________________
ગુજરાતમાં ભૂકંપ
ભૂકંપ એટલે પૃથ્વીના ગોળાને થતી પેટની ગરબડ. એ જ્યારે વધુ તીવ્ર બને છે ત્યારે એનાં અંગાંગો ધ્રુજવા લાગે છે, એ વાયુ છોડે છે અને ક્યારેક લાવારસનું વમન પણ કરે છે. વૈજ્ઞાનિકો રેડિયો કાર્બન ટેસ્ટ અને અન્ય ચકાસણી દ્વારા એવા અનુમાન પર આવે છે કે આપણી પૃથ્વીનો ગોળો ઓછામાં ઓછો આશરે પાંચ અબજ વર્ષ જૂનો હોવો જોઇએ. આટલા દીર્ઘ કાળમાં આ ગોળાએ કેટલા બધા ભૂકંપો અનુભવ્યા હશે ! માણસને એની સરેરાશ આયુમર્યાદામાં પાંચ-પંદર વખત તો ભૂકંપની વાત જોવા-સાંભળવા મળે જ છે. આ એક એવો પ્રકૃતિનો પ્રકોપ છે કે જેના ઉપર માનવી હજુ વિજય મેળવી શક્યો નથી. ધરતી જ્યારે રૂઠે છે ત્યારે કાળો કેર વર્તાવે છે.
એકવીસમી સદીની શરૂઆત અને ર૬મી જાન્યુઆરીનો ઉત્સવભર્યો પ્રજાસત્તાક દિન ગુજરાત માટે દુર્દિન બની ગયો. ગુજરાતે આવો ભયંકર દિવસ છેલ્લા કેટલાક સૈકાઓમાં પણ નહિ જોયો હોય. છપ્પનિયા દુકાળ વખતે ભૂખે ટળવળતા માણસો મોટી સંખ્યામાં મૃત્યુ પામ્યાં હતાં અને તે એક સામટાં નહિ પણ થોડા મહિનાઓમાં. પ્લેગ કે કોલેરાના ઉપદ્રવમાં કે વાવાઝોડામાં અનેક માણસો માર્યા ગયા છે, પરંતુ એ બધામાં માલમિલકતને નુકસાન થયું હોય તો પણ તે નહિ જેવું. આ વખતના ગુજરાતના ભૂકંપમાં તો થોડી મિનિટોમાં જ એક સાથે ઘણા મોટા પ્રદેશ-વિસ્તારમાં અસંખ્ય મકાનો ધરાશાયી થઈ ગયાં અને હજારો માણસો મૃત્યુના મુખમાં ધકેલાઈ ગયાં. પ્રકૃતિનું તાંડવ જ્યારે થાય છે ત્યારે મનુષ્ય કેટલો બધો લાચાર બની જાય છે એ નજરે જોવા મળ્યું છે.
ગુજરાતનો ધરતીકંપ બહુ મોટા ફલક ઉપર, રિચર સ્કેલ પર ૭.૯થી ૮.૧ જેટલી અતિશય તીવ્રતાવાળો હતો. સરકારી આંકડા પ્રમાણો ગુજરાતના વીસ જિલ્લાઓનાં સાડા આઠ હજારથી વધુ ગામોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org