________________
ગુજરાતમાં ભૂકંપ
૫૩
ચીજવસ્તુઓ ઉપાડી જાય છે. પૂર કે વાવાઝોડું આવ્યું હોય કે આગ લાગી હોય અને લોકો ઘર ઉઘાડાં મૂકીને ભાગ્યા હોય ત્યારે આવા દુષ્ટ માણસો ઘરમાં ઘૂસીને વસ્તુઓ ઉઠાવી જાય છે. આવું જ ધરતીકંપ વખતે પણ થાય છે. ગુજરાતમાં પણ એવા કેટલાક કિસ્સા બન્યા છે.
વળી લોકોએ રાહત માટે આપેલી સામગ્રી વચમાંના માણસો દ્વારા કે સરકારી નોકરો દ્વારા આઘીપાછી કરી દેવાય છે. કેટલાક પીડિત લોકો પણ પોતાની જરૂરિયાત કરતાં ઘણું વધારે પડાવવાની વૃત્તિ ધરાવે છે. કેટલાક તો તેનો સંગ્રહ કરીને પછી એનાં નાણાં ઉપજાવે છે. આવું બનવું સ્વાભાવિક છે. આવી કેટલીક ગેરરીતિઓ થતી હોવા છતાં દાતાઓએ દાન આપતાં અટકવું ન જોઇએ. લોકોની આર્થિક સારી સ્થિતિ સારી થાય અને નીતિ-સદાચારનું યોગ્ય શિક્ષણ અપાય તો જ આ દૂષણ ઓછું થાય.
દુર્ઘટનાના સ્થળ અને આપણી વચ્ચે સ્થળ અને કાળનું જેમ અંતર વધારે તેમ તે માટેની સંવેદના ઓછી એવી એક માન્યતા છે, સિવાય કે આપણાં કોઈ સ્વજનો એનો ભોગ બન્યાં હોય. કોઇકે કહ્યું છે કે Our Sympathy is cold to the relation of distant misery. sleu, સાઇબિરિયા, આઇસલેન્ડ કે અલાસ્કામાં કોઈ ભયંકર દુર્ઘટના બને તો એ પ્રત્યે આપણી સંવેદના તીવ્ર ન હોય, જેટલી આપણા ઘર આંગણે બનતી દુર્ઘટના પ્રત્યે હોય. ગુજરાતના ધરતીકંપ માટે આપણને, ગુજરાત બહાર વસતા સૌ ગુજરાતીઓને લાગણી થાય તેટલી ઇતરને ન થાય એમ સામાન્યપણે મનાય, પરંતુ વર્તમાન જગતમાં ટી.વી.માં દશ્યો જોઈ અનેક લોકોને અનુકંપા થાય છે. આવે વખતે યથાશક્તિ સહાય કરવા સૌ કોઈ ઉત્સુક બને છે. માનવતાની ત્યારે કપરી કસોટી થાય છે. દુશ્મનનું હૃદય પણ ત્યારે પીગળે છે. વર્તમાન સમયમાં દુનિયાના દેશો પરસ્પર ઘણા નજીક આવતા ગયા છે. એથી સહાનુભૂતિની લાગણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org