________________
સાંપ્રત સહચિંતન - ભાગ ૧૩
સિમેન્ટ વગેરે હલકા પ્રકારનાં, ઓછાં વાપરી, લાંચ આપી સરકારી અમલદારો પાસે પ્લાન મંજૂર કરાવી લેવાના કિસ્સા ઘણા બને છે. અમદાવાદ અને બીજાં શહેરોમાં કેટલાંક બહુમાળી મકાનો આવા કારણે જ ધરાશાયી થયાં છે. જ્યાં સુધી સરકારી વહીવટીતંત્ર ભ્રષ્ટાચારથી ખદબદતું રહેવાનું ત્યાં સુધી આવી દુર્ઘટનાઓનું પ્રમાણ પણ વધુ રહેવાનું.
આપણા દેશમાં નાની નાની ઘટનાઓમાં પણ સલામતીની વ્યવસ્થા રૂપે સાવચેતીનાં પગલાં બહુ લેવાતાં નથી. એ બાબતમાં સરકારી અને પ્રજાકીય વ્યવસ્થાતંત્ર ઘણું નબળું છે. દૃષ્ટિ અને સૂઝનો અભાવ છે. દરકાર નહિ જેવી છે. એટલે ઠેર ઠેર અકસ્માતો થતા જ રહે છે. લોકો પણ એનાથી ટેવાઈ ગયા છે. માનવજીવનની કશી કિંમત નથી એવું ક્યારેક ભાસે છે. એક અબજની વસતીમાં થોડા લોકો ઓછા થયા તો શું થયું એવા વિચારવાળા કોઇક રીઢા માણસો પણ મળશે. પરંતુ હવે સમય આવી પહોંચ્યો છે કે જ્યારે સર્વ ક્ષેત્રે સલામતીની વ્યવસ્થા વધુ સુદૃઢ, સક્ષમ બનાવવાની રહેશે. એમ નહિ થાય તો અકસ્માતોની, જાનહાનિની પરંપરા ચાલુ રહેશે. એ માટે પ્રજાને યોગ્ય શિક્ષણ અને તાલીમ આપવી જોઇશે. આપણા દેશમાં મોટા મોટા ખાડા, ખુલ્લી ગટરો, તૂટેલાં પગથિયા હોય તો પણ સાવચેતીની નિશાની મૂકાતી નથી. કેટલાક દેશોમાં ફરસ પર પોતું કર્યું હોય અને લપસી પડવાની ધાસ્તી હોય અથવા ઊંચાનીચા પગથિયામાં ઠેસ લાગવાની શક્યતા હોય ત્યાં `Watch Your Step'નું પાટિયું લાગ્યું જ હોય.
જ્યારે કોઈ કોઈ દુર્ઘટના થાય અથવા કુદરતી આપત્તિ આવી પડે છે ત્યારે કેટલાંક અનિષ્ટ તત્ત્વો સક્રિય બની જાય છે. આર્થિક દૃષ્ટિએ પછાત એવા દેશોમાં એ વિશેષ બને છે. ગરીબી અને લોભ-લાલચ નબળા મનના માણસોને લાચાર બનાવી દે છે. કોઈ વિમાન તૂટી પડ્યું હોય તો આસપાસ રહેતા માણસો પ્રવાસીઓનો સામાન કે કિંમતી
પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org