________________
પ્રાણીઓનો સામુદાયિક સંહાર
અરણ્યરુદન જેવો જ બની રહેવાનો.
જેમ જેમ વૈજ્ઞાનિક સાધનો વધતાં જાય છે તેમ તેમ સૃષ્ટિ ઉપર પશુપંખીઓના સંહારનું પ્રમાણ વધતું જાય છે. પરંતુ પોતાના આરોગ્યની સાચવણી માટે પશુઓનો સંહાર કેટલે અંશે વ્યાજબી ગણાય ? બે ચાર કે પાંચ પંદ૨ માંદાં પશુપંખીઓને કારણે બીજાં લાખો નીરોગી પશુપંખીઓને મારવાનું અટકાવી ન શકાય ? એ દિશામાં આરોગ્યવિષયક સંશોધનો ન કરવાં જોઇએ ?
માંસાહારી દેશોનું આ વલણ ભારતમાં નહિ જ આવે એમ કહી નહિ શકાય. એકંદરે ભારતીય માણસોના હૃદયમાં જીવદયાની લાગણી રહેલી છે. પરંતુ ભવિષ્યમાં વિદેશોનો પ્રભાવ ભારત ઉપર નહિ પડે એવું નથી. એટલા માટે જીવદયાપ્રેમીઓએ અને એવી સંસ્થાઓએ પોતાનો સૂર જાહેરમાં વ્યક્ત કરવો જોઇએ. અહિંસક શાંત સામુદાયિક જાહેર વિરોધ, વિવિધ રીતે જો અભિવ્યક્ત થાય અને તે દેશોના એલચીખાતા સમક્ષ રજૂઆત થાય તો એની નોંધ તો જરૂર લેવાય. તેઓ જો જાણે કે દુનિયામાં કેટલાક લોકો એવા છે કે જે આવા સામુદાયિક સંહાર સાથે સહમત નથી અને એમની લાગણી દુભાય છે, તો એટલી સભાનતા પણ ભવિષ્યમાં થોડું સારું પરિણામ લાવી શકે. અલબત્ત એટલું તો નિશ્ચિત છે કે માનવજાત પોતાનાં જે કંઈ અપકૃત્યો દ્વારા પ્રકૃતિમાં ખલેલ પહોંચાડે છે એનાં પરિણામ એને પ્રકારાન્તરે પણ ભોગવવાનાં આવે જ છે. સમગ્ર વિશ્વરચના એવી છે કે જેમાં હિસાબ ચૂકતે થાય જ છે.
હાલ તો આપણી પાસે એ મૂંગાં, નિર્દોષ પ્રાણીઓ માટે અંતરમાં દયા ચિંતવવા સિવાય બીજો કોઈ ઉપાય નથી.
સબ કો સન્મતિ દે ભગવાન !
Jain Education International
te
For Private & Personal Use Only
✰✰
www.jainelibrary.org