________________
દુધામૃત
૪૩
અખતરા કરતું રહ્યું છે. એનાં કેટલાંક સારાં પરિણામ આવ્યાં છે, તો Mad cow જેવા ભયંકર અખતરા પણ થયા છે. કૃત્રિમ ગર્ભાધાન દ્વારા ગાયને દૂધ માટે ઝટઝટ ગર્ભવતી બનાવવી, એને ઓક્સિટોસિનનાં ઈજેકશન આપી એનું દૂધ જલદી જલદી ખેંચી લેવું એમાં નરી નિર્દયતા છે.
છેલ્લા થોડા દાયકાઓમાં આંતરરાષ્ટ્રીય વિમાન વ્યવહાર ઘણો વધી ગયો છે. એથી એક રાષ્ટ્રમાંથી બીજા રાષ્ટ્રમાં ઘણી ચીજવસ્તુઓ થોડા કલાકમાં પહોંચી જાય છે તેમ દૂધ તથા પાવડરમાંથી બનાવેલી ચીજવસ્તુઓચીઝ, માખણ, ચોકલેટ, આઈસ્ક્રીમ વગેરેની આયાત પણ થવા લાગી છે. એના લાભ અને ગેરલાભ ઘણા છે, પણ એ વિશે સાવચેતીથી આગળ વધવા જેવું છે અને બહુરાષ્ટ્રીય કંપનીઓની રમતના ભોગ ન બની જવાય એ વિશે સાવધાની રાખવી આવશ્યક છે.
યુરોપ, અમેરિકા અને બીજા ઘણા દેશોમાં ચરબીરહિત, ઓછી ચરબીવાળાં, અમુક ટકા ચરબીવાળાં એમ ભાતભાતનાં દૂધ-દહીં મળે છે. લોકો પણ પોતાને જે માફક આવતું હોય તે પ્રમાણે ખરીદે છે. Full Fat, Low Fat, Fat Free જેવા શબ્દો ત્યાં બહુ પ્રચલિત છે. નાનાં બાળકો પણ એ સમજે છે અને બોલે છે. અમેરિકામાં એક વખત હતો ત્યારે મારી ચાર વર્ષની પૌત્રી અચિરાને અમે કહેલું કે કૃષ્ણ ભગવાનને દહીં બહુ ભાવતું. એ વખતે એણે સાવ નિર્દોષ ભાવે પ્રશ્ન કર્યો, But Dadaji, Krishna Bhagawan was eating Full Fat yogurt or Low Fat yogurt ?-તે સાંભળીને અમે બધા હસી પડેલાં.
જ્યારથી દૂધની ડેરીઓ થઈ અને દૂધમાં વિવિધ પ્રકારનાં રસાયણો, ખનીજ તત્ત્વો વગેરેનું મિશ્રણ થવા લાગ્યું ત્યારથી ડેરીના દૂધને કારણો જાતજાતના રોગો પણ પેદા થવા લાગ્યા છે. કેટલાકને દૂધની એલર્જી હોય છે. કેટલાક તો એવો પ્રચાર કરવા લાગ્યા છે કે દૂધથી હૃદયરોગ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org