________________
દુધામૃત
૪૫
થયું છે. ડેરીએ પોતાનું નહિ વેચાયેલું દૂધ પાછું ખેંચી લીધું હતું.
ભારતમાં વખતોવખત લગ્ન પ્રસંગે દૂધની વાનગી કે કોઈ ઉત્સવ વખતે પ્રસાદીના પેંડા ખાધા પછી કેટલાયે લોકોને ખોરાકીનું ઝેર(Food Poisoning) ચડી ગયું હોય અથવા ઝાડા ઊલટી થઈ ગયાં હોય એવી ઘટનાઓ બને છે. દૂધ ઊકળતું હોય તે વખતે તેમાં ગરોળી કે કોઈ જીવડું પડ્યું હોય અને દૂધ બગડી ગયાની ખબર ન પડી હોય ત્યારે આવું બને છે. ક્યારેક દૂધની વાનગી વાસી થઈ ગઈ હોય અને અંદર ફૂગ વળી ગઈ હોય ત્યારે પણ આવું બને છે.
સમૃદ્ધ દેશોમાં, સુખી ઘરનાં બાળકોમાં સાદું દૂધ પીવાનો અભાવ વધતો જાય છે. કેટલાંયે બાળકોને મલાઈવાળું દૂધ ભાવતું નથી. ચોકલેટ અને સોડાવાળાં પીણાંઓના સ્વાદની ટેવથી બાળકોમાં તાજું સાદું દૂધ પીવાનો અભાવ વધતો જાય છે. એથી અમેરિકામાં એક મહિલાએ Milk Moustacheની ઝુંબેશ ચાલુ કરી છે. દૂધ પીતાં પીતાં બાળકના ઉપલા હોઠ ઉપર દૂધ ચોટી જાય અને તે સફેદ મૂછ જેવું લાગે તો એને બાળકોની ફેશન તરીકે ગણાવી, એવી દૂધાળી મૂછના ફોટા પડાવવાની પ્રવૃત્તિનો પ્રચાર વધતો ચાલ્યો છે કે જેથી બાળકોમાં દૂધ પીવાનો ઉત્સાહ વધવા લાગે અને બાળકોનું આરોગ્ય સારું રહે.
પ્રાણીઓમાં દૂધ જેને સૌથી વધુ પ્રિય હોય એવા પ્રાણી તરીકે બિલાડીને ઓળખાવવામાં આવે છે. એને ઘણે દૂરથી દૂધની ગંધ આવે છે. રાત્રે અંધારામાં પણ તે જોઈ શકે છે અને દૂધના વાસણ સુધી પહોંચી જાય છે. એટલે તો ગામડાંઓમાં શીકાંની પ્રથા હતી કે જેથી બિલાડી કૂદીને પણ ત્યાં પહોંચી શકે નહિ. ચાંદની રાતે દૂધ અને પૌઆ ભેળવીને ચાંદનીમાં ઠરવા મૂક્યાં હોય તો બિલાડીથી સાચવવું પડતું. કવિઓએ તો કલ્પના કરી છે કે પૂર્ણિમાના ચંદ્રની રેલાતી ચાંદની એવી સરસ શ્વેત અને શીતળ હોય છે કે બિલાડીને તે દૂધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org