SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ જોઇને સ્થાનિક માઓરી લોકોએ એના પર હુમલા ચાલુ કરી દીધા. અથડામણામાં ટાસ્માનના કેટલાક ખલાસીઓ માર્યા ગયા. પરિણામે ટાસ્માનને પોતાનું વહાણ ઉપાડી ત્યાંથી તરત ભાગવું પડ્યું હતું. ટાસ્માને પહેલવહેલી આ જગ્યાની નોંધ પોતાના નકશામાં કરી હતી. એની યાદગીરીરૂપે ન્યૂઝીલેન્ડના આ સ્થળે પછીથી એનું સ્મારક કરવામાં આવ્યું છે. ટાસ્માને દક્ષિણા પ્રશાંત મહાસાગરમાં ન્યૂ ઝીલૅન્ડ આવતાં પહેલાં જે એક ટાપુ શોધ્યો તેને નામ અપાયું ટાસ્માનિયા. આ ટાપુ ત્યાર પછી ઑસ્ટ્રેલિયાના એક ભાગ તરીકે જોડાઈ ગયો હતો. નવાઇની વાત તો એ છે કે દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં ટામાનિયા, ફિજી, ન્યૂ ઝીલૅન્ડ, ટોંગા વગેરે ટાપુઓ શોધનાર શોધસફરી ટાસ્માનને, પોતે ઑસ્ટ્રેલિયાની આસપાસ દરિયામાં ઘૂમતો હોવા છતાં, આ મહાસાગરમાં એક મોટો ખંડ છે એ હકીકતની ખબર નહોતી, કારણ કે એ બાજુ જવાનું એને થયું નહોતું. એ ખંડ તે ઑસ્ટ્રેલિયા, જેની શોધ પછીથી થઈ હતી. આવેલ ટાસ્માન પછી સવાસો વર્ષ બાદ, ઈ. સ. ૧૭૬૯-'૭૦માં બ્રિટિશ નોકાદળનો એક કેપ્ટન જેમ્સ કૂક દક્ષિણા પ્રશાંત મહાસાગરમાં શોધસફર માટે આવ્યો. એણે ઑસ્ટ્રેલિયાની શોધ કરી અને તેના દક્ષિણા કિનારાના પ્રદેશને ઇંગ્લેન્ડના એક પ્રદેશના નામ ઉપરથી “ન્યૂ સાઉથ વેલ્સ” એવું નામ આપ્યું. એ જ સફર દરમિયાન ઇ. સ. ૧૭૭૦માં કેપ્ટન કૂક માઓરીના આ દેશમાં આવી પહોંચ્યો. તે વખતે શોધસરીઓમાં પોતે શોધેલા પ્રદેશોને યુરોપનાં નામો આપવાની પ્રથા હતી. એ પ્રણાલિકા મુજબ, જેમ્સ ફૂકે યુરોપમાં બાલ્કન સમુદ્રમાં આવેલા ડેન્માર્કના “ઝીલેન્ડ' નામના ટાપુ જેવા લાગતા આ ટાપુને ‘ન્યૂ ઝીલૅન્ડ' એવું નામ આપ્યું. જેમ્સ કૂક સૌ પ્રથમ ન્યૂઝીલેન્ડની ઉત્તરે બે ઑફ આઇલૅન્ડના સમુદ્રકિનારે ઊતર્યો હતો. ત્યાર બાદ એની યાદગીરી તરીકે ત્યાં એક સ્મારક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002057
Book TitleSamprat Sahchintan Part 13
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2001
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy