________________
પ્રાણીઓનો સામુદાયિક સંહાર
મલેશિયા, થાઈલેન્ડ, હોંગકોંગ જ્યુના વિસ્તાર તરીકે જાણીતા છે. í બહુ ઝડપથી પ્રસરે છે અને આખી દુનિયામાં ફેલાઈ જાય છે. ગયા સૈકામાં લૂથી અનેક માણસો મૃત્યુ પામ્યા હતા. પરંતુ હવે નવી દવાઓ અને ઉપચારોને કારણે મરણપ્રમાણ ઘટી ગયું છે. તો પણ માનવજાત પોતાની સુરક્ષા માટે પશુપંખીઓને, અરે પોતાનાં પાળેલા પ્રાણીઓને પણ મારી નાખતાં અચકાતી નથી. સ્વાર્થની સીમા ક્યાં સુધી પહોંચે છે !
થોડા વખત પહેલાં બ્રિટનમાં ગાયોને ગાંડી બનાવી દે એવો મેડકાઉનો રોગચાળો પ્રસર્યો હતો. કતલખાનાના માંસાહારી કચરામાંથી બનાવેલી વાનગીઓ શાકાહારી ગાયોને ખવડાવવાને લીધે ગાયોમાં ગાંડપણની આ બીમારી થઈ હતી એવું પણ એક અનુમાન થાય છે. એ જે હોય તે. બે ચાર ટકા ગાયોમાં આ બીમારી જણાતાં, એનો ચેપ માણસોને ન લાગે માટે બધી જ ગાયોને એટલે કે સવા કરોડ જેટલી ગાયોને બ્રિટનમાં ત્યારે થોડા દિવસમાં મારી નાખવામાં આવી હતી. એવી જ રીતે થોડા વખત પહેલાં યુરોપના જર્મની તથા બીજા કેટલાક દેશોમાં મેડ-કાઉ જેવી મેડ-શીપની બીમારી કેટલાંક ઘેંટાઓમાં જોવા મળી હતી. એ વખતે એ પ્રદેશના સર્વ ઘેટાંઓને-કરોડો ઘેટાંઓને મારી નાખવામાં આવ્યાં હતાં. પોતાના આરોગ્યની દરકારને માટે મનુષ્ય પ્રાણીસૃષ્ટિ ઉપર કેવો ભયંકર અત્યાચાર કરે છે.
કેટલાક રોગો પશુઓને મનુષ્ય એના ઉપર કરેલા પ્રયોગોને પરિણામે થાય છે. પશુઓના કેટલાક રોગો માણસને થાય છે એ સાચું, પણ માણસના રોગો પશુઓને પણ થાય છે એ પણ એટલું જ સાચું છે. પરંતુ કોણ કોને શિક્ષા કરી શકે ? એમાં એનો ચુકાદો કોણ આપી શકે ? સૃષ્ટિક્રમમાં બળવાનનું અસ્તિત્વ ટકી રહે છે. નિર્બળને અન્યાય સહન કરવાનો વારો આવે છે.
આ તો આરોગ્યની વાત થઈ. પોતાના આહાર માટે વર્તમાન અદ્યતન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org