________________
પ૦
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩
થઈ શકતી નથી. અનુમાન કે વર્તારા થાય છે. ધરતીકંપ થવાનો હોય એના કેટલાક કલાક પહેલાં ઊંદરો, કૂતરાં, ઘોડા વગેરે પશુ-પક્ષીઓ બેબાકળા બની દોડાદોડ કરવા લાગે છે એવી માન્યતા છે, પણ તે પણ પૂરેપૂરી સાચી નથી. ધરતીકંપની કોઈ પૂર્વ એંધાણી ન હોવાથી માણસો અચાનક જ ઝડપાઈ જાય છે. ધરતીકંપનો આંચકો અનુભવાય કે તરત રસ્તા પર ખુલ્લામાં ચાલ્યા જવાની સલાહ અપાય છે અને તે સાચી છે, પણ ઊંચાં ઊંચાં મકાનોમાંથી નીચે ઊતરતાં જ જ્યાં વાર લાગે ત્યાં એ ઉપાય શી રીતે અજમાવાય ? અલબત્ત રાતે ધરતીકંપ થાય તો ઘરોમાં સૂતેલા માણસોનો ખુવારીનો આંકડો જબરદસ્ત રહે. ગુજરાતમાં દિવસે ધરતીકંપ થયો એટલે ઘરબહાર નીકળેલા, રસ્તા પર અવરજવર કરનારા ઘણા માણસો બચી ગયા.
ધરતીંકપની તીવ્રતાની સાથે એ પ્રદેશમાં વસતી કેટલી ગીચ છે, ઇમારતો કેટલી નબળી છે એના ઉપર ખુવારીનો આધાર રહે છે. અફાટ રણપ્રદેશમાં ભારે ધરતીકંપ થાય તો ભૌગોલિક ફેરફારો થાય, પણ ખુવારીની ત્યાં શક્યતા નથી. પરંતુ ગીચ વસતીવાળા પ્રદેશમાં ધરતીકંપ થાય તો જાનમાલને ભારે નુકસાન પહોંચે છે. ચીનમાં તાંગશાન શહેરમાં ૭.૯ની તીવ્રતાવાળો ધરતીકંપ થતાં આશરે અઢી લાખ માણસો માર્યા ગયા હતા, જ્યારે ચીલીમાં ૮.૬નો ધરતીકંપ થતાં આશરે વીસ હજારનાં મૃત્યુ થયાં હતાં. ભારત ગીચ વસતીવાળો અને જૂનાં જર્જરિત મકાનોવાળો દેશ છે. એટલે જ્યારે પણ ભારતમાં મોટી તીવ્રતાવાળો ધરતીકંપ થાય ત્યારે ખુવારીનો આંકડો મોટો જ રહેવાનો.
સામાન્ય માન્યતા એવી છે કે પર્વતીય ક્ષેત્રોમાં ધરતીકંપ વધુ થાય છે અને તે પણ શિયાળામાં. સપાટ પ્રદેશોમાં એનું પ્રમાણ ઓછું છે. જાપાન વગેરે કેટલાક દેશોમાં સાધારણ કક્ષાના ધરતીકંપો વરસમાં હજારથી પણ વધુ થયા કરે છે. કેટલાક તો એટલા હળવા હોય છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org