________________
સાંપ્રત સહચિંતન ભાગ ૧૩
ક્ષયરોગ, દમ અને કેન્સર પણ થાય છે. Milk- The Deadly Poison નામના પુસ્તકમાં એના લેખક Robert Cohen લખે છે કે The Fountain of youth and cure to illness can be obtained by giving up milk.'
૪૪
દૂધ અને પાણીની મૈત્રી આદર્શરૂપ ગણાય છે. દૂધ પાણીને પોતાના જેવું–એકાકાર બનાવી દે છે. એટલે જ દૂધને ગરમ કરતી વખતે પાણી પહેલાં બળે છે. પરંતુ પોતાના મિત્ર પાણીને બળતું જોઈને દૂધ ઊભરરૂપે રડે છે; તે વખતે તેને પાણી મળે તો ઊભરો શાન્ત થઈ જાય છે.
દૂધમાં પાણી ભેળવવાની લુચ્ચાઈ તો અનાદિ કાળથી ચાલતી આવે છે. દૂધ માટે શુદ્ધતામાપક સાધનો પ્રચારમાં આવ્યા પછી ભેળસેળનું પ્રમાણ ઘટ્યું છે, તો પણ જ્યાં ગરીબી અને બેકારીનું પ્રમાણ વધુ હોય ત્યાં દૂધમાં ભેળસેળ ક૨વાના કિસ્સા બનતા જ રહેવાના.
દૂધમાં તરત બગડી જવાનું લક્ષણ રહેલું છે. દૂધમાંથી દહીં બનાવવામાં આવ્યું હોય તો તે પણ વધુ વખત રહે તો તીવ્ર દુર્ગંધ ફેલાવે છે. માખણ પણ તરત બગડવા લાગે છે. આથી ભારત જેવા ઉષ્ણ દેશોમાં પ્રાચીન સમયમાં દૂધમાંથી દહીં, માખણ અને છેવટે ઘી બનાવવાની પ્રક્રિયા પ્રચલિત થઈ ને આજ પર્યંત ચાલુ છે. થી લાંબા સમય સુધી બગડતું નથી. યુરોપના ઠંડા દેશોમાં દૂધ, દહીં, માખણ જલદી બગડતાં નથી. એટલે ત્યાં માખણ ખાવાનો અને લાંબા સમય સુધી બગડે નહિ એવી પનીર (ચીઝ) બનાવવાનો રિવાજ પ્રચલિત થયો. હવે તો દુનિયામાં બધે જ રેફ્રિજરેટરો આવ્યાં એટલે દૂધ અને એની બનાવટો બગડવાનું પ્રમાણ ઘણું બધું ઘટી ગયું.
કેટલાક સમય પહેલાં જાપાનના એક વિસ્તારમાં દસ હજારથી વધુ માણસોને અચાનક ઝાડાઊલટી થયાં હતાં. તપાસ કરતાં માલૂમ પડ્યું કે એક ડેરીના દૂધને કારણે આ ઘટના બની હતી. ડેરીએ કબૂલ કરી લીધું હતું કે વધેલું જૂનું વાસી દૂધ નવા દૂધમાં ભેળવ્યું હતું માટે આમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org