________________
દુગ્ધામૃત
૪૭
ભારતીય સાંસ્કૃતિક પરંપરામાં દૂધને પવિત્ર માનવામાં આવ્યું છે. એટલે દૂધ ઢોળાય કે ઉભરાય તો એને અપશુકન માનવામાં આવે છે. કોઈને નાણાં પાછાં આપવાની વાત આવે તો પોતાની પ્રામાણિકતા દર્શાવવા માટે માણસ કહે છે કે “મારે દૂધે ધોઈને નાણાં પાછાં આપવામાં છે.” જૈનોમાં જિનપ્રતિમાને સ્નાન-(પ્રક્ષાલ) પ્રથમ દૂધથી કરવામાં આવે છે અને પછી જલથી, કારણ કે દેવો તીર્થકર ભગવાનના જન્મસમયે એમને સ્નાન કરાવવા માટે મેરુપર્વત પર લઈ જાય છે અને ક્ષીરસમુદ્રના દૂધ જેવા જળથી સ્નાન કરાવે છે. માણસ અનીતિ કરે અને પછી નુકસાન થાય ત્યારે ‘દૂધના દૂધમાં અને પાણીના પાણીમાં’ એવા રૂઢપ્રયોગનો ઉપયોગ કરે છે.
આમ, દૂધ માનવજાત માટે અમૃત સમાન છે, પણ એને છંછેડવામાં આવે તો તે વિષ સમાન બનવાની ક્ષમતા ધરાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org