________________
ન્યૂ ઝીલૅન્ડ
ઇ. સ. ૧૯૭૮માં અને ઇ. સ. ૧૯૯૯માં એમ બે વાર ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કરવાની તક મને સાંપડી હતી. બે દાયકા પછીના બીજા પ્રવાસમાં મને નજરે જોવા મળ્યું કે ન્યૂ ઝીલેન્ડની કાયાપલટ કેટલી સરસ થઈ ગઈ છે ! એક નાનોસરખો દેશ પણ ધારે તો કેટલી બધી પ્રગતિ કરી શકે છે તેની પ્રતીતિ થઈ. દુનિયાનાં અત્યંત રમણીય, શાંતિપ્રિય, આંતરિક સંઘર્ષરહિત અને અન્ય દેશો સાથે વેરવિરોધ વિનાના સુખી દેશોમાં ન્યૂ ઝીલૅન્ડને ગણાવી શકાય.
ભૌગોલિક વિસ્તાર ન્યૂ ઝીલૅન્ડ પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં સાવ છેડે આવેલો દેશ છે. ઑસ્ટ્રેલિયાની અગ્નિ દિશામાં ટાસ્માન સમુદ્રમાં ૧,૨૦૦ માઈલ દૂર તે આવેલો છે. તેનો ભૌગોલિક વિસ્તાર ૧,૦૩,૭૩૬ ચોરસ માઇલ એટલે કે ૨,૬૮,૬૭૬ ચોરસ કિલોમિટર છે.
ન્યૂ ઝીલૅન્ડમાં ઉત્તરમાં આવેલી રેઇન્ગાની ભૂશિરથી દક્ષિણમાં આવેલા ટુઅર્ટ ટાપુ સુધીનું અંતર ૧,૬૮૦ માઈલ જેટલું છે. ન્યૂ ઝીલૅન્ડ પહોળો નહીં પણ સાંકડો અને લાંબો દેશ છે. એની આકૃતિ આકાશમાંથી કોઈ માણસ દરિયામાં ડૂબકી મારવા પડતો હોય એવી લાગે છે. ભોગોલિક વિસ્તારમાં ઇંગ્લેન્ડ કે જાપાન સાથે તેને સરખાવી શકાય. પરંતુ એટલા જ વિસ્તારમાં ઇંગ્લેન્ડની વસતિ પાંચ કરોડ કરતાં વધુ છે. અને જાપાનની વસતિ સાડા દસ કરોડ કરતાં વધુ છે. જ્યારે ન્યૂ ઝીલેન્ડની વસતિ માત્ર પાંત્રીસ લાખ જેટલી છે.
ભારતના કોઈ એક મોટા શહેર કરતાં પણ આ વસતિ ઓછી છે. આના પરથી સમજાશે કે વસતિની દૃષ્ટિએ ન્યૂ ઝીલૅન્ડ કેટલો નાનો અને પાંખો દેશ છે. | ઝીલૅન્ડ મુખ્ય બે મોટા દ્વીપમાં વહેંચાયેલો દેશ છે. ઉત્તર દ્વીપ
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org