________________
ન્યૂ ઝીલૅન્ડ
૯૧
અને દક્ષિણ દ્વીપ વચ્ચે કૂકની સામુદ્રધુની છે. બંને દ્વીપમાં ઘણો બધો તફાવત છે. ન્યૂઝીલેન્ડ મુખ્યત્વે પર્વતો અને જ્વાળામુખીઓનો દેશ છે. એનો પોણા ભાગનો પ્રદેશ સમુદ્રની સપાટીથી સરેરાશ આઠસોથી હજાર ફૂટ કરતાં વધુ ઊંચો છે.
આ બે મુખ્ય દ્વીપની આસપાસ ન્યૂઝીલેન્ડમાં બીજા અનેક નાનામોટા ટાપુઓ આવેલા છે. એકદમ નીચે દક્ષિણ છેડે ટુઅર્ટ ટાપુ છે.
ન્યૂ ઝીલૅન્ડ બે મુખ્ય ટાપુઓમાં વહેંચાયેલો દેશ હોવાથી તેનો સમુદ્રકિનારો ઘણો લાંબો છે. એમાં સ્વચ્છ, વિશાલ રેતાળ સમુદ્રતટ પણ ઘણા છે. પરંતુ આટલો લાંબો સમુદ્રકિનારો હોવા છતાં તે એકંદરે છીછરો હોવાથી ન્યૂ ઝીલૅન્ડમાં મોટાં બંદરો બહુ નથી. અલબત્ત, બંદરો વિકસાવવાની એને હજુ સુધી બહુ જરૂર પણ પડી નથી.
ઝીલેન્ડના ઉત્તર દ્વીપમાં આશરે ૧૮ ટકા જેટલા પ્રદેશમાં પર્વતો છે. જ્યારે દક્ષિણ દ્વીપમાં આશરે ૭૦ ટકા પર્વતીય પ્રદેશ છે.
ઉત્તર દ્વિીપમાં કેટલાક ઠરી ગયેલા જ્વાળામુખીઓ છે એટલે ત્યાં દ્રોણ બની ગયેલા, એટલે કે તૂટી ગયેલાં શિખરોવાળા, પવાલાના આકારનો ખાડો ધરાવતા પર્વતો વધુ છે. દક્ષિણા દ્વીપના મધ્ય ભાગમાં ઉત્તુંગ શિખરોવાળા પર્વતોની લાંબી હારમાળા છે. એમાંના કેટલાક પર્વતો હિમાચ્છાદિત છે.
ઈતિહાસ ન્યૂ ઝીલૅન્ડની સૌથી પહેલી શોધ યુરોપથી વહાણમાં નીકળેલા ડચ શોધસફરી આબેલ તાસ્માને ઇ. સ. ૧૬૪રમાં કરી હતી. એણે દક્ષિણા પ્રશાંત મહાસાગરની પોતાની સફર દરમિયાન ટાસ્માન ટાપુ, ન્યૂ ઝીલૅન્ડ, ટોંગા અને ફિજીના ટાપુઓની શોધ કરી હતી.
ટાસ્માને ન્યૂઝીલૅન્ડના “ગૉલ્ડન બે'માં પોતાનું વહાણા લાંગર્યું હતું. પરંતુ તે ન્યૂ ઝીલૅન્ડના કિનારે પગ મૂકી શક્યો નહોતો. તેનું વહાણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org