________________
ગુજરાતમાં ભૂકંપ
એનો આંચકો લાગ્યો હતો. નાનાં મોટાં મળીને આશરે અઢી લાખ મકાનો જમીનદોસ્ત થઈ ગયાં છે અને બીજાં ચાર લાખ મકાનોને નુકસાન પહોંચ્યું છે. લગભગ પચાસ હજાર માણસો મૃત્યુ પામ્યા છે અને સિત્તેર હજાર માણસો ઘાયલ થયા છે. વળી પંદર હજાર જેટલાં પશુઓ પણ મૃત્યુ પામ્યાં છે. માલમિલકતને થયેલું નુકસાન આશરે એકવીસ હજાર કરોડ રૂપિયા જેટલું અંદાજવામાં આવે છે. આ આંકડાઓમાં હજુ પણ વૃદ્ધિ થવાનો સંભવ છે.
આ ધરતીકંપમાં સૌથી વધુ હોનારત કચ્છમાં થઈ છે. ભુજ, અંજાર, રાપર, ભચાઉ વગેરે શહેરો ભરખાઈ ગયાં છે. માનવમૃત્યુની સંખ્યા પણ ત્યાં પંદર હજારનો આંકડો વટાવી ગઈ છે. એમાંયે ભૂજ તો ખંડિયેર જેવું બની ગયું છે. કેટલાંયે કુટુંબો નામશેષ થઈ ગયાં છે. છાપાંઓમાં પ્રગટ થતા ફોટા અને ટી.વી. પર જોવા મળતાં દશ્યો હૃદયદ્રાવક છે. દુનિયાભરમાંથી સહાયનો પ્રવાહ તરત જ વહેતો થઈ ગયો છે. તેમ છતાં બેઘર બનેલા લોકોના પુનર્વસનનું કાર્ય પૂરું થતાં હંમેશાં ઠીક ઠીક સમય લાગે છે.
વિશ્વમાં મોટા ધરતીકંપો વખતોવખત થતા રહે છે. જાપાન, ચીન, તાઇવાન, અફઘાનિસ્તાન, ઇરાન, ઇરાક, તુર્કસ્તાન, આર્મેનિયા, મેક્સિકો, ગ્વાટેમાલા, ચિલી, અલાસ્કા વગેરે દેશોમાં મોટા ભયાનક ધરતીકંપો થયા છે. સામાન્ય રીતે રિચર સ્કેલ પર ચાર-પાંચ પોઇન્ટ સુધીના આંચકા ભારે ગણાતા નથી. ૬ પોઇન્ટથી ઉપરના ધરતીકંપ મોટું નુકસાન કરે છે. સાત પોઇન્ટથી ઉપરના ધરતીકંપની સૌ કોઈને ખબર પડે છે. રસ્તે ચાલતો માણસ પણ સમતુલા જાળવી શકતો નથી. વાહનો પણ ડગુમગુ થઈ જાય છે. મકાનો તૂટી પડે છે. આઠ અને નવ પોઇન્ટના ધરતીકંપો સમુદ્રમાં મોટાં રાક્ષસી મોજાં ઉત્પન્ન કરે છે. ધરતીકંપ એક એવી દુર્ઘટના છે કે જેમાં વૈજ્ઞાનિક પદ્ધતિની આગાહી
Jain Education International
૪૯
For Private & Personal Use Only
www.jainelibrary.org