________________
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩
કતલખાનાંઓ દ્વારા માનવજાત રોજના કરોડો મરઘી-મરઘાં, ઘેટાંઓ, ગાયો ઇત્યાદિની કતલ કરી રહી છે. બીજી બાજુ આર્થિક કારણોસર પણ પ્રાણીઓની સામુદાયિક હત્યા કરાય છે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડ સારી કમાણી કરવા માટે દર વર્ષે કરોડો ઘેટાંઓની કતલ કરીને એનું માંસ બીજા દેશોને વેચે છે. કેટલાક વખત પહેલાં જર્મનીમાં દૂધનું ઉત્પાદન વધી ગયું હતું અને ભાવ નીચા ઊતરી ગયા હતા. એટલે ભાવ ટકાવી રાખવા માટે, દૂધનું ઉત્પાદન ઘટાડવા માટે પિસ્તાલીસ લાખ ગાયોને મારી નાખવામાં આવી હતી. કેટલાક દેશોમાં મોજશોખના પદાર્થો બનાવવા માટે રોજની કરોડો માછલીઓ મારવામાં આવે છે. થોડા વખત પહેલાં બ્રાઝિલના રીઓ ડિ જાનેરો પાસેના સમુદ્રમાં એક કારખાનાનું ઝેરી પ્રવાહી ઠલવાતાં કરોડો માછલીઓ એક જ દિવસમાં સમુદ્ર કિનારે મૃત્યુ પામી હતી અને વાતાવરણ ગંધાઈ ઊઠ્યું હતું.
પહેલાંના કરતાં હવે પ્રાણીઓના સંહારના આંકડા લાખો-કરોડોના થઈ ગયા. માનવજાતનો પશુસૃષ્ટિ ઉપર આ ભયંકર અત્યાચાર છે. એની સામે કોણ અવાજ ઉઠાવે ?
સામે પક્ષે એવી દલીલ થાય છે કે શું પશુપંખીઓને ખાતર માણસોને મરવા દેવાય ? માણસ મરવાનું પસંદ ન કરે એ દેખીતું છે. પરંતુ આવી પરિસ્થિતિમાં એવો રસ્તો ન નીકળી શકે કે માણસો મરે નહિ અને પશુઓનો સંહાર પણ કરવો ન પડે ? ભવિષ્યમાં કોઈ એક બળવાન પ્રજા પોતાના આરોગ્ય માટે બીજી નબળી પ્રજાનો સંહાર કરે તો તે વ્યાજબી ઠરાવીશું ? ભવિષ્યમાં આ વિષયમાં ઘણી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
८८
દુનિયાની ચાર અબજથી વધારે વસતિ છે. એમાં માંસાહાર ન કરનાર લોકોની સંખ્યા કેટલી ? સાતઆઠ ટકાથી વધારે નહિ હોય. એ પણ મુખ્યત્વે ભારતમાં છે. એટલે શાકાહારીઓનો આર્તનાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org