________________
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩
અને પ્રેમાળ છે.
માઓરી લોકો પોતાના પૂર્વજોને માટે બહુ લાગણી અને શ્રદ્ધા ધરાવે છે. તેઓ એમ માને છે કે પોતાને અત્યારે જે કંઇ શક્તિ અને સુખ પ્રાપ્ત થયાં છે તે પોતાના વડવાઓની પ્રેરણાથી, આશીર્વાદથી પ્રાપ્ત થયાં છે. એટલા માટે મારીઓમાં વડીલો પ્રત્યે પૂજ્ય ભાવ હોય છે. શહેરોમાં રહેતા માઓરી દૂરના ટાપુઓમાં કે જંગલોમાં રહેતાં પોતાનાં માતાપિતાને મળવા વખતોવખત જાય છે. વડવાઓ માટેના આવા ઊંડા પ્રેમને કારણે માઓરીમાં પોતાની વંશાવલિ મોઢે રાખવાની પ્રથા છે.
કેટલાક માઓરીઓ તો લાકડાની કલાકૃતિમાં પોતાની વંશાવલિ પણ કોતરે છે. મૃત્યુ પછી તેમનો આત્મા વડવાઓ સાથે ભળી જાય છે એમ તેઓ માને છે. મહેમાનોનું સ્વાગત કરવા માટે જીભ બહાર કાઢવાનો માઓરીમાં રિવાજ છે. એટલે ઘણીબધી કલાકૃતિઓમાં જીભ બહાર કાઢેલી મનુષ્યાકૃતિ જોવા મળશે. માઓરી નૃત્યમાં પણ જીભ બહાર કાઢવાની પ્રથા છે. શ્વેત યુરોપિયનોને માઓરીઓ પોતાની ભાષામાં પાકેહા' કહે છે.
માઓરી લોકો દેવદેવીઓમાં ઘણી શ્રદ્ધા ધરાવે છે. સમુદ્ર, જંગલ, વાયુ, ધરતીકંપ, વરસાદ, આકાશ, પૃથ્વી-એ દરેકના જુદા જુદા દેવ છે. આકાશને તેઓ પિતા તરીકે અને ધરતીને માતા તરીકે ઓળખાવે છે. આકાશ માટે માઓરી શબ્દ છે “રાંગી” અને ધરતી માટે શબ્દ છે પાપા તુ આનુકુ'. આકાશ અને ધરતીના મિલનથી આ સંસાર ઉદ્ભવ્યો છે તેમ તેઓ માને છે.
માઓરી લોકોને “મોસા-શિકારી તરીકે ઓળખાવવામાં આવે છે. આ ટાપુ પર મોસા નામના શાહમૃગ જેવાં, મનુષ્ય કરતાં પણ ઊંચા એવાં ઘણાં પક્ષીઓ હતાં. તે ઊડી શકતાં નહોતાં. માઓરી લોકો એનો પોતાના ખોરાક માટે અને એનાં હાડકાંમાંથી ઓજારો અને ઘરેણાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org