ટીમ તરીકે ઓળખાય છે. કીવી એકસાથે એક અથવા બે સફેદ ઈંડાં મૂકે છે. તે જમીન ખોદીને ખાડો બનાવે છે અને તેમાં પોતાનો માળો બાંધે છે. માદા ઈંડાં મૂકે છે અને નર તે સેવે છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ સાંપ્રત સહચિંતન - ભાગ ૧૩ ન્યૂ ઝીલૅન્ડનું બીજું એક પક્ષી તે “કાકાપો' છે. એ પોપટની એક જાત છે. દુનિયામાં મોટામાં મોટો પોપટ “કાકાપો” છે. તેનો અવાજ લાક્ષણિક છે. ડુંગરોમાં થતા પોપટમાં કીઆ નામના ભૂખરા અને નાની ચાંચવાળા પોપટ જોવા મળે છે. અન્ય પક્ષીઓમાં સમુદ્રકિનારે જોવા મળતું પેંગ્વિન પક્ષી પણ મહત્ત્વનું છે. આ ઉપરાંત, બીજાં ઘણી જાતનાં પક્ષીઓ ન્યૂ ઝીલૅન્ડમાં છે. હવે ન્યૂ ઝીલૅન્ડમાંના કેટલાંક મોટાં શહેરો અને અન્ય સ્થળોનો પરિચય કરીશું. કલેન્ડ ઑકલૅન્ડ ન્યૂ ઝીલેન્ડમાં ઉત્તર દ્વિીપમાં સમુદ્રકિનારે આવેલું મોટામાં મોટું પચરંગી શહેર છે. એની વસતી હાલ દસેક લાખની છે. બહારની દુનિયા માટે દરિયાઈ કે હવાઈ માર્ગે ન્યૂઝીલેન્ડ પહોંચવા માટેનું પ્રથમ શહેર તે ઑકલૅન્ડ છે. ૧૮૬૫ સુધી તે ન્યૂ ઝીલૅન્ડનું પાટનગર હતું. ઑકલૅન્ડના વાઇમાતા નામના બંદર વિસ્તારના સમુદ્રકિનારે સેંકડો રંગબેરંગી સઢવાળી અને યાંત્રિક હોડીઓ લાંગરેલી હોય છે. ન્યૂ ઝીલૅન્ડના લોકોના દરિયાઈ સહેલગાહના શોખની એ પ્રતીતિ કરાવે છે. એટલે જ ઑકલૅન્ડને “નૌકાનગરીનું નામ મળેલું છે. સમુદ્રકિનારે, બીજા બાજુ રાંગીટોટો નામનો ટાપુ આવેલો છે. એમાં ઠરી ગયેલા જ્વાળામુખી પર્વતને કારણે ઑકલૅન્ડનું દશ્ય મનોહર લાગે છે. ઑકલૅન્ડ વેપારી મથક છે. વિક્ટોરિયા માર્કેટમાં અને આસપાસનાં પરાંઓમાં થયેલાં નવા બજારોમાં ઊનની, ચામડાંની, લાકડાના કોતરકામની એમ વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ મળે છે. ઑકલૅન્ડમાં તાજેતરમાં બનાવાયેલી અદ્ભુત રચના “અંડર વૉટર વર્લ્ડ' છે. નીચે ભોંયરામાં જઈ ઉપર અને આસપાસ પારદર્શક કાચની કેબિનોમાં પાણીમાં તરતી શાર્ક માછલીઓ તથા વિવિધ પ્રકારની નાનીમોટી અન્ય માછલીઓ નજરે નિહાળવાનો અનુભવ અદ્ભુત છે. આ રચના [WWW.jainelibrary.org Page #118 -------------------------------------------------------------------------- ________________ ન્યૂ ઝીલૅન્ડ ૧૦૯ કેલી ટાર્સટન નામના એન્જિયનિયરે પોતાની કલ્પનાથી બનાવી છે. ઑકલૅન્ડનું ટ્રાન્સપોર્ટ મ્યુઝિયમ પણ જોવા જેવું છે. ત્યાં મોટર, વિમાનો વગેરેના જૂના નમૂનાઓ વાહનવ્યવહારના વિકાસની સાક્ષીરૂપે રાખવામાં આવ્યા છે. ઓકલેન્ડમાં “સ્કાય ટાવર' છે. અનેક પ્રવાસીઓને ચારે બાજુથી ઑકલૅન્ડનું વિહંગદર્શન કરાવવા માટે વિશાળ પાયા પર કરાયેલી આ રચના જોવા જેવી છે. ટાવરમાં પગ પાસે સીધું નીચે જોવા માટે પણ ૩૫ ઈંચ જાડા પારદર્શક કાચની ફરસના મોટા લંબચોરસ ટુકડાઓ જડવામાં આવ્યા છે. વાઈતોમો ગુફા ન્યૂ ઝીલૅન્ડ એટલે આગિયાનો દેશ. પરંતુ જેમ જેમ રસ્તાઓ અને મકાનો ત્યાં વધતાં જાય છે તેમ તેમ આગિયાઓ ઓછા થતા જાય છે. ગ્રામવિસ્તારની કેટલીક હોટેલોમાં રાતને વખતે આગિયા જોવા માટે બહાર વનરાજિમાં લઈ જવામાં આવે છે. ન્યૂ ઝીલૅન્ડમાં આગિયાની વસતી ધરાવતી કેટલીક ગુફાઓ પણ છે. જેમાં ઑકલૅન્ડની નજીક આવેલી વાઈતોમોની ઊંડી વિશાળ કુદરતી ગુફા સુપ્રસિદ્ધ છે. એમાં જવા માટે હવે આધુનિક સગવડ કરવામાં આવી છે. ગુફાના છેડે પાણી હોવાથી હલેસાવાળી હોડીમાં ત્યાં લઈ જવામાં આવે છે. ત્યાં અંધારી ગુફાની છતમાં હજારો આગિયા જોવા મળે છે. રોટરુઆ ન્યૂ ઝીલૅન્ડનું એક જ્વાળામુખી નગર એટલે રોટરુઆ. ઠરી ગયેલા જવાળામુખી પર તે વસેલું છે. હજુ પણ ત્યાં ધરતીમાંથી ગરમ પાણીના ફુવારા ઊડે છે. નગરમાં દાખલ થતાં કેટલેક સ્થળે ધુમાડાના ગોટેગોટા દેખાય છે. ચોવીસ કલાક તે ચાલુ હોય છે. ત્યાં કોઈક કોઈક સ્થળે ગરમીથી ખદબદતી માટીનાં ખાબોચિયાં પણ છે. કેટલાક પ્રવાસીઓ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧) સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ ગંધકવાળા ગરમ પાણી દ્વારા સારવાર મેળવવા માટે રોટો,આ આવે છે. કેટલીક હોટલોમાં અને મોટેલોમાં પણ એની સગવડ હોય છે. થોડા માઈલ દૂર એક “પૉલિનેશિયન’ કેન્દ્ર છે. ત્યાં ગંધકવાળા પાણીની વિવિધ પ્રકારની સારવાર આપવાની વ્યવસ્થા છે. રોટો,આ નગર પાસે રોટોફુઆ સરોવર પણ છે. તેની નજીક આવેલી ટેકરી પર રોપ-વેમાં બેસીને જઈ શકાય છે. ત્યાં વિવિધ પ્રકારની રમતો રમવાની વ્યવસ્થા છે. ત્યાંથી દેખાતું આસપાસનું રમણીય દશ્ય જોવા જેવું છે. પ્રાચીન કાળથી રોટરુઆમાં અને એની આસપાસના પ્રદેશોમાં માઓરી લોકો વસેલા છે. એટલે રોટરુઆમાં માઓરી લોકોના સાંસ્કૃતિ કાર્યક્રમો અવારનવાર યોજાતા હોય છે. તેમની લાકડાનાં કોતરકામવાળી લાક્ષણિક કલાકૃતિઓ પણ ત્યાં વેચાય છે. માઓરી લોકો જમીનમાં જ્યાં ગરમ ધુમાડા નીકળતા હોય ત્યાં મોટા વાસણમાં ભાત વગેરે પકાવે છે. એને હાંગી' કહેવામાં આવે છે. ન્યૂ ઝીલૅન્ડના પ્રવાસે જનારે રોટોશુઆ અવશ્ય જવું જોઇએ. વૈલિંગ્ટન ન્યૂ ઝીલૅન્ડનું મોટામાં મોટું શહેર ઑકલૅન્ડ છે, પરંતુ એનું પાટનગર વેલિંગ્ટન છે. વેલિગ્ટનની વસતી લગભગ અઢી લાખની છે. કૂકની સામુદ્રધુનીના કિનારે આવેલું આ વૅલિંગ્ટન બંદર દક્ષિણા દ્વીપના દ્વાર તરીકે ઓળખાય છે. ન્યૂ ઝીલૅન્ડની રાજધાની પહેલાં કલેન્ડમાં હતી, પરંતુ ૧૮૬૫માં ત્યાંથી તે ખસેડીને વેલિંગ્ટનમાં લાવવામાં આવી છે. વૈલિગ્ટન ન્યૂ ઝીલેન્ડના ઉત્તર ટાપુનું એક મહત્ત્વનું બંદર છે. અહીંથી ઊન, માંસ વગેરેની નિકાસ મોટા પ્રમાણમાં થાય છે. વૈલિંગ્ટન સમુદ્રકિનારે અને આસપાસની ટેકરીઓ પર વસેલું નગર છે. એના Page #120 -------------------------------------------------------------------------- ________________ ન્યૂ ઝીલૅન ૧૧૧ રસ્તાઓ વળાંકવાળા, સાંકડા હોવાથી અને કેટલાક રસ્તા ઊંચાનીચા હોવાથી તથા શહેરમાં કેબલનાર હોવાથી આ સુંદર શહેરને ન્યૂઝીલેન્ડના સાન ફ્રાન્સિસ્કો તરીકે ઓળખવામાં આવે છે. પાટનગર હોવાને લીધે બ્રિટિશ સામ્રાજ્યના વખતમાં જ વેલિંગ્ટનમાં પાર્લામેન્ટનું મકાન બાંધવાનું કામ પહેલા વિશ્વયુદ્ધ પછી ચાલુ થયું હતું. પરંતુ બાંધકામ અંગેના મતભેદો, નાણાંની ખેંચ વગેરેને કારણે ૧૯૨૦માં એનું બાંધકામ અધૂરું છોડી દેવામાં આવ્યું હતું. આ અપૂર્ણા મકાનમાં છ દાયકા સુધી પાર્લામેન્ટનું કામકાજ ચાલ્યા કર્યું. પછી છેક ૧૯૮૧માં ન્યૂ ઝીલેન્ડે પાર્લામેન્ટનું મકાન નવેસરથી પૂરું કરવાનું નક્કી કર્યું. એક અંગ્રેજ સ્થપતિ પાસે એનો નકશો બનાવવામાં આવ્યો. જૂનું અને અધૂરું મકાન એમનું એમ રાખીને બાકીની જગ્યામાં પંદર માળ જેટલું ઊંચું નવું મકાન બાંધવામાં આવ્યું. પરંતુ બહારની બાજુ નજીક નજીક કરવામાં આવેલી દિવાલોને કારણો એની આકૃતિ વિશાળ મધપૂડા જેવી લાગે છે. બન્યું પણ એવું કે મકાન તૈયાર થતાં લોકો એને “પાર્લામેન્ટ' કહેવાને બદલે “મધપૂડો' તરીકે જ ઓળખવા લાગ્યા છે. વેલિંગ્ટન શહેરના વિકાસ માટે સમુદ્ર પૂરીને જમીન મેળવાઈ રહી છે. એના પર નવાં નવાં મકાનો બંધાઈ રહ્યાં છે. અહીં લેંબ્રટન કવે, વેઇકફીલ્ડ માર્કેટ વગેરે વિસ્તારમાં બજારો છે. બૉટનિકલ ગાર્ડન, મેરિટાઈમ મ્યુઝિયમ, નેશનલ મ્યુઝિયમ ઇત્યાદિ જોવા જેવાં સ્થળો છે. ક્વીન્સ ટાઉના છેલ્લાં થોડાં વર્ષોથી ન્યૂઝીલેન્ડનું ક્વીન્સ ટાઉન શહેર જાણીતું થવા લાગ્યું છે. ડુંગરાળ પ્રદેશમાં આવેલું આ નાનકડું શહેર ઉત્તરોત્તર વૃદ્ધિ પામતું જાય છે. હાકોટીપુ સરોવરની પાસે આવેલા આ સ્થળનું નૈસર્ગિક સૌન્દર્ય રમ્ય અને આહલાદક છે. ઇંગ્લેન્ડની મહારાણીને રહેવાલાયક આ સ્થળ છે એ અર્થમાં અંગ્રેજોએ એને “ક્વીન્સ ટાઉન' એવું નામ Page #121 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ આપ્યું છે. અહીં હવે ખાસ તો યુવાન સહેલાણીઓ ‘બન્જી જંપિંગ’ કરવા અને જેટ બોટમાં ફરવા આવે છે. ૧૧૨ બન્જી જંપિંગ એટલે બે પગે દોરડું બાંધીને ઊંચે પુલ ઉપરથી એવી રીતે નીચે પડતું મૂકવાનું કે જેથી પાણીથી થોડા અદ્ધર રહેવાય અને માથું ભટકાય નહીં. નીચે પડ્યા પછી કૂદનારને લેવા માટે બોટ તરત આવી પહોંચે છે. દિલ ધડકાવનારો આ એક રોમાંચક અનુભવ છે. સાહસિક યુવક-યુવતીઓએ તે કરવા જેવો છે. આપણે ત્યાં ભારતમાં કેટલીક આદિવાસી જાતિઓમાં આવી રમત જોવા મળે છે. પણ તેમાં પંદરવીસ ફૂટથી વધારે ઊંચેથી કૂદવાનું નથી હોતું. વાંસડા ઊભા કરીને તેના પર ચઢી, બંને પગે દોરડું બાંધી પાટિયા પરથી કૂદકો મારવાની રમત જૂના વખતથી ચાલે છે. હવે આ રમતને આધુનિક સાધનો વડે વિકસાવવામાં આવી છે. દોરડું સ્થિતિસ્થાપક (elastic) રાખવામાં આવે છે કે જેથી આંચકો કે ઝટકો બહુ લાગે નહીં અને નીચે પાણી હોય તો ડર ઓછો લાગે. ક્વીન્સ ટાઉનમાં બન્જી જંપિંગ ઉપરાંત જેટ બોટ, પૅરેશૂટ, લ્યૂજ વગેરે રમતો છે. જૂના વખતમાં ક્વીન્સ ટાઉનની આસપાસના ડુંગરોની ખાણમાંથી સોનુ નીકળ્યું હતું. ત્યારે સોના માટે હજારો લોકોનો ધસારો ક્વીન્સ ટાઉનના વિસ્તારમાં થયો હતો. પરંતુ સોનું નીકળવું બંધ થતાં પાછો આ વિસ્તાર ઉજ્જડ બનવા લાગ્યો. હવે ફરી પાછો ત્યાં બરફ અને પાણીની વિવિધ રમતો અને સાહસો માટે લોકોનો ધસારો વધતો ચાલ્યો છે. ક્રાઈસ્ટચર્ચ દક્ષિણ દ્વીપનું સૌથી મોટું અને ન્યૂ ઝીલૅન્ડનું બીજા નંબરનું શહેર તે ક્રાઇસ્ટચર્ચ છે. અનેક ઉઘાનો ધરાવતું આ શહેર યોગ્ય રીતે જ ઉદ્યાનનગરી તરીકે જાણીતું છે. નાનકડી એવન નદી આ શહેરની બરાબર વચ્ચે વહે છે. વસ્તુતઃ આ નદીની બંને બાજુ શહેરનો વિકાસ Page #122 -------------------------------------------------------------------------- ________________ ન્યૂઝીલેન્ડ ૧૧૩ થયો છે એમ કહેવાય. અંગ્રેજોએ વસાવેલા આ શહેરમાં હજુ પણ અંગ્રેજ વાતાવરણ જોવા મળે છે. એક હૉટલની તો રચના જ જૂના જમાનાની બ્રિટિશ હોટલ જેવી, લાકડાનાં બારીબારણાં, ફરસ, કઠેડા, વગેરે વડે કરવામાં આવી છે. ક્રાઇસ્ટચર્ચમાં મુખ્ય દેવળ અને એની આસપાસનો વિશાળ ખુલ્લો વિસ્તાર કેથેડ્રલ સ્કવેર કહેવાય છે. ત્યાં ઘણા લોકો ભેગા થાય છે અને આરામથી બેસે છે. સ્કવેરની આસપાસ બજારો છે. હેગ્લેપાર્ક, કેન્ટરબરી યુનિવર્સિટી, બોટનિકલ ગાર્ડન, કેન્ટરબરી મ્યુઝિયમ, મેકડુગલ ગેલરી, વિક્ટોરિયા સ્કવેર, ટાઉનહોલ, સિવિક સેંટર વગેરે ક્રાઈસ્ટચર્ચનાં જોવાલાયક સ્થળો છે. ક્રાઈસ્ટચર્ચથી પ્રેમાઉથના હિમાચ્છાદિત શિખર સુધી ડુંગરમાં નાની ટ્રેનનો પ્રવાસ એક રોમાંચક અનુભવ છે. ક્રાઈસ્ટચર્ચથી કેન્ટરબરીનાં મેદાનો, ટેકાપો સરોવર, લઈસ ઘાટ વગેરે સ્થળે પ્રવાસીઓને ફરવા માટે સુવિધા ઊભી કરવામાં આવેલી છે. ક્રાઈસ્ટચર્ચથી થોડા માઈલ દૂર આકારોઆ બંદર છે. ફ્રેંચ લોકો અઢારમી સદીમાં જ્યારે ન્યૂ ઝીલૅન્ડ આવ્યા ત્યારે તેઓ આ બંદરે ઊતર્યા હતા અને ત્યાં પોતાની વસાહત સ્થાપી હતી. આ નાના શહેરમાં હજુ પણ ફ્રેન્ચ વાતાવરણ જાળવી રાખવામાં આવ્યું છે. ત્યાં રસ્તાઓ અને શેરીઓનાં નામ પણ ફ્રેન્ચ ભાષામાં છે. ક્રાઈસ્ટચર્ચની દક્ષિણો ઓઆમારુની પાસે મોએરાકીના દરિયાકિનારે રેતીમાં છૂટીછવાયા પડેલા ખાસ્સા મોટા ગોળ પથ્થરો જાણો કે કોઈએ ઘડીને મૂક્યા હોય એવા અજાયબી ભરેલા લાગે છે. માઓરીઓની દતકથા મુજબ સૈકાઓ પૂર્વે એમના વડવાઓ હોડકાંઓમાં ખાવાનું ભરીને જે ગોળ ડબ્બાઓ લાવ્યા હતા તે પછીથી નક્કર ગોળ પથ્થર જેવા થઈ ગયા છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ કનેડિન - ન્યૂઝીલેન્ડના દક્ષિણ દ્વીપનો ઈલાકો ઓગણીસમી સદીના આરંભમાં ઘણો સમૃદ્ધ હતો. ઈંગ્લેન્ડથી એક પછી એક એમ ચાર સ્ટીમરોમાં વસાહતીઓ અહીં આવી પહોંચ્યા હતા. મુખ્યત્વે તો તેઓ સોનું ખોદીને લઈ જવા માટે આવ્યા હતા. પરંતુ તેમાંના કેટલાક વહેલના શિકાર માટે પણ આવ્યા હતા. દક્ષિણ ધ્રુવ સમુદ્રની નજીક આવેલા આ સમુદ્રમાં વહેલ મોટી સંખ્યામાં હોય છે. આ પ્રદેશમાં આવનારા મોટા ભાગના લોકો સ્કૉટલૅન્ડના વતનીઓસ્કૉટિશ હતા. તેઓ ખ્રિસ્તી ધર્મની પ્રેમ્બિટેરિયન શાખાના હતા. તેઓ ધર્મિષ્ઠ હતા. તેમણે આવીને આ પ્રદેશમાં ઘણાં દેવળો બાંધ્યાં હતાં. વળી, સ્કોટલેન્ડના વતની હોવાથી તેઓ ઘેટાં ચરાવવાના અને ઊન ઉતારવાના વ્યવસાયના અનુભવી હતા. એટલે અહીં આવીને તેમણો એ વ્યવસાય પણ ચાલુ કર્યો અને એમાં તેઓ સારું ધન કમાવા લાગ્યા હતા. ટેગાના પ્રદેશમાં ડનેડિન બંદરનો વિસ્તાર તેમને બહુ ગમી ગયો હતો. એટલે તેઓનો મુખ્ય વસવાટ ડનેડિનમાં રહ્યો હતો. ઓગણીસમાં સૈકાના અંત સુધીમાં ન્યૂઝીલેન્ડના મોટામાં મોટા શહેર તરીકે ડનેડિનની ગણના થતી હતી. સ્કૉટલૅન્ડના લોકો તેને ન્યૂ ઝીલેન્ડના એડિનબર્ગ તરીકે ઓળખાવતા હતા. અહીંથી નીકળતા ભૂખરા મજબૂત પથ્થરનો તેઓએ શાળા, યુનિવર્સિટી, રેલ્વે સ્ટેશન, સરકારી કચેરીઓ, દેવળો વગેરેના બાંધકામમાં સારો ઉપયોગ કર્યો હતો. આ મકાનોમાં તેમના વિક્ટોરિયન યુગના સ્થાપત્યની ભાત જોવા મળે છે. આવાં ઘણાં જૂનાં મકાનો હજુ પણ ડનેડિનના વિસ્તારમાં સચવાયાં છે. વીસમી સદીના આરંભમાં ન્યૂઝીલેન્ડમાં સોનાની ખાણોમાંથી સોનું ખલાસ થઈ ગયું એટલે કેટલાયે લોકો સ્થળાંતર કરી ગયા. વહેલનો Page #124 -------------------------------------------------------------------------- ________________ ન્યૂ ઝીલૅન્ડ ૧૧૫ શિકાર પણ ધીમો પડી ગયો. એટલે ડનેડિનની પહેલાં જેવી ચડતી હવે ન રહી. ઑકલૅન્ડ, વેલિંગ્ટન તથા બીજાં શહેરી વિકાસ પામ્યાં અને તેની વસતી પણ વધી ગઈ. એટલે હવે ડનેડિન એક શાન્ત, રમણીય હરવાફરવાનું સ્થળ જ રહ્યું છે. ટુઅર્ટ ટાપુ ન્યૂ ઝીલૅન્ડના સાવ દક્ષિણ દ્વિીપના છેડે ઈન્વરકારગિલ બંદર છે. ત્યાર પછી ક્યોક્સની સામુદ્રધુની છે. ત્યાર પછી સામે કિનારે ટુઅર્ટ ટાપુ છે. તે વૃક્ષોની ઝાડીવાળો અને સુંદર સમુદ્રકિનારાવાળો ટાપુ છે. ડેનેડિનની જેમ આ દક્ષિણ પ્રદેશમાં પણ સ્કૉટલૅન્ડના લોકો આવ્યા હતા. દોઢસો વર્ષ પહેલાં ડનેડિનના કેટલા સ્કૉટિશ લોકો પણ અહી આવીને વસેલા છે. તેઓના રીતરિવાજ અને ઉચ્ચારોમાં સ્કૉટલૅન્ડની છાંટ હજુ પણ વરતાય છે. ટુઅર્ટ ટાપુના છેડે દક્ષિણ ધ્રુવ સમુદ્ર શરૂ થાય છે. આ ટાપુની વસતિ પાંખી છે. માંડ પાંચસો માણસની વસતિ હશે. અહીંના હવામાનમાં વાદળાં, વરસાદ, હિમવર્ષા, જોરદાર પવન વગેરે બારે માસ રહેતાં હોવાને કારણો કાયમી વસવાટ માટે બધાંને ગમે એવું આ સ્થળ નથી. જ્યારે આકાશ સ્વચ્છ હોય ત્યારે સૂર્યાસ્તના વખતે આકાશના સોનેરી પ્રકાશને કારણે અહીંનું વાતાવરણ અદ્દભુત લાગે છે. માઓરી લોકો એ પ્રકાશને “રાકીઉરા' કહે છે. એટલે આ ટાપુને તેઓ “રાકીઉરા” (ચળકતા આકાશવાળા ટાપુ) તરીકે ઓળખે છે. અહીંનું વાતાવરણ અત્યંત શાન્તિમય છે. જેઓને પ્રકૃતિના રમણીય ખોળે શાન્તિ અનુભવવી હોય તેઓને માટે આ પ્રદેશ સ્વર્ગ જેવો છે. ભારત સાથે સંબંધ - ન્યૂ ઝીલૅન્ડ ભારતથી દસેક હજાર માઈલ દૂર આવેલો દેશ છે. છતાં, ભારત સાથેનો એનો સંબંધ ઘનિષ્ઠ રહેલો છે. બ્રિટિશ સામ્રાજ્યના Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ એક સંસ્થાન તરીકે ભારતની જેમ ન્યૂ ઝીલૅન્ડ પણ હતું. એટલે ગઈ સદીમાં કેટલાયે બ્રિટિશ અમલદારો ભારતમાંથી નિવૃત્ત થઈ ઇંગ્લેન્ડને બદલે ન્યૂ ઝીલૅન્ડમાં વસવાટ માટે જતા. મુંબઈના એક અમલદારે તો ત્યાં પોતાની વસાહતને બોમ્બે (હેમિલ્ટન પાસે) નામ આપ્યું છે. ભારતમાં ગરમીમાં રહ્યા પછી ન્યૂ ઝીલેન્ડની આબોહવા તેમને માફક આવતી. વળી, ભારતમાંથી કેટલાયે મજૂરોને અંગ્રેજો નોકરી માટે ન્યૂ ઝીલૅન્ડ લઈ ગયા હતા, જેઓ પછી ત્યાં જ રહી ગયા. તેમની હાલ ત્રીજીચોથી પેઢી ત્યાં છે. ખેતમજૂરો અને કારકુનો તરીકે ગયેલા ભારતીયોમાં કેટલાયે ગુજરાતીઓ પણ છે. તેમાંના કેટલાકે તો ન્યૂઝીલૅન્ડના ગોરાઓ સાથે લગ્નસંબંધ પણ બાંધેલા છે. ન્યૂ ઝીલૅન્ડમાં હિમાચ્છાદિત ઉત્તુંગ શિખરો હોવાથી પર્વતારોહણની કલાનો પણ ત્યાં વિકાસ થયેલો છે. એથી ન્યૂ ઝીલૅન્ડના સાહસિક પર્વતારોહકો ભારતના હિમાલયનાં હિમાચ્છાદિત શિખરો પર આરોહણ કરવા આવતા રહ્યા છે. એવરેસ્ટ પર પ્રથમ સફળ આરોહણ કરનારા બે પર્વતારોહકો તે ભારતના તેનસિંગ અને ન્યૂ ઝીલૅન્ડના એડમંડ હિલરી છે. અંગ્રેજોની રમત ક્રિકેટ બ્રિટિશ સામ્રાજ્યની પણ રમત બની ગઈ અને ભારત અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે ક્રિકેટ સ્પર્ધાઓ વર્ષોથી યોજાતી આવી છે. આમ, ભારત અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે મોટું ભોગોલિક અંતર હોવા છતાં સાંસ્કૃતિક દૃષ્ટિએ બંને દેશો વચ્ચે સંબંધ સુમેળભર્યો ગાઢ રહ્યો છે. ન્યૂ ઝીલેન્ડ ગમી જાય એવો એક નિસર્ગરમ્ય દેશ છે. તક મળે તો પ્રવાસ કરવા જેવો દેશ છે. *** Page #126 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા – જીવન અને લેખન સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા (ઈ.સ. ૧૮૯૪-૧૯૭૯) એટલે જૈન સાહિત્ય-સંશોધનના ક્ષેત્રે વીસમી સદીમાં થઈ ગયેલી એક વિરલ વિભૂતિ. જેમણે કૉલેજ કે યુનિવર્સિટીની કક્ષાએ પ્રાકૃત-અર્ધમાગધીનો વિષય નહોતો લીધો છતાં કૉલેજ અને યુનિવર્સિટીની કક્ષાએ એ વિષયનું અધ્યાપનકાર્ય કર્યું હતું, જેઓ પોતે પીએચ.ડી. થયા નહોતા છતાં પીએચ.ડી.ના વિદ્યાર્થીઓના માર્ગદર્શક બન્યા હતા અને ડિ.લિ.ની ડિગ્રી માટે નિર્ણાયક (રેકરી) બન્યા હતા, જેમણો સિત્તેરથી વધુ ગ્રંથો અને એક હજારથી વધુ લેખો લખ્યા હતા, જેઓ રણજિતરામ સુવર્ણચંદ્રક, સાહિત્ય પરિષદનું પ્રમુખસ્થાન કે વિભાગીય પ્રમુખસ્થાન કે ઓરિએન્ટલ કૉન્ફરન્સનું પ્રમુખસ્થાન કે પ્રાકૃત-અર્ધમાગધી વિભાગનું પ્રમુખસ્થાન અધિકારપૂર્વક પ્રાપ્ત કરી શક્યા હોત, પરંતુ માન-સત્કાર કે એવાં પદો માટે હંમેશાં નિ:સ્પૃહ અને અલિપ્ત રહ્યા હતા, તથા એ માટે ક્યારેય આયાસ કર્યો નહોતો કે આકાંક્ષા સેવી નહોતી, એવા પ્રો. હીરાલાલભાઈએ પોતાનું સમગ્ર જીવન સતત આર્થિક સંઘર્ષોની વચ્ચે વિદ્યાવ્યાસંગને માટે સંપૂર્ણપણો સમર્પિત કરી દીધું હતું. માત્ર જૈન સાહિત્ય જ નહિ, ઈતર સાહિત્યનો અને સાહિત્યેતર વિષયોનો એમનો અભ્યાસ ઘણો ઊંડો હતો. એમની પ્રતિભા એવી બહુમુખી હતી કે કોઈપણ વિષયમાં એમને અચૂક રસ પડે જ અને એવા વિષય પર પોતે ઉચ્ચસ્તરીય લેખ લખી શકે. એમનું સાહિત્ય વાંચતાં આશ્ચર્ય થાય કે અહો, એમણે કેટલા બધા વિષયોનું કેટલું બધું વાંચ્યું છે ! પાને પાને એમણે સંદર્ભો આપ્યા જ હોય. આટલું બધું એમણે ક્યારે વાંચ્યું હશે ? એવો પ્રશ્ન થાય. એમની સાથે કોઈ પણ વિષયની વાત કરીએ તો જાણો માહિતીનો સ્રોત વહેવા Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ લાગે. એમાં પણ એમની ચીવટ અને ચોકસાઈ એટલી બધી કે આપણે એ માટે એમના ઉપર સંપૂર્ણપણો આધાર રાખી શકીએ. મારું એ સદ્ભાગ્ય રહ્યું છે કે એમના ઘનિષ્ઠ સંપર્કમાં આવવાની મને તક મળી છે અને એમની પાસે મને પિતાતુલ્ય વાત્સલ્ય અનુભવવા મળ્યું છે. હીરાલાલભાઈનું નામ પહેલી વાર મેં સાંભળ્યું હતું ૧૯૪૪માં. એ વર્ષે મેટ્રિકની પરીક્ષા આપીને મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં વિનયન શાખાના પ્રથમ વર્ષમાં હું જોડાયો હતો અને રહેવા માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલય (ગોવાલિયા ટેંક, મુંબઈ)માં દાખલ થયો હતો. વિદ્યાલયમાં મારી બાજુની રૂમમાં બિપિનચંદ્રભાઈ નામના વિદ્યાર્થી હતા. સરખા રસના વિષયોને કારણે એમની સાથે મારે મૈત્રી થઈ હતી. હું પ્રથમ વર્ષમાં હતો અને તેઓ એમ.એ. થયા પછી ત્રસ્વેદ પર પીએચ.ડી.નો અભ્યાસ કરતા હતા. એ વખતે તેઓ મને મકાનની અગાશીમાં રાતને વખતે લઈ જઈને આકાશના તારાનક્ષત્રોની ઓળખ કરાવતા અને દરેકની ખાસિયત સમજાવતા. (એમણે આપેલી નક્ષત્રોની જાણકારી આજે પણ વિસ્મૃત થઈ નથી). કેટલાક તારાનક્ષત્રોનાં દર્શન માટે અમે અડધી રાતે ઊઠીને અગાશીમાં જતાં કે જ્યારે પૂર્વાકાશમાં એનો ઉદય થવાનો હોય. બિપિનચંદ્રભાઈ પાસેથી ત્યારે જાણવા મળેલું કે એમના પિતાશ્રી હીરાલાલ કાપડિયા મોટા લેખક છે અને સૂરતની એમ.ટી.બી. કૉલેજમાં અર્ધમાગધીના પ્રોફેસર છે. હીરાલાલભાઈને પહેલી વાર મારે મળવાનું થયું ૧૯૫૧માં. ત્યારે હું મારા પારસી મિત્ર મીનુ દેસાઈ સાથે સૂરત ગયો હતો અને વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, વિજયરાય વૈદ્ય, મોહનલાલ પાર્વતીશંકર દવે, કવયિત્રી જ્યોત્સનાબહેન શુક્લ, પ્રો. જે. ટી. પરીખ, નટવરલાલ વીમાવાળા (માળવી), ડૉ. રતન માર્શલ, ગની દહીંવાળા વગેરેને મળવા સાથે હીરાલાલભાઈને પણ મળ્યો હતો. ત્યાર પછી ૧૯૬૦થી ૧૯૭૦ના Page #128 -------------------------------------------------------------------------- ________________ સવ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા ૧૧૯ ગાળામાં સૂરત અનેક વાર જવાનું અને એમને મળવાનું થયું. મારા એક વડીલ મિત્ર શ્રી બાબુભાઈ (હીરાચંદ) કેસરીચંદની સાથે જેટલી વાર પ્રવાસે-તીર્થયાત્રાએ નીકળીએ તેટલી વાર અમારો પહેલા મુકામ સૂરતના ગોપીપુરામાં હોય. તેઓ દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધાર ફંડના એક મુખ્ય કાર્યકર્તા હતા અને મને એ સંસ્થાના પ્રકાશનોમાં રસ હતો એટલે અમારી વચ્ચે ઉંમરમાં ઘણો તફાવત હોવા છતાં અમારી મૈત્રી સધાઈ હતી. સુરતીઓના ખાનપાનના શોખમાં બાબુભાઈને સવારમાં દૂધની તાજી મલાઈ ખાવાનો શોખ પણ ખરો. બાબુભાઈ સાથે સૂરતમાં હોઈએ ત્યારે સવારના ઊઠીને તાપીકિનારે ફરવા જઈએ, પછી મલાઈ ખાવા જઈએ અને પછી એમની સાથે એમના સમવયસ્ક મિત્ર હીરાલાલભાઈને મળવા એમના ઘરે જઈએ. ત્યારથી હીરાલાલભાઈ સાથે મારો પરિચય વધ્યો હતો. આ પરિચય વધુ ગાઢ થયો ૧૯૬૩-૬૪માં, પ્રાકૃત કુવલયમાળા' ગ્રંથના નિમિત્તે. પ.પૂ. આનંદસાગરસૂરિસાગરજી મહારાજના એક શિષ્ય પૂ. શ્રી હેમસાગરસૂરિએ ઉદ્યોતનસૂરિકૃત પ્રાકૃત કુવલયમાળા'નો ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો. મૂળ ગાથાઓ, વાક્યો પ્રમાણે અનુવાદ બરાબર થયો છે કે નહિ તથા ગુજરાતી ભાષા, વાક્યરચના વગેરેની દષ્ટિએ બરાબર છે કે નહિ એ સળંગ તપાસી આપવાનું કામ એમણે મને સોંપ્યું હતું. મુંબઈમાં તેઓ હતા ત્યારે કામ ચાલું કરેલું, પછી તેમનું ચાતુર્માસ સૂરતમાં હતું. એ વખતે ત્યાં ગોપીપુરામાં નેમુભાઈની વાડીના ઉપાશ્રયે ચાતુર્માસ દરમિયાન હું જતો અને ચારપાંચ દિવસ રોકાતો. આ ગ્રંથની પ્રસ્તાવના લખી આપવાનું મહારાજશ્રીએ હીરાલાલભાઈને સોંપેલું, એટલે હું જ્યારે જ્યારે સૂરત જાઉં ત્યારે ત્યારે હીરાલાલભાઈને રોજેરોજ મળવાનું થતું. આ ગ્રંથના નિમિત્તે અને સમાન રસને લીધે અમારો પરસ્પર પરિચય ઘણો ગાઢ થયો હતો. તેઓ ત્યારે ગોપીપુરામાં કાયસ્થ મહોલ્લામાં રહેતા હતા. Page #129 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન ભાગ ૧૩ હીરાલાલભાઈનો જન્મ ૨૮મી જુલાઈ ૧૮૯૪ના રોજ (વિ.સં. ૧૯૫૦ના અષાઢ વદ અગિયારના દિવસે) સૂરતમાં થયો હતો. એમના પિતાનું નામ રસિકદાસ અને માતાનું નામ ચંદાગૌરી હતું. તેઓ સૂરતમાં ત્યારે નાણાવટમાં રહેતા હતા. ૧૨૦ રસિકદાસને પાંચ સંતાનો હતાં, ત્રણ દીકરા અને બે દીકરી. એમાં સૌથી મોટા તે હીરાલાલ. બીજા બે દીકરા તે માિલાલ અને ખુશમનભાઈ. બે દીકરીઓ તે નયનસુખ અને શાન્તાબહેન. રસિકદાસના પાંચે સંતાનો બહુ તેજસ્વી હતાં. સદ્ભાગ્યે હીરાલાલભાઈની જન્મકુંડળી એમનાં સ્વજનો પાસેથી મળી છે. ભવિષ્યમાં કોઈને આ કુંડળીના આધારે એમના જીવનનો અભ્યાસ કરવો હોય તો તે ઉપયોગી થઈ શકે એ આશયથી એક દસ્તાવેજી માહિતી તરીકે આ કુંડળી અહીં આપી છે. હીરાલાલભાઈનો જન્મ રોહિણી નક્ષત્રમાં થયો હતો. ૧૧ ૧૦ ૧૨ મં.રા. છ દ ૬ શ. કે. સૂ. બુ. " ચં ૫ (આ ગ્રહોના અંશ આ પ્રમાણે છે : સૂર્ય-૧૨, ચંદ્ર-૧૩, મંગળ૨૦, બુધ-૧, ગુરુ-૨, શુક્ર-૯, શનિ-૨૬, રાહુ-૧૧) ગુ. શુ. Page #130 -------------------------------------------------------------------------- ________________ રવ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા ૧ર૧ રસિકદાસના પિતા તે વરદાસ અને એમના પિતા તે દુલ્લભદાસ. એમની પેઢીનાં નામ આ પ્રમાણે મળે છે : રસિકદાસ વરદાસને દુલ્લભદાસનેહરકિશનદાસ–ગુલાબચંદઝવેરશાને કસ્તુરશાને લખમીશા. રસિકદાસના વડવાઓ ઈસ્વીસનની અઢારમી સદીમાં ભાવનગરથી સૂરત વેપારાર્થે આવીને વસેલા. આ વડવાઓના પણા વડવાઓ મૂળ ઉત્તર ગુજરાતમાં પાટણના વતની હતા. તેઓ વૈષ્ણવ ધર્મ પાળતા હતા. તેઓ સ્થળાંતર કરતા કરતા કાઠિયાવાડમાં આવેલા. ત્યાંથી કેટલાક સૂરત આવીને વસેલા. એમની જ્ઞાતિ દશા દિશાવળ હતી. આ જ્ઞાતિના કેટલાક સભ્યો જૈન ધર્મ પાળતા અને કેટલાક વૈષ્ણવ ધર્મ. તેઓ વચ્ચે રોટી-બેટીનો વ્યવહાર રહેતો. એમની જ્ઞાતિ પાટણ, ભાવનગર, સૂરત, મુંબઈ વગેરે શહેરો અને આસપાસનાં ગામોમાં પથરાયેલી રહી છે. દુલ્લભદાસે વેપારાર્થે સૂરતમાં આવીને નાણાવટમાં વસવાટ ચાલુ કરેલો. દુલ્લભદાસના પુત્ર વરજદાસના જીવનમાં એક ઘટના એવી બની કે જેથી તેઓ વૈષ્ણવ મટીને જૈન બની ગયા હતા. એક વખત સુરતના પોતાના ઘરના વાડામાં ખોદકામ કરતાં ધાતુની એક નાની જિનપ્રતિમા નીકળી. પોતે વૈષ્ણવ હતા એટલે આ પ્રતિમાનું શું કરવું તે વિશે વિચાર કરતાં છેવટે એવો નિર્ણય લીધો કે પ્રતિમાને તાપી નદીમાં પધરાવી દેવી. તેઓ પ્રતિમા લઈને નદીએ ગયા. નદીના સહેજ ઊંડા પાણીમાં જઈને પ્રતિમા જાતે પધરાવવી જોઈએ એટલે કિનારે એક જોડ કપડાં મૂકી તેઓ નદીમાં ઊતર્યા. કમર સુધીના પાણીમાં જઈને તેમણે પ્રાર્થના કરીને પ્રતિમા પધરાવી. ત્યાર પછી તેઓ પાછા ફરતા હતા ત્યારે લાગ્યું કે પોતાના ધોતિયામાં કોઈ પથરો ભરાઈ ગયો છે. એમણો એ હાથમાં લઈને જોયું તો પેલી પ્રતિમા જ હતી. પ્રતિમા પોતે એવી ચીવટપૂર્વક પાણીમાં પધરાવી હતી કે ધોતિયામાં ભરાઈ જાય એવી કોઈ શક્યતા Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧રર સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ નહોતી. એટલે એમને આ ઘટનાથી આશ્ચર્ય થયું. પ્રતિમા હાથમાં લઈ ફરી તેઓ ઊંડા પાણીમાં ગયા અને પ્રતિમા ચોક્કસાઈપૂર્વક આવે પધરાવી. પછી પાણીમાં પાછા ફરતા હતા ત્યાં ફરીથી એમને લાગ્યું કે ધોતિયાનો છેડો ખેંચાય છે. પ્રતિમા પાછી તો નહિ આવી હોય ને ? પાણીમાં હાથ નાખીને વસ્તુ બહાર કાઢી તો એમના આશ્ચર્ય વચ્ચે એ જ પ્રતિમા જોવા મળી. બે વખત આવું બન્યું એથી વરદાસ એકદમ વિચારે ચઢી ગયા. હવે પ્રતિમા પધરાવવી કે નહિ તેની વિમાસણ થઈ. છેવટે એમ નિર્ણય કર્યો કે કોઈની સલાહ લઈને પછી પ્રતિમા પધરાવવી. ઘરે આવીને એમણે બધાંને વાત કરી. બધાંનો એવો મત પડ્યો કે કોઈક જૈન સાધુ મહારાજને પૂછીને પછી એ કહે તેમ કરવું કે જેથી મનમાં વહેમ ન રહી જાય. બીજે દિવસે વરદાસ પ્રતિમા લઈને પાસેના ઉપાશ્રયમાં એક જૈન સાધુ ભગવંત પાસે ગયા. વિગત જાણીને સાધુ મહારાજે કહ્યું કે “એવું અનુમાન થાય છે કે તમારા મકાનના આગળના કોઈક માલિકોમાંથી કોઈકને ત્યાં ઘરદેરાસર હશે અને તેઓએ કોઈક આપત્તિના પ્રસંગમાં પ્રતિમાને જમીનમાં ભંડારી દીધી હશે. આ અખંડિત પ્રતિમા નમિનાથ ભગવાનની છે. તમારા હાથે જમીનમાંથી બહાર આવી છે અને તમે એને નદીમાં બે વખત પધરાવવા છતાં એ તમારી પાછળ આશ્ચર્યકારક રીતે આવી છે એટલે એમાં કોઈ સંકેત લાગે છે. પ્રતિમાને તમારું ઘર છોડવું નથી.” ઘણું મંથન કર્યા પછી વરદાસે નિર્ણય કર્યો કે પોતાના મકાનમાં ઘરદેરાસર (ગૃહત્ય) કરાવવું અને ત્યાં જિનપ્રતિમાની વિધિસર પ્રતિષ્ઠા કરાવવી. એ પ્રમાણે નિર્ણય કરીને એમણો જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. તેમના કુટુંબે જૈન ધર્મ અંગીકાર કર્યો. આ ઘટના પછી જેમ જેમ ચડતી થતી ગઈ તેમ તેમ ઉત્તરોત્તર જૈન ધર્મમાં એમની શ્રદ્ધા દઢ થતી ગઈ. એમના પુત્ર રસિકદાસને તો આ જન ધર્મ જન્મથી જ વારસામાં મળ્યો હતો. તેઓ નિયમિત જિનમંદિરે Page #132 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા ૧૨૩ પૂજા કરવા જતા અને ઘરદેરાસરમાં પણ પૂજાવિધિ કરતા. તેઓ રોજ ઉપાશ્રય જતા, વ્યાખ્યાન સાંભળતા, સામાયિક, પ્રતિક્રમણ કરતા. પંજાબકેસરી શ્રી વિજયવલ્લભસૂરિ સાથે એમને ગાઢ સંબંધ રહ્યો હતો. રસિકદાસના આ ધાર્મિક સંસ્કાર હીરાલાલભાઈમાં આવ્યા હતા. તેઓ પૂજા કરવા જતા, સામાયિક પ્રતિક્રમણ કરતા, નવકારશી-ચોવિહાર કરતા. અભક્ષ્યનો એમણે ત્યાગ કર્યો હતો. વળી તેઓ તો જૈન શાસ્ત્રો અને સિદ્ધાન્તોના સારા જાણકાર થઈ ગયા હતા. તેઓ નવપદજીનું ધ્યાન ધરતા. ઉવસગ્ગહરંના જાપમાં એમને અખૂટ શ્રદ્ધા હતી. રસિકદાસનું કુટુંબ સંસ્કારી અને ધર્મપરાયણ હતું. સૂરતમાં એમનો કાપડનો વેપાર હતો. નાણાવટમાં એમની કાપડની દુકાન હતી. કાપડના એમના વેપારને કારણે એમની અટક કાપડિયા થઈ ગઈ હતી. એની પહેલાં એમની અટક શી હતી તે જાણવા મળતું નથી. પરંતુ ‘શાહ', ‘મહેતા’ અથવા ‘પટણી' અટક હોવાનો સંભવ છે એમ એમનાં કુટુંબીજનો કહે છે. અંગ્રેજોના આગમન પૂર્વે લોકોમાં અટકનું બહુ મહત્ત્વ નહોતું. રસિકદાસની આર્થિક સ્થિતિ મધ્યમ કક્ષાની થઈ ગઈ હતી. એમનો કાપડનો વેપાર જેમતેમ ચાલતો હતો. આથી જ એમણે પોતાના ત્રો તેજસ્વી દીકરાઓને પોતાના કાપડના વ્યવસાયમાં ન જોડતાં, મુંબઈ મોકલીને કૉલેજ અને યુનિવર્સિટીનું શિક્ષણ અપાવીને ત્યાંના શિક્ષણક્ષેત્રમાં મોકલ્યા હતા. એમની બન્ને દીકરીઓ મેટ્રિક સુધી ભણી હતી, જે એ જમાનામાં અસાધારણ ઘટના ગાતી. ઈસવીસનની ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં અને વીસમી સદીના પૂર્વાર્ધમાં, સમગ્ર ભારતમાં કેળવણીની પદ્ધતિ આજે જેવી છે તેવી એકસરખી નહોતી. અંગ્રેજોએ મુંબઈ, કલકત્તા અને મદ્રાસમાં ૧૮૫૭માં યુનિવર્સિટીઓની સ્થાપના કરીને બ્રિટિશ હકુમતના પ્રદેશમાં એકસરખી અંગ્રેજી પદ્ધતિની કેળવણી દાખલ કરી, પણ તે મુખ્યત્વે મોટાં શહેરો Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧ર૪ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ પૂરતી ત્યારે મર્યાદિત રહી હતી. જુદાં જુદાં દેશી રાજ્યોમાં જુદી જુદી કેળવણીની પદ્ધતિ હતી. ગુજરાતમાં ત્યારે બે પ્રકારની શાળાઓ હતી : ગુજરાતી વર્નાક્યુલર ફાઈનલના પ્રકારની અને હાઈસ્કૂલ તથા મેટ્રિક્યુલેશનના પ્રકારની. ગુજરાતી ચાર ધોરણ સુધીની શાળા તે પ્રાથમિક શાળા હતી. “ધોરણા'ને બદલે “ચોપડી' શબ્દ ત્યારે વપરાતો, જેમ કે પહેલી ચોપડી', “બીજી ચોપડી' ઈત્યાદિ, કારણ કે મુખ્ય પાઠ્યપુસ્તક પર એ રીતે “પહેલી ચોપડી', “બીજી ચોપડી એમ છપાતું. ચાર ધોરણ પછી જે વિદ્યાર્થીઓને હાઈસ્કૂલમાં ભણવા જવું હોય તેઓ તેમાં દાખલ થતા. જે વિદ્યાર્થીઓને હાઈસ્કૂલમાં ભણવા ન જવું હોય અને આગળ ભણાવું હોય તેઓને માટે બીજાં ત્રણ કે પાંચ વર્ષનો અભ્યાસક્રમ રહેતો. તેમાં ઇંગ્લિશ ભાષાનો વિષય રહેતો નહિ. એવી શાળાઓને ગુજરાતી વર્નાક્યુલર ફાઈનલ કહેવામાં આવતી. ઘણીખરી છોકરીઓ અને કેટલાક છોકરાઓ આ ફાઈનલ સુધીની કેળવણી લેતાં. અંગ્રેજી કેળવણી સાત ધોરણ સુધીની રહેતી. સાતમું ધોરણા તે મેટ્રિક. પહેલાં ત્રણ ધોરણની શાળાઓ મિડલસ્કૂલ તરીકે ઓળખાતી. એવી શાળાઓ “એંગ્લો-વર્નાક્યુલર (એ.વી. સ્કૂલ)' તરીકે ઓળખાતી. શહેરો અને મોટાં ગામોમાં એવી એ.વી. સ્કૂલો ઉત્તરોત્તર વધતી જતી હતી. એ જમાનામાં મેટ્રિકની પરીક્ષા એટલી સહેલી નહોતી. વળી બધાં શહેરોમાં મેટ્રિક સુધીનું શિક્ષણ આપવાની વ્યવસ્થા નહોતી. કોઈ વિદ્યાર્થી મેટ્રિક થાય એટલે ગામમાં જાણે મોટો ઈતિહાસ સર્જતો. મેટ્રિક થનાર વિદ્યાર્થીઓનાં ઠેર ઠેર જાહેર સન્માન થતાં. પોતપોતાની જ્ઞાતિ તરફથી મેળાવડા થતા અને ફ્રેમમાં મઢીને છાપેલાં સન્માનપત્ર અપાતાં. હીરાલાલભાઈ ભણવામાં એટલા તેજસ્વી હતા કે મિડલસ્કૂલમાં અને હાઈસ્કૂલમાં એમને શિષ્યવૃત્તિ મળી હતી. એમણો ૧૯૧૦માં વર્નાક્યુલર ફાઈનલ અને મેટ્રિક્યુલેશનની એમ બંને પરીક્ષા સાથે આવી હતી. અને Page #134 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા બંનેમાં સારા માર્ક્સ સાથે તેઓ ઉત્તીર્ણ થયા હતા. એ દિવસોમાં કરાંચીથી ધારવાડ સુધીનો વિસ્તાર મુંબઈ ઈલાકા તરીકે ઓળખાતો. આખા ઈલાકામાં કૉલેજનું શિક્ષણ ત્રણ-ચાર શહેરોમાં જ અપાતું અને તેમાં પણ મુખ્યત્વે મુંબઈમાં જ હતું. આથી વિદ્યાર્થીઓ મુંબઈમાં ભણાવા આવતા અને કૉલેજની હૉસ્ટેલમાં કે સગાંને ત્યાં અથવા રૂમ ભાડે રાખીને રહેતા અને ભણતા. હીરાલાલભાઈ ૧૯૧૦માં મુંબઈમાં એલ્ફિન્સ્ટન કૉલેજમાં દાખલ થયા હતા. ત્યારે કૉલેજનો ચાર વર્ષનો અભ્યાસક્રમ હતો : પ્રિવિયસ, ઈન્ટ૨, જુનિયર અને સિનિયરનો. ઈન્ટર આર્ટસની પરીક્ષામાં સારા માર્ક્સ મળતાં હીરાલાલભાઈને શિષ્યવૃત્તિ મળી હતી. વળી ગણિતના વિષયમાં સૌથી વધુ માર્ક્સ મેળવવાને માટે એમને ‘કામા પ્રાઈઝ' મળ્યું હતું. આ પ્રાઈઝને લીધે જ તેઓ ગણિત જેવો અત્યંત કઠિન વિષય બી.એ.માં પણ લેવા પ્રેરાયા હતા. ૧૯૧૪માં તેઓ ગણિતના વિષય સાથે પરીક્ષામાં બેઠા અને બી.એ. ઓનર્સની ડિગ્રી પ્રાપ્ત કરી. એમાં પા ઘણા સારા માર્ક્સ સાથે તેઓ પાસ થયા અને આગળ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ મળી એટલે એમ.એ.માં પણ તેમણે એ જ વિષય રાખ્યો હતો. ત્યારે એમ.એ.નો અભ્યાસ જાતે કરવો પડતો. તૈયારી થાય ત્યારે વિદ્યાર્થીઓ અગાઉથી નામ નોંધાવીને પરીક્ષા આપી શકતા. હીરાલાલભાઈને એ તૈયારી કરતાં ચાર વર્ષ લાગ્યાં. ૧૯૧૮માં ગાિતના વિષય સાથે હીરાલાલભાઈ મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ. થયા. ગણિતનો વિષય એટલો કઠિન ગણાતો કે બી.એ.માં જ બહુ ઓછા વિદ્યાર્થીઓ એ વિષય લેતા અને એમ.એ.માં તો એથી પણ ઓછા વિદ્યાર્થીઓ રહેતા. વળી એ વિષયના પ્રશ્નપત્રો એટલા અઘરા નીકળતા કે કેટલીકવાર તો કોઈ વિદ્યાર્થી પાસ ન થઈ શકે. હીચલાલભાઈ એમ.એ. થયા એ વર્ષે ગણિતના વિષયમાં પાસ થનાર ૧૨૫ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧ર૬ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ ફક્ત તેઓ એકલા જ હતા. હીરાલાલભાઈના બંને ભાઈઓ પણ ભણવામાં તેજસ્વી હતા. એમના ભાઈ મણિલાલભાઈ ફિઝિકસનો વિષય લઈ બી.એસસી.માં અને એમ.એસસી.માં પ્રથમ વર્ગમાં પ્રથમ નંબરે આવ્યા હતા. ત્યાર પછી એમણો એ વિષયના પ્રાધ્યાપક તરીકે કોલેજમાં કાર્ય કર્યું હતું. એમણો પોતાના વિષયમાં સંખ્યાબંધ સંશોધન લેખો લખ્યા હતા. હીરાલાલભાઈના બીજા ભાઈ ખુશમનભાઈ કેમિસ્ટ્રીના વિષય સાથે બી.એસસી.માં અને એમ.એસસી.માં પ્રથમ વર્ગમાં પ્રથમ નંબરે આવ્યા હતા. એમણે મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં એ વિષયના પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું હતું. દુર્ભાગ્યે નાની વયે તેઓ અવસાન પામ્યા હતા. આમ કાપડના વેપારી રસિકદાસના ત્રણે તેજસ્વી પુત્રોએ મુંબઈમાં આવી શિક્ષણના ક્ષેત્રમાં કૉલેજના પ્રોફેસર તરીકે કાર્ય કર્યું હતું. હીરાલાલભાઈ બી.એ.ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હતા ત્યારે ઓગણીસ વર્ષની વયે, ઈ.સ. ૧૯૧૩માં (વિ.સં. ૧૯૬૯માં) વૈશાખ વદ તેરસના રોજ એમનાં લગ્ન ભાવનગરના, એમની દશા દિશાવળ જ્ઞાતિના શેઠ શ્રી છોટાલાલ કલ્યાણદાસનાં દીકરી ઈન્દિરાબહેન સાથે થયાં હતાં. ઈંદિરાબહેનની ઉંમર ત્યારે પંદર વર્ષની હતી. એમનો જન્મ ભાવનગરમાં ઈ.સ. ૧૮૯૮ (વિ.સં. ૧૯૫૪માં) માહ સુદ સાતમના રોજ થયો હતો. એમનું કુટુંબ વૈષ્ણવ ધર્મ પાળતું હતું. ઈંદિરાબહેને નાની વયમાં જ માતાપિતા ગુમાવ્યાં હતાં. આથી એમનો ઉછેર એમના મોટા ભાઈ રાવસાહેબ વૃંદાવન છોટાલાલ જાદવ અને એમનાં પત્ની સન્મુખગૌરીની છત્રછાયામાં થયો હતો. ઈંદિરાબહેન ભણાવામાં તેજસ્વી હતાં. શાળામાં તેઓ પ્રથમ નંબરે આવતાં. એમણે અંગ્રેજી ત્રીજા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. તેર વર્ષની વયે એમણે ભાવનગરના દશા દિશાવળ કેળવણી મંડળ તરફથી Page #136 -------------------------------------------------------------------------- ________________ રવ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા ૧૨૭ યોજાયેલી નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. નિબંધનો વિષય હતો “માબાપની છોકરાઓ પ્રત્યેની ફરજ અને છોકરાંઓની માબાપ પ્રત્યેની ફરજ'. આ સ્પર્ધામાં એમનો નિબંધ સર્વશ્રેષ્ઠ ગણાયો હતો અને એમને પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું હતું. શાળામાં ત્રીજા ધોરણ સુધીનો અભ્યાસ કર્યા પછી ઈંદિરાબહેને ઘરે રહીને સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો હતો. લગ્ન પછી એમણો ઈ.સ. ૧૯૧૭માં પોતાની જ્ઞાતિના એ જ કેળવણી મંડળ તરફથી યોજાયેલી નિબંધ સ્પર્ધામાં “પોતે કરેલા ખાસ પ્રવાસનું વર્ણન' એ વિષય પર નિબંધ લખી પ્રથમ પારિતોષિક મેળવ્યું હતું. ૧૯૧૮માં એમ.એ. થયા પછી હીરાલાલભાઈને મુંબઈની વિલસન કૉલેજમાં ગણિતના પ્રાધ્યાપક તરીકે નિમણૂક મળી હતી. એ દિવસોમાં શાળા અને કૉલેજમાં અધ્યાપક તરીકે નોકરી કરનાર માટે બી.ટી. (આજની બી.એડ.)ની ડિગ્રી ફરજિયાત હતી. હીરાલાલભાઈ પાસે એ ડિગ્રી નહોતી. પરંતુ અરજી કરનાર ઉમેદવારોમાં તેમના માર્ક્સ સૌથી સારા હતા અને એમનો ઈન્ટરવ્યુ પણ એવો સારો ગયો હતો કે કૉલેજે યુનિવર્સિટીની ખાસ પરવાનગી મેળવીને બી.ટી.ની ડિગ્રી વગર ગણિતના પ્રાધ્યાપક તરીકે એમની નિમણૂક કરી હતી. કૉલેજમાં નોકરી મળતાં તેઓ ઈંદિરાબહેન સાથે મુંબઈ રહેવા આવ્યા હતા. ભૂલેશ્વરમાં ભગતવાડીમાં તેમણે એક મકાનમાં ત્રીજે માળે ડબલ રૂમ ભાડે રાખી હતી. તેઓ ત્યાંથી પગે ચાલીને રોજ વિલસન કૉલેજમાં જતા. એ દિવસોમાં તેઓ કોટ, પેન્ટ, ટાઈ, બુટ, મોજાં વગેરે પહેરતા. ઘરમાં પહેરા અને ધોતિયું પહેરતા. તેઓ ધાર્મિક વૃત્તિના હતા એટલે કૉલેજમાં જતાં પહેલાં રોજ સવારે નાહીને પાસે આવેલા ચિંતામણિ પાર્શ્વનાથ કે ગોડીજી પાર્શ્વનાથના દેરાસરે પૂજા કરવા જતા. સવારના શાક વગેરે લાવવાનું કામ પણ જાતે કરતા. વિલસન કૉલેજમાં ભણાવ્યા Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ સાંપ્રત સહચિંતન પછી એમણે ધોબીતળાવ પર આવેલી સેકન્ડરી ટીચર્સ ટ્રેનિંગ કૉલેજમાં ગણિતના પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું હતું અને ત્યાર પછી બે વર્ષ એ જ વિસ્તારમાં બાજુમાં આવેલી સેંટ ઝેવિયર્સ કૉલેજમાં ગણિતના પ્રાધ્યાપક તરીકે કામ કર્યું હતું. આમ ૧૯૧૮થી ૧૯૨૪ સુધી હીરાલાલભાઈ ગણિતના વિષયના પ્રાધ્યાપક રહ્યા હતા. - ગણિતના વિષયમાંથી પ્રાકૃતના વિષય તરફ હીરાલાલભાઈ કેવી રીતે વળ્યા એ પણ એક રસિક ઘટના છે. તેઓ ગણિતનો વિષય કૉલેજમાં ભણાવતા હતા તે દરમિયાન કુટુંબના ધર્મસંસ્કાર તથા સાધુભગવંતો સાથેના પરિચયથી એમને જાણાવા મળ્યું હતું કે જૈન શાસ્ત્રગ્રંથોમાં ગણિતાનુયોગ નામનો વિભાગ છે. આથી એ વિષયમાં પ્રવેશવાની એમને સહજ રુચિ થઈ. પરંતુ એ બધું સાહિત્ય તો અર્ધમાગધી ભાષામાં હતું. આથી એમણે સ્વબળે અર્ધમાગધી પણ શીખવા માંડયું, દરમિયાન એમને એવો વિચાર પણ આવ્યો કે જૈન ગણિતાનુયોગની કેટલીક વાતો જો અંગ્રેજીમાં મૂકવામાં આવે તો ઘણા લોકો સુધી, ખાસ તો એ વિષયના વિદ્વાનો સુધી પહોંચે. આથી એમણે ‘Jain Mathematics' એ વિષય પર સંશોધન લેખ તૈયાર કરવા માટે મુંબઈ યુનિવર્સિટીને અરજી કરી. તે મંજૂર થઈ અને એમને રિસર્ચ ગ્રાન્ટ મળી. આથી તેઓ એ વિષયમાં પૂરા મનથી લાગી ગયા અને થોડા વખતમાં જ પ્રાકૃત ભાષાના રસિયા બની ગયા. ભાગ ૧૩ હીરાલાલભાઈ કૉલેજમાં ગણિતનો વિષય ભણાવતા હતા, પરંતુ બી.એ. અને એમ.એ.માં એ વિષય લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી જ ઓછી રહેતી હોવાને કારણે પ્રાધ્યાપક તરીકેની નોકરીની અનિશ્ચિતતા રહેતી. વિલસન કૉલેજના યુરોપિયન પ્રિન્સિપાલ પોતે ગણિતના વિષયના પ્રાધ્યાપક હતા. એટલે એમને હીરાલાલભાઈ પ્રત્યે સદ્ભાવ હતો. તેઓ હીરાલાલભાઈને નભાવતા. પરંતુ પછી એ નોકરી છોડવાનો Page #138 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા ૧૨૯ વખત આવ્યો. અલબત્ત ત્યાર પછી એમને તરત બીજે નોકરી મળી ગઈ. પણ મનમાં ખાતરી થઈ ગઈ કે આગળ જતાં મુશ્કેલી આવશે. આથી એમણે પોતાનું ધ્યાન પ્રાકૃત ભાષા તરફ વાળ્યું. એવામાં પૂનાના ભાંડારકર પ્રાચ્યવિદ્યા સંશોધન મંદિરની જાહેરાત આવી. તેઓને સરકાર તરફથી મળેલી જૈન ધર્મની, અર્ધમાગધીમાં લખાયેલી હસ્તપ્રતોનું વર્ણનાત્મક સૂચીપત્ર તૈયાર કરાવવું હતું. એ માટે હીરાલાલભાઈએ અરજી કરી અને બી.એ. તથા એમ.એ.માં એમનો અર્ધમાગધી વિષય ન હોવા છતાં ન એમની એ વિષયની સજ્જતા જોઈને હસ્તપ્રતોના કામ માટે સંસ્થાએ એમની નિમણૂંક કરી હતી, ભાંડારકર પ્રાચ્યવિદ્યા સંશોધન મંદિરમાં ૧૯૩૦થી ૧૯૩૬ના ગાળા સુધીમાં થોડો થોડો વખત મુંબઈથી પૂના જઈને અને ત્યાં રહીને એમણે હસ્તપ્રતોનું કામ કરવા માંડ્યું હતું. એ રીતે તેઓ બધું મળીને સાડા ત્રણ વર્ષ પૂનામાં રહ્યા હતા. ત્યાં એમણે એ સંસ્થાની જૈન ધર્મની સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતીમાં લખાયેલી આશરે સાડાત્રણ હજાર હસ્તપ્રતોનું સૂચીપત્ર (Descriptive Catalogue) તૈયાર કરી આપ્યું, જે એ સંસ્થા તરફથી પ્રકાશિત થયેલું છે. આ રીતે સાડા ત્રણ હજાર હસ્તપ્રતોનાં પાનેપાનાં એમના હાથમાં ફરી ગયાં. હસ્તપ્રતોની લિપિ વાંચવાનું કામ ઘણું શ્રમભરેલું છે. આ કામ કરવાથી, સંસ્કૃત અને પ્રાકૃત ભાષાની એમની સજ્જતા વધતી ગઈ. એમનું શબ્દજ્ઞાન પણ વધતું ગયું. પ્રાકૃત ભાષાનો એમણે કોઈ શૈક્ષણિક સંસ્થામાં વ્યવસ્થિત અભ્યાસ કર્યો નહોતો. એ વિષયમાં એમણે કોઈ ડિગ્રી પણ મેળવી નહોતી. એમ છતાં કુટુંબના સંસ્કાર, દઢ મનોબળ, ખંત, ઉત્સાહ, સૂઝ ને અભ્યાસથી એમણે પ્રાકૃત-અર્ધમાગધી ભાષા પર, અસાધારણ પ્રભુત્વ મેળવી લીધું હતું. એમાં પૂનાના હસ્તપ્રતોના કામે ઘણી સહાય કરી. પ્રાકૃત ભાષા માટે એમની પ્રીતિ એટલી બધી વધી ગઈ કે એને Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ માટે સંસ્કૃત શબ્દ “પ્રાકૃત' બોલવાને બદલે “પાઈય' શબ્દ બોલવો અને લખવો એમને વધુ ગમતો. પાઈયમાં બોલવું કે લખવું એ એમને મન રમત વાત થઈ ગઈ. એમણો પ્રાકૃત ભાષાનું વ્યાકરણ લખ્યું અને એનો શબ્દકોશ પણ તૈયાર કરીને છપાવ્યો. આ રીતે ગણિત ઉપરાંત વ્યાકરણ અને શબ્દકોશ પણ એમના રસના વિષયો બની ગયા. આગળ જતાં એમણો “પાઈય (પ્રાકૃત) ભાષા અને સાહિત્ય' એ નામનો ગ્રંથ લખ્યો. એમાં એમણો પ્રાકૃત ભાષાનું સ્વરૂપ, એના પ્રકારો અને એમાં લખાયેલા સાહિત્યનો સવિગત પરિચય આશરે અઢીસો પેટાશીર્ષક હેઠળ આપ્યો છે. હીરાલાલભાઈ અને ઈંદિરાબહેનનું દામ્પત્યજીવન કેટલું મધુર હતું. તેની પ્રતીતિ તો હીરાલાલભાઈએ એમનાં અંગ્રેજી પુસ્તક “The student's English Paiya Dictionary’ | 24431 ulasi aizdi 414 છે. આ પુસ્તક એમણો ઈંદિરાબહેનને અર્પણ કર્યું છે અને એની અર્પણપત્રિકા પ્રાકૃત ભાષામાં લખી છે, જે નીચે પ્રમાણે છે : पणामपत्तिमा-जीए मज्झ नाणाराहणम्मि सययमणेगहा सुगमत्तणं कडं तीए मे धम्मपदिणीए इन्दिराए पणमिज्झइ साणन्दं इमो विज्जस्थिणो अङ्गिल-पाइय सद्दकोसो हीरालालेण सिरि रसिकदास तणएण वीरसंवच्छरे २४६७ मे नाण पञ्चमीए इन्दुवासरे (४-११-४०) રસિકદાસના ત્રણ દીકરાઓ મુંબઈ રહેવા ગયા હતા. બીજી બાજુ સૂરતમાં એમની તબિયત સારી રહેતી નહોતી અને દુકાન પણ બરાબર ચાલતી નહોતી. આથી તેઓ પત્ની સાથે મુંબઈમાં હીરાલાલભાઈ સાથે રહેવા આવી ગયા. આ બાજુ પૂનાના ભાંડારકર પ્રાચ્યવિદ્યા સંશોધન મંદિરનું કાર્ય પૂરું થઈ જતાં અને આવક બંધ થતાં હીરાલાલભાઈ માટે ફરી પાછો કુટુંબના નિર્વાહનો સવાલ ગંભીર બની ગયો હતો. તેમાં માતાપિતા સૂરતથી Page #140 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા ૧૩૧ રહેવા આવેલાં. બંને નાના ભાઈઓ અને બંને બહેનોનાં લગ્નના ખર્ચ થોડે થોડે વખતે આવેલા. બીજા વ્યવહારો કરવાના આવતા. પોતાના સંતાનોને ભણાવવાનો ખર્ચ હતો. કમાણી કંઈ જ નહિ અને ખર્ચ તો વધતા જ જતા હતા. માથે દેવું થતું જતું હતું. આવી તંગ પરિસ્થિતિમાં કામકાજ વગરના હીરાલાલભાઈ વારંવાર નિરાશ થઈ જતા. એમ કરતાં કરતાં તનાવ અને તીવ્ર હતાશાને લીધે તેઓ માનસિક રીતે ભાંગી પડવા લાગ્યા. તેમને નર્વસ બ્રેકડાઉન જેવું થઈ ગયું હતું. આવી માનસિક દશામાં એમના વિષમ દિવસો પસાર થતા હતા. એવામાં એક દિવસ આપઘાત કરવાનો વિચાર એમના મનમાં આવી ગયો. તેઓ મકાનના કઠેડા ઉપર ચઢી પડતું મૂકવા જતા હતા ત્યાં એમનું સતત ધ્યાન રાખનાર એમનાં પત્ની ઈંદિરાબહેને તરત પાસે દોડી જઈ એમનું પહેરા ખેંચીને નીચે ઉતાર્યા અને ઘરમાં લઈ આવ્યાં. ત્યાર પછી તેઓ સતત હીરાલાલભાઈની સંભાળ રાખવા લાગ્યાં અને સાંત્વન આપવા લાગ્યાં. આ માનસિક માંદગી બે વર્ષ ચાલી એની અસર હીરાલાલભાઈના શરીર ઉપરાંત એમની બુદ્ધિશક્તિ અને સ્મરણશક્તિ ઉપર થઈ. કુટુંબીજનોએ એક કુશળ વૈદ્યના ઉપચાર ચાલુ કર્યા. વૈઘે એક ઔષધિ દૂધમાં પલાળીને રોજ સવારના ખાવા માટે આપી હતી. એમ કરતાં ધીરે ધીરે એમની માનસિક સ્વસ્થતા વધતી ગઈ અને સ્મરણશક્તિ પણ પાછી આવવા લાગી. બે વર્ષને અંતે તેઓ પહેલાંના જેવા જ સ્વસ્થ થઈ ગયા. સ્મૃતિશક્તિ બરાબર સારી થઈ ગઈ. ત્યાર પછી તેઓ પોતાનું લેખનકાર્ય પહેલાંની જેમ જ વ્યવસ્થિત રીતે કરવા લાગ્યા હતા. હીરાલાલભાઈનાં ચારે સંતાનો ભણવામાં તેજસ્વી હતાં. એમને ભાવવાનો ખર્ચ વધતો જતો હતો, પરંતુ પોતાને કોઈ નોકરી મળતી નહોતી. સંશોધનકાર્ય માટે યુનિવર્સિટી તરફથી મુકરર કરેલી સહાય મળતી. પણ એવી નજીવી રકમમાંથી કુટુંબનું ભરણપોષણ ક્યાંથી Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૭ થાય? એવામાં એક સગાની ભલામણથી સૂરતના એક મહિલા વિદ્યાલયમાં એમને એક શિક્ષક તરીકેની નોકરી મળી ગઈ એટલે તેઓ સપરિવાર સૂરત આવીને રહ્યા. સૂરતમાં સમય મળતો હોવાથી એમની તથા ઈંદિરાબહેનની લેખનપ્રવૃત્તિ ફરીથી ચાલુ થઈ. ઈંદિરાબહેનમાં લેખનશક્તિ તો હતી, પણ લગ્ન પછી સંયુક્ત કુટુંબનું જીવન, સૂરત, મુંબઈ, પૂના એમ જુદે જુદે સ્થળે ઘર વસાવવું, ઘરકામ કરવું, સંતાનોને ઉછેરવાં અને પતિ હીરાલાલભાઈની સારસંભાળ રાખવી તથા એમનાં લખાણોની નકલ કરી આપવી, ગ્રંથોમાંથી સંદર્ભો કાઢી આપવા વગેરેમાં એમનો સમય વપરાઈ જતો. આથી તેઓ ખાસ કશું લખી શકેલાં નહિ, પરંતુ સૂરત આવવાનું થયું ત્યાર પછી એમને કેટલોક સમય મળવા લાગ્યો. એ વખતે એમણો “પ્રાચીન અને અર્વાચીન સમયની સ્ત્રીઓનો પહેરવેશ” એ વિષય ઉપર એક સચિત્ર પુસ્તક તેયાર કર્યું જે ૧૯૩૯માં પ્રકાશિત થયું છે. આ પુસ્તક વાંચતાં પ્રતીતિ થાય છે કે આટલા એક નાના વિષયનો કેટલો બધો ઊંડો અભ્યાસ એમણે કર્યો છે ! એમાં કેટલી બધી પારિભાષિક માહિતી એમણો આપી છે, જેમાંની કેટલીક તો હવે કાલગ્રસ્ત થઈ ગઈ છે. કોઈ યુનિવર્સિટીના પીએચ.ડી.ના શોધપ્રબંધ જેટલી યોગ્યતા આ ગ્રંથ ધરાવે છે. આ ગ્રંથ પછી એમની લેખનપ્રવૃત્તિ ફરી શાન્ત થઈ ગઈ, કારણ કે એમણો બધો સમય હીરાલાલભાઈના લેખનકાર્યમાં સહાયરૂપ થવામાં જ સમર્પિત કર્યો હતો. મહિલા વિદ્યાલયની નોકરી અને લેખનકાર્ય ચાલતાં હતા તે દરમિયાન એમ.ટી.બી. કૉલેજના પ્રાધ્યાપક અને આચાર્ય શ્રી એન. એમ. શાહે હીરાલાલભાઈમાં અંગત રસ લીધો. પ્રાકૃત ભાષામાં હીરાલાલભાઈએ જે સંગીન કાર્ય કર્યું તેને પરિણામે એમને સૂરતની એમ.ટી.બી. કૉલેજમાં આચાર્ય શ્રી એન. એમ. શાહે પ્રાકૃત-અર્ધમાગધી વિષયમાં પ્રાધ્યાપક Page #142 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા ૧૩૩ તરીકે નિમણૂક અપાવી. હીરાલાલભાઈએ બી.એ. અને એમ.એ.માં પ્રાકૃતનો વિષય લીધો નહોતો અને યુનિવર્સિટીના નિયમ મુજબ તો જેમણો બી.એ. અને એમ.એ.માં પ્રાકૃતનો વિષય લીધો હોય તે જ કૉલેજમાં એ વિષય ભણાવી શકે. પરંતુ હીરાલાલભાઈએ પ્રાકૃત ભાષાના વિષયમાં જે સંશોધન લેખો લખ્યા હતા અને પૂનામાં એ વિષયમાં જે સંગીન કાર્ય કર્યું હતું તે જોતાં, એમની સજજતા અને યોગ્યતાની પ્રતીતિ થતાં મુંબઈ યુનિવર્સિટીએ એ વિષયમાં એમની પ્રાધ્યાપક તરીકે નિમણૂંક કરવાની અપવાદરૂપે છૂટ એમ.ટી.બી. કૉલેજને આપી હતી. આ ઘટના પણ એ વાતની ખાતરી કરાવે છે કે તેઓ જે વિષયનો અભ્યાસ કરતા તેમાં ઘણાં ઊંડા ઊતરતા અને તેમાં લેખન-અધ્યયન કરવાની તથા અધ્યાપન કરાવવાની યોગ્યતા પ્રાપ્ત કરતા. હીરાલાલભાઈએ પહેલાં મુંબઈમાં ગણિતના વિષયના અને પછીનાં વર્ષોમાં સૂરતમાં એમ.ટી.બી. કૉલેજમાં પ્રાકૃત-અર્ધમાગધીના વિષયના પ્રાધ્યાપક તરીકે કામ કર્યું. આ પ્રાકૃત ભાષાનો વિષય લેનારા વિદ્યાર્થીઓ પણ હંમેશાં ઘણાં જ ઓછાં રહ્યા છે. આથી ઈતર વિષયોના પ્રાધ્યાપકોને જેટલું કામ રહે તેટલું ગણિત કે પ્રાકૃતના પ્રાધ્યાપકોને ન રહે. એટલે હીરાલાલભાઈને પહેલેથી જ લેખન-વાંચન માટે ઘણો અવકાશ રહ્યો અને એમની રુચિ પણ એ પ્રમાણે ઘડાતી રહી હતી. તેઓ ગ્રંથો વસાવતા કે જેથી જ્યારે જે ગ્રંથ જોવો હોય તે તરત ઘરમાં હાજર હોય. એમનો ગ્રંથસંગ્રહ વિશાળ હતો. તેઓ સવારે સાડાનવથી દસ વાગ્યા સુધીમાં જમી લેતા અને પછી વાંચવા-લખવા બેસી જતા. એક સાથે ઘણાં પુસ્તકોના સંદર્ભ જોવાના હોય એટલે તેઓ પલંગમાં ઈસ્કોતરો રાખી તેના પર લખતા અને પોતાની આજુબાજુ જરૂરી પુસ્તકો રહેતાં. લેખના વિષય પ્રમાણો પુસ્તકો બદલાતાં. એમનાં પત્ની અને સંતાનો તેઓ મંગાવે તે પુસ્તક અભરાઈ કે કબાટમાંથી કાઢી લાવતા. Page #143 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન ભાગ ૧૩ હીરાલાલભાઈ સ્ટીલની ટાંકવાળા હોલ્ડરથી, ખડિયામાં તે બોલી બોળીને લખતા. તેઓ બજારમાંથી લાલ, ભૂરી, કાળી શાહીની ટીકડીઓ લાવી હાથે શાહી બનાવીને મોટા ખડિયામાં ભરી લેતા. તેમણે જિંદગીભર હોલ્ડરથી જ લખ્યું છે. ઈન્ડિપેનની શોધ થયા પછી પણ તેમણે હોલ્ડરથી જ લખવાનું ચાલું રાખ્યું હતું. લખતી વખતે તેઓ પાસે ચા-દાળિયા રાખતા. લખતાં થાક લાગે ત્યારે વચ્ચે તે ખાઈ લેતા. લખવા માટે તેઓ નવા કોરા કાગળ અનિવાર્ય હોય ત્યારે જ વાપરતા. એકંદરે તો ગાંધીજીની કરકસરની ભાવનાથી પ્રભાવિત થયેલા એટલે છાપેલા કાગળોની પાછળની કોરી બાજુમાં પોતાના લેખ લખતા. કેટલીક વાર તેઓ ટપાલમાં આવેલી નિમંત્રણ પત્રિકાઓ ઈત્યાદિના કોરા હાંસિયામાં મુદ્દા ટપકાવી લેતા અને પીન ભરાવીને રાખતા. ૧૩૪ એ જમાનામાં અંગ્રેજીમાં લખાયેલા સંશોધનલેખો પ્રકાશિત કરવા માટે માત્ર ગુજરાત જ નહિ, સમગ્ર ભારતમાં ખાસ કોઈ સામાયિકો નહોતાં. બહુધા એવા વિદ્વદ્ભોગ્ય સંશોધન લેખો યુનિવર્સિટીઓનાં જર્નલોમાં છપાતા. યુનિવર્સિટીઓમાં સંશોધન દાન (Research Grant)ની વ્યવસ્થા હતી. ભિન્ન ભિન્ન પ્રકારની શિષ્યવૃત્તિઓ પણ એ માટે અપાતી. પ્રાકૃત-અર્ધમાગધી ભાષા અને જૈન સાહિત્યના વિષયોમાં અંગ્રેજી ભાષામાં સંશોધન લેખો લખનાર વિદ્વાનો ત્યારે ગુજરાતમાં જૂજ હતા એટલે એ વિષયમાં હીરાલાલભાઈને મુંબઈ યુનિવર્સિટીમાંથી શિષ્યવૃત્તિ કે સંશોધન દાન મળતાં. એ માટે તેઓ વિવિધ વિષયો તૈયાર કરતા. સૂરતની એમ.ટી.બી. કૉલેજમાં તેઓ ભણાવતા હતા તે દરમિયાન તથા એ કૉલેજમાંથી નિવૃત્ત થયા તે પછી એમણે કેટલુંક લેખનકાર્ય મુંબઈ યુનિવર્સિટીના ઉપક્રમે કર્યું હતું. હીરાલાલભાઈએ સંશોધનદાનની યોજના હેઠળ ભિન્ન ભિન્ન સમયે નીચે પ્રમાણે અંગ્રેજીમાં સંશોધનગ્રંથો તૈયાર કર્યા હતા, જે યુનિવર્સિટીએ અથવા અન્ય કોઈ સંસ્થાએ પ્રકાશિત કર્યા Page #144 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા ૧૩૫ હતા. (1) The Jain Mathematics. (2) Outlines of Paleography. (3) The Jain System of Education. (4) The Doctrine of Ahimsa in the Jain Canon. (5) Reconstruction of Ardhamagadhi Grammar. (6) A History of the Canonical Literature of the Jainas. મુંબઈ યુનિવર્સિટીએ હીરાલાલભાઇને વખતોવખત સંશોધનદાન આપ્યું હતું. એ દર્શાવે છે કે યુનિવર્સિટીની એ વિષયની સમિતિને એમના સંધોધનકાર્યથી પૂરો સંતોષ થયો હતો. એમનું સંશોધનકાર્ય અભ્યાસનિષ્ઠ, પ્રમાણભૂત, તટસ્થ અને નાની નાની જાણવા જેવી ઘણી બધી વિગતોથી સભર હતું. હીરાલાલભાઇએ આ રીતે ૧૯૩૯ થી ૧૯૪૯ સુધી એમ.ટી.બી. કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું. તેમની સજ્જતા એવી હતી કે યુનિવર્સિટીએ પછીથી એમની પીએચ.ડી.ના ગાઇડ તરીકે નિમણૂંક કરી હતી. તદુપરાંત “પ્રિન્જર સ્કોલરશીપ'ના રેફરી તરીકે એમની નિમણૂક કરી હતી, જે એ દિવસોમાં ઘણું મોટું માન ગણાતું. યુનિવર્સિટી પ્રાકૃત ઉપરાંત સંસ્કૃત ભાષાના વિષયમાં પણ એમ.એ.ની કક્ષાએ પરીક્ષક તરીકે એમની નિમણૂંક કરતી હતી. શિક્ષણ ક્ષેત્રે તેઓ કેવું ઉચ્ચ સ્થાન ધરાવતા હતા તે આ બધી વિગતો ઉપરથી જોઈ શકાય છે. હીરાલાલભાઈ ધર્મશ્રદ્ધાવાળા હતા. તેઓ એક મહારાજશ્રીએ બતાવ્યા પ્રમાણે સવારસાંજ ધૂપદીપ સાથે પોણો કલાક અનુષ્ઠાનપૂર્વક મંત્રજાપ કરતા. તેઓ જૈન ધર્મ વિશે સારી જાણકારી ધરાવતા હતા એટલે ઘણા બધા આચાર્ય ભગવંતો અને મુનિ મહારાજોના નિકટના સંપર્કમાં આવ્યા હતા. તેઓ સૂરતમાં નાણાવટમાં, મુંબઈમાં અને ફરી સૂરતમાં ગોપીપુરામાં સાંકડી શેરીમાં અને પછી કાયસ્થ મહોલ્લામાં રહ્યા હતા. એટલે ત્યાં ત્યાં ચાતુર્માસ અર્થે પધારેલા આચાર્ય ભગવંતો વગેરેને મળવાનું થતું. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ શેષકાળમાં સૂરતમાંથી પસાર થતાં સાધુ-સાધ્વીઓને પણ વંદન કરવા તેઓ જતા. યુવાનીના દિવસોમાં જૈન ધર્મ વિશેની જાણકારી માટે અથવા પોતે કંઈ લખ્યું હોય તો તે બતાવવા માટે પણ મુંબઈમાં સાધુસાધ્વીઓ પાસે જતા. એમને યુવાન વયે મુંબઇમાં કાશીવાળા વિજયધર્મસૂરીશ્વરજી સાથે ગાઢ પરિચય થયો હતો. એમના બે શિષ્યો તે ન્યાયવિશારદ મુનિશ્રી ન્યાયવિજયજી તથા ન્યાયવિશારદ મુનિશ્રી મંગલવિજયજી પાસે હીરાલાલભાઇએ જૈન દર્શનનો ઊંડો અભ્યાસ કર્યો હતો. આથી હીરાલાલભાઈ તેઓને પોતાના વિદ્યાગુરુ તરીકે ઓળખાવતા. આ ઉપરાંત શ્રી મોહનલાલજી મહારાજ, શ્રી દાનસૂરિજી મહારાજ, શ્રી પ્રેમસૂરિજીદાદા, નેમિસૂરિજી મહારાજ, શ્રી આનંદસાગરસૂરિજી (સાગરજી મહારાજ), શ્રી વિજયરામચંદ્રસૂરિજી મહારાજ, શ્રી લાવયસૂરિજી મહારાજ, શ્રી કસ્તૂરસૂરિજી મહારાજ વગેરે સાથે તથા તેઓના શિષ્યોપ્રશિષ્યો સાથે એમને ગાઢ સંબંધ રહ્યો હતો. વિજયરામચંદ્રસૂરિજીએ એક વાર એમને કહ્યું હતું કે “તમારા જેવા શાસ્ત્રજ્ઞાતા તો અમારી પાસે પાટ ઉપર શોભે. તમે જો દીક્ષા લેવા તૈયાર થાવ તો તમારા કુટુંબના ભરણપોષણની જવાબદારી સંઘ પાસે હું કરાવી આપું. એ માટે એક લાખ રૂપિયાની રકમ પહેલાં અપાવું.” પરંતુ ચારિત્ર્યમોહનીય કર્મના ઉદયને કારણે હીરાલાલભાઈ દીક્ષા લઈ શક્યા નહોતા. એમ.ટી.બી. કૉલેજમાંથી નિવૃત્ત થયા પછી હીરાલાલભાઈએ પોતાના જીવનનાં ઘણાં વર્ષ સુરતમાં રહીને સ્વાધ્યાય, સંશોધન, લેખન ઇત્યાદિ પ્રકારના વિદ્યાવ્યાસંગમાં પસાર કર્યા હતાં. નોકરી છોડ્યા પછી આવકનું કોઈ સાધન રહ્યું નહોતું. લેખનમાંથી ખાસ કોઈ આવક થતી નહિ. લેખોનો પુરસ્કાર આપવાની પ્રથા ત્યારે નહિવત્ હતી. તેમાં વળી આવા સંશોધન લેખો માટે પુરસ્કારની અપેક્ષા રાખવી જ વ્યર્થ હતી. એ લેખો ક્યાંક છપાય એ જ એનું ઈનામ હતું. આથી હીરાલાલભાઈ પોતાની . FOT Page #146 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા ૧૩૭ નહિ જેવી બચતમાંથી પોતાનો જીવનવ્યવહાર ચલાવતા. નવા નવા ગ્રંથો ખરીદીને વસાવવાનો યુગ હવે પૂરો થયો હતો. પોતાની પાસેના હવે બિનજરૂરી થએલા ગ્રંથો પુસ્તકવિક્રેતાઓને આપીને બદલામાં નવા ગ્રંથો લેવાનું ચાલુ થયું હતું. હીરાલાલભાઈનું જીવન એકદમ સાદું અને સંયમી હતું. એમાં એમના પત્ની ઇન્દિરાબહેનનો ઉષ્માભર્યો સહકાર રહેતો. હીરાલાલભાઈ કહેતા કે “હું લમી (ઇન્દિરાનો એક અર્થ લક્ષ્મી) પતિ હોવા છતાં મારે અને લક્ષ્મીને કાયમ બારમો ચંદ્રમા રહ્યો છે.” હીરાલાલભાઈ હાથે ધોયેલાં સૂતરાઉ ખાદીનાં સફેદ પહેરણ, ધોતિયું અને ટોપી પહેરતા. એમનો જીવનવ્યવહાર સંતોષપૂર્વક ચાલતો. આવી નબળી આર્થિક સ્થિતિમાં પણ એમણે ધન માટે ક્યાંય લોલુપતા કે લાચારી બતાવી નથી. એમનાં દીકરા-દીકરી સૂરત બહાર નોકરીએ લાગી ગયાં હતાં. એટલે એમની જવાબદારી કે ચિંતા પોતાને માથે રહી નહોતી. આવા દિવસોમાં પણ હીરાલાલભાઇની વિદ્યાવ્યાસંગની પ્રવૃત્તિ યથાવત્ રહી હતી. સૂરતમાં એમને ઘરે જ્યારે જ્યારે હું ગયો છું ત્યારે આ મેં નજરે નિહાળ્યું છે. જે દિવસે કોઈ લેખ તૈયાર થઈ જાય તે દિવસે આનંદ આનંદ. રોજ સવારથી તેઓ લેખનકાર્યમાં લાગી ગયા હોય. બપોરના ભોજન પછી પણ એ ચાલુ હોય. સાંજના ચાર વાગ્યા પછી રોજ નિયમિત તેઓ નજીકના કોઈક ઉપાશ્રયે જઇને કોઇક સાધુભગવંત સાથે જ્ઞાનગોષ્ઠી કરતા અથવા કોઈ ગ્રંથાલયમાં જઈ ગ્રંથો વાંચતા. આ રીતે એમનો દિવસ પૂરો થતો. તેઓ રાતના વહેલા સૂઈ જતા. ઉજાગરો ભાગ્યે જ કરતા. નાટક-સિનેમા જોતા નહિ અને સગાસંબંધીઓને ત્યાં અનિવાર્ય હોય તો જ જતા. હીરાલાલભાઇને વિદ્યાવ્યાસંગની એટલી બધી બઘી ધૂન હતી કે કેટલીક વાર તો તેઓ એમાં જ ખોવાયેલા રહેતા. ગણિતના વિદ્યાર્થી અને અધ્યાપકને જ્યાં સુધી કોઈ દાખલાનો જવાબ ન જડે ત્યાં સુધી એ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ દાખલો એમના મનમાં રમ્યા જ કરતો હોય તેવું હીરાલાલભાઇના જીવનમાં પહેલાં ગણિતમાં અને પછી સાહિત્ય સંશોધનના વિષયમાં પણ બનતું. તેઓ ખાતા હોય ત્યારે ખબર ન હોય કે ભાણામાં શું પીરસાયું છે. એમને હાવું હોય તો ઇન્દિરાબહેન બાથરૂમમાં પાણી, સાબુ, ટુવાલ, કપડાં વગેરેની બધી તૈયારી કરી આપે ત્યારે હીરાલાલભાઈ સ્નાન કરે. આ રીતે પોતાના ધૂની લેખક પતિની ઘણી જવાબદારી ઇન્દિરાબહેને સ્વેચ્છાપૂર્વક હોંશથી ઉપાડી લીધી હતી. લેખનકાર્યમાં પણ ઇન્દિરાબહેને પુસ્તકો ગોઠવવાં, લેખોની ફાઈલો રાખવી વગેરે ઘણી મદદ જીવનભર હીરાલાલભાઈને કરી હતી અને ઓછી આવક થઈ ગઈ ત્યારે પણ ઘર સારી રીતે સંભાળી લીધું હતું. એમણે એક ભારતીય સન્નારીનો આદર્શ પૂરો પાડ્યો હતો. નિવૃત્તિનાં વર્ષોમાં આર્થિક સંજોગોને કારણે હીરાલાલભાઈમાં કેટલીક વ્યાવહારિક સ્પષ્ટતા આવી ગઈ હતી. એક વખત હું મારા એક પત્રકાર મિત્ર સાથે સૂરતમાં એમને ઘરે મળવા ગયો હતો. મેં મારા પત્રકાર મિત્રનો પરિચય કરાવ્યો. પછી પત્રકાર મિત્રે પોતાના સામયિકની એક નકલ એમને આપી. નકલ જોઇ લીધા પછી એમણો એ પત્રકાર મિત્રને પાછી આપી. પત્રકારે કહ્યું, “આપ રાખો, આપને માટે એ ભેટનકલ છે.' હીરાલાલભાઇએ કહ્યું, “ભેટનકલ પણા હું રાખતો નથી. મને એવા અનુભવો થયા છે કે ચાર છ મહિના સામયિક ભેટ તરીકે મોકલ્યા પછી પત્રકારો તરફથી લવાજમ ભરવા માટેના ઉપરાઉપરી કાગળો આવતા હોય છે. ક્યારેક તો કડવો ઠપકો પણ આપતા હોય છે. એટલે મેં નકકી કર્યું છે કે કોઈ સામયિકની ભેટનકલ પણ ન લેવી. ટપાલમાં આવતાં સામિયકો હું ટપાલીને પાછાં આપી દઉં છું. તંત્રી સાથે વાદવિવાદમાં ઊતરવાનું મને ન પરવડે. એટલે તમારું સામયિક પાછું આપ્યું છે તેથી માઠું ન લગાડશો. એક વખત એવો હતો કે Page #148 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા ૧૩૯ સામયિક ભેટ આવે તો પણ હું એનું લવાજમ ભરતો. હવે એ વખત ગયો છે.” હીરાલાલભાઇનાં છ સંતાનમાંથી એક પુત્ર અને એક પુત્રી, નાની ઉંમરમાં અવસાન પામ્યાં હતાં. બાકીનાં ચાર સંતાનોમાં બિપિનચંદ્રનો જન્મ સૂરતમાં ૧૯૨૦માં, મનોરમાબહેનનો જન્મ ૧૯૨૪માં મુંબઈમાં, વિબોધચંદ્રનો જન્મ ૧૯૨૭માં મુંબઇમાં અને નવિનચંદ્રનો જન્મ ૧૯૨૯માં મુંબઇમાં થયો હતો. (આ ચાર સંતાનોમાંથી, મનોરમાબહેન કેટલાક વખત પહેલાં અવસાન પામ્યાં છે. બિપિનચંદ્ર, વિબોધચંદ્ર અને નલિનચંદ્ર હાલ વિદ્યમાન છે અને નિવૃત્તિમય જીવન ગાળે છે.). - હીરાલાલભાઇના જ્યેષ્ઠ પુત્ર, ડૉ. બિપિનચંદ્ર મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. અને એમ.એ. થયા પછી, “ઋગ્વદમાં સોમરસ” એ વિષય પર શોધપ્રબંધ લખીને પીએચ.ડી.ની ડિગ્રી મેળવી હતી. ત્યારપછી એમણે વલ્લભવિદ્યાનગરની કૉલેજમાં અને સરદાર પટેલ યુનિવર્સિટીમાં સંસ્કૃત અને અર્ધમાગધી વિભાગના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. જર્મન ભાષાના પણ જાણકાર ડૉ. બિપિનચંદ્ર જૈન ધર્મના વિવિધ વિષયો પર લેખો લખ્યા છે, જે “જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન'ના નામથી ગ્રંથસ્થા થયેલા છે. હીરાલાલભાઇના સુપુત્રી મનોરમાબહેને એમ.એ. અને બી.ટી. સુધીનો અભ્યાસ કર્યા પછી, સૂરત તથા મુંબઇમાં શિક્ષિકા તરીકે કામ કર્યું હતું. તેઓ અપરિણીત રહ્યાં હતાં. એમણે આગમોદ્ધારક શ્રી આનંદસાગરસૂરિ (સાગરજી મહારાજ)નું જીવનચરિત્ર લખ્યું હતું તથા કેટલાંક ગ્રંથાવલોકન લખ્યાં હતાં. - હીરાલાલભાઇના બીજા પુત્ર ડૉ. વિબોધચંદ્રની શૈક્ષણિક કારકિર્દી પણ તેજસ્વી હતી. મેટ્રિકની પરીક્ષામાં, સૂરત કેન્દ્રમાં ગુજરાતી વિષયમાં પ્રથમ આવી તેમણે પારિતોષિક મેળવ્યું હતું. એમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ બાયોકેમિસ્ટ્રીના વિષયમાં સંશોધન કરીને શોધપ્રબંધ લખીને એમ.એસસી.ની અને ત્યાર પછી પૂનાની નેશનલ કેમિકલ લેબોરેટરીમાં વનસ્પતિશાસ્ત્ર (Natural Products) ના વિષયમાં, સંશોધન કરીને પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી અને નિવૃત્તિવય સુધી ત્યાં જ રહ્યા હતા. એમણ કરેલું સંશોધન ઇન્ટરનેશનલ જર્નલોમાં પ્રકાશિત થયું છે. હીરાલાલભાઇના ત્રીજા પુત્ર નલિનચંદ્ર મુંબઈ યુનિવર્સિટીની બી.એસસી.ની ડિગ્રી પ્રાપ્ત કરીને, વિ.જે.ટી.આઇ.માં ડાઇંગ અને બ્લીચીંગનો ડિપ્લોમા મેળવ્યો હતો. મુંબઇમાં આઇ.સી.આઇ.માં કાર્ય કર્યા પછી, તેમણે સ્વેચ્છાએ નિવૃત્તિ સ્વીકારી હતી. ખાનપાનની ચીવટપૂર્વકની નિયમિતતાના કારણે જીવનભર હીરાલાલભાઇની તબિયત સારી રહી હતી. પણ લેખનવાંચનની સતત પ્રવૃત્તિને લીધે એમની આંખોને ઘણો શ્રમ પડતો. યુવાન વયે જ એમને ચશમાં આવી ગયાં હતા. એમ છતાં એમની વાંચનલેખનની પ્રવૃત્તિ એકધારી જ રહ્યા કરી હતી. દર થોડાં વર્ષે, એમનાં ચશ્માંનો નંબર વધતો જતો હતો. કૉલેજના અધ્યાપન કાર્યમાંથી તેઓ નિવૃત્ત થયા ત્યારે એમનાં ચશ્માનો નંબર પંદર સુધી પહોંચી ગયો હતો. એટલા જાડા કાચવાળાં ચશ્મા પહેરીને પણ તેઓ સ્વાધ્યાયમાં મગ્ન રહેતા. વાંચવા માટે બિલોરી કાચ રાખતા. ચશ્માં એમના શરીરનું અનિવાર્ય અંગ બની ગયું હતું. ચશ્માં વગર સરખું દેખાય નહિ. પાંસઠની ઉંમર પછી એમને આંખે મોતિયો ચાલુ થયો હતો. એટલે તો વળી મુશ્કેલીમાં વધારો થયો. બોંતેર વર્ષની વયે બંને આંખે મોતિયો પાકતાં, એમણે ઓપરેશન કરાવી, મોતિયો ઉતરાવ્યો હતો. ત્યાર પછી પણ આંખે કંઇક ને કંઇક તકલીફ ચાલતી રહેતી. એમ છતાં એમનું લેખનવાંચનનું કાર્ય જીવનના અંત સુધી ચાલ્યું હતું. જીવનનાં છેલ્લાં વર્ષોમાં, નાજુક તબિયત અને અન્ય પ્રતિકૂળતાઓને Page #150 -------------------------------------------------------------------------- ________________ 4. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા ૧૪૧ કારણો તથા સંતાનો મુંબઇ અને પૂનામાં હોવાથી, હીરાલાલભાઈ તથા ઇન્દિરાબહેન, પોતાનું સૂરતનું ઘર કાયમને માટે બંધ કરી દઇને ૧૯૭રમાં પોતાના પુત્રને ત્યાં મુંબઈ રહેવા આવી ગયાં હતાં. હવે એમની સ્વાધ્યાય અને લેખનની પ્રવૃત્તિ મંદ પડી ગઈ હતી, પરંતુ બંધ પડી નહોતી. તેમના લેખો પ્રકાશિત થવામાં જે ગતિ હતી તેના કરતાં લેખનની ગતિ વિશેષ રહી હતી. એટલે જ્યારે પણ એમને પૂછીએ ત્યારે એમની પાસે, કેટલાક અપ્રકાશિત લેખો તો પ્રકાશન માટે તૈયાર હોય જ. વળી એની સાથે સાથે સ્કૂરેલા નવા નવા વિષયો માટે, તેયાર કરેલી ટાંચણ-યાદી પણ હોય જ. હીરાલાલભાઈએ સાડા છ દાયકાના લેખનકાર્ય દ્વારા, વિપુલ સાહિત્યનું સર્જન કર્યું છે. એમાં વૈવિધ્ય પાર વિનાનું છે. તેઓ પોતે જ “હીરકસાહિત્ય-વિહાર' નામની પોતાની પુસ્તિકામાં જણાવે છે કે “ગણિત જેવો શુષ્ક વિષય પણ મને તો ખૂબ રસપ્રદ જણાયો છે. એટલે જ્ઞાનની કોઇપણ શાખા પ્રત્યે મને અરુચિ થવા પામી નથી. આને લીધે મારો વિદ્યાવ્યાસંગ કોઈ એક જ દિશા કે ક્ષેત્ર પૂરતો પરિમિત બન્યો નથી. આથી કરીને હું આજે પણ જાતજાતના વિષય પર લેખ લખવા લલચાઉં છું.” હીરાલાલભાઈએ પોતાની લેખનપ્રવૃત્તિ, ૧૯૨૦ના ગાળામાં શરૂ કરી દીધી હતી. એમણે સંસ્કૃત, અર્ધમાગધી, ગુજરાતી અને અંગ્રેજી એમ ચાર ભાષામાં, કાવ્યો, સમશ્લોકી પદ્યાનુવાદો, ગદ્યાનુવાદો, સંપાદન, સંશોધન, જીવનચરિત્ર, ઇતિહાસ, નિબંધ, કથા, સૂચિપત્ર ઇત્યાદિ પ્રકારનું પુષ્કળ લેખનકાર્ય કર્યું છે. એમણે ધર્મ, તત્ત્વજ્ઞાન, સાહિત્ય, કેળવણી, લિપિશાસ્ત્ર, વ્યાકરણ, કોશ, ભાષાવિજ્ઞાન, છન્દશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર, સંગીત, ગણિત, જ્યોતિષ, પાકશાસ્ત્ર, વૈદક, પ્રાણીશાસ્ત્ર, કૃષિશાસ્ત્ર, સમાજરચના, વસ્ત્રાલંકાર, રમતગતમ, રીતરિવાજો, પર્વો, પક્ષીઓ, લોકસાહિત્ય, ઇતિહાસ, ભૂગોળ, Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ સદાચાર વગેરે અનેક વિષયો ઉપર પોતાની કલમ ચલાવી છે અને એક હજારથી વધુ લેખો આપણાને આપ્યા છે. એમના જમાનામાં ઝેરોક્ષની શોધ નહોતી થઈ અને કાર્બન કોપી કરવામાં વાર ઘણી લાગતી. એટલે પોતાના લેખો છાપવા માટે મોકલાવ્યા પછી, એની નકલ પોતાની પાસે રહેતી નહિ. એમના કેટલાયે લેખો છપાયા નથી અને પાછા આવ્યા પણ નથી. એમના છપાએલા લેખોની યાદી “હીરક-સાહિત્ય-વિહારમાં જે છપાઈ છે તેના ઉપર નજર ફેરવતાં જ ખ્યાલ આવે છે કે હીરાલાલભાઈ પાસે કેટકેટલા વિષયો પર અધિકૃત જાણકારી હતી. વિવિધ પ્રકારની માહિતીનો તેઓ જાણો ખજાનો ધરાવતા હતા. એમની સાથે કોઈપણ વિષયની વાત કરીએ તો કંઈક નવું જ જાણવા મળે. હીરાલાલભાઈના ઘણા લેખો “ગુજરાત મિત્ર', “પ્રતાપ”, “સાંજ વર્તમાન', વગેરે દેનિકોમાં છપાયા છે. તદુપરાંત “જૈન ધર્મ-પ્રકાશ', “જૈન”, “જૈન-સત્ય-પ્રકાશ”, “આત્માનંદ પ્રકાશ”, “સિદ્ધચક્ર', ફાર્બસ ગુજરાતી સૈમાસિક, “ગુજરાતીમાં અને કેટલાંયે સામયિકોના દીપોત્સવી અંકોમાં છપાયા છે. હીરાલાલભાઇની લેખનપ્રસાદીનો પ્રારંભ, સંસ્કૃત ભાષામાં કાવ્યરચનાથી થયેલો. વિલસન કૉલેજમાં તેઓ પ્રાધ્યાપક હતા ત્યારે ૧૯૨૦ થી ૧૯૨૩ના ગાળામાં કોલેજના અર્ધવાર્ષિક મુખપત્ર Wilsonianમાં એમનાં પરીક્ષાપર્વ', 'કહો વૈવિચY' ઇત્યાદિ નામનાં કાવ્યો સંસ્કૃતમાં છપાયેલાં છે. પચીસ વર્ષની ઉંમરે, સંસ્કૃત ભાષા પર તેઓ કેવું સરસ પ્રભુત્વ ધરાવતા હતા તેની પ્રતીતિ આ કાવ્યો કરાવે છે. પ્રાકૃત-અર્ધમાગધી ભાષા તો જાણો એમની બીજી માતૃભાષા હોય એટલી સરસ રીતે તેઓ તેમાં લખી-બોલી શકતા. પાઈય (પ્રાકૃત) ભાષા માટે હીરાલાલભાઇનો પ્રેમ અનન્ય હતો. હીરાલાલભાઈએ ઈ. સ. ૧૯૩૮માં પ્રકાશિત કરેલ પોતાના પુસ્તક પતંગપુરાણા યાને કનકવાની કથની” વાંચતાં આશ્ચર્યથી મુગ્ધ થઈ WWW.jainelibrary.org Page #152 -------------------------------------------------------------------------- ________________ ૨૨. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા ૧૪૩ જવાય છે. જેને શાસ્ત્રોના અભ્યાસી લેખક પતંગ જેવા ક્ષુલ્લક વિષય પર લખવા બેસે તો તેમાં પણ રસ લઈ કેટલા બધા ઓતપ્રોત થઈ શકે છે તે આ ગ્રંથ વાંચતાં જોવા મળે છે. એક નાનો નિબંધ કે લેખ લખી શકાય એવા વિષય પર એક સમર્થ સંશોધક લખવા પ્રવૃત્ત થાય તો કેટલી બધી નાની નાની વિગતોમાં કેટલા ઊંડા ઊતરી શકાય છે તે આ ગ્રંથમાં સાક્ષાત્ જોવા મળે છે. આ ગ્રંથના દોઢસોથી વધુ પેટાશીર્ષકો પરથી જ ખ્યાલ આવી શકે કે કેટકેટલી માહિતી આ ગ્રંથમાં સમાવી લેવામાં આવી છે. અનેક પાદનોંધો અને પરિશિષ્ટો સહિત લખાએલો આ ગ્રંથ એ વિષયનો એક શોધપ્રબંધ બની રહે છે. પતંગ વિષે પોતાને લખવાનું કેમ મન થયું તે વિશે ગ્રંથની પ્રસ્તાવનામાં તેમણો નોંધ્યું છે: “હું આજથી ૨૫ વર્ષ ઉપર એલ્ફિન્સ્ટન કૉલેજમાં ગણિત શીખતો હતો ત્યારે કનકવાને લગતા કેટલાક પ્રશ્નોનો ગણિતશાસ્ત્રની દષ્ટિએ વિચાર કરવાનું મને મન થયું.” લેખકે જાતઅનુભવ પરથી તથા અન્યને પૂછીને પુષ્કળ માહિતી આ ગ્રંથમાં આપી છે. એ માહિતી મેળવવા માટે એમણે એ વિષયમાં ઠીક ઠીક વાંચી લીધું હતું અને અનેક લોકોને પૂછીને પણ માહિતી એકત્ર કરી હતી. એમણે પ્રસ્તાવનામાં લખ્યું છે કે “મારા જૂના મહોલ્લામાંનાણાવટમાં નવલશાના કોઠા આગળ જવાનું થયું અને મારા સદ્ગત પિતાના એક બાલસ્નેહી અને કનકવાના શોખીન અને ઉસ્તાદને મળવાનું થયું. એમનું નામ છગનલાલ છબીલદાસ. એમની પાસેથી પતંગ-માંજો વગેરેની નવીન બાબતોની માહિતી મળી હતી. ! આ ગ્રંથ સાચવવા જેવો અને પુનર્મુદ્રિત કરવા જેવો છે. હીરાલાલભાઇએ આગમો અને આગમસાહિત્ય વિશે ગુજરાતી અને અંગ્રેજીમાં વિવિધ પ્રકારના લેખો લખ્યા છે. એમાં ૧૯૪૮ માં છપાએલો એમનો “આગમોનું દિગ્દર્શન' નામનો ગ્રંથ મહત્ત્વનો છે. એમાં પિસ્તાલીસ Page #153 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન ભાગ ૧૩ આગમસૂત્રોનો સવિગત પરિચય આપવામાં આવ્યો છે તથા આગમો વિશે લખાયેલા વિવરણાત્મક સાહિત્યનો પણ પરિચય આપવામાં આવ્યો છે. આગમ સાહિત્યના વિવિધ વિષયો પર એમણે અંગ્રેજીમાં ઘણા લેખો લખ્યા છે. અનુવાદરૂપે કે લેખરૂપે અંગ્રેજી ભાષામાં એમનું યોગદાન ઘણું મોટું છે. એમના જમાનામાં કોઈએ અંગ્રેજીમાં આટલું બધું લેખનકાર્ય કર્યું નથી. એ ફરીથી ગ્રંથસ્વરૂપે પ્રકાશિત કરવા જેવું છે. હીરાલાલભાઈએ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સંગીત વિભાગના ઉપક્રમે ૧૯૫૫માં ‘સંગીત, નૃત્ય અને નાટ્યસંબંધી જૈન ઉલ્લેખો અને ગ્રંથો' એ વિષય પર વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાન આપ્યું હતું. આ વ્યાખ્યાન પૂ. શ્રી યશોવિજયજી (હાલ પૂ. યશોદેવસૂરિજી)ની પ્રેરણાથી ગ્રંથરૂપે ૧૯૭૩માં પ્રકાશિત થયું છે. એમાં એમણે સાત સ્વરો, એનાં કુળ, એના દેવતા, નાટ્ય, ગેય અને અભિનેય અલંકારો, મૂર્ચ્છનાઓ, રાસ, વાઘો, રાગ, ગીત, નૃત્ય, નાટક ઇત્યાદિ વિશે ઝીણવટભરી પારિભાષિક માહિતી આધાર સાથે આપી છે. આ વિષયમાં પણ હીરાલાલભાઇની સજ્જતા કેટલી બધી હતી તેની ખાતરી આ પુસ્તક વાંચતાં થાય છે. ૧૪૪ હીરાલાલભાઇએ ‘શ્રી હરિભદ્રસૂરિ’, ‘યશોદોહન’ અને ‘વિનયસોરભ’ નામના ત્રણ ગ્રંથો આપ્યા છે, જેમાં એમો અનુક્રમે સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિ, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી અને શ્રી વિનયવિજયજી મહારાજના જીવન અને કવનનો સવિસ્તર પરિચય કરાવ્યો છે. શ્રી હરિભદ્રસૂરિ’ લગભગ ચારસો પાનાનો ગ્રંથ છે. ૧૯૬૩માં તે પ્રાચ્ય વિદ્યામંદિર, વડોદરા તરફથી પ્રકાશિત થયો છે. એમાં શ્રી હરિભદ્રસૂરિના જીવન વિશે તથા એમની કૃતિઓ વિશે લગભગ ત્રણસોથી વધુ પેટાશીર્ષક હેઠળ માહિતી આપવામાં આવી છે. શ્રી હરિભદ્રસૂરિ વિશે આટલી બધી માહિતી અન્ય કોઈ એક જ ગ્રંથમાં હજુ સુધી જોવા નથી મળી. Page #154 -------------------------------------------------------------------------- ________________ સવ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા ૧૪પ યશોદોહન' ગ્રંથ એમણે વર્તમાનકાળના પૂ. શ્રી યશોદેવસૂરિની પ્રેરણાથી લખ્યો હતો. એમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના જીવન અને કવન વિશે પુષ્કળ માહિતી આપવામાં આવી છે. “વિનય-સૌરભ' પ્રમાણમાં નાનો ગ્રંથ છે. એમાં રાંદેરના શ્રી વિનયવિજયજી મહારાજના જીવનકવનનો પરિચય આપવામાં આવ્યો છે. હીરાલાલભાઇએ ભગવાન મહાવીર સ્વામી વિશે જુદે જુદે સમયે કેટલાક લેખો લખ્યા હતા. આવા કેટલાક લેખો, વાર્તાલાપો, સ્તુતિઓ ઇત્યાદિનો એક સંગ્રહ પૂ. શ્રી વિજયકસ્તુરસૂરિના શિષ્ય પૂ. શ્રી વિજયચંદ્રોદયસૂરિની પ્રેરણાથી “જ્ઞાતપુત્ર શ્રમણ ભગવાન મહાવીરના નામથી ૧૯૬૯માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ ગ્રંથમાં તીર્થકરોનાં લાંછનો અને લક્ષણો, આઠ પ્રાતિહાર્ય, મહાવીર સ્વામીના વિવિધ ભવોનાં સગાં, મહાવીર સ્વામીના પૂર્વ ભવના બે વેરીઓ, મહાવીરસ્વામીનો સાંસારિક પક્ષ, વીર વર્ધમાનસ્વામીના વર્ષાવાસ, મહાવીર સ્વામીની સાધનાની પરાકાષ્ઠા, મહાવીર સ્વામીના જીવનની વિશિષ્ટ ઘટનાઓ ઇત્યાદિ પચીસેક લેખો તથા “વીરથ”નો ગુજરાતી ભાવાનુવાદ ઈત્યાદિ આપવામાં આવ્યાં છે. આ બધામાંથી ઘણી બધી પારિભાષિક માહિતી આપણને સાંપડે છે અને લેખકનું વાંચન કેટલું બધું વિશાળ હશે એની પ્રતીતિ કરાવે છે. હીરાલાલભાઈ જેમ સમર્થ સંશોધક છે તેમ મર્મજ્ઞ કવિ પણ છે. એમની સાહિત્યિક કારકિર્દી સંસ્કૃતમાં કાવ્યરચનાથી થઈ હતી. એમણે જુદે જુદે વખતે ભિન્ન ભિન્ન પ્રકારની કાવ્યરચના કરી હતી. એમણે આગમોનાં પદ્યોનો અનુવાદ ગુજરાતી પદ્યોમાં કર્યો છે. આ ઉપરાંત એમણે વિવિધ પ્રકારનાં કાવ્યો લખ્યાં છે, જેનો વિષય મુખ્યત્વે ધાર્મિક રહ્યો છે. એમણે સવાસોથી વધુ જે કાવ્યો લખ્યાં છે તેમાં ૩૬ કાવ્યો તો હરિયાળીના પ્રકારનાં છે. આ પ્રકારની કૃતિઓમાં એમનું યોગદાન Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ મહત્ત્વનું રહ્યું છે. “હરિયાળી-સંચય” નામનો એમનો સંગ્રહ ૧૯૬૯માં પ્રકાશિત થયો છે. હરિયાળીનો પ્રકાર ઉખાણાં જેવો છે. એટલે એવી કવિતાનું વિવરણા સામાન્ય વાચક માટે આવશ્યક છે. એમણે આ હરિયાળીઓનાં વિવરણ પણ સાથે આપેલાં છે. જેન સાહિત્ય અત્યંત વિશાળ છે. જેનોનું મુખ્ય સાહિત્ય અર્ધમાગધીમાં છે, પરંતુ સંસ્કૃત ભાષામાં લખાયેલું જૈન સાહિત્ય પણા અત્યંત વિપુલ છે. જ્યાં સુધી એની વ્યવસ્થિત પ્રકાશિત માહિતી ન સાંપડે ત્યાં સુધી જૈન-અજૈન સર્વમાં એવો ભ્રમ રહે કે જેનોએ સંસ્કૃત ભાષામાં બહુ ખેડાણ કર્યું નથી. આથી કેટલાંક વર્ષ પૂર્વે પૂ. શ્રી યશોદેવસૂરિએ હીરાલાલભાઇને “જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ” લખી આપવાનું સૂચન કર્યું હતું અને તે મુજબ હીરાલાલભાઇએ તે લખી આપ્યો હતો. એ ત્રણ ભાગમાં છપાયો છે. એમાં વ્યાકરણ, કોશ, નામમાલા, અલંકારશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર, કામશાસ્ત્ર, સ્થાપત્ય, ગણિત, નિમિત્ત, વૈદક, પાક, નીતિશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, ન્યાય, યોગ, અધ્યાત્મ, મંત્રશાસ્ત્ર, અનુષ્ઠાનવિધિ, ધ્યાન, કાવ્ય, સ્તોત્ર, મહાકાવ્ય, ચંપૂકાવ્ય, ગદ્યકૃતિઓ ઇત્યાદિ વિષયના અનેક ગ્રંથોનો સંક્ષિપ્ત પરિચય આપવામાં આવ્યો છે. આ દળદાર ઇતિહાસનો પ્રથમ ભાગ ૧૯૫૬માં અને છેલ્લો ભાગ ૧૯૭૦માં છપાયો હતો, કારણ કે જેમ જેમ નાણાંની વ્યવસ્થા થતી ગઈ તેમ તેમ પ્રકાશન કાર્ય આગળ ચાલતું ગયું હતું. જીવનની ઉત્તરાવસ્થામાં આંખો નબળી હોવા છતાં, ઇતિહાસના આ ગ્રંથલેખનનું અને પૂર સુધારવાનું કાર્ય એમણે પંદર વર્ષ સુધી કર્યું હતું. (આ ગ્રંથ શુદ્ધિ-વૃદ્ધિ સાથે નવેસરથી એક જ વોલ્યુમમાં કોઈ સંસ્થાએ છપાવવાનું કાર્ય ઉપાડી લેવા જેવું છે) એમના હાથે આ એક બહુમૂલ્ય સાહિત્યસેવા થઈ છે. જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ લખ્યા પછી હીરાલાલભાઇએ Page #156 -------------------------------------------------------------------------- ________________ 4. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા ૧૪૭, જૈન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ લખવાનું ચાલુ કર્યું હતું, પરંતુ એ કાર્ય પૂરું થઈ શક્યું નહિ અને જેટલું લખાયું તે પણ ક્યાં કેવી રીતે લુપ્ત થઈ ગયું તેની કશી ખબર એમના અવસાન પછી મળી નથી. તેઓ ૧૯૭૬માં પૂના પોતાના પુત્ર વિબોધચંદ્રને ત્યાં ગયા હતા. ત્યારે ટ્રેઇનમાં એમના લખાણો અને પુસ્તકોની એક બેગ ગુમ થઈ ગઈ હતી. તદુપરાંત એમના અવસાન પછી એમના પુત્ર નલિનચંદ્ર પાસેથી એક જૈન પત્રકાર અપ્રસિદ્ધ લેખોની ફાઇલો લઈ ગયા હતા. પરંતુ થોડા વખતમાં જ એ પત્રકારનું અવસાન થતાં એ ફાઇલ પાછી મળી નહોતી. હીરાલાલભાઇએ જીવનભર અનેકવિધ વિષયો પર વાંચન અને લેખન કર્યા કર્યું હતું. ઘણીખરી વાર લેખનના નિમિત્તે એમનું વાંચન થયું છે અથવા કંઈક નવું વાંચવામાં આવે તો એ વિશે વધુ માહિતી સાથે લખવાનું એમને મન થયા કરતું. એમને એક પછી એક વિષયો સતત સ્ફરતા રહેતા હતા. જે વિષય પર લખવું હોય તે અંગેની માહિતી એમની પાસે તૈયાર હોય જ. એમણે ક્યારેય માત્ર સપાટી પરનું છીછરું લખાણ કર્યું નથી. દરેક વિષયના ઊંડાણમાં તેઓ ઊતર્યા છે. એમની પાસેથી કંઈક વિશેષ જાણકારી હંમેશાં મળ્યા કરી છે. સંદર્ભો માટે એમની પાસે સરસ ગ્રંથસંગ્રહ હતો. એટલે ઘરમાં બેઠાં બેઠાં જ તેઓ પુસ્તકો પર નજર ફેરવીને પોતાના વિષયના સંદર્ભો મેળવી લેતા. કેટલીયે માહિતી, શ્લોકો, ગાથાઓ વગેરે એમને કંઠસ્થ હતાં. એમનું લખાણા પદ્ધતિસરનું, ચોક્કસાઈવાળું અને ચીવટપૂર્વકનું રહેતું. એટલે લગભગ ઘણાખરા ગ્રંથોમાં એમણો સંકેતોની સમજણ આપી જ છે, જેથી ભાષાનો બહુ વિસ્તાર કરવો ન પડે. હીરાલાલભાઇની લેખનશૈલી અનોખી હતી. પોતે ગણિતના પ્રાધ્યાપક હતા. ચોકસાઇની ટેવ એમનામાં હોય એ સ્વાભાવિક હતું. નિરાધાર કશું લખવું નહિ એ એમની પ્રકૃતિ હતી. ગણિતના દાખલાઓમાં એક Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ સાંપ્રત સહચિંતન - ભાગ ૧૩ પણ આંકડો વધારાનો હોય કે એક આંકડો ઓછો હોય તે ન જ ચાલે. ગણિતમાં બધું મુદ્દાસર અને ક્રમાનુસાર જ લખવાનું હોય. આવા મહાવરાને લીધે હીરાલાલભાઈ જ્યારે કોઈ એક વિષય પર લેખ લખવા બેસે ત્યારે બધા જ મુદ્દાઓ એમણે ક્રમાનુસાર આવરી લીધા હોય. આથી જ કોઈ એક મુદ્દાને એમણો બહુ વિકસાવ્યો હોય એવું ખાસ જોવા ન મળે. એમનો કોઈ લેખ પેટાશીર્ષકો વગરનો હોય નહિ. બીજી બાજુ દરેક મુદ્દા વિશે જો કંઈ વધારાની પ્રકીર્ણ માહિતી આપવાની હોય અને તે મૂળ લખાણમાં ન લેવાની હોય તો તે પાદનોંધમાં તેઓ આપતા. આથી જ એમનાં લખાણો પાદનોંધોથી સભર છે. ક્યારેક તો લેખના દરેક પાને પાદનોંધ હોય. એમણે પાદનોંધો એટલી બધી (સાલ, આવૃત્તિ, પૃષ્ઠ નંબર, તારીખ ઇત્યાદિ સહિત) આપી હોય કે એમની માહિતીને કોઈ પડકારી શકે નહિ. બીજી બાજુ એ બધી પાદનોંધો વાંચતાં આશ્ચર્ય થાય કે અહો! આ લેખકે ક્યાંક ક્યાંથી કેટલી બધી માહિતી એકત્ર કરી છે ! હીરાલાલભાઈ કોઈપણ નવા વિષય પર તરત બેસીને ક્રમાનુસાર લખીને લેખ પૂરો કરતા એવું બહુ ઓછું બનતું. જે વિષય પર લેખ લખવો હોય તેના મુદ્દા તૈયાર કરતા અને જુદા જુદા કાગળ પર તેની માહિતી ટપકાવી લેતા. તે પછી બધા મુદ્દાઓને ક્રમાનુસાર ગોઠવી લેખ તૈયાર કરી લેતા. કોઈક મુદ્દા વિશે માહિતી ન મળી હોય તો પાદનોંધમાં એનો ઉલ્લેખ કરતા. એમનું લખાણ હંમેશાં મુદ્દાવાર, મુદ્દાસર અને વ્યવસ્થિત રહેતું. અનેક વિષયોનું રસપૂર્વક વાંચન કર્યું હોવાને લીધે તથા સાડા ત્રણ હજાર હસ્તપ્રતો વાંચી હોવાને લીધે અને પોતાની સ્મૃતિ સતેજ હોવાને કારણે તેઓ કોઈપણ વિષય ઉપર લેખ કે ગ્રંથ લખવા બેસે એટલે તે માટેની સામગ્રી ક્યાં ક્યાંથી ઉપલબ્ધ છે એની જાણકારી એમની પાસે હોય જ. આમ છતાં લેખનશ્રમ કરવાનો ઉત્સાહ ન હોય Page #158 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા ૧૪૯ તો આટલું બધું કામ થાય નહિ. એટલે જ એમણો એકલે હાથે જે કાર્ય કર્યું છે તે જોઈ સહેજે આચર્ય થાય એમ છે. આપણે માટે દુઃખની વાત એટલી છે કે એમની સાહિત્યજગતમાં જેટલી કદર થવી જોઈતી હતી તેટલી થઈ નથી. જીવનમાં અંતિમ વર્ષોમાં હીરાલાલભાઇ તથા ઇન્દિરાબહેન એમના સૌથી નાના પુત્ર નલિનચંદ્રના ઘરે મુંબઇમાં વરલી ઉપર “મધુહંસ' નામના બિલ્ડિંગમાં કાયમ માટે રહેવા આવી ગયાં હતાં. ત્યારે હજુ હીરાલાલભાઇની તબિયત સારી હતી અને રોજ બે વાર ચાર દાદર ચઢતા-ઊતરતા. પરંતુ પછી ૮૫મા વર્ષે એમને અશક્તિ વરતાવા લાગી. એમનો દેહ ક્ષીણ થવા લાગ્યો. ૧૯૭૯ના માર્ચ મહિનામાં તેઓ પથારીવશ થઈ ગયા. તબીબી ઉપચારો ચાલુ થયા પણ તબિયતમાં સુધારો થયો નહિ. શૌચાદિ ક્રિયા પણ પથારીમાં કરાવવી પડતી. સ્વજનોએ હોસ્પિટલમાં દાખલ થવા માટે કહ્યું, પરંતુ ત્યાં જવાની એમની બિલકુલ ઇચ્છા નહોતી. એમ કરતાં બે અઠવાડિયાં થઈ ગયાં. છેવટે જ્યારે ડૉક્ટરની સલાહ અનુસાર હૉસ્પિટલમાં લઈ જવાનો સ્વજનોનો મક્કમ નિર્ણય થયો એ વખતે એમણે પોતાના બહેન શાંતાબહેનને બોલાવીને સમજાવ્યાં કે “મને ચાર દિવસ પછી હૉસ્પિટલમાં લઈ જાવ, ત્યાં સુધી હું મારી આરાધના કરી લઉં.” શાન્તાબહેને બધાંને સમજાવ્યાં અને હૉસ્પિટલમાં જવાનું ચાર દિવસ પછી રાખવામાં આવ્યું. હીરાલાભાઈએ સંથારાની જેમ એ દિવસથી અન્ન, જળ, ઔષધ વગેરેનો પચ્ચખાણાપૂર્વક ત્યાગ કરી દીધો. આ વાતની ખબર પડતાં, મુંબઇમાં બિરાજમાન એક આચાર્ય ભગવંતે ઘરે આવી માંગલિક સંભળાવ્યું. પછી એમણે એક શાસ્ત્રજ્ઞ શ્રાવકને હીરાલાલભાઇ પાસે મોકલ્યા. તેઓ રોજ આવીને હીરાલાલભાઇને નિર્ધામણા કરાવતા હતા. એમ કરતાં ચોથે દિવસે એટલે કે તા. ૨૩મી માર્ચ, ૧૯૭૯ના રોજ સવારે પોણાચાર વાગ્યે બ્રાહ્મ મુહુર્ત ૮૫ વર્ષની Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ વયે એમણે સમાધિપૂર્વક દેહ છોડ્યો હતો. હૉસ્પિટલમાં ન જવાનો પોતાનો સંકલ્પ સમાધિપૂર્વક એમણે પાર પાડ્યો હતો. હીરાલાલભાઈ અને ઇન્દિરાબહેને સાડા છ દાયકાનું દામ્પત્યજીવન ભોગવ્યું. હવે ઇન્દિરાબહેનની તબિયત બગડી હતી. એમણો ૧રમી સપ્ટેમ્બર ૧૯૮૨ના રોજ ૮૪ વર્ષની વયે દેહ છોડ્યો. યુવાન વયે હીરાલભાઇની કારકિર્દીનું ઘડતર મુંબઇમાં થયું. એમના દામ્પત્યજીવનનો પૂર્વકાળ મુંબઇમાં વીત્યો હતો અને બંનેએ અંતિમ શ્વાસ પણ મુંબઇમાં લીધા હતા. સ્વેચ્છાએ અકિંચન રહી, સાદાઈ અને સરળતાપૂર્વક હીરાલાલભાઇએ સરસ્વતી દેવીની આજીવન અવિરત ઉપાસના અનન્યભાવે કરી હતી. આ કૃતોપાસક શ્રાવકના હસ્તે જૈન સાહિત્યના ક્ષેત્રે જે લેખનકાર્ય થયું છે તે અજોડ છે. એમનો યુગ એમની કદર કરી શક્યો નહિ. પણ જેમ જેમ એમનું સાહિત્ય પ્રકાશમાં આવશે અને ગ્રંથસ્થ થશે અને ગ્રંથોની પુનરાવૃત્તિઓ થશે તેમ તેમ ભાવિ પ્રજા એમની અવશ્ય યોગ્ય કદર કરશે. જેને સાહિત્યના ઇતિહાસમાં એમનું નામ અને સ્થાન અવિસ્મરણીય રહેશે. *** Page #160 -------------------------------------------------------------------------- ________________ थोवं लधुं न खिसए। ભગવાન મહાવીર થોડું મળતાં ખેદ ન કરવો ભગવાન મહાવીરે સાધુઓની આચારસંહિતા એવી વિગતસભર દર્શાવી છે કે જે સાધુઓના સંયમ-જીવનમાં અને એમની આધ્યાત્મિક સાધનામાં અત્યંત ઉપયોગી બને છે. કેમ બેસવું, કેમ ઊઠવું, કેમ સૂઈ જવું, કેવી રીતે બોલવું, કેવી રીતે ગોચરી લેવા નીકળવું, ગોચરી વહોરતી વખતે કેવું ધ્યાન રાખવું, ગોચરી કેવી રીતે વાપરવી, વિહાર કેવી રીતે કરવો વગેરે અનેક બાબતોમાં બહુ દીર્ધદષ્ટિપૂર્વક ભગવાન મહાવીરે સાધુઓને ભલામણ કરી છે. જૈન સાધુઓની ગોચરીની પ્રથા વિલક્ષણ અને અદ્વિતીય છે. નીરસ, લુખ્ખા આહાર ઉપર તથા ઉણોદરી ઉપર એમાં ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. ભગવાન મહાવીરે “દસવૈકલિકસૂત્ર'માં કહ્યું છે ? अतिंतिणे अचबले अप्पभासी मियासणे । हविज्ज उयरे दंते थोवं लघु न खिसए । મિનિ આવેશમાં ન બોલનાર, ચંચલતારહિત, અલ્પભાષી, મિતભોજી, ઉદરનું દમન કરનાર તથા થોડું મળતાં ખેદ (અથવા ચીડ) ન કરનાર હોય.]. ગોચરી એ સાધુ મહારાજોના ચિત્તના અધ્યવસાયોની કસોટી કરનારી પ્રવૃત્તિ છે. કોઇક ઘરે સારો આહાર મળે, તો કોઇક ઘરે જેવો તેવો નીરસ આહાર મળે; કોઈ ઘરે વાનગીઓ સરસ હોય પણા વહોરાવવામાં ભાવ ન હોય, તો કોઇક ઘરે વાનગીઓ થોડી અને સાધારણ હોય પણ આવકાર બહુ સારો મળે; કોઇક ઘરે આદર બહુમાન ન મળે તો વળી કોઇક વહોરાવનાર વહોરાવતાં વિચાર પણ કરે કે “પછી ઘરનાંને માટે Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ શું રહેશે ? કોઇક વાનગી માટે ફરીથી ચૂલો સળગાવવો પડશે.' કોઈ ઘરે વહોરાવનારનો ભાવોલ્લાસ ઘરનાં સોના ચહેરા પર દેખાઈ આવે. ગોચરીમાં જ્યારે થોડું મળે અથવા ગોચરી વાપરતી વખતે પોતાની ઇચ્છા હોય એના કરતાં ગુરુ મહારાજ ઓછું આપે ત્યારે ચિત્તની પ્રસન્નતા જાળવી રાખવી, અધ્યવસાયને જરા પણ વિચલિત ન થવા દેવા એમાં સાધુ મહારાજની ઘણી મોટી પરીક્ષા રહેલી છે. થોડું મળતાં ખેદ ન કરવો જોઈએ. ચીડ ન ચડવી જોઈએ. આપનારની ટીકા-નિંદા ન કરવી જોઈએ. માણસ ભૂખ્યો હોય અને ઉદરતૃપ્તિ ન થાય તો એનો મિજાજ છટકે. પરંતુ સાધુ મહારાજ સામાન્ય માનવી નથી. એમના જીવનમાં સમદર્શિતા હોવી જોઈએ. ભગવાને આમ તો સાધુઓની ગોચરીના સંદર્ભમાં આ વચન કહ્યું છે, પરંતુ જીવનના સામાજિક અને આધ્યાત્મિક એવા સર્વ સ્તરે એનો વ્યાપક અર્થ ઘટાવી શકાય એવું છે. સંસારનો એવો ક્રમ નથી કે દરેક વખતે દરેક મનુષ્યને પૂરતા પ્રમાણમાં બધું સરખું મળી રહે. કોઇને વધુ મળે અને કોઇને ઓછું મળે. એમાં માનવવ્યવસ્થાની ત્રુટિ પણ હોઈ શકે અને કુદરતી કારણો પણ હોઈ શકે. એક પ્રદેશમાં પાણી, ધનધાન્ય ઇત્યાદિની વિપુલતા હોય અને અન્ય પ્રદેશોમાં દુકાળ જેવી સ્થિતિ હોય. એક પ્રદેશમાં કામ ઘણું હોય પણ કામ કરનારા મળતા ન હોય અને અન્ય પ્રદેશમાં કામ કરવાની લાયકાત ધરાવનાર ઘણા હોય, પણ મોટા ભાગના બેકાર હોય. પૃથ્વી ઉપર દરેક વાતે સદાસર્વદા સમતુલા હોતી નથી, હોઈ શકતી નથી. આવી અસમાન પરિસ્થિતિમાં વધુ કે ઓછાની પ્રાપ્તિનો પ્રશ્ર હંમેશાં રહેવાનો. એટલે પોતાની ધારણા કરતાં ઓછું મળવાની ઘટનાઓ પર હંમેશાં બનતી રહેવાની. વ્યવહારમાં માણસ આપવા-લેવાનો ક્રમ બરાબર સાચવે છે. બજારૂ . Page #162 -------------------------------------------------------------------------- ________________ थोवं ल न खिसए । ૧૫૩ લેવડદેવડમાં ઓછું આપવાની વૃત્તિ દેખાશે, પણ ઓછું લેવાની નહિ. જ્યાં સોદાઓ નથી ત્યાં વધઘટની ઘટનાઓ નભાવી લેવાય છે. માણસનો જીવન પ્રત્યેનો અભિગમ જ જ્યારે વિપરીત અને નિષેધાત્મક હોય છે ત્યારે દરેક વિષયમાં એને ત્રુટિ જ જાય છે. ચકોર દોષદૃષ્ટિ ધરાવનારાની છિદ્રો પર નજર તરત પડે છે. ન હોય ત્યાં પણ એ છિદ્રો બતાવી શકે છે અથવા પોતાના ફળદ્રુપ ભેજાંમાંથી તે ઉપજાવી શકે છે. સોને ગમી જાય એવું મૂલ્યવાન વસ્ત્ર હોય છતાં રંગ, ભાત, પોત, કિનાર, પાલવ વગેરેની કંઇક ખામી બતાવીને પોતાના અસ્તિત્વનું બીજાને ભાન ન કરાવે ત્યાં સુધી એવી કોઇક મહિલાઓને ચેન પડતું નથી. રસોઇયાએ સારામાં સારી રસોઈ કરી હોય છતાં પોતે એને બેચાર વાનગી માટે ટોકે નહિ ત્યાં સુધી કેટલાક સજ્જનોને ગળે કોળિયો ઊતરતો નથી. વૈભવી રાજમહેલ જેવું ઉતારા માટે સ્થળ મળ્યું હોય તો પણ મોંઢું મચકોડનારા સજ્જનો જોવા મળશે. કેટલાક માણસોનું એવું મંતવ્ય હોય છે કે બીજાને એની અપૂર્ણતાનું ભાન ન કરાવીએ તો એ સુધરશે ક્યારે ? પોતાને ઓછું મળ્યું છે એ પ્રત્યે ધ્યાન ખેંચીએ તો જ બીજી વાર એ ભૂલ ન કરે. કેટલાકથી પોતાને ઓછું મળ્યાનો અસંતોષ જાણતાં અજાણતાં વ્યક્ત થયા વગર રહેતો નથી. કોઇક તત્કાળ વ્યક્ત કરે છે, કોઇક પછીથી; કોઇક જાહેરમાં વ્યક્ત કરે છે, કોઇક અંગત વર્તુળમાં. અલ્પપ્રાપ્તિ માાસને જ્યારે ખટકે છે ત્યારે એની પ્રતિક્રિયા ચાલુ થાય છે. જેઓ વસૂલ કરવાની વૃત્તિવાળા હોય છે, પોતાના ધન પ્રમાણે વસ્તુ બરાબર મેળવવાના આગ્રહી હોય છે એમની પ્રતિક્રિયા તો તરત જ ચાલુ થાય છે. એક વખત એક બાળકી પોતાના વર્ગના બીજા એક વિદ્યાર્થીના જન્મદિવસે એને ઘરે યોજાયેલી પાર્ટીમાં ગઈ હતી. બીજાં બાળકો પણ આવ્યાં હતાં. પાર્ટીમાં બધાંને નાસ્તા પછી આઇસ્ક્રીમ આપવામાં આવ્યો. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ પેલી બાળકીએ પણ લીધો. ત્યાર પછી થોડીવારે બધાંને બીજી વાર આઇસ્ક્રીમ આપવામાં આવ્યો. પેલી બાળકીએ તે લેવાની ના પાડી. યજમાન બહેને આગ્રહ કર્યો તો પણ ન લીધો, એટલે બહેને એને કારણ પૂછ્યું. બાળકીએ કહ્યું, “મારી મમ્મીએ મારી પાસે પ્રોમિસ લીધું છે કે હું બીજી વાર આઇસ્ક્રીમ નહિ માગું. આપશે તો પા નહિ લઉં. મેં મમ્મીને પ્રોમિસ આપ્યું છે.' યજમાન બહેને કહ્યું. “તારી મમ્મીએ આવું પ્રોમિસ ન લેવું જોઈએ? ત્યારે બાળકી બોલી, “પણા મમ્મીને થોડી ખબર છે કે અહીં પહેલી વારમાં જ કેટલો આઇસ્ક્રીમ આપ્યો છે.” નાની બાળકીએ નિર્દોષતાથી વ્યક્ત કરેલો અસંતોષનો ભાવ મોટા માણસો પણ સભાનપણો વ્યક્ત કર્યા વગર રહી શકતા નથી. - બીજી બાજુ જે માણસોનો અભિગમ જે મળ્યું તે માણવાનો હોય છે તેઓ પોતાના એટલા સમયને સાર્થક કરે છે. જીવન જીવવાની એ એક કળા છે. દરેક પરિસ્થિતિમાં તેઓ રાજી રાજી હોય છે. હાસ્ય, પ્રસન્નતા, આનંદ, ઉલ્લાસ, ઉત્સાહ, વિનોદ ઇત્યાદિથી તેમનું જીવન છલોછલ ભરેલું રહે છે. પોતાને ઓછું મળ્યું છે એવી સભાનતા પણ તેઓ રાખતા નથી અને તેમને રહેતી પણ નથી. પોતાની યોગ્યતા કે ધારા કરતાં પોતાને ઘણું બધું મળ્યું છે એવો આશાવાદ એમના જીવનમાં વણાઈ ગયો હોય છે. ક્યાંય ફરિયાદ કરવાનું તેમને પ્રયોજન જણાતું નથી. પોતાને થોડું મળ્યું હોય, પણ પોતાનાં સ્વજન, સાથીદાર કે આશ્રિતને - કશું જ ન મળ્યું હોય અથવા વધારે મળ્યું હોય ત્યારે માણાસની કસોટી થાય છે. થોડામાંથી પણ થોડું બીજાને આપવાની ઇચ્છા મનની ઉદારતા અને ત્યાગની ભાવના વગર સંભવી ન શકે. અન્યને અધિક મળ્યું હોય ત્યારે ઇર્ષ્યા, પડાવી લેવાની વૃત્તિ ઇત્યાદિ પોતાનામાં જન્મે છે કે નહિ Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ थोव लडुं न खिसए । તેના આધારે તેના સત્ત્વની કસોટી થાય છે. આમ જોવા જઈએ તો માણાસની તૃષ્ણા, વાસના, ઈચ્છાઓનો કોઈ અંત નથી. ધન, સત્તા, ભોગોપભોગની સામગ્રી, કીર્તિ ઇત્યાદિ માટેની એની ભૂખ સદેવ સતત પ્રદીપ્ત રહે છે. ગમે તેટલું મળે તો પણ ઓછું પડે. ભગવાન મહાવીરે કહ્યું છે કે છો માસમાં પ્રતિયા ! ઇચ્છાઓ આકાશની જેમ અનંત છે. આકાશનો છેડો નથી તેમ ઇચ્છાઓનો છેડો નથી. એક ઇચ્છા પરિપૂર્ણ થાય ત્યાં બીજી જાગી જ હોય. માણસની વૃત્તિઓ આવી હોય તો, જ્યારે પોતાની અપેક્ષા કરતાં, અધિકારપૂર્વક મળવું જોઇએ તે કરતાં ઓછું મળ્યું હોય ત્યારે માણસ બેચેન થયા વગર રહેતો નથી. જેણો થોડાથી સંતોષ માનવો હોય તેણે પોતાની ઇચ્છાઓ ઉપર સંયમ મેળવવો જોઇએ. જ્યારે જ્યારે જે જે ઇચ્છા થાય તે સંતોષવાનો પ્રયત્ન કરવા કરતાં તેના ઉપર કાબૂ મેળવી, તેવી ઇચ્છાઓ ક્રમે ક્રમે ઓછી કરવાથી આત્મબળ ખીલે છે. પોતાની ઇચ્છાઓ અતૃપ્ત રહે છે એ પ્રકારની સભાનતા કે એ માટેનું દુ:ખ કે કષ્ટ પછી નથી રહેતું. પોતે કેટલા શક્તિમાન છે કે આવી નાની મોટી ઇચ્છાઓને સ્વેચ્છાએ જતી કરી શકે છે એ પ્રકારની શ્રદ્ધાપૂર્વકની પ્રસન્નતા હોવી જોઇએ. એથી આગળ જતાં તો ઇચ્છાઓ જન્મે જ નહિ એ સ્થિતિ સુધી પહોંચી જઈ શકાય છે. વારંવાર નિસ્પૃહ રહેવાના મહાવરાથી આવી સ્થિતિ પ્રાપ્ત થાય. પોતાને ઓછું મળ્યું હોય ત્યારે વાસ્તવિકતાનો સહર્ષ, સસ્મિત સ્વીકાર એ જીવન જીવવાની એક શ્રેષ્ઠ ચાવી છે. એવી વ્યક્તિ દ્વારા નિરાશા, વિસંવાદ કે સંઘર્ષનાં આંદોલનો ઉદ્ભવતાં નથી. માણસ એમ જો વિચારતો થઈ જાય કે પોતાને જે ઓછું મળ્યું છે તેની પાછળ કોઇક કારણ તો હોવું જ જોઇએ. મનની ઉદારતા અને Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ તત્ત્વની શ્રદ્ધા વગર એવું કારણ સમજવાનો પ્રામાણિક પ્રયત્ન શક્ય નથી. આ જગતમાં જે કંઈ બને છે અને બની રહ્યું છે તેમાં કોઈક નિયમ રહેલો છે. વિશ્વના એ નિયમમાં પોતાને હસ્તક્ષેપ કરવો નથી તથા કરવો એ વ્યર્થ છે એવી તાત્ત્વિક સમજણ પ્રાપ્ત થાય અને પોતપોતાના કર્માનુસાર દરેક જીવ પ્રાપ્ત કરે છે અને ભોગવે છે તથા પોતાના લાભાન્તરાય કર્મના ઉદય વગર ઓછું મળે નહિ એવી શ્રદ્ધા રહે તો ઘણી નિરાશામાંથી બચી જવાય. થોડામાં સંતોષ માનવો એનો અર્થ એ નથી કે માણસે સરસતાનો અને સંપૂર્ણતાનો આગ્રહ ન રાખવો જોઇએ. વ્યવહારિક જીવનમાં જ્યાં એની જરૂર હોય ત્યાં માણસ જો એવો આગ્રહ ન રાખે તો તે પુરુષાર્થહીન અને પ્રમાદી બની જવાનો ડર રહે છે. જ્યાં અલ્પસંતુષ્ટ ન થવાનું હોય ત્યાં અલ્પસંતુષ્ટતા દોષરૂપ ગણાય. અધ્યાત્મસાધનામાં પણ અલ્પસંતુષ્ટતાથી પ્રગતિ ન થાય. પૂર્ણતા તરફનો પુરુષાર્થ જ મોટું ફળ આપી શકે. જેઓ અધ્યાત્મના માર્ગે પ્રગતિ કરવાવાળા છે તેઓ તો ઇચ્છા ઉપરના સંયમ અને ઇચ્છનિરોધથી આગળ વધી નિરીહતાના તબક્કે પહોંચવાનો પુરુષાર્થ કરે છે. સામાજિક કક્ષાએ પ્રાપ્તિ કે અલ્પપ્રાપ્તિ અંગે ગમે તે અભિગમ હોય, આધ્યાત્મિક કક્ષાએ તો ભગવાન મહાવીરે કહ્યું છે કે છેટું નિરીદે ટ્વે મોર ઇચ્છાઓના નિરોધથી જ અર્થાત્ નિરીકતાથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન'માં લેખકના પ્રગટ થયેલા લેખોમાંથી ગ્રંથસ્થ થયેલા લેખોની યાદી ૧. “સાંપ્રત સહચિંતન'-ભાગ ૧ (૧) લગ્ન સંસ્થાનું ભાવિ (૨) અસત્યના પ્રયોગો (૩) સન્માન પ્રતીકો (૪) કેફી પદાર્થોનો વધતો પ્રચાર (૫) પદ અને પાત્રતા (૬) જીવ છોડાવવાની પ્રવૃત્તિ (૭) નાતાલની એક વિશિષ્ટ ઉજવણી (૮) કવિનું સન્માન (૯) મોટાં પ્રલોભનો (૧૦) નિર્દોષ, અજ્ઞાન અને દિવ્ય (૧૧) તીર્થયાત્રા (૧ર) કરચોરી (૧૩) જાહેર સંસ્થાઓમાં કરકસર (૧૪) ભાષા સાહિત્યનું અધ્યયન-અધ્યાપન (૧૫) વર્તમાનપત્ર અને સત્યનિષ્ઠા(૧૬) કૂતરાંઓની સમસ્યા (૧૭) વિદ્યોપાસના અને વિદ્યાપોષણ (૧૮) વિશ્વ સંમેલનો (૧૯) પાછું વેતે વષ્ના (૨૦) નવી દવાઓ-નવી સમસ્યાઓ (ર૧) પશુ-પંખીઓની નિકાસ (રર) પાશવી રમત-બોક્સિંગ (ર૩) પ્રવાસ-ઉદ્યોગ (૨૪) ધાર્મિક સ્થળોનો અધાર્મિક ઉપયોગ. ૨. “સાંપ્રત સહચિંતન'-ભાગ ૨ (૧) ક્રાંતિનાં પરિણામ (૨) રાજકારણમાં હિંસા (૩) લોકમત (૪) ન્યાય અને દયા (૫) સામુદાયિક માનવહત્યા (૬) રાજકારણમાં નિવૃત્તિ (૭) આત્મહત્યા (૮) જાસૂસી અને રાષ્ટ્રદોહ (૯) વ્યક્તિ, પક્ષ, રાષ્ટ્ર અને વિશ્વ (૧૦) દેહાંતદંડ (૧૧) ભાષાવાદનું વિષ (૧૨) સરદાર પટેલના કારાવાસના દિવસો (૧૩) પ્રતિષ્ઠાનો પ્રશ્ન (૧૪) લગ્નવિચ્છેદ અને પુનર્લગ્ન (૧૫) એક વ્યક્તિ-એક સંસ્થા (૧૬) વિશ્વનું પર્યાવરણ (૧૭) ક્રિકેટનો અતિરેક (૧૮) ભૌતિક સમૃદ્ધિ (૧૯) કમ્યુટર સગાઈ (૨૦) લોકવિદ્યાલયો (ર૧) ભ્રામક ઉક્તિઓ. ૩. “સાંપ્રત સહચિંતન'-ભાગ ૩ (૧) મણિલાલ દ્વિવેદીનું આત્મવૃત્તાંત (ર) લેખકનો શબ્દ (૩) ટેનેસી Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ વિલિયમ્સ અને આર્થર કોસ્વર (૪) શ્રીમદ્ રાજચંદ્ર અને મહાત્મા ગાંધીજી (૫) “વિશ્વવત્સલ મહાવીર' (૬) આપણા સામયિકો (૭) નામકરણ (૮) જેને સાહિત્ય : ક્ષેત્ર અને દિશાસૂચન (૯) પંડિતોનું ગૃહજીવન (૧૦) સાધકનાં લક્ષણો (૧૧) માં વાત સોળ (૧૨) વગોવાતી સાધુસંસ્થા (૧૩) સ્તોત્રકાર હેમચંદ્રાચાર્ય અને વીતરાગસ્તોત્ર (૧૪) બલવાન ઇન્દ્રિયગ્રામ (૧૫) ભાષામાં ઉત્ક્રાંતિ અને ક્રાંતિ (૧૬) અસ્વીકાર શા માટે ? (૧૭) અપાયુદ્ધોત્તર શિયાળો (૧૮) ત્રણાનુબંધ. ૪. “સાંપ્રત સહચિંતન'-ભાગ ૪ (૧) નિવૃત્તિકાળ (૨) રમકડાં (૩) મોરિતે સત્રવયાસ સિમંજૂ (૪) અળશ (૫) લેડી નિકોટીન સાથે છૂટાછેડા (૬) કોપીરાઇટ (૩) પક્ષ, વિપક્ષ, લઘુમતી, બહુમતી (૮) લગ્નોત્સવ (૯) લેખન, પઠન, ઉચ્ચારણ, શ્રવણ (૧૦) યુરોપમાં સામ્યવાદી શાસનપદ્ધતિ. ૫. “સાંપ્રત સહચિંતન'-ભાગ ૫ (૧) મવિના ન ત મોરો (૨) અમારિ પ્રવર્તન (૩) કુદરતી આપત્તિઓ (૪) સિલપદિકારમ્ (પ) નિર્દય હત્યાની પરંપરા (૬) માયને સગપણ (૭) જે. કૃષ્ણમૂર્તિ (૮) ખાલીનો સભર ઇતિહાસ (૯) બાદશાહખાન (૧૦) ચિખોદરાની આંખની હોસ્પિટલ (૧૧) ઇન્દિરા ગાંધી (૧ર) રાતા મહાવીર (૧૩) ચરા-ચલાનો મહિમા (૧૪) શ્રવણબેલગોડા. . “સાંપ્રત સહચિંતન'–ભાગ ૬ (૧) નિ:સંતાનત્વ (૨) રંગભેદ (૩) સોમવલ્લે મન્ન (૪) ધૃતકલ્લોલ પાર્શ્વનાથ (પ) સ્વ. ડો. ચંદ્ર જોશી (૬) સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોનું સામૂહિક આક્રમણ (૭) સંકલ્પી હિંસા (૮) સ્વ. ચીમનભાઈ પટેલ (૯) દાણચોરીનું નવું ક્ષેત્ર (૧૦) લેખકો અને રાજ્યસત્તા (૧૧) Page #168 -------------------------------------------------------------------------- ________________ લેખોની યાદી રાણકપુર તીર્થ. ૭. ‘સાંપ્રત સહચિંતન’-ભાગ ૭ (૧) વારસદારો (૨) બાળમજૂરોની સમસ્યા (૩) મોરારજી દેસાઈ (૪) પરિવાહ નિવિકાળ વેર તેસિં પવડુડ્ । (૫) પોપની ભારતની મુલાકાત (૬) પોલીસ અને ન્યાયતંત્ર (૭) શ્રી યશોવિજયજી કૃત ‘ઉપદેશરહસ્ય’ (૮) કે. પી. શાહ (૯) લેનિનસ્કી ગેરુ ઉપરથી (૧૦) ભારતનાં કલતખાનાં (૧૧) દુર્ઘટના અને કુમરા (૧૨)હંસાબહેન મહેતા (૧૩) ડૉ. ભોગીલાલ સાંડેસરા (૧૪) હરીન્દ્ર દવે. ૧૫૯ ૮. ‘સાંપ્રત સહચિંતન’-ભાગ ૮ (૧) મારા પિતાશ્રી (૨) રાણકી વાવ (૩) કન્ફયુશિયસ (૪) કન્ફયુશિયસની નીતિધર્મની વિચારણા (૫) નાતિવેલં હસે મુળી (૬) શાન્તિદૂતોની હત્યા (૭) બળાત્કાર (૮) પંડિત વીરવિજયજી રચિત મોતીશાહ શેઠ વિશે ઢાળિયાં (૯) સ્વ. જોહરીમલજી પારખ (૧૦) મારી જીવનયાત્રાનું શબ્દ-સંબલ (૧૧) બાલહત્યા (૧૨) સ્વ. હીરાબેન પાઠક. ૯. ‘સાંપ્રત સહચિંતન’-ભાગ ૯ . (૧) કલામાં અશ્લીલતા (૨) ગન કંટ્રોલ (૩) માંગી-તંગી (૪) આયંવંસી ન ફ પાવું (૫) ગાંડી ગાય (૬) અપંગો માટે (૭) સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહ-પત્રકાર તરીકે (૮) પંડિત કવિશ્રી વીરવિજયજી (૯) શ્રી માણિભદ્રવીરની સહાય-મારા બાલ્યકાળના અનુભવો (૧૦) તીર્થ વિશેનાં ફાગુકાવ્યો (૧૧) ફાધર બાલાગેર (૧૨) સામૂહિક આત્મઘાત. ૧૦. ‘સાંપ્રત સહચિંતન’-ભાગ ૧૦ (૧) રામકથાની સર્વસ્વીકૃત વ્યાપકતા, (૨) બહુસુરંગા વસુંધરા, Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ સાંપ્રત સહચિંતન (૩) અને હતિ તે વિત્ત, (૪) સ્વ. લાડકચંદભાઈ વોરા, (૫) પશુહિંસાનું વિસ્તરતું ક્ષેત્ર, (૬) વિનયમૂતો થો (૭) શેરીનાં સંતાનો, (૮) સ્વતંત્રતાનો સુવર્ણ મહોત્સવ (૯) સમયસુંદર વિશે શોધપ્રબંધ (૧૦) સ્થૂલિભદ્ર વિશે ફાઝુકાવ્યો, (૧૧) સ્વ. પંડિત પનાલાલ જ. ગાંધી. - ૧૧. ‘સાંપ્રત સહચિંતન’-ભાગ ૧૧ (૧) નિદ્રાદેવીનું આવાગમન, (૨) નં છનું તે ન વત્તવ્યું, (૩) કચરો વીણનારા (૪) બોદ્ધ ધર્મ, (૫) ફાગુનો કાવ્યપ્રકાર, (૬) ટુવર રેડ ને તાળે સમત્તાં (૭) વૈમાનિક અસભ્યતા, (૮) સ્વ. ડૉ. શિવાનંદ અધ્વર્યુ, (૯) એન. સી. સી. દ્વારા લશ્કરી તાલીમ, (૧૦) મધ્યકાલીન ધર્મવિષયક જૈન પરંપરા, (૧૧) પદ્મભૂષણ ડૉ. ઉષાબહેન મહેતા, (૧૨) તે માં સમાયરે । ભાગ ૧૩ ૧૨. ‘સાંપ્રત સહચિંતન'-ભાગ ૧૨ (૧) પુત્રભીતિ (૨) મંગલ, અષ્ટમંગલ, મહામંગલ (૩) પંડિત દલસુખભાઈ માલવિ।યા (૪) અનુસાસિમો ન બુધ્વિન્ના (૫) ૧૪મી એપ્રિલ ૧૯૪૪ (૬) પોકેમોન (૭) પંન્યાસ શ્રી વરસંગવિજયજી (૮) ઓસ્ટ્રેલિયા (૯) જૈન દર્શનમાં કાળની વિભાવના (૧૦) જૈન ધર્મ વૈશ્વિક સ્તરે (૧૧) સાહિને નવડું મોટ્ સે હૈં વાર્ફ ત્તિ વુર્વ્યર્ડ (૧૨) જલ જીવન જગમાંહિ (૧૩) અપભ્રંશ દૂહાનું સાહિત્ય (૧૪) અટ્ઠનુત્તાળિ सिक्खिज्जा, निरद्वाणि उ वज्जिए ૧૩. ‘સાંપ્રત સહચિંતન’-ભાગ ૧૩ (૧) પિતાશ્રીની ચિરવિદાય, (૨) ઇરિયાવહી (એર્યાપથિકી), (૩) વડ્યો અન્નેફ નોબળ ૬ ।, (૪) દુગ્ધામૃત, (૫) ગુજરાતમાં ભૂકંપ, Page #170 -------------------------------------------------------------------------- ________________ લેખોની યાદી ૧૬૧ (૬) દાક્તર, તમે સાજા થાવ ! (૭) આપણી આશ્રમપ્રવૃત્તિ, (૮) સ્વ. પૂ. શ્રી કન્હેયાલાલજી મહારાજ, (૯) પ્રાણીઓનો સામુદાયિક સંહાર (૧૦) ન્યૂ ઝીલેન્ડ, (૧૧) સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા, (૧૨) થોવ લલ્લું ન વિસદ્ । ૧૪. અભિચિંતના (૧) આતુરા પરિતાવેન્તિ, (૨) રાજકારણમાં મહત્ત્વાકાંક્ષા (૩) દવાઓમાં ગેરરીતિઓ (૪) નેતાગીરી અને મોવડીમંડળ (૫) પત્રકારોની મુલાકાતો (૬) ચૂંટણી (૭) કચ્છમાં પુરુત્થાન (૮) આઝાદીની લડત-કિશોરવયનાં સંસ્મરણ (૯) દુરારાધ્ય રેવામાતા (૧૦) સિંગાપુરની પ્રગતિ (૧૧) જાતિવાદ વિશે ભગવાન મહાવીર (૧૨) તાઓ તત્ત્વદર્શન (૧૩) ‘પ્રબુદ્ધ જીવન'નાં પચાસ વર્ષ (૧૪) અપહરણ. ૧૫. ‘વંદનીય હૃદયસ્પર્શ’-ભાગ ૧ (૧) પંડિત સુખલાલજી (૨) બચુભાઈ રાવત (૩) અગરચંદજી નાહટા (૪) પરમાનંદભાઈ કાપડિયા (૫) ચીમનલાલ ચકુભાઈ શાહ (૬) મેડમ સોફિયા વાડિયા (૭) ગૌરીપ્રસાદ ઝાલા (૮) પંડિત ધીરજલાલ ટોકરશી શાહ (૯) જ્યોતીન્દ્ર દવે (૧૦) યજ્ઞેશભાઈ હરિહર શુકલ (૧૧) ઉમેદભાઈ માયાર (૧૨) મનસુખલાલ તારાચંદ મહેતા (૧૩) ઉમાશંકર જોશી (૧૪) ભૃગુરાય અંજારિયા (૧૫) ઈશ્વર પેટલીકર (૧૬) મૂળશંકર મો. ભટ્ટ (૧૭) મોહનલાલ મહેતા-સોપાન (૧૮) રંભાબહેન ગાંધી. ૧૬. ‘વંદનીય હૃદયસ્પર્શ'-ભાગ ૨ (૧) ચંદ્રવદન મહેતા (૨) વિષ્ણુપ્રસાદ ત્રિવેદી (૩) જયમલ્લ પરમાર (૪) પંડિત હીરાલાલ દુગ્ગડ (૫) અમૃતલાલ યાજ્ઞિક (૬) ચંચળબહેન (૭) કાન્તિલાલ કોરા (૮) ઇન્દ્રજિત મોગલ (૯) વિજય મરચન્ટ. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ ૧૭. ‘વંદનીય હૃદયસ્પર્શ’-ભાગ ૩ (૧) મોરારજી દેસાઈ (૨) જોહરીમલજી પારેખ (૩) ડૉ. શિવાનંદ અધ્વર્યુ (૪) લાડકચંદભાઈ વોરા (૫) પંડિત પનાલાલ જ. ગાંધી (૬) પંડિત દલસુખભાઈ માલવણિયા (૭) ફાધર બાલાગેર (૮) ડૉ. ભોગીલાલ સાંડેસરા (૯) હીરાબહેન પાઠક (૧૦) હંસાબહેન મહેતા (૧૧) કે. પી. શાહ ૧૮. ‘તિવિહેણ વંદામિ’ (૧) પૂ. શ્રી પુણ્યવિજયજી મહારાજ (૨) પૂ. શ્રી વિજયરામચંદ્રસૂરિજી મહારાજ (૩) પૂ. શ્રી વિજયધર્મસૂરિજી મહારાજ (૪) પૂ. શ્રી કૈલાસસાગરસૂરિજી મહારાજ (૫) પૂ. શ્રી ગુણાસાગરસૂરિજી મહારાજ (૬) પૂ. શ્રી તત્ત્વાનંદવિજયજી મહારાજ (૭) પૂ. શ્રી મૃગાવતીશ્રીજી મહારાજ (૮) પૂ. શ્રી લીલાવતીબાઈ મહાસતીજી (૯) પૂ. શ્રી કુંદકુંદસૂરિજી મહારાજ (૧૦) પૂ. અભયસાગરજી મહારાજ. ૧૯. ‘જિનતત્ત્વ’-ભાગ ૧ (૧) ત્રિવિજય (૨) પ્રતિસેવના (૩) નિયાણુ (૪) સંલેખના (૫) કરુણાની ચરમ કોટિ (૬) સાંવત્સરિક ક્ષમાપના (૭) સમુદ્દાત અને શૈલેશીકરણ (૮) કાઉસગ્ગ (૯) કલ્પસૂત્ર (૧૦) પચ્ચક્ખાણ (૧૧) આલોચના (૧૨) જૈન દૃષ્ટિએ તપશ્ચર્યા (૧૩) સંયમની સહચરી ગોચરી (૧૪) વર્ધમાન તપની ઓળી (૧૫) પર્વાધિરાજ પર્યુષણ-૧ (૧૬) પર્વાધિરાજ પર્યુષણા-૨. ૨૦. ‘જિનતત્ત્વ’-ભાગ ૨ (૧) લાંછન (૨) પ્રભાવના (૩) પરીષહ (૪) ઉપસર્ગ (૫) કેશલોચન (૬) લબ્ધિ (૭) સમવસરણ (૮) નિરામિષાહાર-જૈન દૃષ્ટિએ (૯) Page #172 -------------------------------------------------------------------------- ________________ લેખોની યાદી મલ્લિનાથની પ્રતિમા. ૨૧. ‘જિનતત્ત્વ’-ભાગ ૩ (૧) સમય ગોયમ મા પમાયણ (૨) ધર્મધ્યાન (૩) પ્રતિક્રમણ (૪) દાનધર્મ (૫) સ્વાધ્યાય (૬) જાતિસ્મરણ જ્ઞાન (૭) સંયમનો મહિમા (૮) શીલવિઘાતક પરિબળો. ૨૨. ‘જિનતત્ત્વ’-ભાગ ૪ (૨૧) મનુષ્યજ્મની દુર્લભતા (૨) નવકારમંત્રમાં સંપદા (૩) નવકારમંત્રની આનુપૂર્વી અને અનાનુપૂર્વી (૪) નવકારમંત્રનું પદાક્ષર સ્વરૂપ (૫) દિવ્યધ્વનિ (૬) લોગસ્સ સૂત્ર (૭) દયાપ્રેરિત હત્યા-ઇતર અને જૈન તત્ત્વદૃષ્ટિ (૮) ભક્તામર સ્તોત્ર. ૨૩. ‘જિનતત્ત્વ’-ભાગ ૫ (૧) પર્વારાધના (૨) અભ્યાખ્યાન (૩) નવકારમંત્રની શાશ્વતતા (૪) ઉપાધ્યાય પદની મહત્તા (૫) સામાયિક (૬) બોધિદુર્લભ ભાવના. ૨૪. ‘જિનતત્ત્વ’-ભાગ ૬ (૧) અદત્તાદાન વિરમણ (૨) અવધિજ્ઞાન (૩) સિદ્ધ પરમાત્મા. ૨૫. ‘પ્રભાવક સ્થવિરો’-ભાગ ૧ (૧) ગણિવર્ય શ્રી મુક્તિવિજયજી (શ્રી મૂળચંદજી મહારાજ) (૨) શ્રી વિજયાનંદસૂરિ મહારાજ (શ્રી આત્મારામજી મહારાજ) (૩) શ્રી વિજયવલ્લભસૂરિ મહારાજ (૪) શ્રી બુદ્ધિસાગરસૂરિ મહારાજ (૫) શ્રી ચરિત્રવિજયજી મહારાજ. ૨૬. ‘પ્રભાવક સ્થવિરો’-ભાગ ૨ (૧) શ્રી બુટેરાયજી મહારાજ (૨) વૃદ્ધિચંદ્રજી મહારાજ (૩) શ્રી ૧૬૩ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ મોહનલાલજી મહારાજ (૪) શ્રી વિજયશાંતિસૂરિ મહારાજ. ૨૭. “પ્રભાવક સ્થવિરો'-ભાગ ૩ (૧) રાજેન્દ્રસૂરિ મહારાજ (૨) શ્રી શાંતિસાગરસૂરિ મહારાજ (૩) અજરામર સ્વામી. ૨૮. “પ્રભાવક સ્થવિરો'-ભાગ ૪ (૧) વિજયધર્મસૂરિ મહારાજ (૨) શ્રી આનંદસાગરસૂરિ મહારાજ (શ્રી સાગરજી મહારાજ) ર૯. “પ્રભાવક સ્થવિરો'-ભાગ ૫ (૧) શ્રી વીરવિજયજી મહારાજ (૨) શ્રી વિજયનેમિસૂરિ મહારાજ (૩) શ્રી વિજયરામચન્દ્રસૂરિ મહારાજ ૩૦. વીર પ્રભુનાં વચનો-ભાગ ૧ (૧) જો તં સમાયરે (૨) ખાતં વન્ના (૩) માતુરા પરિતાન્તિ (४) दुक्करं करेउं जे तारुण्णे समणत्तणं (५) जं छन्नं तं न वत्तव्वं (६) अट्ठजुत्ताणि सिक्खिज्जा, निरट्ठाणि तु वज्जिए (७) आयंकदंसी न करेइ पावं (८) नातिवेलं हसे मुणी (८) मायन्ने असणपाणस्स (१०) अन्ने હૃતિ તે વિત્ત, (૧૧) પરિયાદ નિવામાં વેર તેસિ વહૂ (૧ર) તોપવિતે સાયવર્ડ મત્ત (૧૩) મોહરિતે સત્ર વયસ ઈતિમંધૂ (૧૪) માં વીનર્સ સોળ (૧૫) સંવિમાપ ન દુ તસ્સ મોરવો. ૩૧. શેઠ મોતીશાહ (૧) શેઠ મોતીશાહ (૨) જીવદયાની એક વિરલ ઘટના ૩ર. રાણકપુર તીર્થ (૧) રાણકપુર તીર્થ *** Page #174 -------------------------------------------------------------------------- ________________