________________
પ્રાણીઓનો સામુદાયિક સંહાર
હોંગકોંગમાં ઈજ્યુએન્ઝાનો રોગચાળો ફાટી નીકળવાની બીકે થોડા વખત પહેલાં બીજી વાર તમામ મરઘાંઓને મારી નાખવામાં આવ્યા. શહેરમાં મરઘાંઓનું નામનિશાન ન જોઈએ કે જેથી રોગચાળો ફેલાવાની કોઈ દહેશત રહે. મારી નાખવામાં આવેલાં આ મરઘાંઓની સંખ્યા કેટલી ? અધધધ. સાડા બાર લાખ કરતાં વધુ. ટી.વી. પર એનાં દશ્યો બતાવવામાં આવ્યાં હતાં. મરઘાંઓને કતલખાને લઈ જવાયાં નથી. એનાં વેચાણ કેન્દ્રોમાં, પોલ્ટી ફાર્મ વગેરેમાં જ માણસો પોતાને મોઢે લૂગડું બાંધી, હાથમાં મોજાં પહેરી એક પછી એક મરઘાને પાંજરામાંથી કાઢતા જાય અને પકડીને, ડોક મરડી નાખીને કચરા માટેના પ્લાસ્ટિકના મોટા કોથળામાં ફેંકતા જાય. કોથળાઓ બંધાઈને કચરાની ટ્રકમાં ઠલવાતા જાય. પોતાના વારો આવે ત્યારે મરઘાં આઘાપાછા થવાનો પ્રયત્ન કરે, ચીસાચીસ કરે એવાં એવાં દૃશ્યો આપણા જેવા જોનારને કમકમાં ઉપજાવે એવાં હતાં, છતાં મારનારના પેટનું પાણી પણ હાલતું ન હતું.
આ વખતે ઈલૂએન્ઝા ચાલુ થયો નહોતો કે કોઈ માણસનું મૃત્યુ થયું નહોતું, પણ ક્લનો વાયરસ દેખાયો હતો અને એ મરઘાંઓ દ્વારા માણસમાં પ્રસરતો હોવાથી સાવચેતીનાં પગલાં તરીકે જ તંદુરસ્ત નિર્દોષ મરઘાંઓને મારી નાખવામાં આવ્યાં.
ત્રણ વર્ષ પહેલાં, ૧૯૯૭માં હોંગકોંગમાં ક્લનો આ વાયરસ જ્યારે પ્રસર્યો હતો ત્યારે છ માણસો લૂમાં મૃત્યુ પામ્યા હતા. તે વખતે સાવચેતીરૂપે ચૌદ લાખ મરઘાંઓને મારી નાખવામાં આવ્યાં હતાં. મરઘાંઓને મારી નાખવાનો હુકમ સરકારના આરોગ્ય ખાતા તરફથી નીકળ્યો હતો અને મરઘાંના માલિકોને એનું વળતર આપવામાં આવ્યું હતું. આર્થિક કે આરોગ્યના પ્રશ્ન કરતાં પણ પ્રાણીઓના સામુદાયિક સંહારનો પ્રશ્ન આપણો માટે વધુ ગંભીર અને કરુણા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org