________________
क्ओ अच्चेइ जोव्वणं च ।
૩૩ એટલે જ ઉત્તરાધ્યયનના “દ્રુમપત્રક' નામના દસમા અધ્યયનમાં ભગવાન મહાવીરે ગૌતમસ્વામીને જે બોધ આપ્યો છે તેનું સ્મરણ જીવે વારંવાર કરવા જેવું છે. એમાં કહ્યું છે કે :
दुमपत्तए पंडुयए जहा णिवडइ राइगणाण अच्चए । एवं मणुयाण जीवियं समयं गोयम मा पमायए ।।
જેમ રાત્રિ અને દિવસનો કાળ વીતતાં ઝાડનાં પીળાં પડી ગયેલાં પાંદડા ખરી પડે છે તેવી રીતે મનુષ્યનું જીવન-આયુષ્ય પણા સમાપ્ત થઈ જાય છે. માટે હે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ કર નહિ !]
परिजूरइ ते सरीरयं, केसा पंडुरया हवंति ते । ते सव्वबले च हायइ, समयं गोयम मा पमायए । હે ગૌતમ, તારું શરીર નિર્બળ થતું જાય છે તથા તારા વાળ ધોળા થતા જાય છે. તારું સર્વ બળ હણાઈ રહ્યું છે. માટે હે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ કર નહિ !]
ભગવાને પંચાચારના પાલનહાર ગુરુ ગૌતમસ્વામીને માટે જે કહ્યું તે આપણે માટે તો અવશ્ય હોય જ, પણ હૃદયસોંસરવું તે ઊતરવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org