SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યૂ ઝીલૅન બનાવવા માટે એટલા મોટા પાયા ઉપર શિકાર કરતા રહ્યા હતા કે છેવટે મોસા પક્ષીનું નિકંદન નીકળી ગયું. પરિણામે, હવે એનું અસ્તિત્વ પૃથ્વી પર રહ્યું નથી. વર્તમાન સમયમાં માઓરી લોકો આધુનિક થતા જાય છે. અંગ્રેજી માધ્યમવાળી શાળાઓમાં તેઓ અભ્યાસ કરે છે. નોકરી-ધંધામાં તથા પહેરવેશમાં તેઓ અંગ્રેજો જેવા જ થવા લાગ્યા છે. તેઓ પાર્લામેન્ટમાં ચૂંટાય છે અને પ્રધાન પણ બને છે. ધર્મની દૃષ્ટિએ કેટલાયે માઓરી હવે પોતાનો જૂનો ધર્મ છોડી ખ્રિસ્તી થઈ ગયા છે. જોકે, દૂર દૂરના નાના નાના ટાપુઓમાં જૂના માઓરી રીતરિવાજો હજુ સચવાઈ રહ્યા છે. વસતી ન્યૂ ઝીલૅન્ડની અત્યારની આશરે પાંત્રીસ લાખની વસતિમાં છઠ્ઠા ભાગની વસતી માઓરી લોકોની છે. ઇ. સ. ૧૮૪૦માં બ્રિટિશ સંસ્થાન તરીકે ન્યૂ ઝીલેન્ડની વિધિવત્ સ્થાપના થયા પછી અંગ્રેજોનો વસવાટ ત્યાં થયો અને ત્યાંની ખીણોમાં સોનું નીકળતાં તેની સંખ્યા વધી હતી. વિદેશીઓના વસવાટ પછી, ચેપી રોગો, મારામારી, કલેઆમ વગેરેને લીધે માઓરી લોકોની વસતી ત્યાં ઘટવા લાગી હતી. પરંતુ હવે તે પાછી વધી છે. ન્યૂ ઝીલૅન્ડની કુલ વસતીમાંથી ઉત્તર દ્વિીપમાં પોણા ભાગની વસતિ વસે છે, અને ચોથા ભાગની વસતી દક્ષિણ દ્વીપમાં છે. ઑકલૅન્ડ, હેમિલ્ટન, રોટોરુઆવેલિંગ્ટન, ક્રાઇસ્ટચર્ચ, ક્વીન્સ ટાઉન, ડનેડિન જેવાં મોટાં શહેરોમાં જ દેશની લગભગ એંસી ટકા જેટલી વસતી વસે છે એટલે કે સમુદ્ર કિનારે કે સમુદ્રથી થોડા માઇલના અંતરે ઘણોખરો વસવાટ થયો છે. બાકીના પ્રદેશોમાં વસતી છૂટીછવાઈ છે. દક્ષિણા કીપમાં જેમ જેમ નીચે જઇએ તેમ તેમ વસતી ઓછી થતી જાય છે. એ બાજુ પ્રવાસ કરતા હોઇએ તો ક્યારેક માઇલો સુધી રસ્તામાં ન ઘર જોવા મળે કે ન કોઈ માણસ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002057
Book TitleSamprat Sahchintan Part 13
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2001
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy