________________
૫૪
વધારે વ્યાપક બની છે. સહાયનું પ્રમાણ પણ વધ્યું છે.
કુદરતની આવી સંહારલીલા જોઇને ભિન્નભિન્ન માાસને ભિન્નભિન્ન વિચાર આવશે. પર્યાવરણવાદીઓ કહેશે કે માણસ પ્રકૃતિની સંભાળ લેતો નથી માટે પ્રકૃતિ માણસની સંભાળ લેતી નથી. માાસે પ્રકૃતિ ઉપર કેટલો બધો અત્યાચાર કર્યો છે ! જંગલનાં વૃક્ષો બેફામપણે કાપ્યાં છે. પોતાનાં સુખસગવડ માટે રોજનું લાખો ટન તેલ ધરતીમાંથી એ કાઢતો રહ્યો છે. કારખાનાંઓના મલિન કચરાથી નદી-સાગરનાં જલને ઝેરી બનાવી રહ્યો છે કે જેથી રોજેરોજ લાખો કરોડો જલચરો અકાળે મૃત્યુ પામે છે. પૃથ્વીનું ઉષ્ણતામાન વધી ગયું છે. આવું જ્યાં થાય ત્યાં કુદરત કેમ ન રૂઠે ? પ્રકૃતિવાદીઓ કહેશે કે સર્જન અને સંહારની લીલા પ્રકૃતિમાં અનાદિ કાળથી ચાલી આવી છે. તમે માત્ર સંહારલીલા જ કેમ જુઓ છો ? એની સર્જનલીલા પણ નિહાળો ! એ લીલા આગળ સંહારલીલા તો કંઇ જ નથી. વળી સંહારલીલા નવી સર્જનલીલા માટે જ છે. વૈજ્ઞાનિકો કહેશે કે કારણ વગર કોઈ કાર્ય બનતું નથી. કારણ આપણને ન જડતું હોય તો તે શોધવાનો પુરુષાર્થ કરવો જોઇએ. કુદરતમાં કારણ વગર આપમેળે અચાનક કશું બનતું નથી. દરેક ઘટનામાં વૈજ્ઞાનિક નિયમો રહેલા છે. સમાજશાસ્ત્રીઓ કહેશે કે આવી ઘટનાઓ બને છે ત્યારે માણસમાં રહેલી સામાજિક ચેતના વિસ્તાર પામે છે. કેટલાક પુરાણવાદીઓ કહેશે કે આવી ઘટનાઓ એ કળિયુગની નિશાની છે. માનવજીવન હજુ પણ વધુ અધોગતિએ પહોંચશે અને કળિયુગને અંતે સમગ્ર સૃષ્ટિનો પ્રલય થશે. ઇશ્વરવાદીઓ કહેશે કે આવા કરુણ બનાવો એ તો ઇશ્વરે માનવજાતને એનાં પાપો માટે કરેલી સજા છે. ભવિતવ્યતાવાદી અથવા પ્રારબ્ધવાદી કહેશે કે જે કાળે જે બનવાનું હોય તે બને જ છે. એમાં કોઈ અન્યથા કરી શકતું નથી, જે બન્યું તે સ્વીકારી લો. કેટલાક તત્ત્વવેત્તાઓ કહેશે કે આ તો
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org