________________
૩ર.
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩
આયુષ્ય અંજલિ (ખોબા)માં રહેલા જળની જેમ નિરંતર ગળતું રહેતું હોવા છતાં તેને જોતો નથી.]
એટલા માટે, આવતી કાલનો ભરોસો નથી એમ સમજીને માણસે પોતાના જીવનમાં વર્તમાનની ક્ષણાનો ઉપયોગ કરી લેવો જોઈએ. પ્રત્યેક ક્ષણો આયુષ્ય ઘટતું જાય છે. ગયેલો સમય જિંદગીમાં પાછો આવતો નથી. માટે વર્તમાનને બગાડવો નહિ. એહિક કે ધાર્મિક દૃષ્ટિએ જીવનને સફળ બનાવી લેવું જોઈએ. જીવનનો અમૂલ્ય સમય વેડફી નાખનારને પાછલી જિંદગીમાં પસ્તાવાનો વારો આવે છે માટે પ્રત્યેક ક્ષણને વિશિષ્ટ ક્ષણ બનાવી દેવી જોઈએ. જે જીવનકાળ મળ્યો છે તેમાં વધઘટ થવાની નથી, પરંતુ તેને મૂલ્યવાન બનાવી શકાય છે. ભગવાને કહ્યું છે કે હું ગાદિપડા પંડિત એટલે આત્મજ્ઞાની માણસે પ્રત્યેક ક્ષણાને જાણાવી જોઈએ. કહ્યું છે :
अनित्याणि शरीराणि विभवो नैव शाश्वत: । नित्य संनिहितो मृत्यु कर्तव्यो धर्मसंचयः ।। શિરીરો અનિત્ય છે, વૈભવો શાશ્વત નથી. મૃત્યુ હંમેશા પાસે આવીને બેઠું છે માટે ધર્મસંચય કરી લેવો જોઈએ.]
દેહ જડ છે અને આત્મા ચેતન છે. જીવન એટલે જડ અને ચેતનનો સંયોગ. પરંતુ આ સંયોગ અનાદિ કાળથી એવો સતત ચાલતો આવ્યો છે કે જીવને દેહ એ જ આત્મા એવો સતત મિથ્યાભાસ રહ્યા કરે છે.
અનાદિ કાળથી જીવ પુદ્ગલના સંયોગ વિના ક્યારેય રહ્યો નથી. પુદ્ગલ સાથેની દોસ્તી અત્યંત ગાઢ બની ગયેલી છે. એટલે જીવને દેહના પુદ્ગલ વિના પોતાનો ખ્યાલ આવતો નથી. “હું તે આત્મા, આ દેહ મારો નથી, હું તો અજર, અમર ધ્રુવ એવો આત્મા છું' એવું રટણ કરનારાઓમાં પણ જ્યારે ગાઢ દેહાધ્યાસ જોઈએ છીએ ત્યારે આશ્ચર્ય થાય છે અને લાગે છે કે માત્ર બોલવાથી દેહાધ્યાસ છૂટતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org