________________
૪૬
સાંપ્રત સહચિંતન
હોવાનો ભ્રમ થાય છે અને ચાંદનીને ચાટવા લાગે છે.
ફક્ત પશ્ચિમના વેગન (Vegan) લોકો જ દૂધનો આહાર નથી લેતા એવું નથી. કેટલાયે જૈનો, વિશેષતઃ કેટલાક જૈન સાધુ-સાધ્વીઓ જીવન પર્યંત દૂધ કે એમાંથી બનેલી વાનગીઓ નથી લેતા. પરંતુ વેગન લોકોની દૃષ્ટિ જુદી છે અને જૈનોની દૃષ્ટિ જુદી છે. જેનો સંયમની દૃષ્ટિએ દૂધને વિચારે છે.
Jain Education International
-
જેઓ બ્રહ્મચર્યવ્રતનું મન, વચન, કાયાથી સારી રીતે પાલન કરવા ઈચ્છે છે તેઓએ દૂધ અને દૂધની મીઠાઈ ન લેવાં જોઈએ અથવા અલ્પ પ્રમાણમાં લેવાં જોઈએ. તેઓ કઢેલું શર્કરાયુક્ત દૂધ અથવા દૂધની મીઠાઈ વધુ પ્રમાણમાં સાંજે લે તો સ્વપ્નદોષ થવાનો સંભવ રહે છે.
જૈન ધર્મ પ્રમાણે ‘દૂધ' અને એમાંથી બનતાં દહીં, છાશ, માખણ અને ઘીનો સમાવેશ ‘વિગઈ’માં થાય છે. ઘી, તેલ, ગોળ, ખાંડ પણ વિગઈમાં ગણાય છે. પ્રાકૃત ‘વિગઈ’ શબ્દ વિકૃતિ ઉપરથી આવ્યો છે. દૂધ, ઘી, ગોળ, સાકર વગેરે પદાર્થો સ્નિગ્ધ અને પુષ્ટિકર મનાય છે. એ શક્તિવર્ધક છે, પરંતુ જેઓ બ્રહ્મચર્ય વ્રતનું બરાબર પાલન કરવા ઈચ્છતા હોય તેઓએ વિકૃતિ કરનાર આ વિગઈનો ત્યાગ કરવો જોઈએ અથવા અત્યંત અલ્પ પ્રમાણમાં તે લેવાં જોઈએ. જૈનોમાં આયંબિલનું વ્રત, તપ કરાય છે. આયંબિલ કરનાર વિગઈનો ઉપયોગ કરી ન શકે. એણે લુખ્ખો આહાર લેવો જોઈએ. કેટલાંક જૈન સાધુ-સાધ્વીઓ ચાતુર્માસમાં અથવા કેટલાક તો જીવનપર્યંત એક-બે અથવા બધી વિઞઈના ત્યાગનાં પચ્ચખાણ લે છે. કેટલાક સાધુ-સાધ્વીઓ તો સ્વાદેન્દ્રિય ઉત્તેજે એવા ખાટા અને તીખા રસના આહારનો ત્યાગ કરે છે અને પર્વતિથિએ, ચાતુર્માસમાં કે યાવજ્જીવન લીલોતરીનો ત્યાગ કરે છે. સાત્ત્વિક ગુણની વૃદ્ધિ માટે, સંયમના ત્રિકરણયોગે પાલન માટે આવી આહારશુદ્ધિની મર્યાદા સ્વીકારાઈ છે.
For Private & Personal Use Only
ભાગ ૧૩
www.jainelibrary.org