SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ ન્યૂ ઝીલૅન્ડમાં કાયમી વસવાટ માટે અંગ્રેજો ઉપરાંત જે પ્રજાઓ કાળક્રમે આવતી ગઈ તેમાં ડેન્માર્ક, હોલૅન્ડ, જર્મની, ગ્રીસ, ક્રોએશિયા, હંગેરી, ચીન, ઇન્ડોચાઇના, ભારત વગેરે દેશના લોકો છે. આવા વસાહતીઓની કુલ વસતી સમગ્ર દેશની વસતિના ચાર ટકા જેટલી છે. તેમાંના કેટલાકની તો અત્યારે બીજી, ત્રીજી કે ચોથી પેઢી ચાલી રહી છે. કેટલાક ભારતીય લોકો નોકરી કે મજૂરી કરવા ફિજી ગયેલા અને પછી ત્યાંથી સ્થળાંતર કરીને ન્યૂ ઝીલૅન્ડ ગયેલા છે. ગયા સૈકામાં ગુજરાતના નવસારી અને એની આસપાસના વિસ્તારના કેટલાક ગુજરાતીઓને ખેતી કરવા માટે અંગ્રેજો દ્વારા ન્યૂ ઝીલૅન્ડ લઈ જવાયા હતા. તેમના વંશજો આજે પણ ત્યાં વસેલા છે. ન્યૂ ઝીલૅન્ડની પ્રજા એકંદરે સુખી, તંદુરસ્ત અને મળતાવડી છે. આ દેશમાં જમીનની તંગી નથી. એટલે લોકો સારાં બાંધેલાં, બાગબગીચાવાળાં ઘરોમાં રહે છે. બેકારીનું ચાં નામ નથી, સિવાય કે સ્વેચ્છાએ કોઈ બેકાર રહેવા ઇચ્છતું હોય. લોકો પોતાનો ફાજલ સમય હવામાનની અનુકૂળતાને લીધે ઇતર, બહારની પ્રવૃત્તિમાં વધારે ગાળે છે. સમુદ્રતટે ફરવામાં, ગૉલ્ડ રમવામાં, નોકાવિહારમાં, ક્રિકેટ, ટેનિસ વગેરે રમતો રમવામાં, પગપાળા પ્રવાસમાં-વગેરેમાં પસાર કરે છે. ન્યૂ ઝીલૅન્ડમાં તબીબી સુવિધા ઘણી સારી છે. લોકોનું આરોગ્ય સારું અને સરેરાશ આયુષ્ય ૭૦ વર્ષ કરતાં વધુ છે. ૯૮ ભાષા અને ધર્મ ન્યૂ ઝીલૅન્ડમાં સ્થાનિક વંશજો એ માઓરી લોકો છે. તેઓ આજે પણ પોતાની માઓરી ભાષા બોલે છે. અંગ્રેજોના આગમન પછી ન્યૂ ઝીલૅન્ડની મુખ્ય ભાષા અંગ્રેજી રહી છે. બ્રિટિશ સામ્રાજ્યના એક દેશ તરીકે પણ ત્યાં અંગ્રેજી ભાષાને અધિકૃત ભાષા તરીકે સ્થાન મળ્યું છે. એટલે ન્યૂ ઝીલૅન્ડની રાષ્ટ્રભાષા અંગ્રેજી રહી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002057
Book TitleSamprat Sahchintan Part 13
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2001
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy