________________
वओ अच्चेइ जोव्वणं च ।
વિજય મેળવે છે, પણ વૃદ્ધાવસ્થામાં તેઓ લાચાર બની જાય છે. એવરેસ્ટનું શિખર સર કરનાર તેનસિંગને વૃદ્ધાવસ્થામાં જ્યારે હૃદયરોગની ગંભીર બીમારી થઈ હતી ત્યારે એક પગથિયું ચડવા માટે બે બાજુ બે જણનો ટેકો લેવો પડતો હતો.
વૃદ્ધાવસ્થામાં સ્વજનો જ્યારે વિપરીત થઈ જાય છે ત્યારે ગ્લાનિ, નિર્વેદ, ચિંતા, તિરસ્કાર, ધિક્કાર વગેરેની લાગણી તેઓ પ્રત્યે જન્મે છે. ક્યારેક તો વૃદ્ધો પ્રગટ અથવા મનોમન શાપ પણ આપે છે.
વૃદ્ધાવસ્થામાં માણસ જ્યારે પોતાના પૂર્વકાળને યાદ કરે છે અને તેમાં પણ યોવનના દિવસોને તાજા કરે છે ત્યારે એને થાય છે કે ‘અહો! કેટલી ઝડપથી મારા યૌવનના દિવસો વહી ગયા. યૌવન એ તો જાણે સપનાની જેમ ચાલ્યું ગયું. કેટકેટલી મનની મનમાં રહી ગઈ.'
ગમે તેટલી વય થઈ હોય તો પણ જીવને તો એમ જ લાગે છે કે હજુ પોતાને ઘણાં વર્ષ જીવવાનું છે. માણસની આશાને કોઈ અંત નથી. શંકરાચાર્યે કહ્યું છે કે :
अंगं गलितं पलितं मुण्डं दशनविहीणं जातं तुण्डं । वृद्धो याति गृहित्वा दण्डम् तदपि न मुञ्चति आशापिंडम् ॥ [અંગ ગળી ગયું છે, માથે વાળ ધોળા થઈ ગયા છે, મોઢું દાંત વગરનું થઈ ગયું છે, વૃદ્ધ લાકડી લઈને ચાલે છે. તો પણ ભવિષ્યની આશાઓ-ઈચ્છાઓને છોડતો નથી.]
‘વૈરાગ્યશતક'માં પણ કહ્યું છે કે
:
अज्जं कलं पर परारिं पुरिसा चिंतति अत्यसंपत्तिं ।
अंजलिगयं व तोयं गलंतमाणं न पिच्छन्ति ||
૩૧
[પુરુષો અર્થની સંપ્રાપ્તિ માટે આજે નહિ તો કાલે અને કાલે નહિ તો પરમ દિવસે, એ રીતે થાક્યા વગર ચિંતવ્યા કરે છે. પરંતુ પોતાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org