________________
ગુજરાતમાં ભૂકંપ
૫૧
લોકોને એની ખબર પણ પડતી નથી. માત્ર સિસ્મોગ્રાફમાં તે નોંધાય છે. ગુજરાતમાં સપાટ પ્રદેશમાં પ્રમાણમાં ઓછા ધરતીકંપ થયા છે, પરંતુ ભારતમાં પશ્ચિમ કિનારે થયેલા આ વખતના ધરતીકંપે પોતાની ભયાનકતાનું સ્વરૂપ બતાવી આપ્યું છે.
ધરતીકંપની ઘટના ત્વરિત અને મોટા પ્રાદેશિક વિસ્તારમાં બને છે. માણસોના મૃત્યુ સહિત મકાનો ધરાશાયી થાય છે. અનેક લોકો થોડી મિનિટોમાં ઘરબાર વગરના થઈ જાય છે. દટાયેલી લાશો કાઢવામાં સમય નીકળી જાય છે. લાશોની દુર્ગંધથી રોગચાળો ન ફેલાય એની સાવચેતી રાખવાની હોય છે. ઘરબાર વગરના માણસોને કામચલાઉ આશ્રય અને ખોરાક, દવા, કપડાં વગેરે પહોંચાડવાનાં હોય છે. ઘાયલ લોકો માટે તબીબી સેવાની વ્યવવસ્થા કરવાની રહે છે. એટલે ભૂકંપ વખતે સરકારની વિવિધ પ્રકારની જવાબદારી એકદમ વધી જાય છે. વસ્તુત: આધુનિક સમયમાં દરેક દેશે કુદરતી આપત્તિ વખતે યુદ્ધના ધોરણે કામ કેમ કરવું એ માટે કાયમી સક્ષમ તાલીમબદ્ધ નિષ્ણાત માણસોનું વહીવટી તંત્ર ઊભું કરવાની આવશ્યકતા છે.
દુનિયામાં ઘણા દેશો હવે ભૂકંપની બાબતમાં સભાન થવા લાગ્યા છે. જમીનમાં ઊંડે સુધી પાઇલિંગ કરીને બાંધવામાં આવતાં બહુમાળી મકાનો ભૂકંપનો સામનો કરી શકે છે. જાપાનમાં વાંરવાર ભૂકંપ થતા હોવા છતાં મોટાં મકાનોને આંચ નથી આવતી. ગઈ સદી સુધી જાપાનમાં ઊંચાં મકાનો બાંધવાનો રિવાજ નહોતો. લાકડાનાં બેઠા ઘાટનાં માળ વગરના મકાનો બંધાતાં કે જેથી તૂટે તો પણ ઇજા ઓછી થાય. ભારતમાં આઠ લાખ ગામડાંઓમાં મકાનો જૂનાં અને જર્જરિત દશામાં છે. મોટાં શહેરોમાં બહુમાળી મકાનો થાય છે, પણ એમાં પણ જ્યાં યોગ્ય સાવચેતી લેવામાં આવતી નથી ત્યાં જોખમ તો રહે જ છે. નબળાં મકાનો બાંધી વધુ કમાઈ લેવાની વૃત્તિ ભારતમાં સર્વત્ર છે. લોખંડ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org